RSS

Monthly Archives: September 2020

‘આ નવરાત્રી ના થાય એમાં ડોક્ટરોને કઈંક ફાયદો થતો હશે, તમને શું લાગે છે?!’

‘આ વખતે ડોક્ટરોના કારણે નવરાત્રી નહીં થાય’ વાત વાતમાં એક વ્યક્તિએ મને કહ્યું ‘આયોજકો, કલાકારો કે ચણીયા-ચોળી વેચતા આ પાથરણાવાળાઓનું શું થશે?’

‘કેમ?! નવરાત્રીનું આયોજન કરવું કે નહીં તે નક્કી કરવાની સત્તા સરકારે આ વખતે ડોક્ટરોને આપી છે?!’ મેં સાવ અજાણ્યા બનીને પૂછ્યું.

પેલા ભાઈ તો માસ્ક નીચો કરીને એકદમ જોરમાં આવી ગયા  ‘હાસ્તો, ડોક્ટરો જ વિરોધ કરે છે ને કે નવરાત્રી ના કરાવવી જોઈએ’ 

મેં એમને માસ્ક ઊંચો કરવા ઈશારો કરતા કહ્યું ‘નવરાત્રી ના થાય એમાં ડોક્ટરોને કઈંક ફાયદો થતો હશે, તમને શું લાગે છે?!’ ભાઈ થોડા વિચારમાં પડ્યા. સોશિયલ મીડિયાએ આપેલી અભિવ્યક્તિની સગવડોને કારણે ઘણી વાતોમાં લોકો સમજ્યા વગર એમ જ કૂદી પડતા હોય છે અને ગમે તેવો બકવાસ કરવા લાગી જતા હોય છે! ઉકરડાની વચ્ચે બેસીને પોતે સ્વચ્છતાના કેટલા મોટા હિમાયતી છે એવું ભાષણ આપતા લોકોનો અહીં તોટો નથી.

‘હા કોઈ ફાયદો નહીં થતો હોય, પણ હવે કોરોના સાથે જ જીવવાનું છે તો લોકોની રોજીરોટીનું ધ્યાન પણ રાખવું જોઈએ ને?!’ પોતાનો કક્કો ખરો કરવા પેલા ભાઈએ પોતાની વાહિયાત વાતના સમર્થનમાં એનાથી પણ વાહિયાત ફિલસુફી ઝાડી.

‘જુઓ સાહેબ આજના જમાનામાં અભિપ્રાય કોઈપણ આપી શકે અને તેમની સાવ બકવાસ વાતમાં પણ અંગુઠો ઊંચો કરતો એક વર્ગ બધા પાસે હોઈ શકે પરંતુ એનો અર્થ એ નથી કે આપણે જાણ્યા-સમજ્યા વગર ગમે તે બકવાસ કર્યા કરવો’ મારો અણગમો મારી ક્ડવાશભરી ભાષામાં સ્પષ્ટ હતો.

‘ડૉક્ટર તરીકે તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો, હું તો જનરલ પબ્લિકનો જે અભિપ્રાય છે તે કહેતો હતો’ એમણે મારી નારાજગી પારખતા કહ્યું.

‘વાતોને અંગત સ્તરે લેવાની મને ખાસ ટેવ નથી પરંતુ તમારી અને જે પબ્લિકની તમે વાત કરો છો એમની ટૂંકી સમજ અંગે મને નારાજગી છે’ મને ખબર હતી કે હવે પછીની વાત સાંભળવામાં એમને ખાસ રસ નહીં હોય પણ મારે સ્પષ્ટતા કરવી જ હતી. પહેલી વાત, ડોક્ટરોએ નવરાત્રીનું આયોજન ના કરવાની અપીલ કરી છે, અભિપ્રાય આપ્યો છે, નક્કી સરકારે કરવાનું છે. બાકી, રેલીઓ-મેળાવડા વગેરે ના કરવા એવું કહેતા કહેતા ડોક્ટરોના ગળા ફાટી ગયા પરંતુ જે ને જે ફાવ્યું એ કર્યું જ છે, નવરાત્રીમાં પણ એવું જ થશે! બીજી વાત, ડોક્ટરોનો આ અભિપ્રાય રોગચાળો ફેલાતો રોકવા માટે અને જનતાના ફાયદા માટે છે, તેમના અંગત ફાયદા માટે નથી – આ વાત જેને ના સમજાતી હોય તેણે તાત્કાલિક આઈક્યૂ ટેસ્ટ કરાવી લેવો હિતાવહ છે. ત્રીજી વાત,  તમે જે આ માસ્ક ઉતારીને વાત કરવાની આદત ધરાવો છો ને એને કારણે લોકોની રોજીરોટી છીનવાશે, ડોક્ટરોની નવરાત્રીનું આયોજન નહીં કરવાની અપીલને કારણે નહીં!’

સૌથી કમનસીબ વાત તો હવે આવે છે, મારુ રીતસરનું ભાષણ સાંભળ્યા પછી ‘સાહેબ તમારી વાત સાચી છે’ એવું કહેવાનું તો ઘેર ગયું પણ જતા જતા એ ભાઈ કહેતા ગયા સૉરી સર, તમને મારી વાતનું વધારે પડતું લાગી આવ્યું, બોલો આટલી સ્પષ્ટતા પછી પણ એ ભાઈ એટલું ના સમજી શક્યા કે મારી વાત ડોક્ટરોના બચાવ માટે નહીં પણ મહામારીના અસરકારક નિયંત્રણ માટેની હતી!

