RSS

Tag Archives: Psychology

બળાત્કારીઓને ફાંસી આપવાનો કાયદો ઘડીને બેસી જવાથી લોકોમાં સ્ત્રી સન્માનની ભાવનાઓ થોડી પેદા કરી શકાય?!

IMG_5471

લો, ફરી પાછા આપણે મીણબત્તીઓ લઈને ઉભા રહી ગયા! આક્રોશ સાથે રસ્તા ઉપર ઉતરી આવ્યા!! ન્યાય માટે હાથમાં પોસ્ટરો પકડીને ધરણા ઉપર બેસી ગયા!!! કારણ શું?!! તો કહે, એક વેટરનરી ડોક્ટરનો સામુહિક બળાત્કાર અને હત્યા! દેશમાં દર વિસ મિનિટે એક દુષ્કર્મ! રવિવારની સવાર છે અને હિંચકા ઉપર, મારી બાજુમાં પડેલા છાપાઓમાં આ તસવીરો અને હેડલાઈન્સ છે. નિર્ભયાના સાત વર્ષ બાદ અને પછી અમલમાં આવેલા કડક કાયદાઓ છતાં આપણે હતા ત્યાંને ત્યાં! કમનસીબે મોટાભાગની પ્રજા માટે બળાત્કાર ઘટના નહીં, સમાચાર છે!! અને માટે જ, મીડિયાને પણ બળાત્કાર કે જાતીય સતામણીના કિસ્સાઓના સમાચારો ચગાવવામાં જેટલો રસ હોય છે તેટલો રસ તેની પાછળના કારણો, માનસિકતા કે ઉપાયોની ચર્ચા કરવામાં નથી હોતો. હવે રાજકારણીઓ, વિવિધ ક્ષેત્રની સેલીબ્રીટીઓ અને આપણે બધા, પોતપોતાની રીતે બૌદ્ધિક હોંશિયારી અને ડાહપણ ઝાડવામાં બેફામ ચાલુ પડી જઈશું. કો’ક કાયદાને ભાંડશે તો કો’ક યુવતીઓના વસ્ત્રોને, કો’ક મહિલા સશક્તિકરણનો રાગ છેડશે તો કો’ક પુરુષપ્રધાન સામાજિક વ્યવસ્થાને ગાળો દેશે, દે ઠોકમઠોક ટ્વીટ કરશે અને પાછા ટ્વીટર પર સામસામી ઝગડશે! એક જુવાળની જેમ આવું બધું ચાલશે અને પછી અચાનક એક દિવસ બધું જ ગાયબ થઇ જશે. સરવાળે, ‘બળાત્કારીઓના દેશ’ તરીકે વગોવાઈને બધું પાછું ઠરીઠામ! આમ પણ, ઘટનાઓ જીવંત રહેતી હોય છે સમાચારો નહીં, જે બાબત ઘટના તરીકે લોકોના માનસમાં નોંધાતી જ નથી, માત્ર સમાચારો તરીકે જ ગોઠવાય છે, તે મોડી-વહેલી કચરા ટોપલીમાં જ જાય છે! કદાચ આ લેખ વાંચતા હશો ત્યાં સુધી બળાત્કાર અને સ્ત્રીઓ સાથેના દુરાચારની ટીઆરપી ઓગળી ગઈ હશે, તેને લગતા હેશ-ટેગ્સ્ ખોવાઈ ગયા હશે અને ટ્વીટ ઘેલા સેલીબ્રીટીઓ કો’ક બીજા વિષયમાં મચી પડ્યા હશે. 

