સ્ત્રીઓમાં પોતાની અભિવ્યક્તિઓ દબાવી રાખવાની એક નૈસર્ગિક આવડત હોય છે. મનમાં ભલે વિચારો રોકી ના શકતી હોય પણ તેને વ્યવહારમાં વ્યક્ત કરવા ઉપર તે જબરદસ્ત કાબુ ધરાવતી હોય છે.

spread a thought Tari ane mari vaat

જે રીતે ‘હીટ એન્ડ રન’ના કિસ્સાઓ વધી રહ્યા છે, અને તે પણ પીધેલા ડ્રાઈવરો દ્વારા, તે જોતા અત્યારે અન-ઓફીશીયલ ‘સલમાનવાળી’ શબ્દ ટૂંક સમયમાં શબ્દકોશમાં ઓફીશીયલી ઉમેરાઈ જશે! લગભગ રોજ-બરોજના થઇ પડેલા ‘હીટ એન્ડ રન’ના કિસ્સાઓમાં હવે તો મોટાભાગનાઓનું મન પણ પ્રતિભાવ આપવા માંડ્યું છે કે ‘આ તો રોજનું થયું, આમાં નવું શું છે?!’ છે, એમાંય નવું છે, એમાં નવું એ છે કે અત્યાર સુધી પીધેલા પુરુષો ગાડીઓ ઠોકતા હતા, હવે પીધેલી હાલતમાં અકસ્માતો કરતી સ્ત્રીઓ પણ વધવા માંડી છે! મુંબઈમાં મહિલા વકીલનો કિસ્સો તાજો જ છે અને તે સિવાય પણ તાજેતરમાં થયેલા અકસ્માતોમાં ભાગી છુટેલા ડ્રાઈવરોમાં અડધો-અડધ પીધેલી મહિલાઓ હોવાની બાબત સમાચારોમાં છે. ચાલો, એક વધુ બાબતમાં આપણી સ્ત્રીઓએ પ્રગતિ કરી! અમેરિકા અને યુરોપમાં સ્ત્રીઓમાં નશાખોરી(ખાસ કરીને દારૂ અને ધુમ્રપાન) છેલ્લા ઘણા વર્ષોથી વધી રહી છે અને હવે એમાં આપણે પણ પાછળ નહીં રહીએ. ઇન્ડિયા સેન્ટર ફોર આલ્કોહોલ સ્ટડીઝનો અંદાજો છે કે ૨૦૧૩માં નિયમિત આલ્કોહોલ પીનારાઓમાં પાંચ ટકા સ્ત્રીઓ હતી તે પાંચ વર્ષમાં પચ્ચીસ ટકા થઇ જશે!!

વાત માત્ર આલ્કોહોલ પીનારી કે ધૂમ્રપાન કરનારી સ્ત્રીઓની સંખ્યા વધવા પુરતી સિમીત નથી પરંતુ બદલાઈ રહેલા ટ્રેન્ડ અને પેટર્નની પણ છે. એક સમયે ભાગ્યે જ કે પ્રસંગોપાત આલ્કોહોલ પીતી સ્ત્રીની સરખામણીએ આજે છાશવારે આલ્કોહોલ પીતી સ્ત્રીઓ વધી રહી છે. બીયર, વાઈન, વોડકા કે માઈલ્ડ કોકટેલ્સ પીતી સ્ત્રીઓનું સ્થાન આજે વ્હીસ્કી, રમ કે નીટ શોટ્સ લગાવતી સ્ત્રીઓ લઇ રહી છે. એક સમયે કદાચ કંપની આપવા માટે એકાદ ડ્રીંક પીતી સ્ત્રી આજે બે-ચાર પેગ આરામથી વળગાડી દે છે.(મુંબઈના મહિલા વકીલના બારના બીલમાં વ્હીસ્કીના છ પેગ ઠોક્યાનો હિસાબ છે!) આલ્કોહોલ પીધા પછી ના-છૂટકે કોઈની સામે આવતી સ્ત્રી હવે દારૂ પીને જાહેરમાં આવીને અકસ્માતો પણ કરવા લાગી છે. પુરુષોની ઈજારાશાહી હતી તેવી પબમાં પણ હવે સ્ત્રીઓની સંખ્યા વધતી જાય છે. સામાન્ય પ્રમાણમાં આલ્કોહોલ પીનારાઓમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યા ઓછી છે પરંતુ વધુ પડતો દારૂ પીતા વર્ગમાં સ્ત્રીઓ અને પુરુષોની સંખ્યા લગભગ સરખી છે!

