વાતો ભલે શાશ્વત સુખની કરતા હોઈએ પરંતુ આપણી દોટ કામચલાઉ સુખ પાછળ હોય છે, શા માટે?!

મોટાભાગની વ્યક્તિઓ સુખ માટે આંતરિક કારણો અને તેમાંથી નિપજતા શાશ્વત સુખનું મહત્વ સમજતા હોવા છતાં તેમની દોટ તો બાહ્ય કારણો અને તેમાંથી ઉપજતા કામચલાઉ સુખ પાછળ જ હોય છે. ફિલસુફી ગમે તે ઝાડીએ, પરંતુ મોટા ભાગે આપણે સુખને અંદર ઓછું અને બહાર વધુ શોધતા હોઈએ છીએ! વાતો ભલે શાશ્વત સુખની કરતા હોઈએ પરંતુ આપણી દોટ કામચલાઉ સુખ પાછળ હોય છે, શા માટે?!