મેં આ કોલમમાં અવારનવાર કહ્યું છે અને આજે ફરી કહું છું મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની ખાલીખમ વાતોની વચ્ચે માત્ર એક સન્માનપૂર્વક નજર માટે સ્ત્રીઓ તરસે છે. કાયદો, સમાજ, સ્ત્રીઓનો પહેરવેશ, નશાખોરી વગેરે જેને દોષ દેવો હોય તેને દો, બાકી આવી ઘટનાઓ પાછળ પુરુષના માનસમાં સ્ત્રીની છબી સૌથી વધુ ભાગ ભજવે છે. જ્યાં સુધી સ્ત્રીને વ્યક્તિ કરતા વસ્તુ તરીકે જોવામાં આવશે ત્યાં સુધી સ્ત્રીનું જાતીય શોષણ અને તેની સાથે દુરાચાર નક્કી છે. આપણી ફિલ્મો, ગીતો, જાહેરાતો વગેરે જાણતા-અજાણતા સ્ત્રીઓને માત્ર ઉપભોગની વસ્તુ તરીકે જ ચીતરે છે. દુખદ હકીકત તો એ છે કે આપણા દેશમાં સ્ત્રીઓની સામાજિક છબી અને આત્મ-ગૌરવને જેટલું નુકસાન બોલીવુડની ફિલ્મો અને ગીતોએ પહોચાડ્યું છે એટલું કદાચ બીજા કોઈએ નહીં પહોચાડ્યું હોય. વિચારો, એવી કેટલી ફિલ્મો છે કે જેને જોઇને બહાર નીકળીએ ત્યારે એવું લાગે કે આખી ફિલ્મમાં ટૂંકા કપડા પહેરીને ઉત્તેજના ફેલાવવા સિવાય હીરોઈનનું કોઈ કામ જ ન હોય! હા, કેટલીક છૂટી છવાઈ સ્ત્રી કેન્દ્રિત ફિલ્મો અપવાદરૂપે આગળ ધરી શકાય પરંતુ માનસિકતા મોટોભાગે જે દર્શાવાતું હોય તેનાથી ઘડાતી હોય છે. જરૂર હોય કે ના હોય, નગ્નતા-કામુકતાથી ભરપુર દ્રશ્યો કે શબ્દોથી ભરેલું આઈટમ સોન્ગ્સ અને તેના માટે લીડ હિરોઇનોના સ્પેશ્યલ એપિઅરન્સ સામાન્ય માણસના મન પર શું અસર કરે છે?! ‘કુંડી મત ખડકાઓ રાજા, સીધા અંદર આવો રાજા’, ‘બબલી બદમાશ હૈ’ વગેરે જેવા અનેક ગીતો જોનારા-સાંભળનારા- ગણગણનારાઓના મનમાં શું ભાવ ઉત્પન્ન કરે?! એમના મનમાં સ્ત્રી એક ‘સેક્સ ઓબ્જેક્ટ’ તરીકે જ ગોઠવાતી જાય એવું ક્યારે’ય વિચાર્યું છે?! રહી-સહી કમી બધાના ખિસ્સામાં ઉતરી આવેલી ‘પોર્નોગ્રાફી’ અને વેબ-સીરીઝોએ પુરી કરી દીધી છે, જે સ્ત્રી માત્ર જાતીય ઉપભોગ માટેનું સાધન હોય તેવી છબી, જોનારાના માનસમાં ઊંડે ઊંડે ઉભી કરતી જાય છે.સ્ત્રીઓ માત્ર સેક્સ માટે જ હોય છે અને સેક્સ-ભૂખી હોય છે તેવું અનાયાસે મગજમાં ગોઠવતી આ ઉત્તેજક ફિલ્મો હોય છે એવું ક્યારે’ય મગજમાં આવ્યું છે?! ના, આપણે તો આવું જે વિચારે તેના મગજમાં ગંદકી છે એમ કહીને હાથ ઊંચા કરી દેવાના હોય, જનમાનસ ઉપર શું અસર થાય તેવી અત્યંત મહત્વની બાબત વિષે થોડું વિચારવાનું હોય ?! આમે’ય કોઈ બાબત, ઘટના કે નિર્ણયની લોકોની સાઇકોલોજી ઉપર શું અસર પડશે એવું ગાંડું-ગાંડુ વિચારવાની આપણા દેશના ડાહ્યાઓને ટેવ નથી, સાચા અર્થમાં કહું તો આપણી પાસે આવું સેન્સિબલ વિચારવાની આવડત નથી!! કમનસીબે આપણે લાગણીઓથી છલોછલ પણ સામાજિક રીતે સંવેદનાશૂન્ય પ્રજા છીએ. બળાત્કારના વિરોધમાં આપણે કરોડો મેસેજો ફોરવર્ડ કરીએ છીએ, મોટી સંખ્યામાં મીણબત્તીઓ લઈને ઉભા થઇ જઈએ છીએ પરંતુ વાસ્તવમાં આપણી બાજુમાં જ કોઈ સ્ત્રી જોડે અભદ્ર વ્યવહાર થતો હોય ત્યારે આપણે ‘મારે શું? કે કો’કની બબાલમાં આપણે કેમ પડવું?!’ એમ વિચારીને ચાલતી પકડીએ છીએ. અકસ્માતના ફોટા-વિડીયો તરત શેર કરીએ છીએ પણ ઈજા પામેલાને મદદ કરતા કતરાઈએ છીએ. ગમે ત્યાં થૂંકવું, રસ્તા ઉપર વાહનો પાર્ક કરી દેવા, રોંગ સાઈડમાં બિન્ધાસ્ત વાહનો ચલાવવા, નદીમાં ગમે તે પધરાવી દેવું, દે ઠોકમઠોક રસ્તા ઉપર ફટાકડા ફોડવા, ટ્રાફિકની વચ્ચે વરઘોડા કાઢીને નાચવું – આવા ઉદાહરણોથી જ આ કોલમની જગ્યા ભરી શકાય એમ છે. આ બધા જ આપણી સામાજિક સંવેદનશૂન્યતા(સોશિયલ નમ્બનેસ)ના ઉદાહરણો છે. બીજા અર્થમાં કહીએ તો ‘ફેલો સીટીઝન’ વિષે આપણે કંઇ સમજતા જ નથી કે તેને ગણનામાં લેતા નથી. આપણે લીધે કોઈને તકલીફ પડે એવું વિચારવું આપણી સમજમાં જ નથી! સિંગાપુરમાં ગમે ત્યાં ના થુંકાય તેવી વાતો કરતા કરતા આપણા રસ્તા-બિલ્ડિંગોમાં પાનની પિચકારી મારતા આપણે લોકો છીએ. ફોટા પડાવવા કચરો નાખીને એ જ કચરો ઉપાડવાની નફ્ફટાઈ કરવામાં કે ફિલ્મની શરૂઆતમાં રાષ્ટ્રગીત પૂરું થાય ત્યારે ‘ભારત માતા કી જય’ બોલાવીને આપણે દેશભક્તિ કર્યાનો સંતોષ માનનારી પ્રજા છીએ. આવા ગતકડાઓ રોજે રોજના છે પરંતુ વરવી હકીકત એટલી જ છે કે લાગણીઓના પ્રદર્શનમાં એક્કા છતાં’ય એ જ લાગણીઓનો અનુભવ કરવામાં બુઠ્ઠા એવા આપણે લોકો છીએ! ગમે કે ના ગમે આ આપણા સમાજનો દંભી ચહેરો છે. આવા વાતાવરણમાં સ્ત્રીને સન્માનપૂર્વક જોતા શીખવાડવું ખરેખર અઘરું છે. બળાત્કારીઓને ફાંસી આપવાનો કાયદો ઘડીને બેસી જવાથી લોકોમાં સ્ત્રી સન્માનની ભાવનાઓ થોડી પેદા કરી શકાય?! સ્ત્રીઓ સાથે થતા દુર્વ્યવહારોની જવાબદારી સહિયારી છે, સમાજના કોઈ એક વ્યક્તિ, વર્ગ કે સમૂહ ઉપર ઢોળવી શક્ય નથી.  પુરુષ, સ્ત્રી, કાયદો, મીડિયા, સમાજ વગેરે બધાએ સંવેદનશીલ થવું પડશે. ભીતરની માનસિકતા બદલવી પડશે. મીણબત્તીઓ લઈને ઉભા થઇ જવાથી ક્રાંતિ નથી આવવાની, મનમાં દીવો કરવાથી આવશે.

પૂર્ણવિરામ: સામાજિક સંવેદના કેળવવા આપણા સાથી નાગરિકો પ્રત્યે આંખો ખોલીને જોવાની નહીં પણ દ્રષ્ટિ કેળવીને જાગવાની જરૂર છે.

 

Tags: , , , , , , ,

Dr. Hansal Bhachech’s inputs in today’s DNA…Single child more aggressive than those with siblings

d79189

‘Single child more aggressive than those with siblings’

Tanushree Bhatia tanushree.bhatia@dnaindia.net – 30 Jan 2018

In an age where nuclear families are on the rise and finances touching the sky, couples either prefer not to have children, or restrict themselves to one. However, they fail to realize the consequences a single child faces because of their decision. A study undertaken by a Criminology student at Gujarat Forensic Sciences University found that children without siblings tend to be more aggressive and irritable than those with brothers or sisters.