૧૯૭૫માં રીલીઝ થયેલી ફિલ્મ ‘અનહોની’ માટે વર્મા માલિકે એક ગીત લખેલું જે અમિત ત્રિવેદીએ હમણાં ‘ક્વીન’ મુવી માટે રીમીક્ષ કર્યું – ‘મેંને હોઠો પે લગાઈ તો હંગામા હો ગયા’. ૧૯૭૫થી ૨૦૧૪ સુધીની આ ગીતની સફરમાં એટલો ફેર પડી ગયો કે તે સમયે સ્ત્રીએ દારૂ પીધો એ બાબત જ હલ્લો મચાવી દેનારી હતી અને આજે દારૂ પીનારી સ્ત્રી પોતે જ હલ્લો મચાવી દેવાની ક્ષમતાએ પહોંચી ગઈ છે(‘આને કહેવાય વિકાસ – આવો નારો મગજમાં ઉઠતો હોય તો સમજજો કે ખોટી બાબતમાં ઉઠ્યો છે!!) આમે’ય સ્ત્રી લીમીટ બહાર આલ્કોહોલ પી જાય ત્યારે ઘણી રીતે તોફાન મચાવી શકે છે કારણ કે પુરુષોની સરખામણીએ તેને ઓછા પેગમાં વધુ ચઢી જાય છે. સ્ત્રીના શરીરમાં પુરુષોના શરીરની સરખામણીએ પાણીનું પ્રમાણ ઓછું હોય છે અને તેને કારણે તેના શરીરમાં આલ્કોહોલ મંદ થાય એ પહેલા મગજમાં પહોંચી જાય છે, સરવાળે તે પુરુષ કરતા ઝડપથી અને ઓછા આલ્કોહોલમાં ટલ્લી થઇ જાય છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં પોતાની અભિવ્યક્તિઓ દબાવી રાખવાની એક નૈસર્ગિક આવડત હોય છે. મનમાં ભલે વિચારો રોકી ના શકતી હોય પણ તેને વ્યવહારમાં વ્યક્ત કરવા ઉપર તે જબરદસ્ત કાબુ ધરાવતી હોય છે. પરિણામે તે સભાન અવસ્થામાં મોટાભાગે બેફામ, બેહદ કે બિન્દાસ્ત રીતે નથી વર્તતી. પરંતુ, આલ્કોહોલને કારણે તે ઝડપથી પોતાના વિચારો અને વર્તન ઉપરનો આ કાબુ ગુમાવે છે. સામાન્ય રીતે પુરુષને અટકાવતી કે ધીમે ધીમે આગળ વધવા દેતી સ્ત્રી ટલ્લી થઈને પોતે બેફામ બનીને હલ્લો મચાવવાની શક્યતાઓ ધરાવે છે. પુરુષને હંમેશા પોતાની મનમાની કરવામાં બિન્દાસ્ત સહકાર આપે એવી સ્ત્રીની શોધ હોય છે અને તેથી તે ઘણા કિસ્સાઓમાં સ્ત્રીને દારૂ પીવડાવવા તત્પર રહેતો હોય છે. જરૂરી નથી કે આ દારૂ હંમેશા આલ્કોહોલ જ હોય, ઘણાંને તો વાતો અને લાગણીઓનો દારૂ પીવડાવવામાં પણ ફાવટ હોય છે!

