RSS

Tag Archives: Dr.Hansal Bhachech

‘પણ, હું તો તને પ્રેમ કરું છું!’ ભાગ-2ની પ્રસ્તાવના…

‘બે ભચીયા, યાર ગજબ થઇ ગયો’ સવાર સવારમાં મોબાઈલ ઉપર મારા એક મિત્રની ચીસ સંભળાઈ. આમ તો એક દિવસ પહેલા જ એના છોકરાના લગ્નનું રીસેપ્શન પત્યું હતું તે સંજોગોમાં ગજબ થઇ ગયો એવી વાત તમને ધબકારો ચૂકવી દે પરંતુ એની આ ચીસ પાછળનો ટોન ઉન્માદનો હતો એટલે મેં શાંતિથી પૂછ્યું ‘કેમ શું થયું?!’

‘શું થયું શું?! મારા છોકરાને લગ્નની ભેટમાં જુદા જુદા વ્યક્તિઓ તરફથી તારા લખેલા પુસ્તક ‘પણ,હું તો તને પ્રેમ કરું છું’ની છ કોપીઓ મળી, બોલ ! મને નહતી ખબર કે તારા પુસ્તકો આટલા બધા પોપ્યુલર અને ઉપયોગી હશે કે લોકો એને લગ્નની ગીફ્ટમાં આપે અને એ પણ જુદા જુદા વ્યક્તિઓની એકસરખી પસંદગી ! તારા પુસ્તકો બહાર પડ્યા ત્યારે ક્યારેય અભિનંદન આપવાનું ના સુઝ્યું પણ આજે ઉઠીને સીધો તને ફોન કર્યો – યાર, દિલથી અભિનંદન…’

**********

‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ પ્રકાશિત કરવા પાછળ ઉદ્દેશ સ્પષ્ટ હતો કે સંબંધોને મજબૂતાઈ આપે તેવી વાતો સરળ અને હળવી શૈલીમાં લખવી. કશું’ય અધ્ધરતાલ કે ફિક્શન નહીં, માત્ર સાવ સાચી પ્રેક્ટીકલ વાતો અને અમલમાં મૂકી શકાય તેવા ઉપાયો. ત્યારે જ નક્કી હતું કે એક નહીં પણ એક પછી એક સંખ્યાબંધ પુસ્તકો આ દિશામાં મુકવા અને એટલે જ ‘સંબંધોને મજબુત બનાવતી શ્રેણી’ – Relationship Builder Series ના મથાળા હેઠળ ‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ પુસ્તકથી શરૂવાત થઇ. ઉપરનો પ્રતિભાવ તો તાજો છે પરંતુ એ પહેલા સેંકડો અભિપ્રાયો ગુજરાતી વાંચતા વાચકોએ, રોજબરોજ, દેશ-વિદેશના ખૂણે ખૂણે થી આપ્યા છે. વાચકોના આવા જબરદસ્ત પ્રતિભાવોની વચ્ચે ‘સંબંધોને મજબુત બનાવતી શ્રેણી’માં ચાર ગુજરાતી, બે હિન્દી અને એક અંગ્રેજી પુસ્તકો પ્રકાશિત થઇ ગયા. આ પુસ્તકોમાં મેં નીચોવેલું ડાહપણ(Wisdom) વાચકો અને અન્ય લેખકો માટે માર્ગદર્શક બની ગયું એ મારા માટે એક સંતોષજનક બાબત છે, ઉદ્દેશ સાકાર થઇ રહ્યાનો મને આનંદ છે. માત્ર લેખનમાં જ નહીં, વકતવ્યોમાં, ગુજરાતી-મરાઠી ફિલ્મો, નાટકો અને સીરીઅલોમાં આ પુસ્તકો એક સંદર્ભ ગ્રંથ તરીકે વપરાયા છે. સોશિયલ મીડિયામાં આ પુસ્તકોમાંથી લેવાયેલા સેંકડો ક્વોટસ્ ફરી રહ્યા છે. એક સર્જક તરીકે આ બધી બાબતોનું હું ગૌરવ અનુભવું છું અને સાથે સાથે સારા વિચારો પ્રસરાવતી આ તમામ પ્રવૃતિઓ સાથે સંકળાયેલ વ્યક્તિઓનો હું ઋણી છું.

ઉદ્દેશ ત્યારે’ય સ્પષ્ટ હતો અને આજે’ય સ્પષ્ટ છે – સરળ અને હળવી શૈલીમાં વ્યવહારુ અને ઉપયોગી માર્ગદર્શન આપવું. એ જ ફિલસુફી સાથે ભરાયેલું વધુ એક ડગલું એટલે આપના હાથમાં રહેલું પુસ્તક  ‘પણ, હું તો તને પ્રેમ કરું છું-૨’ આશા છે કે તેમાં લખાયેલી વાતો આપના સંબંધોને વધુ મજબુત અને આનંદમય બનાવવામાં મદદરૂપ થશે. એટલું જ નહીં, વાંચ્યા બાદના આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે.