“A Study on Irritability and Anger Control Between Only Child and Children with Siblings” was undertaken by Saket Saurav with his guide Professor Ruttuja Karkhanis, who specializes in forensic psychology.

The study was conducted on 60 children (Class 8-12) from four states  Gujarat, Madhya Pradesh, Bihar, and Jharkhand. They used irritability tests and anger scale on different parameters to reach their conclusion.

The study found that a single child is more prone to anger issues and irritability. For Gujarat, out of a sample group of 30 children with siblings, 14.3% showed symptoms of both anger and irritability, 5% showed anger symptoms, while 3.8% showed symptoms of irritability. However, in the sample group of children without siblings, 23.6% demonstrated symptoms of both irritability and anger, 3.6% had symptoms of anger, while 8.2% showed irritability symptoms.

“We have been witnessing a lot of cases of juveniles getting into criminal activities hence getting into the root became important for us as researchers,” said professor Karkhanis. “The reasons are many. The single child often gets all the attention at home so they seek the same attention outside. When they do not get it, they get into such activities to get attention.”

Dr. Hansal Bhachech, a consultant psychiatrist, agreed with the findings. “It has been observed that a single child becomes more aggressive and intolerant,” he said. “They never learn to share and become restless and angry about petty issues. Many of the criminals are a single child or neglected child.” According to him, there is only one solution to this problem “If parents decide to have children, they should go for two children, and parental care should be unbiased”.

 
Leave a comment

Posted by on January 30, 2018 in Interviews

 

Tags: , , , , , ,

‘ડીપ્રેશન’ દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે…

‘ડીપ્રેશન’ દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે…

‘હા, હું ડીપ્રેશનથી પીડાઉં છું, મારે મદદની જરૂર છે’ સરળતાથી બોલી કે સ્વીકારી ના શકાય તેવું આ વિધાન છે.અંદરો અંદર રીબાવવા અને બધું જ સુખ હોવા પછી પણ તેનો સાચો આનંદ ના માણી શકવા છતાં વ્યક્તિઓ પોતાના મનની આ નકારાત્મક અવસ્થા સ્વીકારવા આનાકાની કરતાં હોય છે! ‘મને ડીપ્રેશન હોઈ જ ના શકે, મને કોઈ ચિંતા જ નથી’ એવો નન્નો આ વ્યક્તિઓ આસાનીથી ભરી દેતી હોય છે કારણ કે જો તે પોતે પોતાના મનની આ નકારાત્મક અવસ્થા સ્વીકારે તો પોતાની જાતને અન્યની સામે નબળી જાહેર કરે છે અને કઈ વ્યક્તિનો અહમ આ બાબત સ્વીકારી શકે?! માની લો કે કોઈ સ્વીકારી પણ લે કે મને ‘ડીપ્રેશન’ અથવા હતાશા અનુભવાય છે તો તેના જીવનસાથી કે કુટુંબના અન્ય સભ્યોને લાગી આવે ‘અમે છીએ, બધું જ છે પછી આવા વિચારો કરવાના જ ના હોય ને?!’ પછી શરુ થઇ જાય એના ‘ડીપ્રેશન’નું એનાલીસીસ અને ઢગલો સલાહો, સરવાળે વ્યક્તિ અને એના લગતા-વળગતા બધા માટે પરિસ્થિતિ વધુ વિકટ અને અસહ્ય બને.

‘ડીપ્રેશન’ની આવી અસ્વીકૃતિ વચ્ચે આ મનોરોગ સાથે સંકળાયેલી વાસ્તવિકતાઓ ગંભીર છે. ‘ડીપ્રેશન’ અંદરો અંદર રીબાવતી એક બીમારી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના અનુમાન મુજબ આવનારા દસકામાં માનવજાતને રીબાવનારી બીમારીઓમાં ‘ડીપ્રેશન’ પ્રથમ ક્રમે હશે. આ સંસ્થાના સર્વેક્ષણ મુજબ આજે વિશ્વમાં પાંત્રીસ કરોડ લોકો ‘ડીપ્રેશન’થી પીડાય છે પરંતુ આ આંકડા હિમશીલાની ટોચ જેવા છે, અર્થાત જેમ હિમશીલા બહાર દેખાય તેના કરતાં અંદર સાત ગણી મોટી હોય તેમ ડિપ્રેશનથી પીડાનારા લોકોની સંખ્યા આ આંકડાઓથી અનેકગણી મોટી છે. શરુવાતમાં આપણે વાત કરી એ મુજબની અસ્વીકૃતિ આ પાછળનું મોટું કારણ છે.

એક સમયે જીવનની વિટંબણાઓ અને સમસ્યાઓ સાથે સાંકળવામાં આવતા ‘ડીપ્રેશન’ને આજે તબીબી વિજ્ઞાન મગજના કેમિકલ સાથે સાંકળે છે. મગજમાં ન્યુરો-ટ્રાન્સમીટરસ્(ચેતાઓ વચ્ચે સંવેદનાઓના વહન માટે જરૂરી એવાં રસાયણો) તરીકે કામ કરતાં ‘સીરોટોનીન’, ‘નોર-એપીનેફ્રીન’, ‘ડોપામીન’ વગેરે જેવા ઘણા રસાયણો વચ્ચેનું સંતુલન ખોરવાતા થતી જૈવિક બીમારીને તબીબી વિજ્ઞાન આજે ‘ડીપ્રેશન’ તરીકે ઓળખે છે. એક જમાનામાં ફોન એટલે દોરડાવાળું મોટું કાળું ડબલું પરંતુ આજે ફોન એટલે હથેળીમાં સમાઈ જાય એટલું ટચૂકડું વગર વાયરનું યંત્ર, બસ એ જ રીતે એક સમયે મનની નબળાઈ ગણાતું ‘ડીપ્રેશન’, આજે રસાયણોના કુદરતી અસંતુલનને કારણે થતી જૈવિક બીમારી ! જેમ ડાયાબીટીશ એટલે ઇન્સ્યુલીનનું અસંતુલન, હાયપો કે હાઇપર થાયરોઈડ એટલે થાયરોક્ષીનનું અસંતુલન, તેમ ડીપ્રેશન એટલે ન્યુરો-ટ્રાન્સમીટરસ્ નું અસંતુલન. તમારી બુદ્ધી આ વાત સ્વીકારી શકે અને તેને સાચા અર્થમાં સમજી શકે તો તમે ‘ડીપ્રેશન’ને એક બીમારી તરીકે સ્વીકારી શકો, એક એવી જૈવિક બીમારી કે જેની પાછળ વ્યક્તિ પોતે નહી પણ તેના મગજના રસાયણો જવાબદાર છે. તમારી આ સ્વીકૃતિ ‘ડીપ્રેશન’ને દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. અલબત્ત જેમ બેઠાડું જીવન જીવનારને ડાયાબીટીશ થવાની શક્યતા વધારે રહે છે તેમ ‘ડીપ્રેશન’ સાથે જીવનશૈલી, વારસાગત પરિબળો, વ્યક્તિત્વ, વિચારસરણી એમ ઘણું બધું સંકળાયેલું રહે છે. સરવાળે દવાઓની સાથે બીજું ઘણું તમને મદદરૂપ નીવડી શકે છે, જેમ ડાયાબીટીશની દવાઓ સાથે આહારનું નિયમન, કસરત વગેરે.

