RSS

Author Archives: Dr.Hansal Bhachech

About Dr.Hansal Bhachech

Psychiatrist Author
Video

‘હળવાશ તમારા હાથમાં’ – સ્વસંમોહનની, હળવાશ અનુભવવા કે relaxation exercise માટેની ટ્રેક્સ…

કોવીડ -19 અને લોકડાઉન, બંનેના કારણે માનસિક તણાવ અને નકારાત્મક વિચારોમાં જબ્બર વધારો થયો છે. ઘણા બધા લોકો વત્તે-ઓછે અંશે ઉચાટ, હતાશા અને અનિદ્રાનો ભોગ બન્યા છે. આ તમામ વ્યક્તિઓને મદદરૂપ થાય તેવી સ્વંસંમોહનની કેસેટ્સ ‘હળવાશ તમારા હાથમાંની’ બે ટ્રેક મેં youtube પર અપલોડ કરી છે. આ કેસેટ્સ મેં 1997માં પ્રસ્તુત કરી હતી અને અત્યાર સુધી અનેક લોકો તેનો કેસેટ, સીડી કે યુએસબી દ્વારા ઉપયોગ કરી ચુક્યા છે, કરી રહ્યા છે. અત્યાર સુધી commercially ઉપલબ્ધ આ CDs અહીં મુકવા પાછળનો હેતુ લોકોને મુશ્કેલીના સમયમાં મદદ કરવાનો છે. આશા છે કે સૌ કોઈને આ સેલ્ફ-હિપ્નોસીસના ટ્રેક કામ લાગશે. કોઈપણ માનસિક સમસ્યા ના હોય તેવી વ્યક્તિને પણ હળવાશ અનુભવવા કે relaxation exercise તરીકે આ ટ્રેક્સ મદદરૂપ થઇ શકે છે.

આ ટ્રેકનો ઉપયોગ કરતા પહેલા નીચે લખેલું description અચૂક વાંચશો. ગમે અને અસરકારક લાગે તો share જરૂર કરશો.

Happy Relaxing…

હળવાશ તમારા હાથમાં ભાગ-1 સ્વસૂચનો (Autosuggestions)

હળવાશ તમારા હાથમાં ભાગ-2 હળવાશ (Relaxation)

 
3 Comments

Posted by on May 27, 2020 in Audio-Video Posts

 

Tags: , , , , , , , , , , , , , , , , , , ,

Image

કોરોના અને લોકડાઉન અંગે ડૉ.હંસલ ભચેચની નવગુજરાત સમયના બેલા ઠાકરે લીધેલી મુલાકાત…

e7eaef70-cfa2-44af-a8d8-d3df25b1f601.jpg

 
1 Comment

Posted by on May 5, 2020 in Interviews

 

Tags: , , , , , , ,

વાયરસનો ચેપ તો લાગશે ત્યારે લાગશે પરંતુ ચિંતાઓનો ચેપ તો તરત લાગશે, માટે નકારાત્મકતાથી દૂર રહો.

લોકો ગજબના હોય છે! અને, આમ પણ વાત અમારા જેવા મનોચિકિત્સકો સિવાય કોણ વધારે સારી રીતે જાણતું હોય છે?! ગયા બુધવારે મેં કોલમમાં મારી સાથે બનેલા કિસ્સાઓ લખ્યાતા તે વાંચીને એક ભાઈનો ફોન આવ્યોસાહેબ ચિંતા ના કરશો, ઈશ્વરે જે ધાર્યું હશે તે થઈને રહેશે

મેં પૂછ્યુંતમે શેની ચિંતાની વાત કરો છો?!’

પેલા બેને તમારી ઉપર ઉધરસ ખાધીતી તેની વાત કરું છુંએમણે કહ્યું.

 મને થયું કે ભાઈને તો આખું કોળું શાકમાં ગયું છે. વાત જવાદારીપૂર્વક વર્તવાની હતી અને તેમણે કેન્દ્રને સમજવાને બદલે જુદો ખૂણો પકડી લીધો! આમ પણ ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવી જુદી બાબત છે અને એના પર જવાબદારી છોડી પોતે બેજવાબદારીપૂર્વક વર્તવું તો એક પ્રકારની ભાગેડુવૃત્તિ છે. મને થયું કે આખો લેખ વાંચીને ના સમજાયું તો હવે સમજ આપવી વ્યર્થ છે પરંતુ એમનો દ્રષ્ટિકોણ તો સાંભળીએ. મેં એમને  પૂછ્યુંમારી જગ્યાએ તમે હોવ તો તમને ચિંતા થાય?! તમને ના થાય તો કંઈ નહીં, તમારા ઘરનાને થાય?!!’

