અપેક્ષાઓ જીવનની મઝા ગમે તે ઘડીએ બગાડી શકે છે. ખોટી વ્યક્તિઓ પાસે, ખોટા સમયે રાખેલી અને ખોટી બાબતોની અપેક્ષાઓ જીવનભર રિબાવે છે.

દિવાળીએ આપણે વાત કરી જીવન પ્રત્યેનો અભિગમ અને સમજ બદલવા આવનારા સમયના સંકલ્પો ઓછા અને વીતેલા સમયનું પાકું સરવૈયું વધુ કામ આવે છે. જીવન મનભરીને માણવા માટેની આ એક પાયાની સમજ છે પરંતુ આ બધી વાતો કરવી ખુબ સહેલી હોય છે, પણ એને સાચા અર્થમાં વ્યવહારમાં મુકવા માટે આયોજન કરવું પડે છે. કમનસીબે આપણી માનસિકતા…

#MovieWisdom #Tamasha

‘Be what you are’ and ‘Listen to your heart, go back to the person staying there’ are common messages from ImtiazAli’s films since last decade. ‘अरे भैया you keep on telling us की break the routine तो आप भी करो ना अपना routine break! कुछ नया, कुछ हटके like what you keep on preaching’!! Instead, he is asking us on poster tagline ‘Why always the same story?’ Exactly, that’s what we want to ask man!!

લાગણીઓના પ્રશ્નોમાં અન્યને સલાહ આપવાના અને પોતાના કિસ્સામાં અપનાવવાના માપદંડ અલગ હોય છે.

કેટલીક વાતો કરવાની ખુબ મઝા આવતી હોય છે, એ સાંભળીને-વાંચીને, બીજા પ્રભાવિત-પ્રોત્સાહિત પણ ખુબ થતા હોય છે, પરંતુ વાસ્તવમાં પોતાના જીવનમાં જયારે એ બાબતનો સામનો કરવો પડે ત્યારે આવી બૌદ્ધિક હોંશિયારીની હવા નીકળી જતી હોય છે!

સુંદર અને આકર્ષક દેખાવાની ઘેલછાને કારણે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ પોતાના દેખાવ પાછળ વધુ સમય અને નાણા ખર્ચતી હોય છે!

‘કાલે સર મારી સાથે દાવ થઇ ગયો’ જીમમાં બાયસેપ્સ બનાવવા ડમ્બેલ્સ મારતા મારતા જીમ-મિત્રએ કહ્યું. ‘કેમ?!’ મેં સહજ કુતુહલતા બતાવી. ‘કહું’ એમ કહેતા એ ડમ્બેલ્સ સ્ટેન્ડ ઉપર મુકવા ગયો અને પછી પાછા આવીને નેપકીનથી પરસેવો લૂછતાં વાત માંડી ‘કાલે મારી એક ફેસબુક ફ્રેન્ડને પહેલીવાર ફાઈવસ્ટારના કોફી-બારમાં મળ્યો. પણ એને મળતાની સાથે બધું જ એક્સાઈટમેન્ટ ટર્ન-ઓફ…

અંદરખાને લાગણીઓના મુદ્દે તીવ્ર અસલામતી અને ડર અનુભવતી વ્યક્તિઓ સંબંધમાં જાણે-અજાણ્યે તમને રિબાવે છે!

તમને પ્રોત્સાહિત રાખીને તમારા વિચારોમાં હકારાત્મકતા અને સર્જનાત્મકતા ઉત્પન્ન કરતી વ્યક્તિને જીવનના કોઈપણ સંબંધમાં પકડી રાખજો. તમારા વિચારોને અને જીવનને એ ધરમૂળથી બદલી શકે છે.

એક લાખ વિઝીટર્સ – સિત્તેર દેશો – આપ સૌ વાચકોનો હૃદયપૂર્વક આભાર One Lakh Visitors from seventy countries – Thank you so much readers…

આજે આ બ્લોગના વિઝીટર્સની સંખ્યા એક લાખનો આંકડો પાર કરી ગઈ, સિત્તેર દેશોમાંથી નિયમિત રીતે વાચકો આ બ્લોગ વાંચી રહ્યા છે. મારા લખાણોમાં મેં હંમેશા એ વાતનું ધ્યાન રાખ્યું છે કે તેને વાંચવા પાછળ વાચકે ગાળેલો સમય નકામો ના જાય./Today this blog has crossed one lakh visitors and that too from 70 countries. While writing, I have always kept one thing in my mind that readers should not feel that s/he has wasted her/his time reading it.

જો છુટા પડ્યાનું દુઃખ ના થાય તો સમજવું પડે કે ક્યાંક તો જોડાયા જ નહતા અથવા એટલાં ઉબાયા’તા કે કંઈ અનુભવવાનું પણ બાકી ના રહ્યું!

સંબંધ સારો હોય કે ખરાબ-તૂટે ત્યારે હંમેશા દુઃખ કરાવે. બીજાને દેખાય કે ન દેખાય, મનને તો ચોક્કસ અનુભવાય. લોકો કહે કે ન કહે, વહેંચે કે ન વહેંચે, તૂટેલાં કે તનાવગ્રસ્ત સંબંધોનું દુઃખ હંમેશા અનુભવતા હોય છે.

તમારી ફોનબુકમાં રહેલી વ્યક્તિઓની વિવિધ બાબતોનું મૂલ્યાંકન કરીને તેનો રીવ્યુ અપલોડ કરવાની સવલતોના દિવસો આવી ગયા છે…

એક જમાનામાં માત્ર પરીક્ષામાં તમારા દેખાવની ચાડી ખાતા ‘માર્કસ્’ કે ‘માર્કશીટ’ના સ્થાને આજે જુદા જુદા ક્ષેત્રમાં તમારા દેખાવને મૂલવતા ‘રેટીંગ્સ્’ (રીવ્યુ) કે ‘રીપોર્ટ કાર્ડસ્’ ગોઠવાઈ ગયા છે. સોશિયલ મીડીયાએ આપણા જીવનમાં આણેલા અનેક બદલાવો પૈકી એક મહત્વનો બદલાવ આ ‘રેટીંગ્સ્’ કે ‘રીપોર્ટ કાર્ડસ્’ને લગતો પણ છે. જુદા જુદા એપથી જુદી જુદી બાબતોનું રેટીંગ અને આખેઆખું રીપોર્ટ કાર્ડ આંગળી અડાડતા જ આપણી આંખ સામે હાજર થઇ જાય છે. પરીક્ષાઓમાં તો ચોક્કસ વિષયના નિષ્ણાતો તમારી ચકાસણી કરતા, હવે તો જનતા-જનાર્દન આ કામે લાગી ગઈ છે. ક્યાં’ય જવું હોય, કંઈપણ ખરીદવું હોય, કોઈ બાબત વિશે કંઈપણ અભિપ્રાય લેવો હોય તો કેબીસીની લાઈફ-લાઈન ‘ઓડિયન્સ પોલ’ની જેમ ઓનલાઈન જાહેર-જનતા તેમના રેટીંગ્સ્ અને રીવ્યુ થકી તમારી મદદ માટે હાજર છે.