ધબકતા શહેરનો રણકતો અવાજ

आ नो भद्रा: क्रतवो यन्तु विश्वत:

સર્વ દિશાઓથી અમોને શુભ વિચાર પ્રાપ્ત થાઓ. ઋગ્વેદ 1-89-1

તમારા અસ્તિત્વને વિરાટ બનાવતી અને જીવનને અર્થ આપતી આ પ્રાર્થના છે. આ શુભ વિચારો પ્રાપ્ત કેવી રીતે થાય!? ક્યાંથી થાય?! અઘરું છે, અને આજના સમયમાં તો પુષ્કળ અઘરું છે, એવું નથી સુવિચારોની કમી છે, મોબાઈલમાં એનો ધોધ વહે છે પરંતુ યંત્રવત, ના તો ચિંતનનો સમય છે, ના જીવનમાં ઉતારવાનો, માત્ર વાંચ્યા-વિચાર્યા વગર ફોરવર્ડ કરવાના કામે લાગતા આ વિચારો છે. આવા માહોલમાં એક અવાજ જે છેલ્લા અઢાર વર્ષથી શહેરીજનોના મગજને ખેડીને વિચારબીજ રોપી રહ્યો હતો તેણે આજે મૌન ધારણ કરી રેડીઓને અલવિદા કહી 😦 

અમદાવાદી આત્માનો આ અવાજ… ધબકતા શહેરનો રણકતો આ અવાજ એટલે ધ્વનિત…

એની લોકપ્રિયતામાં અવાજનું યોગદાન એટલું નથી જેટલું એના વિચારોનું, એની કાળજી (Concern) અને એની લાગણીસભર માવજતનું છે. એનો અર્થ એમ થયો કે એ આરજે  પછી પણ ઉમદા વ્યક્તિ પહેલા છે. સંસ્કૃતિના મૂળિયાં સાથે જોડાયેલા આ રણકતા અવાજે આપણને ઘણું આપ્યું છે, આપણા દિવસની શરૂઆતમાં વિચારોને અજવાળ્યા છે. આપણે સૌ વત્તે-ઓછે અંશે એના ઋણી છીએ. અહીં કોઈનું’ય સ્થાન ખાલી રહેતું નથી, આરજે તો બીજા ઘણા આવશે, પરંતુ મૂળિયાંમાંથી વિચારોમાં પ્રાણ ફૂંકનારો પવન?! અવાજ તો મળી જશે પણ ઉદ્દીપન?! Fingers crossed…

One Comment Add yours

  1. Jignasu says:

    બધું સારું જ થશે. 🙏👍

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s