હું તો ચિંતા કરતો નથીએમનો કાટલાં છાપ જવાબ આવ્યો. આની સામે મારી હંમેશા દલીલ હોય છે કે ચિંતા કરે થતી હોય તો કોણ કરે?! પરંતુ હું ચૂપ રહ્યો અને એમણે આગળ ધપાવ્યુંમેં તમને જે કહ્યું તે અત્યારે બધાને કહેતો ફરું છું કે જે ઈશ્વરે ધાર્યું હશે તે થશે અને હું તો રોજ લાગતાવળગતાને મેસેજ કરતો રહુ છુંમને થયું કે તેમને કહું કે ભાઈ તમે એકની એક વાત બધાને વારંવાર કહેતા રહો છો બતાવે છે કે તે વાત તમે બીજાને નહીં તમારી પોતાની જાતને સમજાવી રહ્યા છો, અંદરથી તમે ચિંતિત છો અને બધાને કહેતા ફરીને વાસ્તવમાં તમારી જાતને સમજાવી રહ્યા છો. પોતાના ડરને કાબુમાં રાખવાની મનની એક પ્રકારની સ્વબચાવની પ્રક્રિયા છે

શું બોલવું કરતા ક્યાં બોલવું અને કોની સામે બોલવું વધારે અગત્યનું હોય છે. જે વ્યક્તિઓ સ્વબચાવની પ્રયુક્તિઓમાં અટવાયેલી હોય તેની સામે દલીલો કરવી વ્યર્થ હોય છે કારણ કે તે ધીમે ધીમે પોતાના મંતવ્યમાં જડતા પકડતી જતી હોય છે. ‘સરસ, ઈશ્વર પરનો તમારો ભરોસો મજબૂત કહેવાયએમ કહીને મેં વાત આટોપી લીધી!

કોલમમાં થોડા દિવસો પહેલા લખ્યું હતું કે વિચારો કર્યે થતા હોય તો નકામા, નબળા કે નકારાત્મક વિચારો કોણ કરે?! કોણ ચિંતા કરાવે એવા વિચારો કરે?! વિચારો તો આપમેળે આવતા હોય છે અને આપણે એની ઉપર સવાર થઇ જતા હોઈએ છીએ. હાલનો તો સમય એવો છે કે ચિંતાઓ ઘેરી વળે,પોતાની ચિંતા થાય, પોતાના કુટુંબીજનોની ચિંતા થાય, સંબંધીઓનીસમાજનીશહેરનીદેશનીવિશ્વની ચિંતાઓ થાય, નોકરીધંધાની ચિંતા થાય, આવકની ચિંતા થાય, શું થશે એની ચિંતા થાય વગેરે અપાર અને અગણિત ચિંતાઓ થાયજેવો જેનો સ્વભાવ અને પરિસ્થિતી, પ્રમાણે ચિંતાઓ તો થવાની જયારે જયારે પરિસ્થિતી સંદિગ્ધ, નવીન કે ભવિષ્ય ભાખી ના શકાય એવી હોય ત્યારે ચિંતાઓ પેદા થવાની . જે એમ કહે છે કે સમય દરમ્યાન તેમને કોઈ ચિંતા નથી થઇ રહી તો ક્યાંક તેમના મનની સ્વબચાવની યુક્તિ છે, ક્યાંક તેમની શાહમૃગવૃત્તિ છે અથવા ક્યાંક તો તેઓ વિચારવા માટે અસમર્થ છે! હા, ચિંતા થવી અને ચિંતા અનુભવવી બંને અલગ બાબતો છે. ચિંતા બધાને થાય છે પરંતુ દરેકને જુદા જુદા પ્રમાણમાં અનુભવાય છે. જે ગભરુ, ઉચાટિયા, ચિંતાગ્રસ્ત, વિષાદી, અસુરક્ષિત કે સંવેદનશીલ હોય છે તેને વધુ પ્રમાણમાં અનુભવાય. જયારે પોતાની જાતને સંતુલિત રાખવાની કળા જે લોકો વાંચન, અભ્યાસ, ધ્યાન કે સમજ દ્વારા કેળવી શક્યા છે તે ચિંતા સાથે અનુકૂલન સાધીને એને ઓછી અનુભવે છે. ઉપરાંત આજકાલ સાચીખોટી જાણકારીઓનો જે રાફડો ફાટ્યો છે તેનાથી તો ચિંતાઓ પેદા ના થાય તો નવાઈ!

