‘ડીપ્રેશન’ દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે…

‘ડીપ્રેશન’ દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે… ‘હા, હું ડીપ્રેશનથી પીડાઉં છું, મારે મદદની જરૂર છે’ સરળતાથી બોલી કે સ્વીકારી ના શકાય તેવું આ વિધાન છે.અંદરો અંદર રીબાવવા અને બધું જ સુખ હોવા પછી પણ તેનો સાચો આનંદ ના માણી શકવા…

My inputs in today’s Times Of India about Pornography and Adolescence…

Smut in exam: Pappu is mobile porn addict Bharat Yagnik, Ahmedabad:     Experts Say Many Young Minds Addicted To Porn Via Mobiles It turns out that the class XII science student from Borsad in Anand district, who wrote explicit pornographic prose in his chemistry exam -leading to Gujarat Secondary and Higher Secondary Education Board (GSHSEB)…

નજીકના સંબંધોમાં દરેકની અપેક્ષાઓ એટલી હદે વકરેલી અને વિસ્તરેલી હોય છે કે કશું’ય ઓછું ખપતું નથી !

સંબંધોમાં અપેક્ષાઓ હોવી ખોટી નથી, પોતાના લોકો પાસે જેટલી અપેક્ષાઓ હોય તેટલી પારકા લોકો પાસે ના હોય. પરંતુ આ અપેક્ષાઓની સાથે સાથે વિવેક અને સંયમ હોવો પણ એટલો જ જરૂરી છે. ક્યાં, ક્યારે, કેમ, કેટલી, કેવીરીતની વગેરેનો વિવેક અને ક્યાંક એ ના પૂરી થાય કે પૂરી કરવામાં કચાશ આવી જાય તો તે સ્વીકારીને દાખવવાનો સંયમ.

વ્યક્તિઓ લાગણીઓનો તફાવત સહજતાથી સ્વીકારી શકે છે, લાગણીશૂન્યતા કે લાગણીવિહીનતા નહીં!

નોટબુકના લીટીવાળા એક કાગળમાં પેન્સિલથી લખ્યું’તુ ‘હું તને ગમું છું?!’ પ્રશ્નની નીચે ‘હા’ અને ‘ના’ એમ બે વિકલ્પના ચોકઠાં દોર્યા હતા – અગિયાર વર્ષની એક છોકરીની ઈન્ટરનેટ ઉપર વાઈરલ થઇ ગયેલી,સાથે ભણતા છોકરાને લખેલી આ ‘લવ-નોટ’ છે. તમને થશે કે આમાં વાઈરલ થવા જેવું શું છે?! મોટાભાગના કિસ્સાઓમાં તો જયારે છોકરી આવી પ્રપોઝલ કે પ્રસ્તાવ…

નવા વર્ષનો પહેલો દિવસ એટલે સંકલ્પ-દિન, વિચારોના ઉભરામાં જે ફીણ થઈને ચઢે તે બધાનો સંકલ્પ કરવાનો!

નવા વર્ષનો પહેલો દિવસ એટલે સંકલ્પ-દિન, વિચારોના ઉભરામાં જે ફીણ થઈને ચઢે તે બધાનો સંકલ્પ કરવાનો અને ઉભરો બેઠે ફીણ અદ્રશ્ય થાય એટલે એ પાછા જ્યાં હતા ત્યાં ધુબાકા!

અંદરખાને લાગણીઓના મુદ્દે તીવ્ર અસલામતી અને ડર અનુભવતી વ્યક્તિઓ સંબંધમાં જાણે-અજાણ્યે તમને રિબાવે છે!

તમને પ્રોત્સાહિત રાખીને તમારા વિચારોમાં હકારાત્મકતા અને સર્જનાત્મકતા ઉત્પન્ન કરતી વ્યક્તિને જીવનના કોઈપણ સંબંધમાં પકડી રાખજો. તમારા વિચારોને અને જીવનને એ ધરમૂળથી બદલી શકે છે.

