‘ડીપ્રેશન’ દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે…

‘ડીપ્રેશન’ દૂર કરવા માટે માત્ર દવાઓ ઉપર આધારિત ના રહેતા પોતાની જાતને મદદ કરવા માટે કેટલીક જરૂરી બાબતો પણ અપનાવવી પડશે… ‘હા, હું ડીપ્રેશનથી પીડાઉં છું, મારે મદદની જરૂર છે’ સરળતાથી બોલી કે સ્વીકારી ના શકાય તેવું આ વિધાન છે.અંદરો અંદર રીબાવવા અને બધું જ સુખ હોવા પછી પણ તેનો સાચો આનંદ ના માણી શકવા…

નિર્ણયશક્તિ નબળી પડવી એ રોગ નથી પરંતુ જુદા જુદા પ્રકારના રોગોનું એક લક્ષણ છે…

મગજની વિવધ ક્ષમતાઓ પૈકી નિર્ણય લેવાની શક્તિ એક ખુબ અગત્યની ક્ષમતા છે. દરેક વ્યક્તિની નિર્ણયશક્તિ સરખી ના હોય તે સમજી શકાય એવી વાત છે. નાની નાની બાબતોમાં અનિર્ણાયકતાથી પીડાતો એક વર્ગ છે. ‘ડિસીઝન નથી લઈ શકાતું’, ‘નિર્ણયશક્તિ નબળી પડી ગઈ છે’, ‘ખોટા નિર્ણયો લેવાઈ જાય છે’, ‘મેં લીધેલો નિર્ણય સાચો છે કે નહિ તે વિષે સતત સંદેહ રહ્યા કરે છે’ વગેરે પ્રકારની ફરિયાદો આ લોકો અનુભવે છે. શું આ અનિર્ણાયકતા કે નબળી નિર્ણયશક્તિ જન્મજાત કે વારસાગત હોય છે? નબળી નિર્ણયશક્તિ કોઈ રોગ છે કે રોગનું લક્ષણ છે?!

માનસિક શાંતિ બાબા-ફકીરોની કરામતોથી નથી મળતી, તમારી અંગત સમજમાંથી જન્મે છે.

માનસિક શાંતિ વિશે આપણે વાતો કરી રહ્યા છીએ. ચાલો આજે પર્વતને લગતી એક બોધકથાથી લેખની શરૂઆત કરીએ. એકવાર એક પિતા અને તેનો પુત્ર એક હીલ સ્ટેશન પર પર્વતના વિવિધ ‘પોઇન્ટ’ ખૂંદી રહ્યા હતા. ફરતા ફરતા પુત્ર રસ્તામાં પથરા વીણવા બેઠો અને પિતા થોડેક આગળ નીકળી ગયા. પુત્રએ આગળ નિકળી ગયેલા પિતાને ગભરાટમાં આવી ઉભા રહેવા…

હતાશ વ્યક્તિઓ તેમના વિચારોને જડતાપૂર્વક પકડી રાખવાનું અને તેમની માન્યતાઓને દ્રઢતાપૂર્વક વળગી રહેવાનું વલણ ધરાવતી હોય છે

‘ડીપ્રેશન’થી પીડાતી વ્યક્તિઓમાં અમુક વૈચારિક નબળાઈઓ ખુબ સામાન્ય હોય છે અને આ અવસ્થામાં પોતાની જાતને મદદ કરવા ઈચ્છતી દરેક વ્યક્તિએ આ નબળાઈઓ ઉપર કાબુ મેળવવો જરૂરી હોય છે. આ પૈકી એક મહત્વની નબળાઈ એવી ભૂતકાળ વાગોળવાની વૃત્તિની વાત આપણે કરી. મનની નકારાત્મક અવસ્થા સાથે સંકળાયેલી બીજી મહત્વની નબળાઈ છે વિચારોમાં જડતા. સામાન્ય રીતે હતાશ વ્યક્તિઓ…

યાદશક્તિ મનુષ્યની સૌથી જરૂરી માનસિક શક્તિઓમાની એક છે પરંતુ ભૂતકાળ વાગોળવાની ટેવ ધરાવતી વ્યક્તિઓ માટે એ સૌથી મોટી નબળાઈ બનીને રહી જાય છે.

જીવનમાં મનને અશાંત રાખતી અનેક બાબતો છે પરંતુ કોઈ મને એમ પૂછે કે એક મનોચિકિત્સક તરીકે તમે મનને અશાંત રાખતી બાબતો પૈકી સૌથી વધારે કઈ બાબતને અગત્યની ગણો છો તો હું ચોક્કસ કહું કે આપણી યાદશક્તિ. વ્યક્તિઓને જેટલી તેમની યાદશક્તિ અશાંત રાખી શકે છે તેટલી બીજી કોઈ બાબત નથી રાખી શકતી. આમ તો યાદશક્તિ મનુષ્યની…

એકબાજુ ટીવી ચાલુ હોય, બીજીબાજુ લેપટોપ, કાનમાં સંગીત, હાથમાં ચોપડી અને વચ્ચે વચ્ચે મોબાઈલમાં ચેટ ! એકસાથે બધી જગ્યાએ ધ્યાન રાખવાની લ્હાયમાં કશે’ય ધ્યાન નહી !!

જે ઘણી વ્યક્તિઓ એવી છે કે જેને જીવનમાં ઘણું બધું કરવું છે પણ તેમની પાસે સમય નથી અને બીજી બાજુ એવી વ્યક્તિઓ પણ છે કે જેની પાસે સમય જ સમય છે, સમય ક્યાં પસાર કરવો તે તેમની મુખ્ય સમસ્યા છે. આમ જોવા જઈએ તો આ બંને પ્રકારની વ્યક્તિઓએ તેમના સમયનું યોગ્ય આયોજન કરવું પડે એમ…

માનસિક અશાંતિ અનુભવતી દરેક વ્યક્તિઓએ પોતાના મનમાં દબાઈ રહેલી અને યોગ્ય રીતે વ્યક્ત ના થઇ શકેલી લાગણીઓ તપાસવી જોઈએ…

લાગણીઓનું સંતુલન અને તેની યોગ્ય અભિવ્યક્તિ કોઈપણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ અગત્યની બાબત છે. ઘણી વ્યક્તિઓ યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં પોતાની નકારાત્મક લાગણીઓ વ્યક્ત નથી કરી શકતી.આનું પરિણામ એ આવે છે કે વ્યક્તિ મનોમન આક્રોશ કે અફસોસ અનુભવતી રહે છે. આક્રોશ એ વાતનો કે લાગણીઓ વ્યક્ત નથી થઇ શકતી અને અફસોસ એ વાતનો…