મને એક ભાઈએ કહ્યું કે ચિંતાઓ ખાલી મનુષ્યોને થાય છે, પશુઓને નથી થતી. માણસોને ખોટી ચિંતાઓ કરવાની ટેવ હોય છે! મેં હસતા હસતા કહ્યું કે સારું છે પશુઓને ચિંતા નથી થતી, જે દિવસે એમને ચિંતાઓ થવા માંડશે તે દિવસથી માણસને પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરવો પડશે. કારણ કે, ચિંતાઓ આગોતરું વિચારવાની આડપેદાશ છે જેના દ્વારા આપણે અગાઉથી આયોજન પણ કરી શકીએ છીએ અને પ્રશ્નો ઉદ્ ભવતા  પહેલા ઉકેલી શકીએ છીએ. જે દિવસે પશુઓ આગોતરું આયોજન કરવા માંડશે તે દિવસથી તો તેમની અને મનુષ્યો વચ્ચે અસ્તિત્વ ટકાવવા માટેના જંગનો પ્રારંભ થશે! આપણે સાચાખોટા આગોતરા આયોજનો કરીને જે સૃષ્ટિ સાથે ચેડાં કર્યા છે તેનું કોરોના ફળ છે!! ચાલો તો આડવાત છે, મૂળ વાત તો છે કે જો આજની પરિસ્થિતિઓમાં ચિંતાઓ થતી હોય તો તે એક સામાન્ય બાબત છે. જે લોકો આગળનું વિચારી શકે છે તે દરેકને ચિંતાઓ થવાની કારણ કે ચિંતા એક પ્રકારનું આગોતરું વિચારવાની પ્રક્રિયા છે. ચિંતાઓ થકી તમે ભવિષ્યનું આયોજન કરો, સલામતી ઉભી કરો, પ્રશ્નો ઉભા થતા પહેલા તેનો ઉકેલ શોધવા કાર્યરત થાવ અથવા ઉકેલ શોધી કાઢો વગેરે ઇચ્છનીય છે. પરંતુ, ચિંતાઓને કારણે કશું રચનાત્મક કે ઉપયોગી કરવાની જગ્યાએ માત્ર ધ્યાન બીજે ભટકાવવા ટાઈમપાસ પ્રવૃત્તિઓ કરવા માંડો, તમારી રોજિંદી ક્રિયાઓ ખોરવાઈ જાય, ઊંઘ ઉડી જાય, તબિયત બગડવા માંડે કે માનસિક ક્રિયાઓ ઉપરનો કાબુ ગુમાવી બેસો તો તમારું જાત સાથેનું અને અન્ય (વ્યક્તિ, પરિસ્થિતિ કે પર્યાવરણ) સાથેનું સંતુલન ડગી જાય ત્યારે તમને બીમાર પડતા વાર નથી લાગતી.

વાયરસનો ચેપ તો લાગશે ત્યારે લાગશે પરંતુ ચિંતાઓનો ચેપ તો તરત લાગશે, માટે નકારાત્મકતાથી દૂર રહો. ચિંતા કરાવે તેવા મેસેજ ના વાંચો, ના ફોરવર્ડ કરો. રોગના આંકડાઓ, કિસ્સાઓ, મૃત્યુ દર વગેરેની ચર્ચાઓ ના કરો. વધુ પડતું જાણવાની કોશિશ ના કરો, માત્ર જરૂરી માહિતી રાખો. સોશિયલ મીડિયાનો સંયમપૂર્વક ઉપયોગ કરો. કસરત કરો. ધ્યાનનો મહાવરો કેળવો. યાદ રાખો તમે ઘરમાં રહો મહત્વનું છે તેના કરતા ઘરમાં રહીને શું કરો છો તે વધુ મહત્વનું છે. સામાન્ય ચિંતાઓ તો થાય અને થવાની પરંતુ એમાં નાજોઈતો વધારો થાય એવી તમામ પ્રવૃત્તિઓથી અને વ્યક્તિઓથી દૂર રહો. સમય વિકટ છે તેની ના નથી પરંતુ તમારું સંયમપૂર્વકનું વર્તન તમને અને તમારા લાગતાવળગતાને બચાવી શકશે તે બાબત બરાબર  ધ્યાનમાં રાખશો.સમસ્યાઓ તો આવશે અને જશે પરંતુ દરમ્યાન આવેલા વિચારોનું તમે કેવી રીતે સંચાલન કર્યું છે તેના ઉપર આવનારા ઘણા દિવસો સુધીની તમારી માનસિક સ્વસ્થતાનો આધાર છે!

પૂર્ણવિરામ: 

માણસના વિચારો માણસ કરતા ઘણું લાબું જીવતા હોય છે, માટે આ સૃષ્ટિમાં સારા વિચારો વહેવડાવાનો એક પણ મોકો માણસે ક્યારે’ય ના ચૂકવો જોઈએ ! 

