આપણે નજદીકી વ્યક્તિઓને આપણને અનુકૂળ આવે તે રીતે બદલવા હંમેશા તત્પર રહેતા હોઈએ છીએ…

‘સ્વચ્છ ભારત’ની જેમ ઈશ્વર પણ એક અભિયાન શરુ કરે ‘સ્વચ્છ માણસ અભિયાન’! તમારે કરવાનું એટલું જ કે એક વ્યક્તિ પસંદ કરવાની, ઈશ્વર એ વ્યક્તિના સ્વભાવમાં તમારી ઈચ્છા મુજબના ફેરફાર કરી આપશે, તમારી ઈચ્છા મુજબના સ્વભાવનો ‘સ્વચ્છ માણસ’! વિચારો, તમે કોને પસંદ કરશો?! તમે કોને બદલવા માંગશો?!

વીતેલા વર્ષમાં ઘણાને વાઇરસ કરતા સંબંધોમાં ઉભા થયેલા પ્રશ્નોએ વધુ હેરાન કર્યા!

મારી દ્રષ્ટિએ 2020 સંબંધોનું વર્ષ હતું. એક છત હેઠળ, એકબીજા સાથે, અચાનક જ ગાળવા મળેલા વધુ સમયે ઘણા યુગલોના સહજીવનમાં પ્રશ્નો ઉભા કર્યા! તો બીજા ઘણા યુગલો આ સમય દરમ્યાન એકબીજાની વધુ નજીક પણ આવ્યા. ટૂંકમાં, વીતેલા વર્ષમાં યુગલોએ પોતપોતાના સંબંધોની પ્રિ-કોવિડ સ્વસ્થતા પ્રમાણે તડકી-છાંયડીનો અનુભવ કર્યો અને હું મનોચિકિત્સક-લેખક તરીકે તેનો સાક્ષી બન્યો! યુગલોના પ્રશ્નો, સમસ્યાઓ, અવલોકનો, સક્સેસ સ્ટોરીઝ બધું જ હું મારી ડાયરીમાં ટપકાવવા માટે લોકડાઉને મને સારો એવો સમય આપ્યો. 2021ની શરૂઆતમાં જ મને એવો પાક્કો વિચાર આવ્યો છે કે હવે આ ડાયરીના કાચા માલને મારા અનુભવના એરણ પર ટીપુ, એટલે કે એના અંગે મનોમંથન-પૃથ્થકરણ કરું અને તમારી સામે સહજીવનમાં કામ આવે એવા ઘરેણાં ઘડીને મુકું! તમને સારા લાગે એ પહેરજો, નહીંતર મનના લોકરમાં મૂકી દેજો, સંકટ સમયે કામ લાગશે!

Lockdown proximity pulled couples apart – Inputs in Times of India

Before Covid-19 struck, families longed for some quality time together. Then, lockdown happened. While many had to adjust to work from home (WFH) as the new normal, several lost their livelihood and were forced to remain at home. This forced proximity gave rise to several relationship issues, as recorded by the trends of Abhayam 181 calls for 2020

Online cheating always collects emotional-toll, offline ☺️

‘We have never met each other, it’s only through net we have been in a relationship. How can you call this cheating?!’ I don’t think any partner would like to buy this argument, whether you cheat actually or virtually, betrayal is in real time. Online cheating always collects emotional-toll, offline ☺️

‘અભાવ – અછત’ની વચ્ચે ઉછરેલા અને ‘પુષ્કળ’ની વચ્ચે ઉછરેલા બાળકોની સફળતાની ભૂખમાં આસમાન-જમીનનું અંતર હોય છે!

આપણા સંતાનને શ્રેષ્ઠતમ આપવાની આપણી ઈચ્છા હોય તેમાં કઈં ખોટું નથી પરંતુ આ ઈચ્છા વિવેકપૂર્વકની હોવી ખુબ જરૂરી છે. સગવડો અને સાધનોથી એને એટલું પણ પરવશ ના બનાવો કે જયારે પડકાર સામે આવીને ઉભો રહે ત્યારે એ સંતુલન પણ ખોઈ બેસે! આપણે સંતાનને તેની આંગળી પકડીને ચાલતા શીખવવું પડે છે તેની ના નહીં, પરંતુ એ જ આંગળી ક્યારે છોડવી તે ડાહપણ આપણી પાસે હોવું જોઈએ.

‘પણ, હું તો તને પ્રેમ કરું છું!’ ભાગ-2ની પ્રસ્તાવના…

‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ પ્રકાશિત કરવા પાછળ ઉદ્દેશ સ્પષ્ટ હતો કે સંબંધોને મજબૂતાઈ આપે તેવી વાતો સરળ અને હળવી શૈલીમાં લખવી. કશું’ય અધ્ધરતાલ કે ફિક્શન નહીં, માત્ર સાવ સાચી પ્રેક્ટીકલ વાતો અને અમલમાં મૂકી શકાય તેવા ઉપાયો. ત્યારે જ નક્કી હતું કે એક નહીં પણ એક પછી એક સંખ્યાબંધ પુસ્તકો આ દિશામાં મુકવા અને એટલે જ ‘સંબંધોને મજબુત બનાવતી શ્રેણી’ – Relationship Builder Series ના મથાળા હેઠળ ‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ પુસ્તકથી શરૂવાત થઇ.

નજીકના સંબંધોમાં દરેકની અપેક્ષાઓ એટલી હદે વકરેલી અને વિસ્તરેલી હોય છે કે કશું’ય ઓછું ખપતું નથી !

સંબંધોમાં અપેક્ષાઓ હોવી ખોટી નથી, પોતાના લોકો પાસે જેટલી અપેક્ષાઓ હોય તેટલી પારકા લોકો પાસે ના હોય. પરંતુ આ અપેક્ષાઓની સાથે સાથે વિવેક અને સંયમ હોવો પણ એટલો જ જરૂરી છે. ક્યાં, ક્યારે, કેમ, કેટલી, કેવીરીતની વગેરેનો વિવેક અને ક્યાંક એ ના પૂરી થાય કે પૂરી કરવામાં કચાશ આવી જાય તો તે સ્વીકારીને દાખવવાનો સંયમ.

વ્યક્તિઓ લાગણીઓનો તફાવત સહજતાથી સ્વીકારી શકે છે, લાગણીશૂન્યતા કે લાગણીવિહીનતા નહીં!

નોટબુકના લીટીવાળા એક કાગળમાં પેન્સિલથી લખ્યું’તુ ‘હું તને ગમું છું?!’ પ્રશ્નની નીચે ‘હા’ અને ‘ના’ એમ બે વિકલ્પના ચોકઠાં દોર્યા હતા – અગિયાર વર્ષની એક છોકરીની ઈન્ટરનેટ ઉપર વાઈરલ થઇ ગયેલી,સાથે ભણતા છોકરાને લખેલી આ ‘લવ-નોટ’ છે. તમને થશે કે આમાં વાઈરલ થવા જેવું શું છે?! મોટાભાગના કિસ્સાઓમાં તો જયારે છોકરી આવી પ્રપોઝલ કે પ્રસ્તાવ…