મેઘના પટેલના ગતકડા પાછળની માનસિકતા !!

Meghna

મેઘના પટેલના ગતકડા પાછળની માનસિકતા !!

બે દિવસ પહેલા એક ન્યુઝ વેબસાઈટ ઉપર વાંચ્યું કે મેઘના પટેલ નામની એક મોડેલે ગતકડું કાઢ્યું, મોદી સાહેબના પોસ્ટર સાથે પોતાની અર્ધ-નગ્ન તસ્વીરો પડાવી! બીજા દિવસે છાપામાં આ સમાચાર આવે એ પહેલા મેં એક મનોવૈજ્ઞાનિક પ્રોયોગ કરી કાઢ્યો. આ તસ્વીરોમાંથી એક તસ્વીર(અહીં પોસ્ટ કરી છે) મેં કેટલાક સ્ત્રી-પુરુષ સંપર્કોને કેટલીક સેકન્ડોમાં આપોઆપ તસ્વીર અલોપ થઇ જાય તેવું ઓટો-ઇરેઝર ટાઈમર ગોઠવીને ‘સ્નેપ-ચેટ’ અને ‘ટેલીગ્રામ’ પર મોકલી આપી અને પછી તરત જ પ્રશ્ન પૂછ્યો ‘તસ્વીર કેવી લાગી?’ આશ્ચર્ય થાય અને મોદી સાહેબને લાગી આવે તેવી વાત એ બની કે એક પણ સ્ત્રી-પુરુષને મોદી સાહેબની તસ્વીર ધ્યાનમાં જ ના આવી!!

મોટાભાગના પુરુષોના જવાબો આવા હતા: મસ્ત છે, કોણ છે આ?,ફિગર ટોપ છે, ગુલાબ નકામા વચ્ચે પડ્યા છે વગેરે. ઘણાએ તો અહીં ના લખાય તેવા જવાબો પણ આપ્યા!

મોટાભાગની સ્ત્રીઓના જવાબો આવા હતા: કોણ છે આ?, કઈ મોડેલ છે?, ચહેરો સારો નથી?, મને આવો ફોટો કેમ મોકલ્યો? અને કેટલાકે તો માત્ર સ્માઈલી જ મોકલ્યા!

પછી મેં એમને લખ્યું કે મોદીજીનું પોસ્ટર કેવું લાગ્યું તો બધાએ આશ્ચર્ય સાથે પૂછ્યું ‘મોદી?! એ તો જોયા જ નહીં, ફોટો ફરી મોકલો!’ (તમે પણ કદાચ ફરી ફોટો જોઇને મોદીજીને શોધો તો નવાઈ નહીં :p )

આ નાનકડા પ્રયોગનું તારણ એટલું જ છે કે જયારે પણ કોઈ અર્ધ-નગ્ન સ્ત્રીનો ફોટો આંખ સામે આવે ત્યારે તેની આજુબાજુની કોઈ વસ્તુઓ ઉપર ઝડપથી  ધ્યાન જતું નથી! પુરુષો તો સ્વભાવગત જ તેમાં ખોવાઈ જાય પરંતુ સ્ત્રીઓ પણ મોડેલોને ધ્યાનથી જોતી હોય છે અને તેના શરીરમાં શું સારું – શું ખરાબ છે તે જાણ્યે-અજાણ્યે વિચારતી હોય છે. મેઘના પટેલ, પૂનમ પાંડે કે રાખી સાવંત પોતાના કપડાં ઉતારીને આ માનસિકતા ઉપર તો નભતા હોય છે!!

8 Comments Add yours

 1. Bipin says:

  પ્રચાર કરવાની ગાંડી ઘેલછા આ તસ્વીરમાં પ્રતિબિંબિત થાય છે.

 2. One more interesting report on adultary. For millions, adultery via the Internet has become the new normal. It is interesting to read it. Definition of marriage has changed.

  http://news.yahoo.com/online-adultery-booming-cheating-sites-surge-042619579.html;_ylt=AwrSyCV3GvtSw2UAyQbQtDMD

 3. Let me write honestly what happened with me. You have already put that photo in this post. I did not saw the photo but directly read the post. After reading I commented the previous comment and later I saw the photo. First thing attracted my attention (for fraction of time) was her shining thigh. I was not knowing that NaMo photo is there but my eyes caught NaMo there.

 4. ગોવીન્દ મારુ says:

  बात में दम है ।

 5. Nilkanth Acharya. says:

  Behind a beautiful smile, the female mind is a mysterious place — do you know all its secrets?

 6. Divyang Thakore says:

  Great!!! Doc !! You caught all of us…….!! Very true. When I saw the pix in the Newspaper
  I tried to figure out modi’s photo & tell you the truth I had hard time to find his poster.

 7. Jaymin Thakkar says:

  That was really superb observation.

 8. rajesh modi says:

  the most easiest way to be popular —meghna implimented

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s