જે વ્યક્તિઓને કંટાળો, અણગમો, એકલતા કે અસલામતી સતાવતી હોય તે વ્યક્તિઓ જાણે-અજાણે સ્માર્ટફોનને વળગેલી રહેતી હોય છે.

જો તમારી બેડરૂમ લાઈફ બોરિંગ કે યંત્રવત થઇ ગઈ હોય તો બેડરૂમમાં ગેજેટ્સ વાપરવાથી દુર રહો એવી વાત મેં ગયા બુધવારે આ કોલમમાં કરી હતી. બે દિવસ પછી એક બેનનો ફોન આવ્યો કે પથારીમાં પડ્યા પડ્યા ઘણો લાંબો સમય પોતપોતાના મોબાઈલ ઉપર રહેવાનું અમારું રૂટીન હતું. પરંતુ, મેં અને મારા પતિએ લેખ વાંચીને નક્કી કર્યું કે આજથી બેડરૂમમાં મોબાઈલ બંધ અને જે નિયમ તોડે તેણે તેનો મોબાઈલ બીજા આખા દિવસ માટે સાથીને આપી દેવાનો. તમે નહિ માનો પણ પહેલા દિવસે અમને બંનેને રાતના ત્રણ વાગ્યા સુધી ઊંઘ ના આવી! બીજા દિવસે જ અમે તો નક્કી કરી નાખ્યું કે અમારાથી નહીં થાય. આ સંજોગોમાં તમારી પાસે બીજું કંઈ સજેશન છે?!

‘સેલ્ફ-હેલ્પ બુક્સ’ કે ‘આર્ટીકલ્સ’ની આ જ રામાયણ હોય છે. બુક કે આર્ટીકલ વાંચીને એવા ઉત્સાહમાં આવી જવાય કે જાણે રાતોરાત જીવન બદલી નાખીશું. પરંતુ, ટૂંક સમયમાં જ સમજાઈ જાય કે આપણે માનતા’તા એટલું સહેલું’ય નથી અને આપણે તરત જ તેના વિકલ્પમાં બીજું શું શક્ય છે તે પૂછતાં કે શોધતા થઇ જઈએ છીએ. બીજી એક સેલ્ફ-હેલ્પ બુક ખરીદી લાવીએ કે નવો આર્ટીકલ શોધી કાઢીએ. ચક્કર ચાલ્યા કરે પણ આપણે તો ઠેરના ઠેર!  મોબાઈલનું વળગણ એટલું સરળ અને ઉપરછલ્લું નથી કે તમે નક્કી કરતા જ એનાથી દુર થઇ જાવ. મોટાભાગની વ્યક્તિઓને સ્વીકારવામાં તકલીફ પડે એવી હકીકત એ છે કે મોબાઈલનું વળગણ માત્ર દેખાદેખીનું પરિણામ નથી, તેના મૂળ ઊંડા છે. જે વ્યક્તિઓને કંટાળો, અણગમો, એકલતા કે અસલામતી સતાવતી હોય તે વ્યક્તિઓ જાણે-અજાણે સ્માર્ટફોનને વળગેલી રહેતી હોય છે. આ વ્યક્તિઓને તેમના મોબાઈલ થકી એક પ્રકારની ઉત્તેજના મળતી હોય છે. આ ઉપરાંત તેમની અંગત સમસ્યાઓ ઉપરથી ધ્યાન હટાવવાની તેમના આંતરમનની આ ચેષ્ટા છે. મગજ નવરું પડે અને સમસ્યાઓ મનને બેચેન કરવા માંડે એ પહેલા જ મગજને વ્યસ્ત કરી નાખવાનું, સોશિયલ મીડિયામાં ઈ-પંચાત કે પછી કેન્ડી ક્રશ – મજ્જાની લાઈફ!

તમે અવલોકન કરજો (પોતાનું અને બીજાનું), જે યુગલો એકબીજાની સાથે હોવા છતાં સતત પોતાના ફોનને વળગેલા રહેતા હોય છે તે એકબીજા સાથે વાત કરતા હોય તો પણ તેમની આંખો ફોનમાં મંડરાયેલી રહેતી હોય છે અને ઘણીવાર તેઓ એકબીજાની વાત સંપૂર્ણ અર્થમાં સાંભળતા પણ નથી હોતા. રીસર્ચ કહે છે કે આવા યુગલો વચ્ચે લાગણીઓની નિકટતા અને પરસ્પર વિશ્વાસનું પ્રમાણ ઓછું હોય છે. જો યુગલ નક્કી કરે કે એકબીજાની હાજરીમાં ફોન આવે તો વાત કરવા સિવાય મોબાઈલને હાથ નહિ લગાવવાનો તો ખરેખર તેમની વચ્ચેની વાતચીત વધુ નિકટતા અને વિશ્વસનીયતા ઉભી કરનારી સાબિત થશે અને તેમનું સહજીવન વધુ સુખમય બનશે.

