Online cheating always collects emotional-toll, offline ☺️

‘We have never met each other, it’s only through net we have been in a relationship. How can you call this cheating?!’ I don’t think any partner would like to buy this argument, whether you cheat actually or virtually, betrayal is in real time. Online cheating always collects emotional-toll, offline ☺️

નવા વર્ષનો પહેલો દિવસ એટલે સંકલ્પ-દિન, વિચારોના ઉભરામાં જે ફીણ થઈને ચઢે તે બધાનો સંકલ્પ કરવાનો!

નવા વર્ષનો પહેલો દિવસ એટલે સંકલ્પ-દિન, વિચારોના ઉભરામાં જે ફીણ થઈને ચઢે તે બધાનો સંકલ્પ કરવાનો અને ઉભરો બેઠે ફીણ અદ્રશ્ય થાય એટલે એ પાછા જ્યાં હતા ત્યાં ધુબાકા!

અપેક્ષાઓ જીવનની મઝા ગમે તે ઘડીએ બગાડી શકે છે. ખોટી વ્યક્તિઓ પાસે, ખોટા સમયે રાખેલી અને ખોટી બાબતોની અપેક્ષાઓ જીવનભર રિબાવે છે.

દિવાળીએ આપણે વાત કરી જીવન પ્રત્યેનો અભિગમ અને સમજ બદલવા આવનારા સમયના સંકલ્પો ઓછા અને વીતેલા સમયનું પાકું સરવૈયું વધુ કામ આવે છે. જીવન મનભરીને માણવા માટેની આ એક પાયાની સમજ છે પરંતુ આ બધી વાતો કરવી ખુબ સહેલી હોય છે, પણ એને સાચા અર્થમાં વ્યવહારમાં મુકવા માટે આયોજન કરવું પડે છે. કમનસીબે આપણી માનસિકતા…

લાગણીઓના પ્રશ્નોમાં અન્યને સલાહ આપવાના અને પોતાના કિસ્સામાં અપનાવવાના માપદંડ અલગ હોય છે.

કેટલીક વાતો કરવાની ખુબ મઝા આવતી હોય છે, એ સાંભળીને-વાંચીને, બીજા પ્રભાવિત-પ્રોત્સાહિત પણ ખુબ થતા હોય છે, પરંતુ વાસ્તવમાં પોતાના જીવનમાં જયારે એ બાબતનો સામનો કરવો પડે ત્યારે આવી બૌદ્ધિક હોંશિયારીની હવા નીકળી જતી હોય છે!

માનસિક અશાંતિ અનુભવતી દરેક વ્યક્તિઓએ પોતાના મનમાં દબાઈ રહેલી અને યોગ્ય રીતે વ્યક્ત ના થઇ શકેલી લાગણીઓ તપાસવી જોઈએ…

લાગણીઓનું સંતુલન અને તેની યોગ્ય અભિવ્યક્તિ કોઈપણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ અગત્યની બાબત છે. ઘણી વ્યક્તિઓ યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં પોતાની નકારાત્મક લાગણીઓ વ્યક્ત નથી કરી શકતી.આનું પરિણામ એ આવે છે કે વ્યક્તિ મનોમન આક્રોશ કે અફસોસ અનુભવતી રહે છે. આક્રોશ એ વાતનો કે લાગણીઓ વ્યક્ત નથી થઇ શકતી અને અફસોસ એ વાતનો…

સો વર્ષ જીવવાના અભરખા રાખતો પુરુષ તમને જેટલી આસાનીથી મળશે તેટલી લાંબુ જીવવાની ઈચ્છાઓ ધરાવતી સ્ત્રી નહીં મળે !

પુરુષ અને સ્ત્રીમાં લાંબુ કોણ જીવે? લે આ કંઈ પૂછવા જેવી વાત છે?! – સ્ત્રી કેમ?! કારણ કે સ્ત્રીને પત્ની નથી હોતી !! ***** ઉપ્સ, બેડ જોક… સવાર સવારમાં સ્ત્રીઓના ભવાં ચઢાવતો અને પુરુષોને સેડીસ્ટીક પ્લેઝર આપતો જોક યાદ આવવા પાછળ બે સંશોધનો પર પડેલી મારી નજર જવાબદાર છે. ૧૪ વર્ષના આંકડાઓનું વિશ્લેષણ કરતો એક…

‘છોડ દો આંચલ, જમાના ક્યા કહેગા’વાળો યુગ ક્યાં’ય પાછળ વીતી ગયો છે, પુરુષની પ્રણય-ચેષ્ટાઓ કાબુમાં રાખતી સ્ત્રીઓનું સ્થાન ધીરે ધીરે પુરુષની ઉત્તેજનાઓ ભડકાવતી સ્ત્રીઓએ લેવા માંડ્યું છે!

લગભગ પાંચેક વર્ષ પહેલા એક ટીવી ઇન્ટરવ્યુમાં મને પૂછવામાં આવ્યું હતું કે આપણી પ્રજાની માનસિકતા વિષે એક વાક્ય કહેવાનું હોય તો તમે શું કહો?! મુલાકાત લેનાર ટીવી એન્કરને કદાચ એમ હતું કે તેમનો પ્રશ્ન મને વિચારતો કરી મુકશે પરંતુ મેં એક ક્ષણ પણ રોકાયા વગર જવાબ આપ્યો ‘આપણે લાગણીઓથી છલોછલ પણ સામાજિક રીતે સંવેદનાશૂન્ય પ્રજા…

જીવનમાં ઘણી બાબતો જેટલી સરળતાથી ગળે ઉતરી જતી હોય છે તેટલી સરળતાથી પચી નથી જતી…

કાળી ચૌદશે સવાર સવારમાં જ ફોન આવી ગયો ‘સાહેબ આજે તો તમે જબરદસ્ત વાત લખી છે કે સુખનો સાચો આધાર બહારનું ભપકાદાર નહીં પણ તમારી અંદરનું મજબુત બનાવવા ઉપર છે. મને તો આખો લેખ એક જ વાંચનમાં ગળે ઉતરી ગયો. દિવાળીમાં તમે એક સુંદર વાંચનની ભેટ આપી’ ‘વાંચ્યા પછી શું?!’ મેં વળતો પ્રશ્ન કર્યો. ભાઈ…

આપણે મહેનત કરીએ છીએ, આગળ વધીએ છીએ, સાધન-સગવડો ખરીદીએ છીએ પણ એનો અર્થ એમ ના સમજતા કે આપણે સુખી થઈએ છીએ, સુખનું ગણિત અલગ છે…

દિવાળી આવી ગઈ. સુખ-સંપત્તિના સપનાઓ સાકાર કરવાના અને નવા સંકલ્પો કરવાના દિવસો આવી ગયા. આમ તો સપના સાકાર કરવા કે સંકલ્પો કરવા માટેના કોઈ ચોક્કસ દિવસો કે સમય નથી હોતા, ૨૪X૭ ભજવાતો રહેતો મનનો આ ખેલ છે. પરંતુ વાર-તહેવારે આવતા વિશેષ(ધંધાદારીઓ માટે, ગ્રાહક માટે નહીં!) સેલની જેમ સપના–સંકલ્પો માટે આવા દિવસો અનિવાર્યપણે મહત્વના થઇ પડતા…

નડતો સ્વભાવ

‘જો જે આપણે જેવા સોસાયટીની બહાર નીકળીશું કે તરત એક કુતરું આપણી કાર પાછળ દોડશે’ બુધાલાલે ગાડી ચાલુ કરતાં એના મિત્રને કહ્યું. મિત્રના મગજમાં હજી વાત બેસે એ પહેલા ગાડી સોસાયટીની બહાર નીકળી અને કુતરું ભસતું ભસતું પાછળ દોડવા માંડ્યું. બુધાલાલ હસતા હસતા બોલ્યા ‘જોયું મેં કહ્યું’તું ને? બરાબર બે વર્ષથી આ ક્રમ ચાલે છે….

વિસ્મૃતિનું સુખ / ભૂલી જવાનું સુખ…

  જીવનમાં મનને અશાંત રાખતી અનેક બાબતો છે પરંતુ કોઈ મને એમ પૂછે કે એક મનોચિકિત્સક તરીકે તમે મનને અશાંત રાખતી બાબતો પૈકી સૌથી વધારે કઈ બાબતને અગત્યની ગણો છો તો હું ચોક્કસ કહું કે આપણી યાદશક્તિ. વ્યક્તિઓને જેટલી તેમની યાદશક્તિ અશાંત રાખી શકે છે તેટલી બીજી કોઈ બાબત નથી રાખી શકતી. આમ તો યાદશક્તિ…