જીવનમાં ઘણી બાબતો જેટલી સરળતાથી ગળે ઉતરી જતી હોય છે તેટલી સરળતાથી પચી નથી જતી…

કાળી ચૌદશે સવાર સવારમાં જ ફોન આવી ગયો ‘સાહેબ આજે તો તમે જબરદસ્ત વાત લખી છે કે સુખનો સાચો આધાર બહારનું ભપકાદાર નહીં પણ તમારી અંદરનું મજબુત બનાવવા ઉપર છે. મને તો આખો લેખ એક જ વાંચનમાં ગળે ઉતરી ગયો. દિવાળીમાં તમે એક સુંદર વાંચનની ભેટ આપી’ ‘વાંચ્યા પછી શું?!’ મેં વળતો પ્રશ્ન કર્યો. ભાઈ…

આપણે મહેનત કરીએ છીએ, આગળ વધીએ છીએ, સાધન-સગવડો ખરીદીએ છીએ પણ એનો અર્થ એમ ના સમજતા કે આપણે સુખી થઈએ છીએ, સુખનું ગણિત અલગ છે…

દિવાળી આવી ગઈ. સુખ-સંપત્તિના સપનાઓ સાકાર કરવાના અને નવા સંકલ્પો કરવાના દિવસો આવી ગયા. આમ તો સપના સાકાર કરવા કે સંકલ્પો કરવા માટેના કોઈ ચોક્કસ દિવસો કે સમય નથી હોતા, ૨૪X૭ ભજવાતો રહેતો મનનો આ ખેલ છે. પરંતુ વાર-તહેવારે આવતા વિશેષ(ધંધાદારીઓ માટે, ગ્રાહક માટે નહીં!) સેલની જેમ સપના–સંકલ્પો માટે આવા દિવસો અનિવાર્યપણે મહત્વના થઇ પડતા…

Two Minute Analysis… Women and Pornography

  Study published in the journal Cyber-psychology, Behavior and Social Networking had found that women are just as likely to be addicted to pornography as men.Women are more likely to watch same-sex porn videos than heterosexual porn videos… Reader of this blog has send this research finding for two minute analysis. Majority of heterosexual porn…

જે વ્યક્તિઓને કંટાળો, અણગમો, એકલતા કે અસલામતી સતાવતી હોય તે વ્યક્તિઓ જાણે-અજાણે સ્માર્ટફોનને વળગેલી રહેતી હોય છે.

જો તમારી બેડરૂમ લાઈફ બોરિંગ કે યંત્રવત થઇ ગઈ હોય તો બેડરૂમમાં ગેજેટ્સ વાપરવાથી દુર રહો એવી વાત મેં ગયા બુધવારે આ કોલમમાં કરી હતી. બે દિવસ પછી એક બેનનો ફોન આવ્યો કે પથારીમાં પડ્યા પડ્યા ઘણો લાંબો સમય પોતપોતાના મોબાઈલ ઉપર રહેવાનું અમારું રૂટીન હતું. પરંતુ, મેં અને મારા પતિએ લેખ વાંચીને નક્કી કર્યું…

ક્યારે’ય વિચાર્યું છે કે તમારા બેડરૂમમાં તમારા સિવાય બીજા કેટલા જણા રહે છે?!

‘આ અમારો માસ્ટર બેડરૂમ’ પોતાના નવા ઘરને બતાવતા મિત્રએ મને કહ્યું. આખા ઘરમાં સૌથી સુંદર રીતે સજાવેલો રૂમ મેં રસપૂર્વક જોતા જોતા એને પૂછ્યું ‘આ રૂમમાં કેટલા જણા રહેવાના?!’ સ્વાભાવિક રીતે જ એ મારા આ વિચિત્ર લગતા પ્રશ્નથી થોડો ડઘાઈ ગયો હશે અને એટલે જ ધીરેથી ગંભીરતાપૂર્વક કહ્યું ‘અમે બે જ, બાળકોના અલગ બેડરૂમ તો…

‘હું જે કરું છું તે નહીં કરવાનું, પણ હું જે કહું છું તે કરવાનું’ સંતાનના ઉછેરમાં માતા-પિતાનો આવો દંભી અભિગમ બાળકોને બળવાખોર બનાવે છે…

નાનપણના એ વર્ષોમાં હોટલમાં જમવા જવાનું ચલણ માત્ર વાર-તહેવાર પુરતું હતું, ખાસ કરીને કુટુંબના સભ્યોની કે યુગલોના લગ્નની વર્ષગાંઠે. પરંતુ બાળક તરીકે મને મનોમન ઈર્ષ્યા હોટલના માલિકની આવતી. મને થતું કે એમને કેટલા જલસા?! રોજેરોજ નવું નવું ચટાકેદાર ખાવાનું!! પણ, જેમ ઉંમરની પરિપક્વતા તમારા ઘણા નિર્દોષ વિચારોને ખેદાન-મેદાન કરીને તેના સ્થાને કડવી કે નરી વાસ્તવિકતા…

કોઈપણ વ્યક્તિને સ્ત્રીની સુંદરતા મગજમાં બેસી જાય તો પછી તે વ્યક્તિ; જાણ્યે-અજાણ્યે એ સ્ત્રીની બુદ્ધિ, ચતુરાઈ, આવડત કે સામર્થ્ય પરત્વે દુર્લક્ષ સેવવા માંડે છે!

‘સની લીઓની તેની ઈમેજ સુધારવા સાફ-સુથરા રોલ કરશે’, ‘સની તેની સેક્સી ઇમેજ દુર કરવા ખુબ પ્રયત્નો કરી રહી છે’ વગેરે સમાચારો તાજેતરમાં વાંચ્યા ત્યારે મને પાંચ-સાત વર્ષ પહેલા લખેલો આ લેખ યાદ આવ્યો. મારે સનીને એટલું જ કહેવું છે કે બેન એકવાર પુરુષના મગજમાં સ્ત્રીનું શરીર ફીટ થઇ જાય પછી તેને હટાવીને સ્ત્રીની બુદ્ધિ, ચતુરાઈ,…