‘ડીપ્રેશન’ના દરેક દર્દીને પોતાની બીમારી સ્વીકાર્યા અને સારવાર શરુ કર્યા બાદ દવાઓ બંધ કરવાની તાલાવેલી રાત-દિવસ રહેતી હોય છે. સહેજ સારું લાગ્યું નથી કે દવાઓ ઓછી કે બંધ કરી નથી. કેટલાક જાતે જ નક્કી કરી નાખે અને બીજા કેટલાક ડોક્ટરને દવાઓ ઘટાડવા કે બંધ કરવા દબાણ કરતાં રહે. પરિણામ એ આવે કે મૂળમાંથી ઠેકાણે ના પડેલો રોગ પાછો ઉથલો મારે અને દર્દી-સગાઓના મનમાં અનેક નકારાત્મક માન્યતાઓ મુકતો જાય. જેમ કે, દવાઓ લઈશ ત્યાં સુધી જ સારું રહેશે, દવાઓનું વ્યસન થઇ ગયું છે, આ તો જીવનભરનું લફરું ઘુસી ગયું, ડોક્ટર તો ક્યારે’ય બંધ કરવાનું નહી કહે, આડઅસરો થશે તો ઉલમાંથી ચૂલમાં પડીશ વગેરે.

‘ડીપ્રેશન’ની સારવારમાં યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમય માટે દવાઓ ખુબ મહત્વની છે. પરંતુ સાથે સાથે એ પણ જરૂરી છે કે તમે તમારી જાતને આ અવસ્થામાંથી બહાર લાવવા મદદ કરો. કમનસીબે મોટાભાગના જાતને મદદ કરવાને બદલે ડોક્ટરને દવાઓ ઓછી કરવા દબાણ કરતાં હોય છે. સાચો અભિગમ એ છે કે ડોક્ટરને એનું કામ કરવા દો, દવાઓ ગોઠવવી એ એનું કામ છે તેમાં માથું મારીને તમારી સારવારમા અડચણ ના નાખો, એ સરવાળે તમારા માટે નુકશાનકારક છે. એના બદલે ડોક્ટર પાસેથી એ જાણવાની કોશિશ કરો કે તમે તમારી જાતને કેવી રીતે મદદ કરી શકો. તમારો આ અભિગમ તમને ઝડપથી સાજા કરશે અને ભવિષ્યમાં ઉથલાની સંભાવનાઓથી બચાવશે.

ડીપ્રેશન’માં વ્યક્તિ પોતાની જાતને મદદરૂપ થઇ શકે તે માટેની વાતો આમ જોવા જશો તો ખુબ સરળ અને નાની લાગશે પરંતુ તેને પકડી રાખીને પોતાના મનની નકારાત્મક અવસ્થા સામે લડવું એ પ્રયત્ન અને સાતત્ય માંગી લે તેમ છે. માત્ર આ બાબતો એક જ બેઠકે વાંચી જવાથી પોતાની જાતને મદદ નહી થાય પરંતુ દરેક બાબત શાંતિથી વાંચો, જે તે મુદ્દા વિશે વિચારો, તમારા કિસ્સામાં એ મુદ્દો કેટલો અગત્યનો છે તે મૂલવો અને તેને અનુરૂપ તમારે તમારામાં જે ફેરફારો લાવવા પડે તે માટે માનસીક રીતે તૈયાર થાવ. તમે રાતોરાત આ પરિવર્તનો નહી લાવી શકો પરંતુ ધીરજપૂર્વકનો સાતત્યપૂર્ણ અભિગમ ચોક્કસ પરિણામો આપશે જ.

‘ડીપ્રેશન’ તમારા મનની નકારાત્મક અવસ્થા છે જે તમારી માનસિક શક્તિઓ, ઈચ્છાઓ અને મનોબળને નબળું પાડી દે છે . આ સંજોગોમાં તમને સારું લાગે તે માટે જરૂરી એવી બાબતોમાં મન પરોવવું પણ તમારા માટે અઘરું બની જતું હોય છે. સમજી શકાય એવું છે કે ‘ડીપ્રેશન’ સામે લડત આપવી એ સહેલી નથી પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવું કે આ લડત આપવી અશક્ય પણ નથી. માત્ર મન મક્કમ કરવાથી તે જતું નથી રહેવાનું પણ થોડું મનોબળ એકઠું કરીને તેની સામે પડવાથી તમે તમરી જાતને મદદ ચોક્કસ કરી શકો છો. તમને સારું લાગે તેવી પરિસ્થિતિ સર્જાતા થોડો સમય લાગે પરંતુ એ માટે તમારે રોજ-બરોજ પ્રયત્નશીલ રહેવું પડશે અને નાની નાની હકારત્માક્તાઓ ધ્યાનમાં રાખવી પડશે.

યાદ રાખો જ્યારે તમે હતાશા અનુભવતા હોવ અને તમે દ્રઢતાપૂર્વક એ હતાશાનો સામનો કરવા માનસિક રીતે તૈયાર થાવ ત્યારે ‘ડીપ્રેશન’ સામેનો તમારો જંગ જીતવાના પાયા નંખાઈ જાય છે ! તમારી આ માનસિક તૈયારી તમને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થાય છે અને દવાઓ ઉપરનું તમારું અવલંબન ઘટાડે છે.