#spreadpositivity

 

 

 

Tags: , , , , , , , , , ,

જાડી બુદ્ધિના બેજવાબદાર લોકોને કારણે દેશના એકસો ચાલીસ કરોડ લોકો ખતરામાં અને અર્થવ્યવસ્થા દેવાળું ફૂંકશે તે નફામાં!!

img_6335

હમણાં ક્લિનિકમાં એક બેને મારી ઉપર સીધી ઉધરસ ખાધી. ‘અરે બેન! હાથ તો આડો રાખો!! છેલ્લા બે મહિનાથી રેડિયોવાળા બોલી બોલીને અને છાપાવાળાઓ આખા પાનાની જાહેરાતો આપીને થાકી ગયા છે કે ઉધરસ ખાતી વખતે રૂમાલ કે આડો હાથ રાખો

કંઈ નહીં થાય, સાહેબ ચિંતા ના કરોહજી હું મારુ વાક્ય પૂરું કરું તે પહેલા અને મારી અકળામણની જરાય દરકાર કર્યા વગર, પોતાની છાતીએ બાંધેલું માદળિયું બતાવતા બેન બોલ્યા કપૂરલવિંગનું માદળિયું છે ને! કોરોનાફોરોનાના વાયરસ તો આજુબાજુ ફરકે તો પણ ઉડી જાય!! તમે પણ આજે ઘેર જઈને, ગળામાં પહેરી લે જો’ 

હવે આમને શું કહેવું?! કહેવાનો કંઈ અર્થ પણ ખરો?! હું તો સૅનેટાઇઝરથી હાથ ઘસતો રહી ગયો, બોલો!!

**********

આજે સવારે હું દૂધ લેવા, મારી આગળવાળા ભાઈથી લગભગ સાત ફૂટનું અંતર જાળવીને લાઈનમાં ઉભો હતો. ત્યાં મારી પાછળ એક જણ લગભગ મારા ખભા ઉપર ચઢવાનું બાકી હોય એમ આવીને ઉભો. એને કઇંપણ કહેવાને બદલે હું ત્યાંથી ખસીને પાછળ સલામત અંતરે ઉભો રહ્યો. ભાઈએ તો મારી હલચલની નોંધ પણ ના લીધી અને થોડીવાર પછી ગળું સાફ કરતા હોય તેમ ખોંખારો ખાઈને થૂંક્યા. હવે મારાથી ના રહેવાયું, મેં રીતસરની બૂમ જેવું પાડ્યું ભાઈ શું કરો છો?! ગમે ત્યાં આવી રીતે થૂંકાય?! રોગચાળો ચાલે છે એની કંઈ ખબર છે?! અને આમ પણ જાહેરમાં થૂંકવું ગુનો છે તેની ખબર છે?’

ભાઈ મારી તરફ ફર્યા અને જાણે કશું બન્યું ના હોય તેમ મને કહ્યુંતમે માનો છો એવું થૂંક નથી, ચોખ્ખું થૂંક છે, હું મસાલા ખાતો નથી કે મને શરદીઉધરસ નથી, તો સવારે મને બેચાર વાર ગળું સાફ કરવાની ટેવ છે

હવે વિચારો, આવા બેજવાબદાર બુદ્ધિના બળદીયાઓને શું કહેવું?! તમે સમસમીને રહી જાવ કે માથું કુટો, બીપી તમારું વધવાનું બાકી આવા લોકો રસ્તાના દરેક ખૂણે કદાચ રખડતા હશે!

************ 

ચાલો આજની એક બીજી ઘટના કહું. હું સવારે ઇમર્જન્સી જોવા હોસ્પિટલ જતો હતો ત્યારે મને પોલીસે રોક્યો. હું મારુ કાર્ડ બતાવતો હતો ત્યારે બાજુના એક પોલીસ અને છોકરી વચ્ચેની વાતચીત મારા કાન પર પડી. પેલી છોકરી પોલીસને ધમકી આપતી હતી કે મારે પર્સનલ કારણથી જવું પડે એવું છે, જો તમે મને નહીં જવા દો અને હું મારી જાતને કંઈ કરી બેસીશ તો જવાબદારી તમારી રહેશે! હું તો પાછો નીકળી ગયો પણ છોકરી ત્યાં માથાકૂટ કરતી રહી!

************

હું તો હંમેશા કહેતો આવ્યો છું કે આપણે નાગરિક તરીકે એકદમ બેજવાબદાર પ્રજા છીએ. આપણા લીધે બીજાને શું તકલીફ પડશે એવું સ્વપ્નમાં પણ વિચારવાની આપણને આદત નથી. મારી સાથે બનેલી ત્રણે ઘટનાઓ તેનું તાજું ઉદાહરણ છે. બાકી ઘટનાઓ તો તમે સમાચારોમાં વાંચતા અને જોતા રહો છો. રોજે રોજ ટોળાઓના ફોટા અને કોરોના ફેલાતો રોકવાના પગલાંઓનો સરેઆમ ભંગ કરતા લોકોથી સમાચાર માધ્યમો ઉભરાતા રહે છે. તદ્દન બેજવાબદારીપૂર્વક વર્તતા લોકોને કારણે સાત દિવસનું લોકડાઉન એકવીસ દિવસનું કરવું પડ્યું અને હવે કદાચ એને પણ આગળ લંબાવવું પડે તો નવાઈ નહીં. અહીં તો હાથના કર્યા હૈયે નહીં, દેશને વાગ્યા છે!

