વર્ષ ક્યાં વીતી ગયું અને સહેજ આગળ વિચારીએ તો વર્ષો ક્યાં વીતી ગયા, ખબર ના પડી! યાદ હોવા છતાં જાણે કશું પણ યાદ નથી!

વર્તમાનમાં જીવવાની વાત કરવી જેટલી સહેલી છે તેટલું વર્તમાનમાં જીવવું સહેલું નથી. મોટાભાગની વ્યક્તિઓ પોતાના ભૂતકાળની યાદો અથવા ભવિષ્યના સપનાઓને જીવ્યા કરતી હોય છે. ભૂતકાળમાં જીવતી વ્યક્તિઓની મનોદશા નકારાત્મક અને હતાશ હોય છે. જયારે, ભવિષ્યમાં જીવનારાની મનોદશા અસલામતી અને ઉચાટ ભરેલી હોય છે. અફસોસ વગરનો ભૂતકાળ અને ચિંતા-અસલામતી વગરનું ભવિષ્ય હોય ત્યારે જ વર્તમાનમાં જીવવું શક્ય બનતું હોય છે.

નવું વર્ષ અને નવેસરથી એના એ જ સંકલ્પો, જીવન બદલવા બદલવા આ સંકલ્પો ઓછા અને અનુભવો વધુ કામ આવે છે.

વીતેલા વર્ષ ઉપર ઝીણવટભરી નજર દોડાવ્યા વગર આવનાર વર્ષનો ઉધ્ધાર કરવાની વાત ઉપરછલ્લી અને થોડાક દિવસો મનને મઝા કરાવનારી હશે. જો તમે ઈચ્છતા હોવ કે નવા વર્ષના સંકલ્પો ઝાકળ જેવા ના નીવડે અને તમારા જીવનમાં તમારી ધારણા મુજબનો બદલાવ લાવે તો સૌથી પહેલા વીતેલા વર્ષ ઉપર ઝીણવટભરી નજર અચૂક દોડાવજો. નવા વર્ષના રૂપકડા સંકલ્પો કરતા વીતેલા વર્ષમાં તમને મળેલી નિષ્ફળતાઓ, તમારા સારા-નરસા અનુભવો, તમારી સાથે થયેલા દુર્વ્યવહારો કે તમને પડેલી તકલીફોમાંથી તમે જે શીખ્યા તે તમારા જીવનમાં બદલાવ લાવવામાં વધુ કામ આવે છે.

નવા વર્ષનો પહેલો દિવસ એટલે સંકલ્પ-દિન, વિચારોના ઉભરામાં જે ફીણ થઈને ચઢે તે બધાનો સંકલ્પ કરવાનો!

અત્યંત ઉત્સાહપૂર્વક અને જુસ્સાથી કરેલા સંકલ્પો પૈકી ત્રીસ ટકામાં કિસ્સામાંતો પહેલા પખવાડીયામાં જ બધું હવા થઇ જાય છે. એક મહિનામાં બીજા દસ ટકા અને છ મહીનામાં તો લગભગ સાઈઠ ટકા ઉપર સંકલ્પો ખરી પડે છે.

નવા વર્ષનો પહેલો દિવસ એટલે સંકલ્પ-દિન, વિચારોના ઉભરામાં જે ફીણ થઈને ચઢે તે બધાનો સંકલ્પ કરવાનો!

નવા વર્ષનો પહેલો દિવસ એટલે સંકલ્પ-દિન, વિચારોના ઉભરામાં જે ફીણ થઈને ચઢે તે બધાનો સંકલ્પ કરવાનો અને ઉભરો બેઠે ફીણ અદ્રશ્ય થાય એટલે એ પાછા જ્યાં હતા ત્યાં ધુબાકા!