RSS

અર્જુનના વિષાદને ‘ડિપ્રેશન’ કહેવું યોગ્ય છે ?!

08 Jul

સાચું કહ્યું’તુ ને?! ના તો આત્મહત્યાના કિસ્સાઓ સાથે આપણને કઈં લાગેવળગે છે કે ના તો આપણને મેન્ટલ હેલ્થની કઈં કાળજી છે, આપણે તો વાતોની મઝા છે, ગોસિપ – કૂથલીની મઝા છે! સુશાંત સિંહ પછી પણ પરદેશી વિદ્યાર્થી, એક જ કુટુંબના છ સભ્યો વગેરે જેવા અનેક ગંભીર કહી શકાય એવી આત્મહત્યાઓના કિસ્સાઓ નોંધાયા, કેટલાના મનમાં એની નોંધ લેવાઈ?! કેટલાએ આ આત્મહત્યાઓને ટાંકીને ફોલોઅપ પોસ્ટ લખી?! લગભગ કોઈએ નહીં, આપણો રસ, આપણું કન્સર્ન માત્ર કુતુહલતા પૂરતું જ હતું તે સંતોષાઈ ગયું એટલે પત્યું! સુશાંતની અંગત જિંદગીમાં જેટલી ખણખોદ કરવાની હતી તે કરી નાખી, હવે ફરી કોઈ રસ પેદા કરે એવો કિસ્સો આવશે ત્યારે જાગીશું, બાકી ત્યાં સુધી આત્મહત્યા-મેન્ટલ હેલ્થ વગેરે પરત્વે આંખો મીંચેલી રાખી બીજા કામે લાગીશું!! હશે, મેન્ટલ હેલ્થ માટે જે લોકોનો અભિગમ આવો દંભી નથી એમણે આ બાબતને લઈને બહુ સેન્ટી થવાની જરૂર નથી, આ તો દાયકાઓથી ચાલ્યો આવતો ખેલ છે અને તે બદલાય ત્યારે ખરો! હાલ તો મારે આ ઘટના દરમ્યાન પોઝિટિવિટી અને મોટિવેશનના નામે ઠલવાયેલી ડિપ્રેશન અંગેની ઢગલો પોસ્ટસ્ પૈકી એક પોસ્ટને ટાંકીને એક મહત્વની વાત કરવી છે.  પહેલા મોટિવેશનલ પોસ્ટ્સ અંગેની એક આડ વાત અને પછી મારે જે કરવાની છે તે વાત…

આજકાલ પોતાને છોડીને બીજા બધાને મોટીવેટ કરવાનો કે પ્રોત્સાહિત કરવાનો ધંધો પૂરબહારમાં છે. જે અને તે, મોટિવેશનલ સ્પીચ, ક્વોટ્સ, વિડીયો ચીપકાવતા રહે છે. એક મોટો વર્ગ તો બીડી-તમાકુની જેમ મોટિવેશનલ વિડિયોનો બંધાણી છે! જયારે તક મળે, નવરા પડે કે ટાઈમપાસ કરવાનું થાય ત્યારે મોટિવેશનલ વિડીયો મૂકીને કાનમાં ઇઅર-પ્લગ ખોસી દેવાના! હરામ બરાબર જો એમાંનું કઇંપણ આયોજનપૂર્વક જીવનમાં ઉતારવા અંગે ચિંતન કર્યું હોય તો, પણ સાંભળતા અચૂક રહેવાનું અને બીજાને પણ આ મોટીવેશનના ડોઝ ફરજીયાત પીવડાવતા રહેવાનું! ઘણીવાર તો સાંભળ્યું-ના સાંભળ્યું, વાંચ્યું- ના વાંચ્યું એ પહેલા તો ફોરવર્ડ! આ વ્યક્તિઓને મને હંમેશા કહેવાનું મન થાય છે કે જે મોટિવેશનલ ઘૂંટડા તું ગામને ફરજીયાત પીવડાવે છે એમાંનું માત્ર દસ ટકા જ જીવનમાં ઉતારી લે ને તો તારું પોતાનું જીવન બદલાઈ જશે અને તું આવા ‘મોટિવેશન’ના ચક્કરમાંથી મુક્ત થઇ જઈશ!