પ્રજાને એમની બેજવાબદારી કેટલી ભારે પડી હવે ખબર પડશે. લોકડાઉનનું પહેલું અઠવાડિયું તો મજાકમજાકમાં નીકળી ગયું. નાનામોટા બધાને જીવનની ઘરેડમાંથી એક બ્રેક જોઈતો હતો, જે કદાચ મળતો નહતો કે લેવાની હિંમત નહતી ચાલતી! અઠવાડિયામાં બ્રેક મળી ગયો. લોકોએ આરામ કર્યો, બેક ટુ બેક ફિલ્મોસિરિયલો જોઈ લીધી, મનેકમને ઘરકામ કર્યું, મોબાઈલ ઉપર લટકી રહ્યા વગેરે. પણ, હવે ધીમે ધીમે બધી બાબતોનો કંટાળો શરુ થવા માંડશે કારણ કે મગજ તો એકની એક પ્રવૃત્તિઓથી મોડુંવહેલું કંટાળી જતું હોય છે. અને, અહીં તો માત્ર એકની એક પ્રવૃત્તિ નથી, એકનું એક વાતાવરણ અને એકના એક માણસો પણ છે. ઉપરાંત હવે ધંધા, કમાણી, નોકરીની બઢતીસલામતી, અનાજપાણી વગેરેની ચિંતા જેમ દિવસો જશે તેમ મોટી થતી જશે. આવું બધું વિચારીને જવાબદારીપૂર્વક વર્તવાની વાત માય ફૂટ, અહીં તો ગરમી વધશે ત્યારે કોરોનાના બાર વાગી જશે એવું માનીને આખો દેશ આંખો મીંચીને બેઠો હોય એવું વાતાવરણ છે. ઈશ્વર આપણી મનોકામના પુરી કરે, બાકી તો આપણે એમ પણ એના ભરોસે છીએ ને?!

મોબાઈલને પોતાની બુદ્ધિ વેચીને બેઠેલાઓનો એક વર્ગ તો ફાલતુ ફોરવર્ડ કરવામાં વ્યસ્ત છે, એમને મન તો સમાજ સેવા છે. સતત નકારાત્મક, ચિંતાઉચાટ કરાવે, મનમાં આક્રોશઆઘાત જન્માવે તેવા મેસેજો જાણેઅજાણે ફોરવર્ડ કરતા રહેવાની પ્રવૃત્તિ સરવાળે લોકમાનસને કેટલું હતાશ અને નકારાત્મક કરશે તો આવનારો સમય કહેશે. કેટલાક વળી આખો દાડો મોટિવેશનનો ઓવરડોઝ લઈને પડ્યા રહે છે અને વચ્ચે વચ્ચે બીજાને પણ પીવડાવતા રહે છે. એમાંથી કેટલા પોતાનું જીવન પરિવર્તિત કરી શકશે તે રામ જાણે! જે રીતે સોશિયલ મીડિયા અને યુટ્યુબ ઉપર મોટિવેશનલ સ્પીકરોનો રાફડો ફાટ્યો છે જોતા તો એવું લાગે છે કે એકાદ દસકા પછી મોટિવેશન લેનારા કરતા આપનારાઓની સંખ્યા વધી જાય તો નવાઈ નહીં  🙂

ઈશ્વરકૃપાથી મળેલી બુદ્ધિનો સદુપયોગ કરવા માંગતા હોવ તો કદાચ એના માટે ઉત્તમ સમય છે, એનો ઉપયોગ કરો અને ના કરવાના કામોથી દૂર રહો. માત્ર તમારા માટે નહીં દેશ અને તમારા જેવા દેશના કરોડો નાગરિકો માટે ઘરમાં રહો. લોકડાઉનના નિયમોનું કડક પાલન કરોપોતાના જીવના જોખમે તમારી રોજિંદી જરૂરિયાતો ટકી રહે તે માટે કામ કરતા રહેતા કર્મચારીઓ પ્રત્યે આદરભાવ રાખો. ડોક્ટરો અને આરોગ્યક્ષેત્રના કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરતા પહેલા એટલું જરૂર વિચારજો કે હાલના સંજોગોમાં વ્યક્તિઓ છે જે તમારી કે તમારા સગાવ્હાલાની અને યમરાજની વચ્ચે દીવાલ બનાવીને ઉભા છે. ,બાકી, જો તમે જાડી બુદ્ધિના હશો તો સાવ સીધી બાબતો પણ તમને નહીં સમજાય, ઈશ્વર તમારાથી માનવજાતને બચાવે

પૂર્ણવિરામ: હાલના સમયમાં વ્યક્તિ ઘરે રહે એ મહત્વનું છે, પરંતુ તે ઘરે રહીને શું કરે છે એ વધુ મહત્વનું છે!