મારા સર્જન સાથે સંકળાયેલા કેટલાક મહત્વના વ્યક્તિઓ પરત્વે આદરભાવ વ્યક્ત કર્યા વગર આ પુસ્તકની પ્રસ્તાવનાને વિરામ આપવો શક્ય નથી. હું કે મારા વિચારો તમારા સુધી પહોંચી શક્યા છે તો તે આ વ્યક્તિઓને આભારી છે. ૧૯૮૮થી સતત અને સળંગ આજ સુધી દર બુધવારે મારા વિચારો ‘તારી અને મારી વાત’ અને ‘માનસ’ કોલમોમાં લખવાની અને શતદલ પૂર્તિમાં સ્થાન આપવાની તક આપી રહેલા ગુજરાત સમાચારના શ્રી. શ્રેયાંશભાઈ શાહ, શ્રી. નિર્મમ શાહ અને સમગ્ર ગુજરાત સમાચાર પરિવારનો હું અંત:કરણપૂર્વક આભારી છું. નવભારત પ્રકાશનના શ્રી. મહેન્દ્રભાઈ શાહ અને રોનક શાહના સહકાર વગર આ પુસ્તક આપના હાથમાં હોય તે શક્ય નથી,આભાર. એક મનોચિકિત્સક તરીકે પુષ્કળ વ્યસ્ત હોવા છતાં આ પુસ્તકોનું સર્જન કરી શકાયું છે તેની પાછળ મારી પત્ની સોનલ અને પુત્ર આનર્તના યોગદાનની કદર શબ્દોમાં શક્ય નથી, દિલ ભરાઈ જાય તેવી વાત છે.

છેલ્લે, જેમના સ્નેહ, ચાહત અને પ્રતિભાવો થકી હું સતત લખતો રહ્યો છું તેવા મને પુસ્તકોમાં, છાપામાં, મીડિયામાં, ઓનલાઈન, બ્લોગમાં, સોશિયલ મીડિયામાં વગેરે અનેક પ્લેટફોર્મ ઉપર વાંચતા, સમગ્ર વિશ્વમાં ફેલાયેલા અસંખ્ય વાચકોને મારા સ્નેહભર્યા વંદન.

સદાય મળતા રહેતા આપના પ્રેમનો હું ઋણી છું….

http://www.dhoomkharidi.com/pan-hu-to-tane-prem-karu-chhu-part-2-gujarati-book-dr-hansal-bhachech

pan2

 

Tags: , , , , , , , ,

દરેક વ્યક્તિ આપણે ઈચ્છીએ ત્યારે પોતાના બધા જ કામ મુકીને કનેક્ટ થવા બંધાયેલી નથી, ફરજીયાત કનેક્ટ થવાનું કે કનેક્ટેડ રહેવાનું એક જબરદસ્ત દબાણ હોય છે!

spread a thought Tari ane mari vaat

‘સર, વાત કરી લો’ કન્સલ્ટેશન દરમ્યાન વાગતા મોબાઈલને હું સાયલન્ટ કરતો હતો ત્યાં મારા ક્લાયન્ટે મને કહ્યું. મેં મોબાઈલની રીંગને અવગણીને વાત ચાલુ રાખવાનો પ્રયત્ન કર્યો. પરંતુ, હંમેશા બનતું હોય છે એમ ઉપરાઉપરી એકીશ્વાશે સામેથી રીંગ ઉપર રીંગ ઠોકવાની ચાલુ જ રહી. આપણે ત્યાં એક મોટો વર્ગ એવો છે કે જેને આવા સમયે સંભળાતો રેકોર્ડેડ અવાજ, જે તમને થોડા સમય બાદ ફોન કરવાનું કહે છે તે, સમજાતો નથી અને એ ઉપરાઉપરી રીંગ માર્યે જાય છે. કદાચ આવી વ્યક્તિઓને ડોક્ટર અને ટેલીફોન ઓપરેટર વચ્ચે ભેદ હોય તેવી સામાન્ય સમજ નહીં હોય એટલે તરત જ ફોન ઉપડે તેવી અપેક્ષાઓ રાખતા હશે ! એમની ઉપરાઉપરી રીંગથી કંટાળીને તમે તમારું કામ પડતું મુકીને મોબાઈલ ઉપાડો તો ‘ક્યારનો ફોન કરું છું’ એમ કહીને કેટલાક તો પોતાની પાસે આવી સામાન્ય અક્કલ નથી એનો પરિચય પણ આપે. એનાથી પણ વધુ મૂર્ખાઈભરી હરકત તો એ હોય છે કે ડોક્ટર સાવ નવરા, એના જ મોબાઈલની રાહ જોઇને જ બેઠા હોય એમ, તેમની અનુકુળતા જાણ્યા-પૂછ્યા વગર પોતાની કથા ચાલુ કરી દેવાની. હમણાં જ એક લગ્ન સમારંભમાં હાથમાં જમવાની ડીશ અને મોબાઈલ ઉપર સાહેબ કો’કના ઝાડા મટાડી રહ્યા’તા! આ તો ગઈકાલે જ બનેલી ઘટના હતી એટલે ખાલી ઉદાહરણ તરીકે આપી, બાકી આવી તો અનેક ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિઓમાં મોબાઈલ અટેન્ડ કરતા ડોકટરોને જોયા છે. જેમાં, ખભા અને કાન વચ્ચે મોબાઈલ દબાવીને પેશાબ કરતા કરતા ટેલીફોનીક કન્સલ્ટેશન કરતા ડોકટરો પણ આવી ગયા!! અને મહત્વની વાત એ છે કે આમાંથી માંડ બે ટકા ફોન પણ મેડીકલ ઈમરજન્સીના નથી હોતા, દાનત માત્ર સમય-પૈસા બચાવવાની કે ફુરસદની હોય છે, પૂછી જોજો કોઈપણ ડોક્ટરને! ઘણા ડોકટરો આ કારણોસર પોતાના મોબાઈલ નંબર આપતા અચકાતા હોય છે અથવા ચાલુ કન્સલ્ટેશન દરમ્યાન મોબાઈલ બહાર અટેન્ડન્ટ કે આસીસ્ટન્ટને આપી રાખતા હોય છે.

