લગ્નને લગતા કાર્યક્રમોમાં એક પ્રયોગાત્મક પહેલ… શિખામણ નહીં… સંબંધની સંગીતમય સમજણ…

તમે અનેક લગ્નોમાં ગયા હશો પણ શરત મારીને કહું છું કે ક્યારે’ય તમે કોઈ મનોચિકિત્સકને સંગીત સંધ્યાના સ્ટેજ ઉપર સુખી સહજીવનની ટીપ્સ આપતા નહીં જોયા હોય! પચ્ચીસ વર્ષની કારકિર્દીમાં મેં પણ દેશ-વિદેશમાં હજાર ઉપર લેકચરો આપ્યા છે, વર્ક્શોપો કરી છે પરંતુ સૌ પ્રથમ વાર લગ્નના પ્રસંગમાં આ રીતે બોલવાનું મેં સ્વીકાર્યું. શરૂઆતમાં થોડો ખચકાટ હતો કે…