પુરુષ અને સ્ત્રીમાં લાંબુ કોણ જીવે?
લે આ કંઈ પૂછવા જેવી વાત છે?! – સ્ત્રી
કેમ?!
કારણ કે સ્ત્રીને પત્ની નથી હોતી !!
*****
ઉપ્સ, બેડ જોક… સવાર સવારમાં સ્ત્રીઓના ભવાં ચઢાવતો અને પુરુષોને સેડીસ્ટીક પ્લેઝર આપતો જોક યાદ આવવા પાછળ બે સંશોધનો પર પડેલી મારી નજર જવાબદાર છે. ૧૪ વર્ષના આંકડાઓનું વિશ્લેષણ કરતો એક અમેરિકન અભ્યાસ કહે છે કે અમેરિકામાં પુરુષ અને સ્ત્રીની મ્રત્યુ પામવાની ઉંમર વચ્ચેનો તફાવત ઘટી રહ્યો છે, અર્થાત સ્ત્રીઓ પુરુષો કરતા લાંબુ જીવવાની કુદરતી બક્ષિશ(સર્વાઈવલ એડ્વાન્ટેજ) ગુમાવી રહી છે. બ્રિટન ઓફીસ ફોર નેશનલ સ્ટેટીસ્ટીકસે તો છેલ્લા પચાસ વર્ષોને આવરી લઈને કાઢેલા આંકડાઓમાંથી આવું તારણ કાઢ્યું છે! અલબત્ત, સ્ત્રી અને પુરુષ બંનેની મૃત્યુ પામવાની ઉંમરમાં વધારો થઇ રહ્યો છે પરંતુ આ ઉંમરમાં બંને વચ્ચે રહેલો તફાવત ચોંકાવનારી હદે ઘટી ગયો છે. આજથી પચાસ વર્ષ પહેલા પંચાવનથી સિત્તેર વર્ષ વચ્ચે મૃત્યુ પામતા પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સરખામણીએ બમણી હતી જે આજે અડધી થઇ ગઈ છે. એનો સમજાય એવો અર્થ એ જ કે પુરુષોની આવરદા વધી રહી છે અને સ્ત્રીઓની આવરદા તબીબી વિજ્ઞાનની પ્રગતિ છતાં એની એ જ રહી છે અથવા ઘટી રહી છે. આ આંકડાઓ અને સંશોધનો ભલે અમેરિકા કે બ્રિટનના રહ્યા, આપણા ‘મેટ્રો’ શહેરો પણ આ જ ટ્રેન્ડમાં છે.
સો વર્ષ જીવવાના અભરખા રાખતો પુરુષ તમને જેટલી આસાનીથી મળશે તેટલી લાંબુ જીવવાની ઈચ્છાઓ ધરાવતી સ્ત્રી નહીં મળે. સ્ત્રીઓ હંમેશા એવું કહેતી ફરતી હોય છે કે ‘મારે કંઈ લાંબુ નથી જીવવું’ પણ કુદરતે તેમની સાથે ‘ના માંગે દોડતું આવે’ તેવો ન્યાય કર્યો છે, કુદરતી રીતે જ તે પુરુષો કરતા લાંબુ જીવે છે. કોઈપણ ઉંમરે સ્ત્રીઓ કરતા પુરુષોનો મૃત્યુ આંક સરેરાશ પચ્ચીસથી ત્રીસ ટકા વધારે હોય છે. વીસમી સદીમાં સ્ત્રીઓ પુરુષો કરતા સરેરાશ આઠથી બાર વર્ષ વધારે જીવતી હતી અને આજે આ ગાળો ઘટી રહ્યો છે તેની વાત અત્યારે આપણે માંડી છે. સ્ત્રીઓ પુરુષો કરતા લાંબુ જીવે છે તેની પાછળ ઘણા કારણો છે, ઓફ કોર્સ ‘સ્ત્રીઓને પત્ની નથી હોતી’ એ તો રમુજ હતી અને હવે તો એવો જમાનો આવ્યો છે કે સ્ત્રીઓને પત્ની હોઈ શકે છે અને પુરુષને પતિ – એલ જી બી ટી સમુદાય હવે માન્યતા પ્રાપ્ત છે! સ્ત્રીઓના લાંબા આયુષ્ય પાછળ કુદરતી જૈવિક પરિબળોની સાથે સાથે સામાજિક અને વર્તણુકને લગતા પરિબળો પણ જવાબદાર છે. સ્ત્રીઓનું જનીન બંધારણ અને અંત:સ્ત્રાવો (ખાસ કરીને ‘ઇસ્ટ્રોજન’) બાયોલોજીકલ એજીંગને અવરોધે છે. જયારે પુરુષમાં ટેસ્ટોસ્ટીરોન લાંબી આવરદા સામે ખતરો પેદા કરનારો છે અને પુરુષની રોગ-પ્રતિકારક શક્તિ અવરોધનારો છે. આ કારણોસર સ્ત્રીઓની રોગ-પ્રતિકારક શક્તિ (ઈમ્યુનીટી) વધારે સારી હોય છે. આ ઉપરાંત સ્ત્રીઓનું શરીર ખોરાકને વધુ પ્રમાણમાં અને વધુ સારી રીતે પચાવી શકે છે (ગર્ભાવસ્થા અને સ્તનપાનને અનુલક્ષીને કુદરતે આપેલી આ ક્ષમતા છે. સ્ત્રીઓનું શરીર ઝડપથી વધવા પાછળના કારણોમાં આ પણ એક કારણ છે!) જેથી સ્ત્રીઓનું શરીર કુદરતી રીતે જ વધુ યોગ્ય પોષણ મેળવી લે છે. બીજી બાજુ કુદરતી મદદના અભાવની સાથે સાથે પુરુષોની અમુક વર્તણુક, જેવી કે વિવિધ કારણોસર ઉત્પન્ન થતા તણાવ(સ્ટ્રેસ), જુદા જુદા પ્રકારના વ્યસનો, આક્રમકતા, અકસ્માતો, લડાઈઓ(પહેલા ખુલ્લેઆમ થતા યુદ્ધો અને હવે વિવિધ ક્ષેત્રોની સ્પર્ધાત્મકતા), આત્મહત્યાઓ વગેરે તેમની આવરદા ઘટાડનારી છે. આ ઉપરાંત સ્ત્રીઓ પોતાના શરીર પ્રત્યે વધુ જાગ્રત હોય છે અને જરૂર પડ્યે મદદ લેતા પણ અચકાતી નથી. પરિણામે, તેમનામાં બીમારીઓનું નિદાન વહેલું થાય છે અને સારવાર વેળાસર થાય છે. પુરુષોને તેમની તકલીફો સ્વીકારવામાં અને મદદ લેવામાં નાનમ અનુભવાય છે.
