‘પણ, હું તો તને પ્રેમ કરું છું!’ ભાગ-2ની પ્રસ્તાવના…

‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ પ્રકાશિત કરવા પાછળ ઉદ્દેશ સ્પષ્ટ હતો કે સંબંધોને મજબૂતાઈ આપે તેવી વાતો સરળ અને હળવી શૈલીમાં લખવી. કશું’ય અધ્ધરતાલ કે ફિક્શન નહીં, માત્ર સાવ સાચી પ્રેક્ટીકલ વાતો અને અમલમાં મૂકી શકાય તેવા ઉપાયો. ત્યારે જ નક્કી હતું કે એક નહીં પણ એક પછી એક સંખ્યાબંધ પુસ્તકો આ દિશામાં મુકવા અને એટલે જ ‘સંબંધોને મજબુત બનાવતી શ્રેણી’ – Relationship Builder Series ના મથાળા હેઠળ ‘પણ, હું તો તને પ્રેમ કરું છું’ પુસ્તકથી શરૂવાત થઇ.

Review of my books in Fulchhab 7th July 2013

મિત્રો આપે પણ આ પુસ્તકો અથવા મારા અન્ય કોઈ પુસ્તકો વાંચ્યા હોય તો આપના પ્રતિભાવો અહીં અથવા info@malefemale.in પર મેઈલ કરી જણાવવા વિનંતી છે.  

About newly released books….

અદભૂત પ્રેમની વિસ્મયકારક વાતો પ્રેમની અદભૂત લાગણીઓ કરતાં તેની સાથે સંકળાએલી વાસ્તવિકતાઓ વધુ નવાઈ પમાડે તેવી છે. આ વિસ્મયકારક વાસ્તવિકતાઓ આપણા મનમાં અનેક પ્રશ્નો ઉત્ત્પન કરતી જાય છે. શા માટે સાત જન્મ સાથે જીવવાના વચન સાથે સહજીવન શરુ કરનારા યુગલો પહેલા જ જન્મમાં હાંફવા માંડે છે અને મનોમન આ ભવ મળ્યા પણ આવતા ભવે સામા…