એક લાખ વિઝીટર્સ – સિત્તેર દેશો – આપ સૌ વાચકોનો હૃદયપૂર્વક આભાર One Lakh Visitors from seventy countries – Thank you so much readers…

આજે આ બ્લોગના વિઝીટર્સની સંખ્યા એક લાખનો આંકડો પાર કરી ગઈ, સિત્તેર દેશોમાંથી નિયમિત રીતે વાચકો આ બ્લોગ વાંચી રહ્યા છે. મારા લખાણોમાં મેં હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું છે કે તેને વાંચવા પાછળ વાચકે ગાળેલો સમય નકામો ના જાય./Today this blog has crossed one lakh visitors and that too from 70 countries. While writing, I have always kept one thing in my mind that readers should not feel that s/he has wasted her/his time reading it.

My Inputs in Navgujarat Samay for World Mental Health Day… માનસિક તણાવ અને ડિપ્રેશન એ ગ્લોબલ ક્રાઈસિસ બની રહ્યાં છે

માનસિક સ્વાસ્થ્યની અગત્યતા અને તેની સારવારની તાકીદ પ્રત્યે લોકોને જાગૃત કરવા છેલ્લા એક દસકાથી વર્લ્ડ ફેડરેશન ઓફ મેન્ટલ હેલ્થ દ્વારા ૧૦ ઓક્ટોબરનો દિવસ ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ તરીકે ઉજવાય છે. માનસિક સ્વાસ્થ્યનો બહુ મોટો આધાર જીવનશૈલી પર રહેલો છે. આજના ઝડપી અને સ્પર્ધાત્મક યુગમાં જીવનને સંતુલિત રાખવું એ પડકારરૂપ બની ગયું છે અને તેથી જ છેલ્લા થોડાં વર્ષોથી લોકોના જીવનનું સંતુલન ખોરવાતું જાય છે, જે છેવટે માનસિક તણાવ, ડિપ્રેશન, એંગ્ઝાઈટી જેવી માનસિક સમસ્યાઓમાં પરિણમે છે.
માનસિક સ્વાસ્થ્ય જોખમાવાનાં કારણો જણાવતાં જાણીતા મનોચિકિત્સક ડો. હંસલ ભચેચ જણાવે છે

જો છુટા પડ્યાનું દુઃખ ના થાય તો સમજવું પડે કે ક્યાંક તો જોડાયા જ નહતા અથવા એટલાં ઉબાયા’તા કે કંઈ અનુભવવાનું પણ બાકી ના રહ્યું!

સંબંધ સારો હોય કે ખરાબ-તૂટે ત્યારે હંમેશા દુઃખ કરાવે. બીજાને દેખાય કે ન દેખાય, મનને તો ચોક્કસ અનુભવાય. લોકો કહે કે ન કહે, વહેંચે કે ન વહેંચે, તૂટેલાં કે તનાવગ્રસ્ત સંબંધોનું દુઃખ હંમેશા અનુભવતા હોય છે.

સંબંધોમાં પોતાની લાગણીઓને સાચી રીતે અને યોગ્ય સમયે વ્યક્ત કરવાને બદલે દંભના સહારે તેને દબાવીને પોતાની જાતને છેતરતા વ્યક્તિઓની સંખ્યા ઘણી વધારે હોય છે.

‘અમે બંને બહુ અલગ છીએ’ – તબીબી દ્રષ્ટીએ તો હવે જોડિયા બાળકો પણ એકબીજાની ઝેરોક્ષ જેવા નથી હોતા, તેમાં’ય ઘણી બાબતો અલગ પડે છે ત્યાં જીવનસાથીઓ એકબીજાથી અલગ હોવાના કારણે અસંતોષ કે ઉચાટ અનુભવે તે કેટલું વ્યાજબી છે?! હું નથી માનતો કે કોઈપણ યુગલ આ વાત સમજતું ના હોય, તેમ છતાં પોતાની મૂળભૂત સમસ્યાઓ સ્વીકારવામાં કે તેનો યોગ્ય ઉકેલ લાવવામાં નિષ્ફળ વ્યક્તિઓને આવી બધી દલીલો માફક આવી ગઈ હોય છે.