ભય-મુક્ત વિચારસરણીની વાત કરવી એટલે ધબકાર વગર જીવતા રહેવાની વાત કરવી! ભય-મુક્ત મન કલ્પના માત્ર છે. દરેકના ભય અંગત હોઈ શકે, વત્તા-ઓછા હોઈ શકે પરંતુ ભય-મુક્ત કોઈ નથી. અન્યને જે સંજોગોમાં ભય ના રાખવાનું સમજાવતા લોકોના જીવનમાં જયારે એ જ સંજોગો આવીને ઉભા રહે ત્યારે તેમને પણ ફફડતાં જોયાના અનેક ઉદાહરણો હું આપી શકું એમ છું. અમુક ભય વાસ્તવિક હોય છે અને તેને સમજીને આગોતરું આયોજન કરવું પણ જરૂરી હોય છે. ભયને તેના સાચા અર્થમાં મુલવવો અને તેનું યોગ્ય અર્થઘટન કરવું એ સૌથી મહત્વનું છે.
Tag: Happiness
સમયની સાથે જીવન સરળ અને સગવડભર્યું બન્યું છે, પરંતુ આનંદમય નથી બન્યું !
વિજ્ઞાન અને ટેક્નોલોજીની જબરદસ્ત પ્રગતિ પછી આપણે હળવા થવાને બદલે દિવસેને દિવસે વધુ ચિંતાવાળા અને હાયપર કેમ થતા જઈએ છીએ?! આપણને કોણ ચિંતા કરાવે છે?! વધુ પડતી માહિતી-જાણકારી, મીડિયા, જાહેરાતો, ભય ફેલાવીને ધંધો કરતા ધંધાદારીઓ, સોશિયલ મીડિયા, આપણી આજુબાજુના લોકો, આપણો સ્વભાવ વગેરે આપણને ચિંતા કરાવે છે! આ બધાનું કમનસીબ પરિણામ એ આવ્યું છે કે હળવાશ અનુભવવાની આપણી ક્ષમતામાં અને આવડતમાં જબરદસ્ત ઘટાડો થયો છે. નાની નાની બાબતોમાં આપણે રઘવાયા થઇ જઈએ છીએ, અતિસક્રિય થઈને ઉકેલ માટે કે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા દોડાદોડ કરી મૂકીએ છીએ અને ના જોઈતી ચિંતાઓ કરવા માંડીએ છીએ!
પળ પળ જીવવું છે, ઝિંદાદિલીથી જીવવું છે, પ્રસન્ન ચિત્તે જીવવું છે પરંતુ કેવી રીતે?!
મહામારીએ આપણને જીવનના ઘણા અઘરા પાઠ ભણાવી દીધા અને ખબર નથી હજી કેટલા ભણાવશે. સ્વતંત્રતાથી માંડીને સ્વજનો સુધીનું એટલું બધું ગુમાવ્યું છે કે નાની નાની વાતમાં ફિલસૂફીએ ચઢી જવાય છે! આ ફિલસૂફીમાંથી હાલ પૂરતી એક વાત સમજાઈ ગઈ છે કે જીવનને ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઇ શકાય એમ નથી!
Lockdown spike in calls flagging infidelity – Inputs in Times of India
2020 was a defining year for relationships. Generally, people are able to keep their lives inside and outside the house separate. But due to sustained lockdown, living together for months within a house, infidelity was increasingly exposed and confronted.
વાતો ભલે શાશ્વત સુખની કરતા હોઈએ પરંતુ આપણી દોટ કામચલાઉ સુખ પાછળ હોય છે, શા માટે?!
મોટાભાગની વ્યક્તિઓ સુખ માટે આંતરિક કારણો અને તેમાંથી નિપજતા શાશ્વત સુખનું મહત્વ સમજતા હોવા છતાં તેમની દોટ તો બાહ્ય કારણો અને તેમાંથી ઉપજતા કામચલાઉ સુખ પાછળ જ હોય છે. ફિલસુફી ગમે તે ઝાડીએ, પરંતુ મોટા ભાગે આપણે સુખને અંદર ઓછું અને બહાર વધુ શોધતા હોઈએ છીએ! વાતો ભલે શાશ્વત સુખની કરતા હોઈએ પરંતુ આપણી દોટ કામચલાઉ સુખ પાછળ હોય છે, શા માટે?!
વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં 156 દેશોમાં આપણું 133મું સ્થાન એક રાષ્ટ્ર તરીકે આપણા માટે શરમજનક બાબત છે!
‘વર્લ્ડ હેપ્પીનેસ ડે’ નિમિત્તે રજુ થયેલા વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટમાં આપણે 156 દેશોમાં 133મું સ્થાન પ્રાપ્ત કર્યું ! ગયા વર્ષ કરતા લગભગ વધુ અગિયાર સ્થાન પાછળ!! અને આપણા પાડોશી દેશો ચીન, પાકિસ્તાન, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાથી ઘણા પાછળ!! મારી દ્રષ્ટિએ એક રાષ્ટ્ર તરીકે આપણા માટે આ શરમજનક બાબત છે. મને આ જ બાબતના સંદર્ભમાં ગયા વર્ષે લખેલો લેખ શેર કરવાનું મન થયું, લો વાંચો ત્યારે 🙂
સુખ, સંબંધો અને સબરસ, આ ત્રણે’ય વગર જિંદગી ફિક્કી છે, અધૂરી છે! – Talk @ Toronto on 27th April 2019
સુખ, સંબંધો અને સબરસ, આ ત્રણે’ય વગર જિંદગી ફિક્કી છે, અધૂરી છે. એક મનોચિકિત્સક તરીકેના વર્ષોના અનુભવ ઉપરથી એક વાત તો હું ખુબ દ્રઢતાપૂર્વક કહી શકું છું કે વ્યક્તિના સુખ-દુઃખ કે જીવનની સાર્થકતાનો ઘણો મોટો આધાર તેના સંબંધો ઉપર રહેલો છે. આ સંબંધો લગ્નજીવનના હોય, સંતાનો સાથેના હોય, કુટુંબ-સમાજ સાથેના હોય, પોતાની જાત સાથેના હોય કે પછી ટેક્નોલોજી સાથેના હોય! બધુ’ય સબરસ હોવું જોઈએ, આ સબરસ એટલે જીવનના તમામ સ્વાદનો એકરસ! જીવતરનો સાચો સ્વાદ આપતો રસ અને તેમાંથી નીતરતું સુખ!!
‘ડીપ્રેશન’ દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે…
‘ડીપ્રેશન’ દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે… ‘હા, હું ડીપ્રેશનથી પીડાઉં છું, મારે મદદની જરૂર છે’ સરળતાથી બોલી કે સ્વીકારી ના શકાય તેવું આ વિધાન છે.અંદરો અંદર રીબાવવા અને બધું જ સુખ હોવા પછી પણ તેનો સાચો આનંદ ના માણી શકવા…
Ceasefire to talk – My Inputs in Femina 30 Dec 2015 issue
My Inputs in Femina 30 Dec 2015 issue…
અપેક્ષાઓ જીવનની મઝા ગમે તે ઘડીએ બગાડી શકે છે. ખોટી વ્યક્તિઓ પાસે, ખોટા સમયે રાખેલી અને ખોટી બાબતોની અપેક્ષાઓ જીવનભર રિબાવે છે.
દિવાળીએ આપણે વાત કરી જીવન પ્રત્યેનો અભિગમ અને સમજ બદલવા આવનારા સમયના સંકલ્પો ઓછા અને વીતેલા સમયનું પાકું સરવૈયું વધુ કામ આવે છે. જીવન મનભરીને માણવા માટેની આ એક પાયાની સમજ છે પરંતુ આ બધી વાતો કરવી ખુબ સહેલી હોય છે, પણ એને સાચા અર્થમાં વ્યવહારમાં મુકવા માટે આયોજન કરવું પડે છે. કમનસીબે આપણી માનસિકતા…
Hello Sakhi – Talk on Doordarshan…
Hello Sakhi – Talk on Doordarshan…
On women’s Mental Health and Related Issues
અંદરખાને લાગણીઓના મુદ્દે તીવ્ર અસલામતી અને ડર અનુભવતી વ્યક્તિઓ સંબંધમાં જાણે-અજાણ્યે તમને રિબાવે છે!
તમને પ્રોત્સાહિત રાખીને તમારા વિચારોમાં હકારાત્મકતા અને સર્જનાત્મકતા ઉત્પન્ન કરતી વ્યક્તિને જીવનના કોઈપણ સંબંધમાં પકડી રાખજો. તમારા વિચારોને અને જીવનને એ ધરમૂળથી બદલી શકે છે.