નાના પ્રયત્નોથી તમારી જાતને મદદ કરવાનું ચાલુ કરવાનું છે અને ધીમે ધીમે મક્કમતાપુર્વક આગળ વધતા જવાનું છે. તમારી જાતને મદદ કરવાના તમારા નાના નાના પ્રયત્નો સરવાળે તમને જલદી સાજા થવામાં મોટી સફળતા અપાવશે. ભલે ધીમે ધીમે આગળ વધો પણ રોજે રોજ તેની પાછળ લાગેલા રહો.

તમારી જાતને મદદ કરવા માટે સૌથી જરૂરી અને પહેલી બાબત એ છે કે તમે ‘ડીપ્રેશન’ને મનની નબળાઈ તરીકે નહી પરંતુ એક બીમારી તરીકે સ્વીકારો. મોટાભાગની વ્યક્તિઓ અને તેમના સગાઓ આ બીમારીને સ્વીકારતા અચકાય છે અને સરવાળે વધારે રીબાય છે. ડીપ્રેશન મનની નબળાઈ નથી પરંતુ મગજના રસાયણોના સ્તરમાં ઉભી થતી ગરબડને કારણે થતો એક જૈવિક રોગ છે. આ સમજ તમને ઝડપથી સાજા થવામાં ખુબ મહત્વનો ભાગ ભજવે છે. તમારી આ સ્વીકૃતિ તમારી જાતને મદદ કરવાનું પહેલું પગલું છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ મુજબ સન ૨૦૩૦ સુધીમાં ‘ડીપ્રેશન’ માનવજાતને રીબાવતી બીમારીઓની યાદીમાં પ્રથમ સ્થાને હશે. આ સંસ્થાના સર્વેક્ષણ મુજબ આજે વિશ્વમાં લગભગ પાંત્રીસ કરોડથી પણ વધુ લોકો ‘ડીપ્રેશન’થી પીડાય છે. પરંતુ આ આંકડા હિમશીલાની ટોચ જેવા છે, વાસ્તવમાં ‘ડીપ્રેશન’થી પીડાનારા વ્યક્તિઓની સંખ્યા તો વાસ્તવમાં આ આંકડાઓ કરતાં અનેકગણી હશે કારણ કે મોટાભાગની વ્યક્તિઓ તો તેમની આ સ્થિતિ સ્વીકારતા જ નહી અને સ્વીકારે છે તો છુપાવતા હોય છે ! ટૂંકમાં, ડીપ્રેશનમાં પોતાની જાતને મદદ કરવાનું બીજું પગલું એ સમજ છે કે ‘તમે એકલા નથી કે જેને ડીપ્રેશન થયું હોય, દુનિયાના ખૂણે ખૂણે એવાં અસંખ્ય લોકો છે કે જેઓ હતાશાથી પીડાય છે અને તેની સામે જંગ ખેલે છે. આ વાસ્તવિકતા વ્યક્તિને ‘ડીપ્રેશન’ સામે ટક્કર ઝીલવા માટેનું એક નવું બળ આપે છે.

હતાશા દૂર કરવામા તમારી જાતને મદદ કરવા માટેની ત્રીજી અગત્યની સમજ એ છે કે તમારી સારવારમાં સૌથી અગત્યનો ભાગ તમે પોતે જ ભજવી શકો છો. તમારા કુટુંબીજનો, મિત્રો, સ્નેહીઓ કે તમારા ડોક્ટર તમને જેટલી મદદ કરી શકે છે તેના કરતાં ઘણી વધુ મદદ તમે તમારી જાતને કરી શકો છો. ડોક્ટર દવા કરશે, કાઉન્સેલિંગ કરશે અને બીજા ટેકો આપશે, હિંમત આપશે પણ બધો જ બદલાવ તો તમારે જાતે જ લાવવાનો છે તેવી સ્પષ્ટ સમજતમારા મનમાં હોવી જ જોઈએ.

ડિપ્રેશન એ મનની નકારાત્મક અવસ્થા છે, જેમાં વ્યક્તિનું મનોબળ નબળું પડતું હોય છે અને તેને અન્ય વ્યક્તિઓના સહારાની એક માનસિક જરૂરિયાત રહેતી હોય છે. તમારી સાથે સાચી લાગણીથી જોડાયેલા મિત્રો-સ્નેહીઓ તમને ખુબ જરૂરી એવો ટેકો ચોક્કસ આપી શકે છે અને તમને ઝડપથી સાજા થવામાં મદદરૂપ થઇ શકે છે. પરંતુ, આ તબક્કે એક બાબત બરાબર યાદ રાખવી પડે કે જે વ્યક્તિ તમારી લાગણીઓને સાચા અર્થમાં સમજી શકતી ના હોય અથવા જેને તમારી માનસિક અવસ્થા સાથે કોઈ લેવા દેવા ના હોય તેવી વ્યક્તિઓ સાથે ક્યારેય તમારી મનોવ્યથાની ચર્ચા ના કરો. આવી વ્યક્તિઓને માત્ર સલાહો આપવા સિવાય બીજો કોઈ રસ નથી હોતો અને એ સરવાળે તમારી હતાશામાં વધારો કરતી હોય છે. ડીપ્રેશનમાં તમારી જાતને મદદ કરવા હંમેશા યાદ રાખો કે સાચી વ્યક્તિ સાથે તમારી લાગણીઓ વહેંચવાથી તમે ઝડપથી સાજા થાવ છો અને ખોટી વ્યક્તિઓ મનઘડત સલાહ-સૂચનોથી તમારી તકલીફોમાં વધારો કરે છે.

ઘણાં લેભાગુઓ (ભુવાઓ, તાંત્રિકો, જ્યોતિષો, કાઉન્સેલરો વગેરે) વ્યક્તિની હતાશ મનોદશાનો પોતપોતાની રીતે લાભ ઉઠાવવામાં માહેર હોય છે. વ્યક્તિની નકારાત્મક અવસ્થાનો લાભ ઉઠાવીને પોતાનો ધંધો કરતાં હોય છે કારણ કે હતાશ વ્યક્તિ પોતાની હતાશા દૂર કરવા ગમે તેવી અંધશ્રદ્ધામા સહેલાઈથી દોરાઈ જતા હોય છે અને સરવાળે સરળતાથી છેતરાઈ જતા હોય છે. તમારા ડિપ્રેશનના ઈલાજ માટે માત્ર વિજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલા ઉપચાર ઉપર જ વિશ્વાસ રાખો અને તમારી આ અવસ્થાનો ગેરલાભ ઉઠાવી શકે તેવા લેભાગુઓથી દૂર રહીને તમારી જાતને મદદ કરો.