સ્ત્રીઓમાં પીઅક્કડવૃતિ ભડકાવવામાં ઘણા બધા પરિબળોએ ભાગ ભજવ્યો છે. પુરુષ સમોવડી બનવાના ખ્યાલથી લઈને આર્થિક સ્વતંત્રતા-સ્વચ્છંદતા, હાઈ લાઈફ સ્ટાઈલથી લઈને પાર્ટી-કોર્પોરેટ કલ્ચર જેવી અનેક બાબતોનું યોગદાન સમજવા આ કોલમની જગ્યા નાની પડે એમ છે. છેલ્લા પાંચ વર્ષની બોલીવુડની ઘણી બધી ફિલ્મોમાં લીડ હિરોઈનોને રીતસર દારૂ ઢીંચતી કે શોટ્સ ઉપર શોટ્સ મારતી બતાવવામાં અચૂક આવે છે અને તેનો સ્ત્રીની આવી વર્તણુક માટે સ્વીકૃતિ ઉભી કરવામાં એક મોટોભાગ છે. પૌવા ચઢાવીને આવેલી ચીકની ચમેલી હોય કે પછી એક મૈ હું ઓર એક તું, પતિયાલા પેગ લગાઈને ટલ્લી થયેલી મલ્લિકા હોય કે પછી હમકા પીની હૈ વાળી સોનાક્ષી, સારી નાઈટ બેશરમી કી હાઈટ કે પછી મનાલી ટ્રાન્સ – બધું જ અસર કરે છે.

Instagramt

આલ્કોહોલ અને સ્ત્રીનું સમીકરણ, આલ્કોહોલ અને પુરુષના સમીકરણથી અલગ છે તે દરેક પીનારી સ્ત્રીએ સમજવું પડશે ભલેને પછી એ પ્રસંગોપાત પીતી હોય. તેનું શરીર આલ્કોહોલને જુદી રીતે હેન્ડલ કરે છે અને તે ઝડપથી કાબુ ગુમાવી શકે છે તે બાબત હંમેશા ધ્યાનમાં રાખવી પડે એમ છે. સ્ત્રી માટે એ ક્યારે, ક્યાં, કોની સાથે, કેવી રીતે, કેટલું અને કયું પીણું પીએ છે – આ છ ‘ક’ મહત્વના છે, તેમાંથી એકમાં પણ ગફલત કોઈપણ સ્ત્રીને મુશ્કેલીમાં મૂકી શકે છે.

પૂર્ણવિરામ:

સ્ત્રીને કળવી મુશ્કેલ છે કારણ કે તેના મનમાં ચાલતા વિચારો અને આવેગોની અભિવ્યક્તિઓ ઉપર તે જબરદસ્ત નિયંત્રણ ધરાવતી હોય છે પરંતુ એને ભાન ભુલાવી દો તો તે આપોઆપ તેના સાચા સ્વરૂપમાં વ્યક્ત થવા માંડે છે.

happyminds_logo1

4 Comments Add yours

  1. નશા શરાબમેં હોતા તો નાચતી બોતલ. 😜
    મારા માનવા પ્રમાણે મને નથી લાગતું કે સ્ત્રીને કોઈપણ અવસ્થામાં સમજી શકીએ. હા, પ્રયાસ ચોક્કસ થઈ શકે. સ્ત્રિનાં દારુ પીવા બાબતમાં મારા ખ્યાલથી નશા કરતા બસ દેખાડવા ખાતર પીવાનું વલણ હોતું હશે. જેવી રીતે કોલેજીયન છોકરાઓનું સિગરેટ પીવા બાબત હોય છે એ રીતે. બસ નાકમાંથી ધુમાડો નીકળવો જોઈએ. જોકે અમુક લબરમુછીયા બંધાણીઓને હજુ નાકમાંથી ધુમાડો કાઢતા નથી આવડતું.
    મતલબ લુફ્ત ઊઠાવવાં માટે નહી પણ બસ મારે પીવું જોઈએ એટલા માટે પીવાવાળી સન્નારીઓ વધું હશે.

  2. અને હા, લાઈક નું બટન વિઝીબલ ના હોવાથી આ લેખને મારું મૌખીક લાઈક. 👍

  3. અને છતાં વિશેષ કહુ તો…
    હરેક સ્ત્રીના વ્યવહારમાં જ કંઇક ઍવી અદભૂત સુંવાળપ હોય છે કે જે પુરુષોને વાસ્તવિક જીવનની નરી કઠોરતા વચ્ચે પણ જીવન જીવવાની શક્તિ આપે છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s