આમ તો આ વર્ષોથી ચાલી આવતી સમસ્યા છે પરંતુ આજે પેન ઉપર આવવા પાછળ એક કારણ છે. પહેલી જાન્યુઆરીથી ફ્રાન્સમાં એક રોજગાર કાયદો અસ્તિત્વમાં આવ્યો છે – ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’! ફ્રેંચ વર્કર્સ કોર્ટમાં પોતાની તરફેણમાં આ અંગેનો કેસ જીતી ગયા છે. આ કાયદા અંતર્ગત તેમને કામના કલાકો સિવાય પોતાના મોબાઈલ ફોન બંધ કરવાની કે સંપર્કમાં ના રહેવાની છુટ્ટી મળશે. તેમની અપીલ હતી કે કામના કલાકો પછી પણ તેમના મોબાઈલ ચાલુ રહેવાને કારણે તે સતત તણાવમાં રહેતા હતા, અનિદ્રાથી પીડાતા હતા અને તેમના સંબંધોમાં વણજોઈતી સમસ્યાઓ ઉભી થતી હતી. કોર્ટે આ બધીજ વાત માન્ય રાખી અને તેમને નોકરીના સમય સિવાય સંપર્કમાં ના રહેવાની છૂટ આપી. જે લોકો ખરેખર આ બાબતથી ત્રસ્ત હશે તે ખુશ થશે પરંતુ ‘ઓફીસીઅલ’ના બહાને આડે-અવળે લટકેલા રહેનારા નાખુશ થાય એ પણ શક્ય છે.

‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ – વાત બહુ મહત્વની છે, માત્ર નોકરીઆત માટે નહીં બધા જ માટે! સતત કનેક્ટેડ રહેવાને કારણે અગાઉ ક્યારેય નહતા અથવા ભાગ્યે જ હતા એવા પ્રશ્નો રોજીંદા બની રહ્યા છે. મેં શરૂઆત તો ડોકટરોને લગતી સમસ્યાથી કરી પરંતુ આ સમસ્યા દરેકને નડે છે. મોબાઈલની રીંગ વાગે, મેસેજ આવે કે નોટીફીકેશન ટોન રણકે – મગજ બધુજ કામ મુકીને મોબાઈલમાં અટકી જાય. મોબાઈલ હાથમાં ઉઠાવો કે ના ઉઠાવો મગજનો એક ખૂણો એની સાથે જોડાઈ જાય અને સામેવાળો ઉપરાઉપરી રીંગ મારીને કે મેસેજ કરીને એ ખૂણો એક્ટીવ જ રાખે! ગમે તેવા સંજોગોમાં ફોન ઉપાડવાનું દબાણ અને ના ઉપાડો ત્યાં સુધી વારંવાર રીંગ દબાણ કરે (આવા સંજોગોમાં ત્રીસ-ચાલીસ મિસકોલ મારનારા વિરલાઓ છે!) અથવા તમારી ફુરસદે જવાબ આપો તો ફોન કેમ ના ઉપાડ્યોનું સામેવાળાને ગળે ઉતરે તેવો જવાબ આપવાનું દબાણ, ખાસ કરીને પ્રેમ-સંબંધોમાં! ચેટનો તરત જ જવાબ આપવાનો અને ના આપો તો ‘ક્વેશ્ચન માર્ક’ના ઢગલા આવે! એમાં’ય જો ઓનલાઈન હોવ તો ગમે તેવું અગત્યનું કામ મુકીને પણ સામેવાળાને એટેન્ડ કરી લેવા પડે નહીંતર… જેવો જેનો સામેવાળો કે સામેવાળી! ફરજીયાત કનેક્ટ થવાનું કે કનેક્ટેડ રહેવાનું એક જબરદસ્ત દબાણ હોય છે, અલબત્ત દેખીતું ના હોય તો પણ સુષુપ્ત રીતે તો ચોક્કસ હોય છે જ અને આ કારણે જ મોટાભાગની વ્યક્તિઓ તેમનો ફોન સ્વીચ-ઓફ કરતા ખચકાતી હોય છે. આ બધી વાતો તમે સ્વીકારો કે ના સ્વીકારો એ તમારા વ્યક્તિત્વ ઉપર આધારિત છે પરંતુ આજના સમયની આ વાસ્તવિકતા છે. માટે જ, ‘ફોમો’(ફીઅર ઓફ મિસિંગ આઉટ-દેશી ભાષામાં ‘રહી જઈશું’), ‘નોમો ફોબિયા’(મોબાઈલ નેટવર્ક ના હોવાનો કે મોબાઈલ વગરના થઇ જવાનો ડર) વગેરે માનસિક સમસ્યાઓ જન્મ લઇ ચુકી છે. અરે આ ગાંડપણ ત્યાં સુધી પહોંચ્યું છે કે ‘ડ્રોસ્માર્ટોફોબિયા’ એટલે ટોઇલેટના ટબમાં તમારો સ્માર્ટફોન પડી જવાનો ડર – જેવા ફોબિયા આ લીસ્ટમાં ઉમેરાઈ રહ્યા છે. મને તો પ્રશ્ન એ થાય છે કે મોબાઈલ લઈને ટોઇલેટમાં જવું જ શું કામ જોઈએ?! પણ, જનારો મોટો વર્ગ છે, કાળા-ધોળા બધા કામ માટે!

દુનિયાભરના મનોચિકિત્સકો એકમત છે કે મોબાઈલના કારણે થઇ રહેલી માનસિક સમસ્યાઓ, સંબંધોને લગતા પ્રશ્નો અને માનસિક તણાવ આવનારા વર્ષોમાં ભયંકર સ્વાસ્થ્ય-સંબંધી પ્રશ્નો ઉભા કરશે. સમજવાનું મોબાઇલે કે મોબાઈલ સેવા આપનારી કંપનીઓએ નથી, આપણે બધાએ છે! ‘રાઈટ ટુ ડિસ્કનેક્ટ’ – માત્ર એમ્પ્લોયરે આપવાની વાત નથી, આપણે બધાએ પોતાની જાતને અને અન્ય લોકોને આપવાની વાત છે. દરેક વ્યક્તિ આપણે ઈચ્છીએ ત્યારે પોતાના બધા જ કામ મુકીને કનેક્ટ થવા બંધાયેલી નથી. બસ, આટલી સ્વતંત્રતા સામેવાળી વ્યક્તિને આપી શકીએ તો પણ ઘણું બધું દબાણ સંબંધોમાં ઓછું કરી શકાય. તમને તમારા વ્યક્તિ અને સંબંધમાં એટલો વિશ્વાસ હોવો જોઈએ કે જેવું શક્ય બનશે એવું તરત એ તમારી સાથે કનેક્ટ થશે જ. હા, જ્યાં તમે તમારી જરૂરીયાત માટે કનેક્ટ થવા ઈચ્છતા હોવ ત્યાં એકવાર ફોન ના ઉપડ્યો કે મેસેજનો તરત જવાબ ના મળ્યો તો રઘવાયા થઇ જવાને બદલે થોડો સમય રાહ જોવાનું રાખો, તમારો અને સામેવાળાનો તણાવ ઓછો થશે, કોમ્યુનિકેશન વધારે અસરકારક બનશે.

પૂર્ણવિરામ: ઓનલાઈન વ્યક્તિ કેટલીવારમાં તમારી ચેટનો જવાબ આપે છે તેના ઉપર તમે તમારું મહત્વ મૂલવતા હોવ તો તમે સંબંધોમાં સ્વતંત્રતા આપવામાં કાચા પડવાના તે નક્કી !

 

Tags: , , , , , , ,

My Inputs in Times Of India…

17_10_2016_002_059

Peers, not parents stressing kids: Experts….

In Age Of Social Media, Comparison Has Become The Norm

Earlier this year, the city had seen a spate of suicides by class X and XII students that had snuffed out over 10 young lives. The number of suicides by teens has gone up over past five years in the city, according to police records.

