आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:
સર્વ દિશાઓથી અમોને શુભ વિચાર પ્રાપ્ત થાઓ. ઋગ્વેદ 1-89-1
તમારા અસ્તિત્વને વિરાટ બનાવતી અને જીવનને અર્થ આપતી આ પ્રાર્થના છે. આ શુભ વિચારો પ્રાપ્ત કેવી રીતે થાય!? ક્યાંથી થાય?! અઘરું છે, અને આજના સમયમાં તો પુષ્કળ અઘરું છે, એવું નથી સુવિચારોની કમી છે, મોબાઈલમાં એનો ધોધ વહે છે પરંતુ યંત્રવત, ના તો ચિંતનનો સમય છે, ના જીવનમાં ઉતારવાનો, માત્ર વાંચ્યા-વિચાર્યા વગર ફોરવર્ડ કરવાના કામે લાગતા આ વિચારો છે. આવા માહોલમાં એક અવાજ જે છેલ્લા અઢાર વર્ષથી શહેરીજનોના મગજને ખેડીને વિચારબીજ રોપી રહ્યો હતો તેણે આજે મૌન ધારણ કરી રેડીઓને અલવિદા કહી 😦