હવે સીન બદલાઈ રહ્યો છે. સ્ત્રીઓ મલ્ટીટાસ્કિંગ પર ઉતરી આવી છે, એક સાથે અનેક જવાબદારીઓ માથે ઉપાડીને કારકિર્દી પાછળ ઘેલી થઇ છે અને સમયની મારામારીએ પહેલા કરતા વધારે તણાવગ્રસ્ત થવા માંડી છે. સ્ત્રીઓમાં આક્રમકતા અને વ્યસનો(ધુમ્રપાન, દારૂ) વધી રહ્યા છે. સરવાળે કુદરતી મદદ હોવા છતાં આવરદા ઘટવાના સંજોગો ઉભા થવા માંડ્યા છે. શરીર પ્રત્યેની જાગૃતિ ધીરે ધીરે માત્ર આકર્ષક દેખાવા પુરતી જ સીમિત થવા માંડી છે અને પરિણામે તે પોતાના સ્વાસ્થ્યને અવગણતી થઇ છે. જ્યારે બીજી તરફ પુરુષો પોતાની હેલ્થ અંગે વધુને વધુ જાગૃત થતા જાય છે, પુરુષોમાં ધુમ્રપાનનું પ્રમાણ ઘટી રહ્યું છે, સ્ત્રીઓ પણ કમાવા માંડતા તેમની ઉપરનું આર્થિક ભારણ ઘટ્યું છે. આવા અનેક કારણોસર સ્ત્રીઓ પુરુષો કરતા લાંબુ જીવવાની કુદરતી બક્ષિશ(સર્વાઈવલ એડ્વાન્ટેજ) ગુમાવી રહી છે.
હવે કદાચ આ તબક્કે સ્ત્રીઓ માટે પણ પાછા ફરવું અશક્ય બની ગયું છે. પોતાની કારકિર્દીલક્ષી અપેક્ષાઓ કે સ્વતંત્રતા ઉપર કાબુ રાખવાની વાત મોટાભાગની સ્ત્રીઓને ગળે ઉતારી શકાય એમ નથી. પરંતુ એક વાત સ્પષ્ટતાપૂર્વક એ સમજવી પડશે કે માત્ર જીવનની લંબાઈ પુરતી આ સમસ્યા નથી, ગુણવત્તાની પણ છે. પહેલા કરતા સ્ત્રીઓ વધુ અધીરી, અસલામત, આક્રમક અને તણાવગ્રસ્ત બનતી જાય છે, જેની સીધી અસર તેના સ્વાસ્થ્યની સાથે સાથે સંતાનોના સ્વાસ્થ્ય અને ઉછેર ઉપર પણ પડતી જાય છે. નક્કી સ્ત્રીએ જાતે જ કરવાનું છે, ક્યાં અટકવું, કેવું આયોજન કરવું અને કેટલી બિનજરૂરી જવાબદારીઓ લેવી. બાકી આખી’ય વાત ઉડાવી દેવી હોય તો એક જ દલીલ કાફી છે ‘આમે’ય અહીં લાંબુ જીવવું કોને છે?!’
પૂર્ણવિરામ:
એક જમાનામાં માત્ર સુંદરતા જાળવીને ખુશ રહેતી સ્ત્રીને હવે ખુશ રહેવા સત્તા, સામર્થ્ય અને સ્થાન પણ જોઈએ છે.
મારા પુસ્તકના Reviewનું હાથ પર આવેલું એક જુનું પેપર કટિંગ…. 😛 😛
nice.
Sir stri Ni Umar no Lekh as usual strio jetloj sundar n interesting rahyo. Khas a lekhno end… Vat udadi Devi hoy to a befikaru Karan chale. But avu n j thavu joi a. Sir me Mara wife ne job babate presure karyu nathi jivan no Anand le avu valan rakhyu 6. Joia kon lambu jive 6. And me kale j economics bhanavta aa mudda Ni charch lari hati.(male female ratio bhanavta)
gano sundar ane bahu jaroori vat kari che sir.