‘આટલા વર્ષો તમે જે મારા ચહેરાની લાલી જોઇને આકર્ષાતા’તા કે મીઠી ઈર્ષા કરતા’તા તે ખરેખર લાલી નહતી પણ મને સંબંધમાં પડેલા તમાચાઓની છાપ હતી!!’

ટૂંકાણમાં કે સંક્ષિપ્તમાં ઘણું કહેવું એ એક કળા છે. નિબંધ લખવા-સમજવા કરતા વન-લાઈનર લખવા-સમજવા માટે વધુ બુદ્ધી, સમજદારી અને ડહાપણની જરૂરીયાત હોય છે. ઘણીવાર આ વન-લાઈનર્સ એટલા માર્મિક હોય છે કે જાણે એક વાક્યમાં જીવનના મસમોટાં સત્યો સમાઈ ગયા હોય. ગુજરાતી ભાષાના લુપ્ત થઇ રહેલા રૂઢીપ્રયોગો અને કહેવતો આવા વન-લાઈનર્સ જ છે ને?! સમજાય તો…

મિસવર્લ્ડને પણ પાર્ટીમાં જતા પહેલા પતિની ઈચ્છા વિરુદ્ધના કપડા પહેરવા માટે ગાડીમાં માર પડતો હોય ત્યાં ‘માય ચોઈસ’ની વાત ધંધાકીય ગતકડાંથી વિશેષ શું હોય?!

‘સ્ત્રીઓ મહિલા સશક્તિકરણની ખાલીખમ વાતો નહીં પણ એક સન્માનપૂર્વક નજર માટે તરસે છે – સર, ગત સપ્તાહે તમે તમારી કોલમમાં કરેલી આ વાત મને ખુબ સ્પર્શી ગઈ અને તેથી જ મને મારી વાત તમારી સાથે શેર કરવાની હિંમત આવી છે’ વિદેશથી એક મહિલા તબીબે કરેલા ઇ-મેઇલની શરૂઆતના આ શબ્દો છે. છેલ્લા પંદર વર્ષથી ત્યાં સ્થાયી…