‘પણ, હું તો તને પ્રેમ કરું છું!’ ભાગ-2ની પ્રસ્તાવના…

‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ પ્રકાશિત કરવા પાછળ ઉદ્દેશ સ્પષ્ટ હતો કે સંબંધોને મજબૂતાઈ આપે તેવી વાતો સરળ અને હળવી શૈલીમાં લખવી. કશું’ય અધ્ધરતાલ કે ફિક્શન નહીં, માત્ર સાવ સાચી પ્રેક્ટીકલ વાતો અને અમલમાં મૂકી શકાય તેવા ઉપાયો. ત્યારે જ નક્કી હતું કે એક નહીં પણ એક પછી એક સંખ્યાબંધ પુસ્તકો આ દિશામાં મુકવા અને એટલે જ ‘સંબંધોને મજબુત બનાવતી શ્રેણી’ – Relationship Builder Series ના મથાળા હેઠળ ‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ પુસ્તકથી શરૂવાત થઇ.