 

 

 

Tags: , , , , , , , , ,

Enjoy your home stay with positivity and peace…

સ્નેહી મિત્રો,

માનવજાતના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આવો કપરો સમય આપણે જોઈ રહ્યા છીએ. આ સમયમાં આપણે એકબીજાથી શારીરિક રીતે દૂર રહેવાનું છે પરંતુ ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ્સની મદદથી એકબીજા સાથે સંપર્કમાં અને મનથી નજીક રહેવાનું શક્ય બન્યું છે. કમનસીબે આ સમયમાં, ઘણા બધા લોકો સતત નકારાત્મકતા, ઉચાટ, હતાશા અને ભય ફેલાવે તેવા મેસેજીસ એકબીજાને અથવા ગ્રુપમાં ફોરવર્ડ કરી રહ્યા છે. એક મનોચિકિત્સક તરીકે હું તમને એટલું ચોક્કસ કહી શકું છું કે આ મેસેજીસની તમારા સુષુપ્ત મન ઉપર ગંભીર અસર થઇ શકે છે. શક્ય છે, તમે નકારાત્મકતા, ઉચાટ, ભય કે ડિપ્રેશનથી પીડાવા માંડો. મહેરબાની કરીને લોકડાઉનના આ સમય દરમ્યાન તમારા મનને આવા બધા ઇનપુટ્સથી દૂર રાખો. ના તમે ખુદ વાંચો અને ના એને ફોરવર્ડ કરો. યાદ રાખો, जाकी रही भावना जैसी, प्रभु मूरत देखी तिन तैसी, જેવું વિચારશો તેવું પામશો, Law of attraction જાણો છો ને?! જે નથી જોઈતું તેની વારંવાર કે સતત ચર્ચા-વાતો કરીને તેને બળવાન ના બનાવશો, આકર્ષિત ના કરશો.

તમારા સ્નેહીજનો સાથે સંપર્કમા જરૂર રહો પરંતુ હકારાત્મકતા ફેલાવીને, પ્રોત્સાહિત કરીને અને એકબીજાની હિંમત વધારીને.સારા વિચારો, લેખો, કાવ્યો, પુસ્તકો, ગીતો, કોમેડી વિડીયો, ફિલ્મો, નાટકો વગેરેની ચર્ચા કરો, શક્ય હોય તેની આપ-લે કરો. ગ્રુપ વીડિયોથી ગેમ રમો, ગીતો ગાવ, સાથે ચા-કોફી પીવો, મેડિટેશન કરો વગેરે. મનને પોઝિટિવિટી આપવા અને તેને ફેલાવવાના વિકલ્પો અનેક છે, જો તમે મારી આ વાતથી સંમત હોવ તો 🙂

યાદ રાખો, કોઈપણ વાઇરસનો પ્રતિકાર કરવા માટેનું ઉત્તમ શસ્ત્ર તમારી રોગપ્રતિકારક શક્તિ અને આંતરિક મજબૂતી છે.  પોઝિટિવિટી કે હકારાત્મકતા આ બંનેને મજબૂત બનાવનારી બાબત છે. 

એકાંત is better than દેહાંત, enjoy your નિરાંત with positivity and peace

Dear Friends,

We are facing one of the most diificult time in the history of mankind. We need to maintain social distancing during this period. However, thanks to technology and social media platforms for helping us to stay connected with each-other. Unfortunately during this unprecedented time, many of us keep forwarding  negative, anxiety provoking, worrisome, depressing and fear producing messages. In my opinion, as a practicing psychiatrist, this could be very damaging to your psyche. You might get trapped in negative thinking, anxiety, depression or panic state. Please, during this lockdown period keep yourself away from such inputs, don’t read, watch or forward such messages. Remember, things just happen as you think! जाकी रही भावना जैसी, प्रभु मूरत देखी तिन तैसी, Have you ever came across Law of attraction?! Do not attract negative things in your life by giving them unnecessary weightage. 

Do remain connected with your loved ones by sharing positivity with them, by motivating – inspiring them and by increasing their courage. Keep forwarding worth spreading thoughts, articles, poems, books, songs, comedy videos, movies, dramas etc. Play indoor games, sing songs, play music, have online coffee parties, do meditation with help of group video calls. These are few suggestions, possibilites are many, of course if you agree with these thoughts.

Remember, the best way to fight any virus is your immunity and inner strength. Positivity strengthens both.

Social distancing is better than the exit. Enjoy your home stay with positivity and peace.

 

Tags: , , , , , , , , , ,

અભિયાનના વેલેંટાઈન અંકમાં Relationship Builder Seriesના ડૉ. હંસલ ભચેચનાં પુસ્તકો વિષે…

Relationship Builder Series ના પુસ્તકો…
 
Comments Off on અભિયાનના વેલેંટાઈન અંકમાં Relationship Builder Seriesના ડૉ. હંસલ ભચેચનાં પુસ્તકો વિષે…

Posted by on February 17, 2020 in Reviews and Movie Wisdom

 

Tags: , , , , , , , , , , ,

વર્ષ ક્યાં વીતી ગયું અને સહેજ આગળ વિચારીએ તો વર્ષો ક્યાં વીતી ગયા, ખબર ના પડી! યાદ હોવા છતાં જાણે કશું પણ યાદ નથી!

