લગભગ પાંચેક વર્ષ પહેલા એક ટીવી ઇન્ટરવ્યુમાં મને પૂછવામાં આવ્યું હતું કે આપણી પ્રજાની માનસિકતા વિષે એક વાક્ય કહેવાનું હોય તો તમે શું કહો?! મુલાકાત લેનાર ટીવી એન્કરને કદાચ એમ હતું કે તેમનો પ્રશ્ન મને વિચારતો કરી મુકશે પરંતુ મેં એક ક્ષણ પણ રોકાયા વગર જવાબ આપ્યો ‘આપણે લાગણીઓથી છલોછલ પણ સામાજિક રીતે સંવેદનાશૂન્ય પ્રજા…