તમને ખબર છે કિશોરો અને યુવાનો ફોન ઉપર વાત કરવા કરતા ટેકસ્ટીંગ અને ચેટીંગ કેમ પસંદ કરે છે?! કોલ કરતા સસ્તું પડે, લોકોની વચ્ચે પણ પ્રાઈવસી જળવાય (તમને ખબર જ ના પડે કે તમારી બાજુમાં બેઠેલા ક્યાં-કોની સાથે લટકેલા છે) અને લાગણીઓની રમતમાં ખુલ્લા ના પડી જવાય(અવાજમાં કે વાતમાં તમારી લાગણીઓ ખુલ્લી પડી જાય એટલી ટેક્સ્ટમાં ના જ પડે). ચાલો સમજ્યા કે એમની આ મજબૂરી છે પણ પતિ-પત્નીની?! ઘણા પતિ પત્ની એકબીજા સાથે ટેકસ્ટીંગથી જ પતાવતા હોય છે. સંબંધની મજબૂતાઈ માટે આ ઘાતક ટેવ છે. એકબીજા સાથે ટૂંકી તો ટૂંકી, પણ વાત કરવાની અને તે પણ સામસામે, આંખોના સંપર્ક સાથે.

spread a thought

ચાલો ગેજેટ્સ-ટેકનોલોજીના વળગણની વાત નીકળી જ છે તો બીજી એક વાત પણ કરી દઉં. એક યુવક મને કહેતો’તો કે હું ‘વોટ’સ એપ’ ચાલુ કરું એટલે પહેલા મારી પત્ની સાથેનું જ ચેટ બોક્સ ખોલું. ચેટ કરવા નહીં પણ એ ઓનલાઈન છે કે નહીં એ જોવા!! અને જો એ ઓનલાઈન હોય તો હું તરત જ ઓફલાઈન થઇ જાઉં કારણ કે એ જો મને ઓનલાઈન જોઈ જાય તો મારું આવી જ બને. પછી તો બધું જ એક્સપ્લેન કરવું પડે અને એને ગળે ઉતરે તો ઠીક નહીંતર મહાભારત. ઘણા યુગલો પોતાના સાથીઓને સોશિઅલ નેટવર્ક ઉપર ખુબ ઊંડાણપૂર્વક ફોલો કરતા હોય છે. તે ક્યારે ઓનલાઈન છે? કેટલો સમય ઓનલાઈન હતો? તે શું પોસ્ટ કરે છે? તેની પોસ્ટ ઉપર કોણ કોણ લાઈક-કોમેન્ટ કરે છે? વગેરે બધું જ નાનું-મોટું અને એ પણ મોટાભાગે છાનું-માનું. સાથીઓની આવી આદત સંબંધોમાં ના જોઈતા પ્રશ્નો અને શંકા, જેલસી, અસલામતી વગેરે જેવી નકારાત્મક લાગણીઓ ઉભી કરે છે. તો કેટલીકવાર એકબીજા વચ્ચેના સંબંધો એટલા રસહીન અને શુષ્ક થઇ ગયા હોય કે તેનાથી થતો આંતરિક અજંપો દુર કરવા કેટલાક યુગલો સોશિઅલ નેટવર્ક ઉપર પોતાની લવી-ડવી તસ્વીરો કે પોતાની વચ્ચે જબરદસ્ત પ્રેમ છે એવું દર્શાવતા સ્ટેટસ ઠોકે રાખતા હોય છે. વાસ્તવમાં તો આ તેમના મનની ‘પોતાનો સંબંધ જીવંત છે’ તેવો દિલાસો આપવાની અજાગ્રત ચેષ્ટા માત્ર છે. જો આમાનું કશુંક લાગુ પડે છે એવું સ્વીકારી શકતા હોય તેવા દરેક યુગલે તેમના સંબંધને નવેસરથી તપાસવો જોઈએ.

આવી ઘણી નાની-મોટી વાતોમાં કલમ અવિરત ચાલ્યા કરે એમ છે. સજેશન પહેલું ગણો, બીજું ગણો કે છેલ્લું ગણો પણ એ એટલું જ છે કે ટેકનોલોજીનો વિરોધ નથી અને ના જ હોઈ શકે. સવાલ તેના વ્યવહારુ, સેન્સીબલ કે સમજણપૂર્વકના ઉપયોગનો છે અને તેમ કરવામાં કોઈની’ય સમજ કામ નથી આવતી, પોતાની જ બુદ્ધી અને ડહાપણને કામે લગાડવું પડે એમ છે.

પૂર્ણવિરામ: પત્નીની પતિને સાયબર ધમકી – તમે જેટલો સમય વોટ’સ એપ, ફેસબુક કે ટ્વીટર પર રહેશો તેટલો સમય હું મિન્ત્રા, ફ્લિપકાર્ટ કે એમેઝોન ઉપર રહીશ…

Tari ane mari vaat

6 Comments Add yours

 1. Rimple Shah says:

  અંગત સમસ્યાઓ ઉપરથી ધ્યાન હટાવવાની તેમના આંતરમનની આ ચેષ્ટા છે. મગજ નવરું પડે અને સમસ્યાઓ મનને બેચેન કરવા માંડે એ પહેલા જ મગજને વ્યસ્ત કરી નાખવાનું, સોશિયલ મીડિયામાં ઈ-પંચાત કે પછી કેન્ડી ક્રશ – મજ્જાની લાઈફ! akdum sachi vat kahi appe

 2. nilbond2003 says:

  (વ્યવહારુ, સેન્સીબલ કે સમજણપૂર્વકના ઉપયોગનો) – I will be fully implemented this article massage for my used of technology. The great article. When ever I read your article it’s give me the best direction. Thank you Sir.

 3. rashmi purohit says:

  Sir, If someone decides to remove mobile addiction then his depression or wtvr prblm he has will be solved automatically? Or the person will have to remove his mind depression then after that healthy mind will leave mobile addiction? how to remove mobile addiction or depression?

  1. Depression should be treated first because without proper will power one cannot come out of Mobile addiction

 4. hardikoza says:

  Sir, Todays age is more of hustle and bustle,stress,competition So how can one manage to stay away OR get rid (if he/she depressed) of Depression? Is depression is time/or age bound ? can any one get out of it without medication ( by his/her own effort?)… will Meditation be helpful in tackling depression?

  1. I’ve written two books on these topics – ‘Depression ange tunku tuch ane sidhusat’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s