The tragedy at Odhav where a class VIII student ended his life on Saturday, just for receiving `B’ grade in school exams has now incresed the tally. Can the incidents be blamed on age-old `parental pressure’? Experts beg to differ.

Dr Hansal Bhachech, a city-based psychiatrist, told TOI that social media is putting too much pressure on teens to outperform others. “Today, a student is on multiple social media platforms such as Facebook and WhatsApp, where he or she is constantly compared against the yardstick of others’ achievements. Thus, even if the parents might not be putting pressure, the students feel the heat,“ he said, adding that the parents also like to show off their kids’ achievements, unintentionally starting the competition.

Experts say that the earlier trend was of teens appearing for board exams in age group 15 to 17 years becoming vulnerable to mounting pressure to perform. “But today, children as young as 10-11 years show symptoms of anxiety.It greatly increases the responsibility of parents and teachers to identify the signs and address the conflict,“ said Bhachech.

Hailing from a humble background, Dhaval Parmar, 13, was good in studies according to his family members. Dhaval and Ashok, his elder brother, were studying in Jyoti High School located near their apartment in Odhav. Dhaval was upset about his school exams, but when the result was declared on Friday, his apprehensions turned true.

He ended his life on Saturday morning when his father, mother and brother had left home. He hanged himself by a dupatta from the ceiling fan in the kitchen of his residence. Odhav police officials said that they would also approach school authorities on Monday to learn more about Dhaval’s academic performance.

 
5 Comments

Posted by on October 17, 2016 in Interviews

 

Tags: , , , , , , ,

Feature on my photography hobby in Chitralekha

Read till end for interesting stories…

gr45xfsmtneitga9xhyhcw_thumb_f7e9lw3xymeswwslsbdzbzrww_thumb_f816lnxjnttrhjsg7nm75vg_thumb_f82sslptkwjriofyahrlhx9q_thumb_f7dru8k15xktxoquyjdyv1ouw_thumb_f80

Unedited Interview

આમ તો ફોટોગ્રાફીનો શોખ નાનપણથી જ હતો, મારા ઘરમાં આવતા તમામ મેગેઝીનો હું વાંચું કે ના વાંચું પણ એમાં  છપાયેલા ફોટા ચોક્કસ જોતો.એ જોતા, ફોટો જાતે પાડવાનું બહુ મન થતું પરંતુ એ જમાનામાં ફોટોગ્રાફી બહુ મોંઘો શોખ હતો. કેમેરા મોંઘા અને એના કરતા’ય મોંઘી પડે એવી ફોટોની રીલ અને તેની ડેવલપિંગ પ્રોસેસ! એટલે, જોઈને આનંદ કરવા સિવાય બીજો વિકલ્પ નહતો. જ્યારે એમબીબીએસ પછી ઇન્ટર્નશીપ શરૂ થઇ, સ્ટાઈપેન્ડ મળવાનું શરૂ થયું ત્યારે પહેલી ખરીદી કેમેરાની કરી અને જાતે ફોટોગ્રાફી કરવાની સફર શરુ થઇ. એ વખતે આજના સમય જેવું નહતું કે ‘બર્સટ્ ફોટો’ (Burst Mode) પાડી લેવાના, એમાં જે સારો લાગે તે રાખી લેવાનો અને બાકી બધું ભૂંસી કાઢવાનું! રીલ અને ડેવલપિંગ પ્રોસેસ પોષાય એવી ના હોવાને કારણે જ્યાં સુધી પરફેક્ટ ફ્રેમ મગજમાં બેસે નહીં ત્યાં સુધી ક્લીક બટન દબાવાની હિંમત કરાય નહીં. એ વખતની ઈકોનોમી આજે કામ આવે છે, આડાઅવળા ફોટા પાડી અને એમાંથી સારા શોધવાની કે એડિટ કરવાની મહેનત નથી કરવી પડતી, પરફેક્ટ ફ્રેમ મગજમાં ઝડપથી બેસે છે. આ જ ફોટો-ઈકોનોમીના કારણે ધીરજ પણ શીખવા મળી, એકદમ ઉચિત લાઇટિંગ, એક્સપોઝર અને ફ્રેમ ના મળે ત્યાં સુધી ક્લીક નહીં કરવાની ધીરજ! અને એ જમાનામાં શીખેલા, રીલ પુરી થાય અને ડેવલપ થાય ત્યાં સુધી મહિનાઓ પસાર થઇ જાય, ત્યાં સુધી રાખવાની ધીરજના પાઠ તો ખરા જ !!