સુશાંત સિંહની આત્મહત્યા પછી ડિપ્રેશન અંગેના મેસેજીસની જે ભરતી આવી હતી તેના ભાગરૂપે એક ભાઈએ મને ‘ડિપ્રેશન તો એક યોગ છે’ એવા શીર્ષક સાથે એક વિડીયો મોકલ્યો. વીડિયોમાં એક મોટિવેશનલ સ્પીકર કહી રહ્યા હતા કે ડિપ્રેશન તો થાય, થયા કરે, અર્જુનને પણ થયું હતું. પરંતુ, પડખે શ્રીકૃષ્ણ હોય ત્યાં ડિપ્રેશન છુમંતર થઇ જતું હોય છે. તમારે પણ તમારા શ્રીકૃષ્ણને પડખે રાખવાના છે. તમારા જીવનનો શ્રીકૃષ્ણ કોઈપણ હોઈ શકે, તમારો જીવનસાથી – મિત્ર – કોઈ વડીલ – કોઈ સ્નેહી, કોઈપણ! અને પછી, વક્તા ઝૂમ-આઉટ થાય છે, અર્જુન-શ્રીકૃષ્ણના ચિત્ર સાથે વિડીયો ફ્રેમ ફ્રીઝ થાય છે, દર્શક લાગણીઓથી નવ્હાઈ જાય છે અને એનો અંગુઠો વીડિયોને ફોરવર્ડ કરવાના ભગીરથ કાર્યમાં લાગી જાય છે – વિડીયો જોતા મારા મગજમાં એક આખો સીન ભજવાઈ ગયો! કાશ, ડિપ્રેશન આવી રીતે છુમંતર થતું હોત!

ડિપ્રેશનના અગણિત દર્દીઓના જીવનને ખુબ નજદીકથી જોયા બાદ એક મનોચિકિત્સક તરીકે મારુ માનવું છે કે અર્જુનના વિષાદને ‘ડિપ્રેશન’ તરીકે ઓળખાવવું એ શ્રીમદ્ ભાગવદ્ ગીતાનો અભ્યાસ કરનારની ભૂલ છે. ‘ડિપ્રેશન’ની જે અવસ્થાને મેડિકલ સાયન્સ રોગ તરીકે ગણે છે તે તાત્કાલિક ઉભી થયેલી ઉદાસીનતા નથી પરંતુ દિવસોથી ચાલી આવતી ઉદાસી કે હતાશ મનોદશા છે. અર્જુન કઈં દિવસોથી ઉદાસ હોય, અનિચ્છાએ યુદ્ધમાં જોતરાયો હોય કે એને પરાણે રથમાં ચઢાવવો પડ્યો હોય એવું થોડું હતું. શ્રીકૃષ્ણને પોતાનો રથ બંને સેનાની મધ્યમાં લઇ જવાનું કહેવા સુધી તો એ ગાંડીવ ઉઠાવીને તૈયાર હતો. વાસ્તવમાં અર્જુનનો વિષાદ તો રણભૂમિની મધ્યમાં, બંને પક્ષે ઉભેલા ‘પોતાના’ઓને જોઈને મનમાં ઉભી થયેલી વિહ્વળતા છે. એનું મન ખિન્ન છે, દુઃખી છે, લાગણીવશ અસમંજસમાં છે પરંતુ હતાશ નથી. એને પોતાની જીત ઉપર સંદેહ નથી, પોતાનાને મારીને મેળવેલી ઉપલબ્ધીની નિરર્થકતા એને પીડે છે. બાકી વિચારો કે સામે પક્ષે અચાનક જ સગા-વ્હાલાઓ ખસી જાય તો બાકીની સેનાને રહેંસી નાખવા અર્જુન શ્રીકૃષ્ણના કહ્યા પહેલા ગાંડીવ ઉઠાવી લે અને યુદ્ધમાં જોતરાઈ જાય. એક ક્ષણ પહેલાની ઉદાસી બીજી ક્ષણમાં આક્રમકતામાં બદલાઈ જાય, ના તો એને એનો ધર્મ યાદ કરાવવો પડે કે ના તો એને કર્મનો સિદ્ધાંત સમજાવવા બેસવું પડે! કહેવાનો અર્થ એટલો જ છે કે અર્જુનની સમસ્યા એનો મૂડ નથી, લાગણીઓની વિહ્વળતા છે, પોતાનાઓ પ્રત્યેનો મોહ છે. તેનો વિષાદ એટલે દુઃખ, શોક કે ઉદાસીની અવસ્થા છે, ‘ડિપ્રેશન’ તો તેનાથી અનેકગણું ઊંડું, ગંભીર અને રિબાવનારું છે. અર્જુનના વિષાદનું તો કારણ પણ હતું, જયારે ડિપ્રેશનના મોટા ભાગના કિસ્સાઓમાં તો પરિસ્થિતિ એવી હોય છે કે ‘દુઃખ વગર, દુઃખની કોઈ વાત વગર, મન વલોવાય છે, વલોપાત વગર’!  દેખીતું કોઈ કારણ ના હોવા છતાં દિવસો સુધી મન ઊંડી હતાશા અનુભવે, ઉદાસીન થઇ જાય, ગુનો કર્યાની લાગણીઓ અનુભવવા માંડે કે જીવનની વ્યર્થતા પીડવા લાગે  ત્યારે વાસ્તવમાં ‘ડિપ્રેશન’નું નિદાન થાય છે.