IMG_5782

પૂરા થઇ રહેલા વર્ષના છેલ્લા દિવસોમાં મગજ અવારનવાર ઓટો-રિવાઇન્ડ મોડ પર ચઢી જતું હોય છે અને અચાનક ભૂતકાળની અમુક ઘટના સ્મૃતિપટ પર ઉપસી આવતી હોય છે. 2020ની પહેલી સવારે મારે આવી એક ઘટના તમારી સાથે શેર કરવી છે. વાત જયારે હું બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો ત્યારની છે. એ સમયે હું આખો દિવસ વાંચીને કંટાળતો ત્યારે સાંજે કાંકરિયા ચાલવા જતો અને ચાલતા ચાલતા દિવસભર જે વાંચ્યું હોય તેનું મનન કરતો, તાજા વાંચનનું જરૂરી પુનરાવતર્ન થઇ જતું અને મગજ હળવું થઇ જતું, નવું વાંચવા તૈયાર થઇ જતું! સામાન્ય રીતે હું કાંકરિયાના બે આંટા મારીને તરત નીકળી જતો પરંતુ એ દિવસે મારા આ રોજિંદા ક્રમમાં થોડો ફેરફાર હતો. પ્રિલીમ પરીક્ષા પતી હતી એટલે હું થોડો રિલેક્સ હતો. બે ચક્કર મારીને એક બાંકડા ઉપર બેસીને તળાવમાં તરતી જળકૂકડીઓને જોતો હતો. થોડીવારમાં એક વડીલ મારી બાજુમાં આવીને બેઠા. હું પાણીમાં જોતો બેઠો રહ્યો અને એમણે મને પૂછી કાઢ્યું ‘આજે થાકી ગયો દીકરા?!’ હું કંઈ જવાબ આપું એ પહેલા એમણે આગળ ધપાવ્યું ‘હું તને રોજ અહીં આંટો મારતા જોઉં છું પણ બાંકડે બેઠેલો પહેલીવાર જોયો’ એમના પૂછવાનું તાત્પર્ય હવે મારી સામે હતું. પછી તો એમણે મારો ઇન્ટરવ્યૂ લઇ પાડ્યો અને વગર મફતની ઘણી સલાહો પણ આપી દીધી.આમ પણ એ જમાનાના વડીલોની આવી ઘૂસણખોરી, મારા જેવા કિશોરોને મન દખલગીરી નહતી. બાકી આજના કિશોરોનું ‘પ્રાઇવસી’ના નામે નાકનું ટેરવું ચઢી જાય!

આજે મારા રિવાઇન્ડ મોડમાં મને એમણે આપેલી એક સલાહ યાદ આવી ગઈ! એ વખતે વાતવાતમાં મેં એમને એમની ઉંમર પૂછી હતી. ‘સિત્તેર વર્ષ’ એમણે કહ્યું.

‘અને મને સત્તર’ મેં કહ્યું ‘હું તમારાથી કેટલો બધો નાનો છું’

એમણે સલાહ આપી ‘દીકરા સમય જતા વાર નથી લાગતી, આંખના પલકારામાં જિંદગી પુરી થઇ જતી હોય છે. ક્ષણ ક્ષણ માણજે, બાકી તને ખ્યાલ પણ નહીં રહેને તું મારી ઉંમરે પહોંચી જઈશ!’ એ સમયે મને એમની આંખોના ભાવ નહતા સમજાયા પરંતુ આજે એ આંખોનો હાથમાંથી સરકી ગયેલી ક્ષણોનો અફસોસ સમજાય છે! સાચી વાત તો એ છે કે માત્ર આંખોના ભાવ જ નહિ, એમની વાત પણ પુરેપુરી નહતી સમજાઈ. આજે ફ્લેશબેકમાં આ વાત બરાબર સમજાય છે, વર્ષો પર વર્ષો વીતતા જાય છે. વર્ષ પૂરું થયાની ઉજવણીમાં, વર્ષ શરુ થયાની ઉજવણી જાણે ગઈકાલની જ વાત લાગે છે. બાય બાય 2019 કહેતા જાણે વેલકમ 2019ના પડઘા સંભળાય છે! સાલું વર્ષ ક્યાં વીતી ગયું ખબર ના પડી અને સહેજ આગળ વિચારીએ તો વર્ષો ક્યાં વીતી ગયા ખબર ના પડી! ક્યારે બાળપણ વીત્યું અને ક્યારે યુવાની આંટો મારી ગઈ?! ક્યારે ખભા પર બેસાડીને જેને રમાડતા હતા તે બાળકોના ખભા વિશાળ થઇ ગયા?! ક્યારે તાજી જન્મેલી જે દીકરીને ઘરે લાવ્યા હતા તે વળાવવા લાયક થઇ ગઈ?! યાદ હોવા છતાં જાણે કશું પણ યાદ નથી! ખરેખર તો આવું બધું વિચારવાની ફુરસદ મળે તેટલી પણ જિંદગી ઉભી નથી રહેતી, તે આપણને દોડતા રાખે છે અને આપણે દોડતા રહીએ છીએ. વર્તમાનમાં જીવવાની સલાહ આપવાની આજે ફેશન છે. તમારા જીવનને મેકઓવર કે રી-બુટ કરી આપવાની ગેરંટી આપતા લાઈફ-કોચ આજકાલ ‘પાવર ઓફ નાવ’, ‘માઇન્ડફુલનેસ’, ‘હીઅર એન્ડ નાવ’ વગેરેની વાતો કરતા થયા છે, જેમાં દરેક ક્ષણને જાગૃતિપૂર્વક માણવાની વાત છે, જે મને આ વડીલે આજથી ત્રીસ વર્ષ પહેલા કાંકરિયાની પાળે બહુ સાદી અને સરળ ભાષામાં સમજાવી દીધી હતી.

