સુખ, સંબંધો અને સબરસ, આ ત્રણે’ય વગર જિંદગી ફિક્કી છે, અધૂરી છે! – Talk @ Toronto on 27th April 2019

સુખ, સંબંધો અને સબરસ, આ ત્રણે’ય વગર જિંદગી ફિક્કી છે, અધૂરી છે. એક મનોચિકિત્સક તરીકેના વર્ષોના અનુભવ ઉપરથી એક વાત તો હું ખુબ દ્રઢતાપૂર્વક કહી શકું છું કે વ્યક્તિના સુખ-દુઃખ કે જીવનની સાર્થકતાનો ઘણો મોટો આધાર તેના સંબંધો ઉપર રહેલો છે. આ સંબંધો લગ્નજીવનના હોય, સંતાનો સાથેના હોય, કુટુંબ-સમાજ સાથેના હોય, પોતાની જાત સાથેના હોય કે પછી ટેક્નોલોજી સાથેના હોય! બધુ’ય સબરસ હોવું જોઈએ, આ સબરસ એટલે જીવનના તમામ સ્વાદનો એકરસ! જીવતરનો સાચો સ્વાદ આપતો રસ અને તેમાંથી નીતરતું સુખ!!

Online cheating always collects emotional-toll, offline ☺️

‘We have never met each other, it’s only through net we have been in a relationship. How can you call this cheating?!’ I don’t think any partner would like to buy this argument, whether you cheat actually or virtually, betrayal is in real time. Online cheating always collects emotional-toll, offline ☺️

નજીકના સંબંધોમાં દરેકની અપેક્ષાઓ એટલી હદે વકરેલી અને વિસ્તરેલી હોય છે કે કશું’ય ઓછું ખપતું નથી !

સંબંધોમાં અપેક્ષાઓ હોવી ખોટી નથી, પોતાના લોકો પાસે જેટલી અપેક્ષાઓ હોય તેટલી પારકા લોકો પાસે ના હોય. પરંતુ આ અપેક્ષાઓની સાથે સાથે વિવેક અને સંયમ હોવો પણ એટલો જ જરૂરી છે. ક્યાં, ક્યારે, કેમ, કેટલી, કેવીરીતની વગેરેનો વિવેક અને ક્યાંક એ ના પૂરી થાય કે પૂરી કરવામાં કચાશ આવી જાય તો તે સ્વીકારીને દાખવવાનો સંયમ.

અપેક્ષાઓ જીવનની મઝા ગમે તે ઘડીએ બગાડી શકે છે. ખોટી વ્યક્તિઓ પાસે, ખોટા સમયે રાખેલી અને ખોટી બાબતોની અપેક્ષાઓ જીવનભર રિબાવે છે.

દિવાળીએ આપણે વાત કરી જીવન પ્રત્યેનો અભિગમ અને સમજ બદલવા આવનારા સમયના સંકલ્પો ઓછા અને વીતેલા સમયનું પાકું સરવૈયું વધુ કામ આવે છે. જીવન મનભરીને માણવા માટેની આ એક પાયાની સમજ છે પરંતુ આ બધી વાતો કરવી ખુબ સહેલી હોય છે, પણ એને સાચા અર્થમાં વ્યવહારમાં મુકવા માટે આયોજન કરવું પડે છે. કમનસીબે આપણી માનસિકતા…

લાગણીઓના પ્રશ્નોમાં અન્યને સલાહ આપવાના અને પોતાના કિસ્સામાં અપનાવવાના માપદંડ અલગ હોય છે.

કેટલીક વાતો કરવાની ખુબ મઝા આવતી હોય છે, એ સાંભળીને-વાંચીને, બીજા પ્રભાવિત-પ્રોત્સાહિત પણ ખુબ થતા હોય છે, પરંતુ વાસ્તવમાં પોતાના જીવનમાં જયારે એ બાબતનો સામનો કરવો પડે ત્યારે આવી બૌદ્ધિક હોંશિયારીની હવા નીકળી જતી હોય છે!

સુંદર અને આકર્ષક દેખાવાની ઘેલછાને કારણે પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ પોતાના દેખાવ પાછળ વધુ સમય અને નાણા ખર્ચતી હોય છે!

‘કાલે સર મારી સાથે દાવ થઇ ગયો’ જીમમાં બાયસેપ્સ બનાવવા ડમ્બેલ્સ મારતા મારતા જીમ-મિત્રએ કહ્યું. ‘કેમ?!’ મેં સહજ કુતુહલતા બતાવી. ‘કહું’ એમ કહેતા એ ડમ્બેલ્સ સ્ટેન્ડ ઉપર મુકવા ગયો અને પછી પાછા આવીને નેપકીનથી પરસેવો લૂછતાં વાત માંડી ‘કાલે મારી એક ફેસબુક ફ્રેન્ડને પહેલીવાર ફાઈવસ્ટારના કોફી-બારમાં મળ્યો. પણ એને મળતાની સાથે બધું જ એક્સાઈટમેન્ટ ટર્ન-ઓફ…

સૈધાંતિક રીતે જે સંબંધોમાં અહમ આડો ના આવવો જોઈએ તે બધા જ સંબંધોમાં વ્યવહારિક રીતે અહમ આડો આવતો જ હોય છે!

અહીં તો સંબંધોમાં અહમ એટલા આડા આવતા હોય છે કે ફેસબુક ઉપર લાઈકસ્ અને વોટ્સ-એપ ગ્રુપમાં ઊંચા અંગુઠાની દાદ પણ સાટામાં મળતી હોય છે!! તમે મારી પોસ્ટમાં કે મેસેજમાં તાળી પાડશો તો જ હું તમારી પોસ્ટ કે મેસેજમાં તાળી પાડીશ નહીંતર જોયા, માણ્યા અને ગમ્યા છતાં તેને ઇગ્નોર કરવાનો ડોળ કરીશ છતાં’ય છાનોમાનો તમને ફોલો કરીશ! કમાલની વાત એ છે કે થીયોરેટીકલી જે સંબંધોમાં અહમ આડો ના આવવો જોઈએ તે બધા જ સંબંધોમાં પ્રેક્ટીકલી અહમ આડો આવતો જ હોય છે!