આ ફકરામાં મને એ પણ સ્પષ્ટતા કરી લેવા દો કે મારી વાત શ્રીમદ્ ભાગવદ્ ગીતા સમજાવવા નથી, મારી વાત ડિપ્રેશનની ગંભીરતા અંગેની છે. જે ડિપ્રેશનમાં વ્યક્તિ આત્મહત્યા કરે છે તે મનની એટલી ઊંડી હતાશ મનોવ્યથા છે કે બાજુમાં ઉભેલા શ્રીકૃષ્ણ પણ વ્યર્થ લાગે છે! સંભાળ લેનારા પણ નાસમજ અને મતલબી લાગે છે! કોઈ અંગતની મદદ પણ મજબુરીનો અહેસાસ કરાવનારી અને પોતાની જાત પ્રત્યે નફરત પેદા કરનારી લાગે છે. આ અવસ્થામાં હતાશ વ્યક્તિને સંભાળવી એક ચેલેન્જ છે  અને તે ચેલેન્જ આપણે સૌએ ઉપાડવાની છે. જો ઉપાડી શકીશું તો એક આકસ્મિક, અકુદરતી, નિરાશાજનક અંતને જીવનના રસ્તે વાળી શકીશું.

પૂર્ણવિરામ

અર્જુનનો વિષાદ તેને ચિત્તની સ્થિરતા અને સંતુલન તરફ લઇ જઈને વિરાટ સાથેનું સંતુલન સાધવા માટે નિમિત્ત બને છે એ દ્રષ્ટિએ યોગ કહી શકાય. બાકી, બધા વિષાદની આ ગતિ હોય છે તેમ માનવું ભૂલ ભરેલું છે!

 

Tags: , , , , , , , , , , ,

8 responses to “અર્જુનના વિષાદને ‘ડિપ્રેશન’ કહેવું યોગ્ય છે ?!

 1. Pankaj Vaghela

  July 9, 2020 at 10:40 am

  Hallo sir

  Gm

  You sictrtics I am depression patient

  Pl confm

  Thanks and Have a Good day…

  Best Regards,

  Pankaj Vaghela

  CEO & MD

  Mascot CNC Tools

  From: “Dr.Hansal Bhachech’s Blog” Reply to: “Dr.Hansal Bhachech’s Blog” Date: Thursday, 9 July 2020 at 9:54 AM To: Pankaj Vaghela Subject: [New post] અર્જુનના વિષાદને ‘ડિપ્રેશન’ કહેવું યોગ્ય છે ?!

  Dr.Hansal Bhachech posted: ” સાચું કહ્યું’તુ ને?! ના તો આત્મહત્યાના કિસ્સાઓ સાથે આપણને કઈં લાગેવળગે છે કે ના તો આપણને મેન્ટલ હેલ્થની કઈં કાળજી છે, આપણે તો વાતોની મઝા છે, ગોસિપ – કૂથલીની મઝા છે! સુશાંત સિંહ પછી પણ પરદેશી વિદ્યાર્થી, એક જ કુટુંબના છ સભ્યો વગેરે જેવા અનેક ગંભીર કહી શકા”

   
 2. Dharmesh Modi

  July 9, 2020 at 1:51 pm

  Superb article…loved to read it thrice…I was also surrounded by depression patient and it was crucial to manage.
  But I am confused on one point.. depression can be cured by medicine or can be cured if surrounding atmosphere or situation change?

   
  • Dr.Hansal Bhachech

   July 9, 2020 at 3:34 pm

   Medicines, exercises, family & social support, self help etc

    
   • Dharmesh Modi

    July 14, 2020 at 1:00 pm

    Can meet you or can we talk on this? Need to discuss certain things with you…after Knowing my situation you would not regret for wasting time…it is about my wife who was suffering from depression and she got separated from me, treatment was under going thru dr param shukla
    My mail id is dharmeshbmodi@gmail.com
    Mob 9909969300

     
   • Dr.Hansal Bhachech

    July 14, 2020 at 3:13 pm

    pl call 9979898844 between 10 to 12 noon for an appointment at Maninagar OR call 40010295 for Mithakhali clinic
    You can ask for video consultation too

     
 3. Dinesh Majithiya

  July 9, 2020 at 2:06 pm

  Cent percent agree. But the state of mind of Hemlet of Shakespeare is depression.

   
 4. Brijesh B. Mehta

  July 9, 2020 at 2:15 pm

  Reblogged this on Revolution.

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: