સૈધાંતિક રીતે જે સંબંધોમાં અહમ આડો ના આવવો જોઈએ તે બધા જ સંબંધોમાં વ્યવહારિક રીતે અહમ આડો આવતો જ હોય છે!

અહીં તો સંબંધોમાં અહમ એટલા આડા આવતા હોય છે કે ફેસબુક ઉપર લાઈકસ્ અને વોટ્સ-એપ ગ્રુપમાં ઊંચા અંગુઠાની દાદ પણ સાટામાં મળતી હોય છે!! તમે મારી પોસ્ટમાં કે મેસેજમાં તાળી પાડશો તો જ હું તમારી પોસ્ટ કે મેસેજમાં તાળી પાડીશ નહીંતર જોયા, માણ્યા અને ગમ્યા છતાં તેને ઇગ્નોર કરવાનો ડોળ કરીશ છતાં’ય છાનોમાનો તમને ફોલો કરીશ! કમાલની વાત એ છે કે થીયોરેટીકલી જે સંબંધોમાં અહમ આડો ના આવવો જોઈએ તે બધા જ સંબંધોમાં પ્રેક્ટીકલી અહમ આડો આવતો જ હોય છે!

સંબંધોમાં પોતાની લાગણીઓને સાચી રીતે અને યોગ્ય સમયે વ્યક્ત કરવાને બદલે દંભના સહારે તેને દબાવીને પોતાની જાતને છેતરતા વ્યક્તિઓની સંખ્યા ઘણી વધારે હોય છે.

‘અમે બંને બહુ અલગ છીએ’ – તબીબી દ્રષ્ટીએ તો હવે જોડિયા બાળકો પણ એકબીજાની ઝેરોક્ષ જેવા નથી હોતા, તેમાં’ય ઘણી બાબતો અલગ પડે છે ત્યાં જીવનસાથીઓ એકબીજાથી અલગ હોવાના કારણે અસંતોષ કે ઉચાટ અનુભવે તે કેટલું વ્યાજબી છે?! હું નથી માનતો કે કોઈપણ યુગલ આ વાત સમજતું ના હોય, તેમ છતાં પોતાની મૂળભૂત સમસ્યાઓ સ્વીકારવામાં કે તેનો યોગ્ય ઉકેલ લાવવામાં નિષ્ફળ વ્યક્તિઓને આવી બધી દલીલો માફક આવી ગઈ હોય છે.

My inputs in today’s Mumbai Mirror about Unhappy India…

Jun 17 2015 : Mirror (Mumbai) Unhappy India GitanjaliChandrasekharan Tweets@cgitanjali We’ve failed the world happiness test. Mental health experts from four metros pin point the cardinal angst in our society In the last two decades, there has beennuclearisation of families which has led to the disintegration of our traditional supportsystems,“ says DrSamirParikh, psychiatrist and director…

યાદશક્તિ મનુષ્યની સૌથી જરૂરી માનસિક શક્તિઓમાની એક છે પરંતુ ભૂતકાળ વાગોળવાની ટેવ ધરાવતી વ્યક્તિઓ માટે એ સૌથી મોટી નબળાઈ બનીને રહી જાય છે.

જીવનમાં મનને અશાંત રાખતી અનેક બાબતો છે પરંતુ કોઈ મને એમ પૂછે કે એક મનોચિકિત્સક તરીકે તમે મનને અશાંત રાખતી બાબતો પૈકી સૌથી વધારે કઈ બાબતને અગત્યની ગણો છો તો હું ચોક્કસ કહું કે આપણી યાદશક્તિ. વ્યક્તિઓને જેટલી તેમની યાદશક્તિ અશાંત રાખી શકે છે તેટલી બીજી કોઈ બાબત નથી રાખી શકતી. આમ તો યાદશક્તિ મનુષ્યની…

માનસિક અશાંતિ અનુભવતી દરેક વ્યક્તિઓએ પોતાના મનમાં દબાઈ રહેલી અને યોગ્ય રીતે વ્યક્ત ના થઇ શકેલી લાગણીઓ તપાસવી જોઈએ…

લાગણીઓનું સંતુલન અને તેની યોગ્ય અભિવ્યક્તિ કોઈપણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ અગત્યની બાબત છે. ઘણી વ્યક્તિઓ યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં પોતાની નકારાત્મક લાગણીઓ વ્યક્ત નથી કરી શકતી.આનું પરિણામ એ આવે છે કે વ્યક્તિ મનોમન આક્રોશ કે અફસોસ અનુભવતી રહે છે. આક્રોશ એ વાતનો કે લાગણીઓ વ્યક્ત નથી થઇ શકતી અને અફસોસ એ વાતનો…

આપણે મહેનત કરીએ છીએ, આગળ વધીએ છીએ, સાધન-સગવડો ખરીદીએ છીએ પણ એનો અર્થ એમ ના સમજતા કે આપણે સુખી થઈએ છીએ, સુખનું ગણિત અલગ છે…

દિવાળી આવી ગઈ. સુખ-સંપત્તિના સપનાઓ સાકાર કરવાના અને નવા સંકલ્પો કરવાના દિવસો આવી ગયા. આમ તો સપના સાકાર કરવા કે સંકલ્પો કરવા માટેના કોઈ ચોક્કસ દિવસો કે સમય નથી હોતા, ૨૪X૭ ભજવાતો રહેતો મનનો આ ખેલ છે. પરંતુ વાર-તહેવારે આવતા વિશેષ(ધંધાદારીઓ માટે, ગ્રાહક માટે નહીં!) સેલની જેમ સપના–સંકલ્પો માટે આવા દિવસો અનિવાર્યપણે મહત્વના થઇ પડતા…

Happiness is a delicate balance of what one wants and of what one has!

Happiness is a delicate balance of what one wants and of what one has!                                                         (My writeup appeared in Ahmadabad Mirror) Happiness is a delicate balance of what one wants and of what one has. You need to learn to strike this balance.  It may be quite a difficult task but it’s not impossible, provided…