હજી કેમેરા ઉપર માંડ હાથ બેઠો’તો ત્યાં એક મજેદાર ઘટના બની. મારા ખાસ મિત્રએ તેના મામાના દીકરાના લગ્નમાં મને ફોટા પાડવાનું અને લગ્નનું આલ્બમ બનાવાનું કામ સોંપવાની તેની ઈચ્છા વ્યક્ત કરી. શરૂમાં તો મેં ધડ દઈને ના પાડી દીધી કારણ કે આ તો બહુ મોટી જવાબદારીનું કામ હતું. એક તો લગ્ન જેવો અતિ-મહત્વનો પ્રસંગ અને રીલ ડેવલપ થાય ત્યાં સુધી સતત ઉચાટ હેઠળ રહેવાનું. પણ, મિત્રના આગ્રહ આગળ ના ચાલ્યું અને મેં એ આલ્બમ કર્યું. બધાને ખુબ ગમ્યું અને ફોટોગ્રાફીમાં મારો આત્મવિશ્વાસ વધ્યો પરંતુ મેડિકલના અભ્યાસને કારણે ફરી લગ્નમાં ફોટા પાડવાનું ક્યારે’ય ના વિચાર્યું.

પછી તો, એક શોખ તરીકે જીવનમાં આ બાબત જોડે જોડે ચાલી। હવે તો ફોટોગ્રાફી હાથવગી થઇ, ગમે ત્યાં – ગમે ત્યારે ક્લીક કરવાની સગવડ થઇ અને બધું સાવ મફતમાં – ના રીલની ચિંતા કે ના ડેવલપિંગની માથાકૂટ. મઝા પડી ગઈ છે. હા આજે પણ સારા ફોટાની પ્રિન્ટ ચોક્કસ કઢાવું છું.

આમ તો ફોટોગ્રાફી જાતને આનંદ આપવાની કળા છે પરંતુ અન્યને એ ગમે ત્યારે એ આનંદ અનેકગણો થઇ જાય છે. ફોટોગ્રાફીનો મને સૌથી વધુ સંતોષ અને આનંદ ત્યારે થયો જયારે મેં મારી પત્નીને તેની પચાસમી વર્ષગાંઠે અમારા લગ્નના પચ્ચીસ વર્ષ દરમ્યાન તેના વિવિધ મૂડમાં પાડેલા ફોટોનું એક આલ્બમ મેં ભેટ કર્યું. કદાચ સો થી પણ વધુ વાર મારી પત્નીએ એ આલ્બમ જોયું હશે અને તે એના જીવનમાં મળેલી બેસ્ટ ગીફ્ટ છે એવું તે મને અનેકવાર કહી ચુકી છે. આવી અમૂલ્ય ગીફ્ટ મારા આ શોખ થકી હું એને આપી શક્યો એ બાબતનો મને અવર્ણનીય આનંદ અને સંતોષ છે.

ફોટોગ્રાફીએ શીખવેલી ધીરજ અને સંવેદનશીલતાએ મનોચિકિત્સક તરીકે મને સફળ બનાવામાં મહત્વનો ફાળો આપ્યો છે  મારુ માનવું છે.

*********************

વરસતો વરસાદ, રેલવે ટ્રૅકની બાજુમાં માત્ર ટાયર સમાઈ શકે એટલી જગ્યામાં પથરા ઉપર એંસીની સ્પીડે દોડતી બાઈક અને તેમાં પાછળ વગર હેલ્મેટે બેઠેલો હું, પાંત્રીસ મિનિટ બાદ જબરદસ્ત પ્રવાહથી ધસમસતા એક ઝરણાં પાસે ઉતરું છું. સાથે પત્ની અને બીજા મિત્રો પણ છે. ત્યારબાદ છાતી-સમાણા આ ધસમસતા પ્રવાહને પાતળી પ્લાસ્ટિકની દોરીના સહારે પસાર કરવાના હતા. જો દોરી છૂટી તો પ્રવાહમાં જ વહી જવાય એવા બે ઝરણાં પસાર કરી અને પહોંચ્યો ગોવાના દૂધસાગર ફોલની તળેટીમાં – ત્યાંથી લીધેલી ફોલની આ તસ્વીર. ફોટો પડ્યા પછી તળેટીમાં પાણીના પ્રવાહનું સંગીત સાંભળતા સાંભળતા જ ટ્રેંનનો અવાજ આવ્યો, પાછો લેન્સ ફોકસ કરીને ઉભો થઇ ગયો અને ફોટો 2 ઝડપાઇ ગયો.

foto-1-dudhsagarfoto-2-dudhsagar

ફોટોગ્રાફી ‘પ્રેઝન્સ ઓફ માઈન્ડ’નો ખેલ છે. ઘણીવાર ઘડીના છઠ્ઠા ભાગમાં જીવનનું સત્ય ઝડપાઇ જતું હોય છે. ગોવાના દરિયા કિનારે સહજીવનની વાસ્તવિકતા મારા કેમેરામાં ઝડપાઇ ગઈ- ફોટો 3માં યુવાન કપલની નિકટતા અને ફોટો 4માં સમય-ઉંમરની સાથે એકબીજા વચ્ચે ઉભું થઇ ગયેલું અંતર – સહજીવનની નરી વાસ્તવિકતા!!

