જો ‘આજ’ના અનુભવમાંથી કઈં નહિ શીખીએ તો આવતીકાલે ફરી એ જ ‘આજ’ પાછી આવશે!

કમનસીબે આપણામાંના મોટાભાગના બીજા વિષે વિચારવા ટેવાયેલા નથી, આપણે આપણી અનુકૂળતા જોઈને ગોઠવાઈ જતી પ્રજા છીએ, આપણી આ ગોઠવણમાં અન્યને અડચણ પડશે કે પરેશાની થશે એવું વિચારે એ બીજા! પોતાને સેટ કરવામાં બીજા અપસેટ થતા હોય તો એ તેમનો પ્રોબ્લેમ છે એમ વિચારીને ટોટલ ઇગ્નોર મારવાનું અને જલસાથી જીવવાનું! અન્ય નાગરિકો – ફેલો સિટીઝન્સ પ્રત્યેની આપણી નફ્ફટાઈના તો ગ્રંથ લખી શકાય એમ છે. આ વાઇરસે આપણને શીખવાડેલી ઘણી બાબતોમાં એક મહત્વની વાત એ છે કે આપણે એકબીજાનું વિચારવાનું છે. સાવ સરળ શબ્દોમાં કહું તો તમે બચાવશો તો બીજા બચશે અને બીજા બચાવશે તો તમે બચશો! બંને એ એકબીજાનું વિચારવાનું છે. મને કોઈનો ચેપ ના લાગે એ જરૂરી છે પરંતુ સાથે સાથે મારાથી કોઈ અન્યને ચેપ ના લાગે એ પણ એટલું જ જરૂરી છે. જયારે બધાને આ વાત સમજાઈ જશે અને વ્યવહારમાં અમલી બનશે ત્યારે આ મહામારી સો ટકા કાબુમાં આવી જશે.

કો’કે મોકલ્યું તે વાંચ્યા, સમજ્યા કે માણ્યા વગર શેર કરવાની આપણી તાલાવેલી કે તલબ !!

પંદર દિવસ પહેલા ગુજરાત સમાચારમાં મારી કોલમ ‘તારી અને મારી વાત’માં ‘કો’કે મોકલ્યું તે વાંચ્યા, સમજ્યા કે માણ્યા વગર શેર કરવાની આપણી તાલાવેલી કે તલબ !!’ લેખ ઘણા વાચકોએ અહીં પોસ્ટ કરવાની માંગ કરી હતી. તો મિત્રો આપની માંગણી મુજબ આ રહ્યો એ લેખ… ********** પંદર ઓગસ્ટ ગઈ. બધાના ઝંડા તેમના વોટ’સ એપ પ્રોફાઈલ પિક્ચર પરથી…