આપણે નજદીકી વ્યક્તિઓને આપણને અનુકૂળ આવે તે રીતે બદલવા હંમેશા તત્પર રહેતા હોઈએ છીએ…

‘સ્વચ્છ ભારત’ની જેમ ઈશ્વર પણ એક અભિયાન શરુ કરે ‘સ્વચ્છ માણસ અભિયાન’! તમારે કરવાનું એટલું જ કે એક વ્યક્તિ પસંદ કરવાની, ઈશ્વર એ વ્યક્તિના સ્વભાવમાં તમારી ઈચ્છા મુજબના ફેરફાર કરી આપશે, તમારી ઈચ્છા મુજબના સ્વભાવનો ‘સ્વચ્છ માણસ’! વિચારો, તમે કોને પસંદ કરશો?! તમે કોને બદલવા માંગશો?!

ફોરવર્ડ કરવાના કામે લાગતી માહિતીઓ, આપણી અક્કલની અણી કાઢવામાં કેમ નિષ્ફળ જાય છે?!

માહિતીથી ફાટફાટ થઇ રહેલા આપણા મોબાઈલમાં વાતો, વ્યક્તવ્યો, વિચારો, અવતરણો વગેરેની જ્ઞાનગંગા ધસમસતી રહે છે અને બીજાના મોબાઈલમાં પણ આ પ્રવાહ ધસમસતો રાખવાની સામાજિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ છીએ તેમ છતાં એમાનું મોટાભાગનું આપણા જીવનને સ્પર્શતું કે પરિવર્તિત કરતુ નથી, કેમ?!! આજથી વીસ વર્ષ પહેલાનો સામાન્ય માનવી જે જાણતો હતો તેના કરતા અનેકગણું આજનો કૉમન મેન જાણે છે પરંતુ એની જાણકારી વ્યવહારમાં કેમ દેખાતી કે અનુભવાતી નથી?! જીવનમાં શૈક્ષણિક, નાણાકીય, ધંધાકીય, કૌટુંબિક વગેરે બધી જ રીતે વિકસવામાં પ્રવૃત રહેતા આપણે વ્યક્તિ તરીકે વિકસવામાં કેમ નિષ્ફળ જઈએ છીએ?!

Guided Meditation for cellular health english/Gujarati…

આ નિર્દેશિત ધ્યાન (Guided Meditation)નો મૂળ હેતુ તમારા શરીરના કોષોને મજબૂત કરવાનો છે. તમારા શરીરની જીવરાસાયણિક ક્રિયાઓ અને અંતઃસ્રાવોને સંતુલનમાં લાવવાનો છે. આ ઓડિયોનો નિયમિત ઉપયોગ તમારી રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્તી મજબૂત બનાવી શકે છે.
Practicing this on regular basis will ensure better cellular health, strong immunity, biological and hormonal balance. Collectively all these would form an internal army which will protect you from all kind of infections, may it be Viral, Bacterial, Fungal or any other microbes.

‘હળવાશ તમારા હાથમાં’ – સ્વસંમોહનની, હળવાશ અનુભવવા કે relaxation exercise માટેની ટ્રેક્સ…

કોવીડ -19 અને લોકડાઉન, બંનેના કારણે માનસિક તણાવ અને નકારાત્મક વિચારોમાં જબ્બર વધારો થયો છે. ઘણા બધા લોકો વત્તે-ઓછે અંશે ઉચાટ, હતાશા અને અનિદ્રાનો ભોગ બન્યા છે. આ તમામ વ્યક્તિઓને મદદરૂપ થાય તેવી સ્વંસંમોહનની કેસેટ્સની બે ટ્રેક મેં youtube પર અપલોડ કરી છે. આ કેસેટ્સ મેં 1997માં પ્રસ્તુત કરી હતી અને અત્યાર સુધી લાખો લોકો તેનો કેસેટ, સીડી કે યુએસબી દ્વારા ઉપયોગ કરી ચુક્યા છે, કરી રહ્યા છે. અત્યાર સુધી commercially ઉપલબ્ધ આ CDs અહીં મુકવા પાછળનો હેતુ લોકોને મુશ્કેલીના સમયમાં મદદ કરવાનો છે. આશા છે કે સૌ કોઈને આ સેલ્ફ-હિપ્નોસીસના ટ્રેક કામ લાગશે. કોઈપણ માનસિક સમસ્યા ના હોય તેવી વ્યક્તિને પણ હળવાશ અનુભવવા કે relaxation exercise તરીકે આ ટ્રેક્સ મદદરૂપ થઇ શકે છે.

જાડી બુદ્ધિના બેજવાબદાર લોકોને કારણે દેશના એકસો ચાલીસ કરોડ લોકો ખતરામાં અને અર્થવ્યવસ્થા દેવાળું ફૂંકશે તે નફામાં!!

ઈશ્વરકૃપાથી મળેલી બુદ્ધિનો સદુપયોગ કરવા માંગતા હોવ તો આ કદાચ એના માટે ઉત્તમ સમય છે, એનો ઉપયોગ કરો અને ના કરવાના કામોથી દૂર રહો. માત્ર તમારા માટે જ નહીં દેશ અને તમારા જેવા દેશના કરોડો નાગરિકો માટે ઘરમાં રહો. લોકડાઉનના નિયમોનું કડક પાલન કરો.

Enjoy your home stay with positivity and peace…

Remember, the best way to fight any virus is your immunity and inner strength. Positivity strengthens both.
Social distancing is better than the exit. Enjoy your home stay with positivity and peace.

‘ડીપ્રેશન’ દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે…

‘ડીપ્રેશન’ દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે… ‘હા, હું ડીપ્રેશનથી પીડાઉં છું, મારે મદદની જરૂર છે’ સરળતાથી બોલી કે સ્વીકારી ના શકાય તેવું આ વિધાન છે.અંદરો અંદર રીબાવવા અને બધું જ સુખ હોવા પછી પણ તેનો સાચો આનંદ ના માણી શકવા…

નજીકના સંબંધોમાં દરેકની અપેક્ષાઓ એટલી હદે વકરેલી અને વિસ્તરેલી હોય છે કે કશું’ય ઓછું ખપતું નથી !

સંબંધોમાં અપેક્ષાઓ હોવી ખોટી નથી, પોતાના લોકો પાસે જેટલી અપેક્ષાઓ હોય તેટલી પારકા લોકો પાસે ના હોય. પરંતુ આ અપેક્ષાઓની સાથે સાથે વિવેક અને સંયમ હોવો પણ એટલો જ જરૂરી છે. ક્યાં, ક્યારે, કેમ, કેટલી, કેવીરીતની વગેરેનો વિવેક અને ક્યાંક એ ના પૂરી થાય કે પૂરી કરવામાં કચાશ આવી જાય તો તે સ્વીકારીને દાખવવાનો સંયમ.

નવા વર્ષનો પહેલો દિવસ એટલે સંકલ્પ-દિન, વિચારોના ઉભરામાં જે ફીણ થઈને ચઢે તે બધાનો સંકલ્પ કરવાનો!

નવા વર્ષનો પહેલો દિવસ એટલે સંકલ્પ-દિન, વિચારોના ઉભરામાં જે ફીણ થઈને ચઢે તે બધાનો સંકલ્પ કરવાનો અને ઉભરો બેઠે ફીણ અદ્રશ્ય થાય એટલે એ પાછા જ્યાં હતા ત્યાં ધુબાકા!

અપેક્ષાઓ જીવનની મઝા ગમે તે ઘડીએ બગાડી શકે છે. ખોટી વ્યક્તિઓ પાસે, ખોટા સમયે રાખેલી અને ખોટી બાબતોની અપેક્ષાઓ જીવનભર રિબાવે છે.

દિવાળીએ આપણે વાત કરી જીવન પ્રત્યેનો અભિગમ અને સમજ બદલવા આવનારા સમયના સંકલ્પો ઓછા અને વીતેલા સમયનું પાકું સરવૈયું વધુ કામ આવે છે. જીવન મનભરીને માણવા માટેની આ એક પાયાની સમજ છે પરંતુ આ બધી વાતો કરવી ખુબ સહેલી હોય છે, પણ એને સાચા અર્થમાં વ્યવહારમાં મુકવા માટે આયોજન કરવું પડે છે. કમનસીબે આપણી માનસિકતા…