foto-3-couple-1foto-4-couple-2

સાંજના આકાશમાં પુરાતા રંગોનું મને કાયમ ઘેલું રહ્યું છે. સાંજ કેમેરામાં કેદ કરવાનું મારુ વળગણ છે. સાંજ હોય, સૂર્યાસ્ત થતો હોય અને દરિયા કિનારો હોય પછી તો પૂછવું જ શું?! એક જ સાંજે મુંબઈની નજદીક અલીબાગના નાગાંવ બીચ ઉપર લીધેલી આ તસવીરો છે. ફોટો 5 અને 6 બીચ ઉપર વોલીબોલ રમતા લોકોની છે, એક સૂર્યાસ્ત પહેલા અને બીજી સૂર્યાસ્ત સમયે – પહેલી તસ્વીર લીધા પછી બીજી તસ્વીર લેવા હું લગભગ ચાલીસ મિનિટથી રાહ જોતો હતો – મારે સૂર્યાસ્તના રંગો લેવા હતા અને સૂર્ય – વોલીબોલ, બે ગોળા !! ફોટોગ્રાફીમાં થોડા સમય પછીની ફ્રેમ મગજમાં વિચારી શકતા હોઈએ તો આવા ડબલ ફોટાની મઝા ટાઈમ ટ્રાવેલની અનુભૂતિ કરાવે છે !

foto-5-beach-volly-ball-1foto-6-beach-volly-ball-2jpg

ફોટોગ્રાફીમાં રાઈટ ફ્રેમ મળે ત્યાં સુધી રાખેલી ધીરજ હંમેશા મીઠા ફળ આપતી હોય છે – ઢળતા સૂર્યની આડે આ નાનકડું હોડકું ચઢે ત્યાં સુધી જાળવેલી ધીરજનું અદભુત ફળ, સુંદર ફોટો અને તેના અપ્રતિમ રંગો

foto-7-sunset-at-nagav-beach

ટાઈમ ટ્રાવેલની અનુભૂતિ કરાવે એવા બીજા બે ફોટો, દુબઈના બુર્જ ટાવર પરથી – પહેલો ફોટો-8 લીધો ત્યારે જ મગજમાં બીજી ફ્રેમ સેટ થઇ ગઈ પણ સવાલ હતો એટલા સમય ત્યાં રહેવાનો. તમારો ટાઈમ સ્લોટ પૂરો થાય એટલે નીચે ઉતરવું જ પડે. ઓથોરિટીને વિંનતી કરી, ઉદ્દેશ સમજાવ્યો, ડોક્ટર હોવું કામ લાગી ગયું અને મળ્યો અદભુત ફોટો

foto-8-burge-1foto-9-burge-2

દુબઈના બુર્જની ફૂટપાથ પર લગભગ સૂઈને પડેલો પૂનમના ચંદ્ર સાથે બુર્જ

foto-10-burge-3

તમારી નજરમાં ફોટોગ્રાફી હોય તો ઘણીવાર તમારી સાથે ‘બગાસું ખાતા મોમાં પતાસું પડે’ એવો ઘાટ થાય – નેપાળના ચિત્તવનમાં ‘એલીફન્ટ રાઈડ’ ઉપરથી ક્લિક કરવા મળી ગયેલી ગેંડા માતા અને બાળકની દુર્લભ તસ્વીર ફોટો

લોનાવાલાના ટાઇગર પોઇન્ટ પાસેથી કારમાં પસાર થતા કેમેરાની ઝપટે ચઢી ગયેલું માંકડાનું યુગલ, આ ફોટાના રંગોમાં હૈયું રંગાઈ જાય એવું છે.

foto-11-rhino-with-babyfoto-12-monkey-at-tigerpoint5

મને હમણાં રેડીઓ જોકીએ રેડીઓ-મુલાકાતમાં પૂછ્યું હતું કે તમે છેલ્લે ઝાડ ઉપર ક્યારે ચઢેલા, ત્યારે મેં આ તસ્વીર બતાવીને કહેલું ચાર વર્ષ પહેલા – નેપાળના પોખરા લેકમાં પડેલી બોટનો ઝાડ પર ચઢીને લીધેલો ફોટો

foto-13-boats-pokhra

સિક્કિમના પેલિંગમાં હોટલના બેડરૂમમાંથી ઝડપેલો, લોકોને સવારે ત્રણ વાગે ઉઠીને સો કિલોમોટર મુસાફરી કરીને પણ જોવા ના મળે તેવો, ‘કાંચનજંઘા’ના પિકનો ફોટો

foto-14-kanchanjangha

મને સૂર્યોદય અને સૂર્યાસ્તની ફોટોગ્રાફી કરવાનું ઘેલું છે, જ્યાં પણ અને જયારે પણ ચાન્સ મળ્યો છે ત્યાં અને ત્યારે ગુમાવ્યો નથી. પોન્ડિચેરીના બીચ ઉપર ઝડપેલો આ સૂર્યોદય મારા માટે અત્યંત મહત્વનો છે કારણકે જો આ ફોટો ઝડપવામાં હું એક દિવસ મોડો હોત તો આજે હયાત ના હોત, કારણ કે સવારે આ ફોટો પાડીને હું નીકળી ગયો અને બીજી સવારે સુનામી ત્રાટક્યું ! એ દિવસે મેં પડેલા ફોટામાંનુ કશું જ બીજા દિવસે હયાત નથી રહ્યું.

foto-15-sun-rise-pondichery

અમદાવાદમાં હાફ-મેરેથોન દોડતા દોડતા, સવારના આછા અજવાળામાં મોબાઈલમાં પકડાયેલ બાળકની રોડ-સાઈડ દુકાન…

foto-16-bottles

તમને તમારા જ ફોટોનું પ્રતિબિંબ મળે તેની મઝા કૈંક ઓર જ હોય છે, જેટલું ચોખ્ખું પ્રતિબિંબ એટલી મઝાની કિક! વરસાદમાં માટી સાથે રમતા બાળકો અને તેમનું પ્રતિબીંબ મારા કેમેરાની લેન્સે ચઢી ગયું અને થઇ ગઈ ક્લીક…..

foto-17-mirror

 

 
2 Comments

Posted by on October 6, 2016 in Interviews

 

Tags: , , , , , ,

My inputs in today’s Times of India – story on Pokemon Go

Jul 31 2016 : The Times of India (Ahmedabad)

AUGMENTED REALITY – Pokemon Go lands city teen in Gandhinagar police station

The residents of a society in Sector 30 of Gandhinagar were surprised to see a youth roaming around in their society with a phone in his hands in the middle of the afternoon. The youth did not know anyone or had not come to meet anyone and he did not answer their questions. The alarmed residents informed city police, after which a team arrived and took the youth for questioning.

Sources said it was then revealed that Prakash (name changed), the 18-year-old teen from Narol area of Ahmedabad, was searching for pokemons while playing Pokemon Go on his mobile phone. Cops at Sector 21police station called up the teen’s parents and after verifying his identity, let him to go.

“The parents said that the boy had failed his class X examination and was preparing for class XII exam as an external student. He is addicted to mobile and online games and for the last few days has been immersed in the `Pokemon Go’ game. On Friday, he left the city in the morning and re ached Gandhinagar while playing the game,“ said an offici al. While the game has gripped the state, even though it is not available officially so far, it has resulted in a number of mishaps in Ahmedabad. This is the first instance in the state where police had to intervene, said a source.

Ramesh Gadhvi, an NGO professional, said that today places such as Vastrapur lake have more visitors than ever, just because players can easi ly collect Pokemons in the vicinity. “I do play online games but Pokemon Go is an immersive experience like no other.It blends virtual with reality , putting creatures on city maps which one has to find, collect and play with,“ he said.He added that he sees a lot of teens and children spending time and internet data on this hunt, to stay ahead of their friends.

Two similar incidents so far

Dr Hansal Bhachech, a city-based psychiatrist, said that he has already received two cases so far related to this game.“The first case was a teen from Vastrapur who did not see a car coming while playing the game and got into an accident. His parents were alert and decided to seek intervention. The teen’s studies was also getting affected as he was always on the go, to expand his gallery of creatures and collect as many pokemons as possible,“ he said. The next incident was more grave. “A 16-year old boy was not answering his phone the entire day. It worried his parents, as he had not gone to his tuition class that day. When he returned home late that evening, he revealed that he was roaming around in the city playing the game. He was irritated as he could not find the specific pokemon he wanted,“ said Bhachech. He said that the trend may prove dangerous in the future as serious accidents are taking place across the globe with players immersed in the game.

31_07_2016 TOI

 
Leave a comment

Posted by on July 31, 2016 in Interviews

 

Tags: , , , , , ,

Video

Tree Idiot camapign – talk with Rj Dhvanit

‪#‎TreeIdiot‬ campaign by ‪#‎RadioMirchi‬ and‪#‎AhmedabadMunicipalCorporation‬

#‎RjDhvanit‬ ‪#‎DrHansalBhachech‬
I’m sharing this ‪#‎talk‬ with two messages
1. Plant more trees and look after them
2. Sit under tree and try to connect, you will find yourself in ‪#‎Meditation‬

 

 

 
Leave a comment

Posted by on July 26, 2016 in Audio-Video Posts

 

Tags: , , , , , ,

Poem on Guru Purnima

FullSizeRender 4Guru Poem

 
Leave a comment

Posted by on July 19, 2016 in My Poems

 

Tags: , , , , , , ,