વ્યક્તિઓની હાજરી અને ગેરહાજરી તમારા મૂડ ઉપર અસર કરતી હોય છે. હંમેશા તમારી આજુબાજુ કેવી વ્યક્તિઓ રહે છે તે બાબતનો પ્રભાવ તમારી મનોદશા ઉપર સતત પડતો રહેતો હોય છે. હકારાત્મક, આશાવાદી અને વાઈબ્રન્ટ વ્યક્તિઓ તમારો મૂડ પોઝીટીવ બનાવે છે માટે એવી વ્યક્તિઓના સંપર્કમાં વધુ રહેવાનો પ્રયત્ન કરો. આ વ્યક્તિઓની હાજરી, વાતો, જીવન પ્રત્યેનો હકારાત્મક અભિગમ તમારું મનોબળ વધારવામાં મદદરૂપ થાય છે. એથી ઉલટું, નકારાત્મક અને નિરાશાવાદી વ્યક્તિઓ તમારી હતાશ મનોદશા વધુ ઘેરી બનાવે છે. એમના સંપર્કમાં તમને વધુ હતાશા અનુભવાય છે અને તમને સારા થવામાં વધુ વાર લાગે છે. ડીપ્રેશનને દૂર કરવા માટે તમે સ્વ-મદદ કરવા માંગતા હોવ તો તમે કોની વચ્ચે રહો છો, કોની સાથે ઉઠો-બેસો છો એ બાબતનું સતત ધ્યાન રાખો. જ્યારે તમારા નજદીકના જ માણસો નકારાત્મક અને નિરાશાવાદી હોય ત્યારે તેમની સાથે સંભાળપૂર્વક વ્યવહાર કરો.

ઘણી વ્યક્તિઓના જીવનચરિત્રો તમને ડીપ્રેશન સામે લડવા માટે એક મનોબળ પૂરું પાડી શકે એમ હોય છે, તેમાં’ય ખાસ કરીને એવી વ્યક્તિઓ કે જે પોતે હતાશ મનોદશામાંથી અથવા અનેક મુશ્કેલીઓમાંથી પસાર થયા હોય. આ ઉપરાંત પ્રેરણાદાયક વાંચન-પ્રવચન વ્યક્તિને હતાશાની સામે લડવાનું બળ આપે છે. જો તમે તમારી જાતને મદદ કરવા માંગતા હોવ તો ફાલતું વ્યક્તિઓ દ્વારા અપાયેલી બોગસ સલાહો કરતાં સાચા અર્થમાં પ્રેરણા આપે તેવા વાંચનો કે પ્રવચનો વાંચવા-સાંભળવાનો આગ્રહ રાખો. યાદ રાખો સામાન્ય અવસ્થા કરતાં હતાશ અવસ્થામાં તમે તમારા મનને કેવા વિચારોનો ખોરાક આપો છો તે વધારે અગત્યનું છે.

હતાશ વ્યક્તિઓ પોતાની હતાશા માટે પોતાની જાતને, અન્ય કોઈ વ્યક્તિઓને કે પરિસ્થિતિઓને દોષ દેવાનું વલણ ધરાવતા હોય છે. ખરેખર આ વલણ વ્યક્તિની હતાશ મનોદશામાં સરવાળે વધારો કરે છે અને વ્યક્તિને વધુ નકારાત્મક બનાવે છે. યાદ રાખો દોષ દેવાની વૃત્તિ એ ભાગેડુવૃત્તિનો એક પ્રકાર છે, જે સરવાળે વ્યક્તિ માટે નુકસાનકર્તા છે. ડીપ્રેશનમાં તમારી જાતને મદદ કરવા દોષ દેવાની વૃત્તિથી દૂર રહીને તમારી હતાશાને સ્વીકારો અને તેની યોગ્ય સારવારની સાથે સાથે જાતે જ પ્રયત્ન કરવો પડે એ બાબત સ્પષ્ટતાપૂર્વક સ્વીકારી લો.

 
4 Comments

Posted by on December 29, 2017 in માનસ

 

Tags: , , , , , , , , , , , , , , ,

My inputs in Times of India – Young netizens kill sleep time for `appy’ hours

Mar 19 2017 : The Times of India (Ahmedabad)
Young netizens kill sleep time for `appy’ hours
Soumitra Das
19_03_2017_101_008_005
Sleep delayed isn’t sleep denied, but it isn’t a healthy habit either. And a 2016 study conducted by the Service for Healthy Use of Technology (SHUT) clinic at the National Institute of Mental Health and Neuroscience (NIMHANS), Bengaluru, whose results were published earlier this year, has come up with findings that one might lose sleep over. The study says that apps like Whatsapp and Facebook on our mobiles are delaying people’s sleep by about 100 minutes daily , which wasn’t the case till recently. We asked some celebs and experts about their browsing habits on mobile, and found out that it’s a reality that can no longer be ignored.CASES ARE ON THE RISE

The scenario has changed drastically in a matter of just about five years. As Hansal Bhachech, a consulting psychiatrist, tells us, “The number of cases where youngsters below 30 come and complain about their sleep patterns has gone up significantly . Our first question to them is about their usage of mobile internet the previous night, which is the root cause of the problem. Till five years ago, only people above 50 came and complained about insomnia. While things like exam stress can cause temporary insomnia in youngsters, their browsing habits during late hours is turning this into a long-lasting problem. While the duration of sleep may remain the same, the irregular sleeping pattern can lead to issues like hypertension and obesity too.“

So how does one cope with this addiction?
Says Bhachech, “We first explain the cause of the problem and then, suggest ways to deal with it. For instance, not replying to comments on social media after 10 pm is a good habit to inculcate. Also, alternatives like reading really help.“

TOUGH TO RESIST THE URGE:

For those whose schedules are hectic, resisting the urge to be online all the time is a tough one. As actress Samvedna Suwalka puts it, “You don’t even realize when browsing through social networking sites almost becomes an addiction. Staring at the screen keeps you awake at night and falling asleep becomes difficult. It had become a habit for me as well but then, I decided to discipline myself. While I used to sleep with the phone next to me earlier, now I try not to use my phone before going to bed. I keep it away from the bed and also try to read something meaningful before going to sleep, instead of staring at the mobile screen.“ Actor Vikee Shah seconds her, “At times, we have night shifts while shooting and you want to share something interesting on the social media to keep people posted. In our generation, nobody goes to sleep by 10 pm and late evening is a good time to catch up with friends online.However, it is important to strike a balance. Being a fitness conscious guy , I go to sleep by about 11.30 pm and sleep for at least eight hours. I don’t use my phone once I hit the bed.“

THE NEED TO DRAW A LINE:

For celebs, discipline is crucial and they make sure that the addiction of being online doesn’t get to them. Table tennis champ Harmeet Desai tells us, “Sportspersons have a fixed schedule to follow and I don’t get too much time to browse through social media. It’s only during the weekend that I am a bit lenient with these self-imposed restrictions and since I have early morning practice sessions, I can’t afford to check my smartphones late in the night. I go to sleep by 10.30 pm.“

Probably, a digital detox after dinner won’t be such a bad idea. Remember what life away from the smartphone did to a wonder girl named P V Sindhu?

 
1 Comment

Posted by on March 19, 2017 in Interviews

 

Tags: , , , , , , , , , , , , , , , ,

મિસવર્લ્ડને પણ પાર્ટીમાં જતા પહેલા પતિની ઈચ્છા વિરુદ્ધના કપડા પહેરવા માટે ગાડીમાં માર પડતો હોય ત્યાં ‘માય ચોઈસ’ની વાત ધંધાકીય ગતકડાંથી વિશેષ શું હોય?!

Tari ane mari vaat

‘સ્ત્રીઓ મહિલા સશક્તિકરણની ખાલીખમ વાતો નહીં પણ એક સન્માનપૂર્વક નજર માટે તરસે છે – સર, ગત સપ્તાહે તમે તમારી કોલમમાં કરેલી આ વાત મને ખુબ સ્પર્શી ગઈ અને તેથી જ મને મારી વાત તમારી સાથે શેર કરવાની હિંમત આવી છે’ વિદેશથી એક મહિલા તબીબે કરેલા ઇ-મેઇલની શરૂઆતના આ શબ્દો છે. છેલ્લા પંદર વર્ષથી ત્યાં સ્થાયી થયેલ આ બેનના પતિ પણ તબીબ છે. જે હોસ્પીટલમાં કામ કરે છે ત્યાં બંનેની સારી નામના છે. આદર્શ ગણાતા આ યુગલમાં પતિ કરતા પત્નીની ટેક-હોમ સેલેરી વધારે છે. ચાલો આટલા બેકગ્રાઉન્ડ પછી સીધા મેઇલમાં શેર કરેલી વાત ઉપર આવીએ. ‘લગભગ છેલ્લા બાર વર્ષથી હું ઘરેલું હિંસાની વચ્ચે જીવું છું. અવાર-નવાર, વાંક હોય કે ના હોય પતિનો માર ખાતી રહી છું. ક્યારેક એકાદ બે લાફા તો ક્યારેક ગડદા-પાટુંનો ઢોર માર. આ સિવાય ગમે તેવી ભાષા, મારા માટે એકદમ નિમ્ન કક્ષાના શબ્દ પ્રયોગો, હું કમાતી હોવા છતાં દરેક નાની જરૂરિયાતો માટે માંગવી પડતી ભીખ અને કેટકેટલું – લખતા’ય શરમ આવે છે, સંકોચ થાય છે. પાછું સાવ એવું’ય નથી, આમ પાછો કેર પણ એટલી જ કરે. ક્યારેક માફી પણ માંગે અને ફરી નહીં થાય એવું પણ કહે, પરંતુ ક્યારે હવામાન પલટાઈ જાય તે કહેવાય નહીં. મેં ક્યારે’ય આ વિષે કોઈને વાત નહતી કરી. શરુ શરૂમાં તો મને એવું પણ લાગતું હતું કે મારો જ વાંક છે અને તેનું મારા પ્રત્યેનું આ વર્તન સહજ છે, યોગ્ય છે. પાછો માફી પણ માંગે એટલે હંમેશા થતું કે આજે નહીં તો કાલે પરિસ્થિતિ બદલાઈ જશે. પરંતુ કંઈ બદલાવાનું તો ઠીક, ધીરે ધીરે મારની સાથે સાથે તેની મારા તરફની નફરત પણ વધતી ગઈ. મારી દીકરી પણ સમજણી થઇ ગઈ અને એની હાજરીનો કોઈ ફરક એને નહતો પડતો. પાંચેક મહિના પહેલા મને થઇ ગયું કે બસ, બહુ થઇ ગયું. મારી દીકરીના ભવિષ્ય માટે પણ મારે કંઇક નિર્ણય લેવો પડશે. મેં સગા-વહાલાઓને વાત કરી. સાસરીયાઓએ કહ્યું કે હું નાટકબાજ છું કારણ કે બાર વર્ષથી ચાલતી વાતનો મેં હવે ઉપાડો લીધો. પિયરીયા કહે છે કે જેમ બાર નીકળી ગયા તેમ બાવીસ પણ નીકળી જશે. પછી તું જે નિર્ણય કરે, અમે તારી સાથે છીએ. મેં ડિવોર્સ ફાઈલ કરી દીધા છે. ઘણીવાર મને વિચાર આવે છે કે મારી પાસે ઉચ્ચ ડીગ્રી, સલામત અને મોભાદાર નોકરી, ખુબ સારો પગાર બધું જ હતું. સાચા અર્થમાં સશક્ત કહેવાઉં એવી હું મહિલા હતી તેમ છતાં આટલું કેમ સહન કર્યું?! મારે શું જરૂર હતી?! સર, તમારી વાતમાંથી મને એનો જવાબ મળ્યો કે મારે બીજા કશા’યની નહીં પણ એની નજરમાં માત્ર મારા માટે સન્માનની જરૂર હતી. જો એ હોત તો કદાચ આવા શારીરિક ત્રાસ સાથે પણ જિંદગી એની સાથે ગુજારી લીધી હોત’