એક મનોચિકિત્સક તરીકે હું એટલું ચોક્કસ સમજ્યો છું કે વર્તમાનમાં જીવવાની વાત કરવી જેટલી સહેલી છે તેટલું વર્તમાનમાં જીવવું સહેલું નથી. વર્તમાનમાં જીવવા માટે માનસિક સ્વસ્થતા અને દ્રઢ મનોબળ પ્રાથમિક જરૂરિયાત છે. મોટાભાગની વ્યક્તિઓ પોતાના ભૂતકાળની યાદો અથવા ભવિષ્યના સપનાઓને જીવ્યા કરતી હોય છે. ભૂતકાળમાં જીવતી વ્યક્તિઓની મનોદશા નકારાત્મક અને હતાશ હોય છે. જયારે, ભવિષ્યમાં જીવનારાની મનોદશા અસલામતી અને ઉચાટ ભરેલી હોય છે. અફસોસ વગરનો ભૂતકાળ અને ચિંતા-અસલામતી વગરનું ભવિષ્ય હોય ત્યારે જ વર્તમાનમાં જીવવું શક્ય બનતું હોય છે. 

સદીઓથી ભાગતા રહેતા સમયની ચોટલી પકડવાની મારામાં આવડત નથી અને ના તો એવી કોઈ કળા હું તમને શીખવી શકું છું. પરંતુ, આજે નવા વર્ષની સવારે હું એ સંદર્ભમાં એક નવો વિચાર આપી શકું એમ છું. તમારો ભૂતકાળ ગમે તેટલો દુઃખદ કે અફસોસથી ભરેલો હોય, ભવિષ્ય ગમે તેટલી ચિંતાઓ કે અસલામતીથી ઘેરાયેલું હોય, એને બાજુ પર મૂકીને થોડો સમય વર્તમાનમાં રહેવાનો મહાવરો કરતા જાવ. ગમે તેટલા વ્યસ્ત રૂટિનમાં તમારા પોતાના માટે ઓછામાં ઓછો અડધો કલાક ફાળવો. આ સમય દરમ્યાન તમને ગમતી પ્રવૃત્તિ કરો, ગમતી વ્યક્તિઓ જોડે વાતો કરો, જાત સાથે વાતો કરો, તમારા શોખને જીવંત કરો વગેરે ઘણું બધું… ટૂંકમાં, તમારા માટે અને તમારી મરજી મુજબ સમય વિતાવો. આ રીતે જીવેલો સમય, સઘળું તાણીને લઇ જતા સમયના વહેણમાં અલગ તરી આવે છે. હાથમાંથી સતત સરકતી જતી જિંદગીમાં જીવન જીવ્યાનો સંતોષ આપતી આ ક્ષણો છે. જીવનની કો’ક સાંજે દરેક વહેલું-મોડું પોતાની જિંદગીનું સરવૈયું ચોક્કસ માંડવાનું અને ત્યારે આ ક્ષણો મોટી જમારાશિ સાબિત થવાની! બસ તો શરુ કરો, આજે 2020ની શરૂઆત છે, જાત સાથે અને જાત માટે ખાતું ના ખોલ્યું હોય તો ખોલી કાઢો અને જીવન વીતી જાય એ પહેલા જીવવા માંડો.  જબરદસ્ત 2020ની શુભેચ્છાઓ…

પૂર્ણવિરામ:

ખુશીમાં સમય દોડે છે અને દુઃખમાં સમય ભાખોડીયા ભરે છે!

 

 

Tags: , , , , , , , , ,