બે સ્ત્રીઓ વચ્ચે સંતુલન જાળવવાની કળા મોટાભાગના પુરુષોને સાધ્ય હોય છે પરંતુ, પુરુષોની આ કળા તેને પત્ની અને માતા વચ્ચે સંતુલન જાળવવામાં મહદઅંશે કામ નથી લાગતી.

‘સર અમારા બે વચ્ચે કોઈ પ્રશ્ન જ નથી, મારા તરફથી મેં ક્યારે’ય એને કોઈ રોકટોક નથી કરી. દરેક બાબતે એને સંપૂર્ણ સ્વતંત્રતા છે. તમે એને પૂછી શકો છો. પરંતુ એને મારા મમ્મી સાથે નથી ફાવતુ અને તેને કારણે અમારા વચ્ચે ઝગડા થતા રહે છે. દેખીતી રીતે મેં એ બંનેને ક્યારે’ય ઝગડતા કે દલીલો કરતા જોયા…