આ બેનને તમે નાટકબાજ કહેશો?! ના, હું નહીં કહું કારણ કે નાટકબાજ – ડ્રામા ક્વીન બાર વર્ષની રાહ ના જુએ એનો તમાશો તો તાત્કાલિક હોય અને હકીકત કરતા ઘણો વધુ રંગીન હોય! કયારેક આવી ડ્રામા-કવીનો વિષે વાત કરીશું પરંતુ આપણે જે વાત કરી રહ્યા છીએ એ મહિલા તબીબની આપવીતી કંઈ ખાસ અસામાન્ય નથી, તેના કરતા પણ અનેકગણી સશક્ત કહી શકાય તેવી મહિલાઓએ વર્ષો સુધી શારીરિક અને માનસિક અત્યાચારો સહન કર્યા પછી મોં ખોલ્યા છે અને પોતાની એબ્યુઝીવ કહી શકાય તેવી રિલેશનશિપ તોડી છે. પોપ સિંગર રિહાનાએ આંખોમાં લોહી જામી જવાને કારણે પોતાનો ગ્રેમી-એવોર્ડ જેવા પ્રતિષ્ઠિત સમારંભમાં કાર્યક્રમ કેન્સલ કરવો પડ્યો હોય તેવો માર ખાધાના ત્રણ વર્ષ બાદ મો ખોલ્યું. એંશીના દાયકામાં પોપ ક્વીન મેડોનાએ પતિ સીન પેનના હાથે સળંગ નવ કલાક માર ખાધા હોવાની કબુલાત વર્ષો પછી કરી હતી. દુનિયાને ઘેલું કરનાર બોન્ડ-ગર્લ હેલ બેરીએ પણ તેના જમણા કાનમાં લગભગ એંશી ટકા બહેરાશ આવી ગઈ તેવો માર ખાધાની વર્ષો બાદ કબુલાત કરી હતી અને ત્યારબાદ ઘરેલું-હિંસાની વિરુદ્ધ સામાજિક પ્રવૃત્તિમાં જોડાઈ હતી. હમણાં તાજેતરમાં જ આપણે ત્યાં રતિ અગ્નિહોત્રીએ ત્રીસ વર્ષના લગ્નજીવન બાદ આવી કબુલાત મીડિયા સમક્ષ કરી. વિશ્વ સુંદરી યુક્તા મુખી જેની વાત આપણે આ લેખના મથાળામાં કરી, મિસ ઇન્ડિયા રહી ચુકેલી સફળ અભિનેત્રી ઝીન્નત અમાન, ટીવી સ્ટાર શ્વેતા તિવારી વગેરે જેવી ઘણી જાણીતી સ્ત્રીઓ આ યાદીમાં છે.

ઘરેલું હિંસા કે ડોમેસ્ટિક વાયોલન્સના જાણીતા કિસ્સાઓની જેમ તેના આંકડા પણ ચોંકાવનારા છે. સ્ત્રીના અધિકારો કે વુમન એમ્પાવરમેન્ટની રાજધાની જેવા ગણાતા અમેરીકામાં દર ચાર પૈકી એક સ્ત્રીએ (પચ્ચીસ ટકા) આ પ્રકારની હિંસાનો અનુભવ કર્યો હોય છે. સ્વાભાવિક છે આપણા દેશમાં તો આ આંકડા ઊંચા જ હોય, શારીરિક હિંસાની જ વાત કરીએ તો લગભગ દર પાંચે બે સ્ત્રીઓ (આડત્રીસ ટકા) એનો શિકાર છે અને એમાં જો માનસિક ત્રાસ, જાતીય સતામણી, ગાળા-ગાળી કે અપમાનજનક ટિપ્પણીઓનો સમાવેશ કરીએ તો આ આંકડો સિત્તેર ટકાથી ઉપર પહોંચી જાય એમ છે. આવી વરવી વાસ્તવિકતાની વચ્ચે પણ ‘માય ચોઈસ’ જેવા એમ્પાવરમેન્ટ વિડીયો વાઈરલ થઇ જાય એ દંભની પરાકાષ્ઠા જ નહીં, સ્ત્રીઓમાં છુપા આક્રોશનું અને પુરુષની રીએક્શન-ફોર્મેશનની સ્વ-બચાવ મનોવૃત્તિ છે. હા, મહિલા સશક્તિકરણની વાતો અને મહિલા તરફી કાયદાઓને કારણે હવે આ વાત એક તરફી નથી રહી પુરુષો પણ આવી ઘરેલું હિંસાનો ભોગ બનવા માંડ્યા છે અને એથી’ય વધુ કાયદાની ચુંગાલમાં સાચા કે ખોટા ફસાવા લાગ્યા છે. સશક્તિકરણ તો થયું છે કે નહીં તે ચર્ચાનો વિષય છે પણ સંઘર્ષીકરણ ચોક્કસ થયું છે !!

આ સમગ્ર ચર્ચામાં વાંચકોના મનમાં ઉઠવી જોઈએ એવી એક કુતુહલતાની ચર્ચા હજી બાકી છે. આર્થિક રીતે પતિ ઉપર નિર્ભર, ઓછું ભણેલી કે અભણ, બેકાર-ઘરમાં બેસી રહેલી, કુરૂપ, પતિ વગર નિરાધાર એવી સ્ત્રીઓ મજબૂરીવશ શારીરિક અત્યાચારો સહન કરે તે હજી કદાચ સમજી શકાય તેવી વાત છે. પરંતુ, જાણીતી, સ્વરૂપવાન, પાવરફુલ, આર્થિક રીતે ખુબ સધ્ધર, પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી આ સ્ત્રીઓએ કે એમના જેવી બીજી ઘણી સ્ત્રીઓએ મોં ખોલતા પહેલા, લગ્ન કે સંબંધ તોડતા પહેલા આ બધું સહન કેમ કર્યું હશે?! તેની પાછળ શું માનસિકતા ભાગ ભજવતી હશે?!! આવતા સપ્તાહે, સ્ટે કનેક્ટેડ…

પૂર્ણવિરામ:

જેમ બંદુકનો ઉપયોગ રક્ષકો ઓછો અને ભક્ષકો વધુ કરે છે, તેમ ઘરેલું હિંસા અને દહેજ વિરોધી કાયદાઓનો ઉપયોગ પીડિત સ્ત્રીઓ ઓછો અને બદલો લેવા માંગતી સ્ત્રીઓ વધારે કરે છે.

spread a thought

 

Tags: , , , , , , ,