કોવીડને લાગેવળગતી આ ચર્ચા ભલે તાજી જ છે, પરંતુ આ વિષય મેં અગાઉ પણ ઘણા દર્દી સાથે ઉખેળ્યો છે. ડાયાબીટીસવાળો કહે કે ‘ડોક્ટરોએ મારી ખાંડ બંધ કરાવી દીધી’,  આલ્કોહોલિક એમ કહે કે ‘ડોક્ટરે મારો દારૂ બંધ કરાવી દીધો’ કે લોહીમાં વધુ પડતી ચરબી ધરાવનાર કહે કે ‘ડોક્ટરોએ ઘી-તેલ બધું બંધ કરાવી દીધું છે’ – આ વાતોમાં ડોક્ટર તરફ ફરિયાદનો સુર કેમ હોય છે તે આજ સુધી હું સમજી નથી શક્યો. ત્રીસ વર્ષની મારી મેડીકલ પ્રેક્ટિસમાં જવલ્લેજ કોઈ એવો મળ્યો હશે કે જેણે ડોક્ટર પ્રત્યે કૃતજ્ઞતા ભાવ સાથે એવું કહ્યું હોય કે ‘સારું થયું કે ડોકટરે મને ખાંડ, દારૂ કે ઘી-તેલ બંધ કરવાની સલાહ આપી, મારી બીમારી જલ્દી કાબુમાં આવી’ કરવાનું બધું જ પોતાના મનનું અને પરિણામ અંગે પૂછવાનું ડોક્ટરને, એ પણ તે જવાબદાર હોય એ રીતે! હાથમાંથી મોબાઈલ પડી જાય ત્યાં સુધી ફોન મુકવાનો નહિ અને રાત્રે ઊંઘ કેમ નથી આવતી એ પ્રશ્ન ડોક્ટરને પૂછવાનો! અને, ડૉક્ટર કહે કે રાત્રે અગિયાર વાગ્યા પછી મોબાઈલ શરીરથી દસ ફૂટ દૂર મૂકીને પુસ્તક વાંચો, સંગીત સાંભળો કે રિલેક્ષેસન એક્સરસાઈઝ કરો, તો ડૉક્ટર પ્રત્યે અણગમો વ્યક્ત કરવાનો!  પોતાની ના મટતી કે કાબુમાં ના આવતી બીમારીઓ માટે ડોક્ટરને દોષ આપતો રહેતો એક વર્ગ છે, ‘ત્રણ વર્ષથી ડૉક્ટરોના દવાખાના ગણીએ છીએ પણ મટતું નથી, કોણ જાણે ડૉક્ટરો કેવી દવાઓ આપે છે?!’ પણ ક્યારેય એવું નહીં વિચારવાનું કે મારી બીમારી ખરાબ છે, બીમારીને ખુબ અવગણ્યા પછી કે વિવિધ અખતરાઓમાં સમય બગાડ્યા પછી હું ડૉક્ટર પાસે પહોંચ્યો છું, ડૉક્ટરની સલાહો માનવાને બદલે હું મને જે યોગ્ય લાગે એ પ્રમાણે કરતો હોઉં છું વગેરે. ઘણાનો તો એટીટ્યુડ જ એવો હોય છે કે જાણે એમને બીમારી ડૉક્ટરે જ આપી હોય અને એ દવા લઈને ડૉક્ટર ઉપર ઉપકાર કરતા હોય! આ બધાથી ડૉક્ટરો તો મોડા-વહેલા ટેવાઈ જતા હોય છે પરંતુ આવી માનસિકતાથી દર્દીઓને પોતાને બહુ નુકસાન જતું હોય છે, સાજા થવામાં અડચણો આવતી હોય છે અને વધુ સહન કરવું પડતું હોય છે.

કોઈપણ ડૉક્ટરને તમને બીમાર પાડવામાં કે તમારી બીમારી લંબાવવામાં રસ નથી હોતો. એમની દરેક સલાહો તમારા ભલા માટે કે તમારા સ્વાસ્થ્ય માટે હોય છે, એમાં પોતાનો એક પૈસાનો સ્વાર્થ નથી હોતો. તમારે એ કયારેય ના ભૂલવું જોઈએ કે એ વ્યક્તિ તમને સાજા કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતી હોય છે, મનોમંથન કરતી રહેતી હોય છે. જો તમે એમ માનતા હોવ કે ડૉક્ટરને દર્દી પકડી રાખવામાં રસ હોય છે તો તમે એ ભૂલો છો કે દર્દીઓની સંખ્યાએ ડોક્ટરો ઘણા ઓછા છે, વધુ દર્દીઓને કારણે આપણા દેશમાં ડૉક્ટરોને જરૂર કરતા વધુ કામ કરવું પડે છે, ફેમિલી-મિત્રોથી અનેકગણું વધુ દર્દીઓ વચ્ચે રહે છે અને સરવાળે, નાની ઉંમરે મરે છે! કોવીડમાં કેટલા મર્યા એનું ગુગલ કરજો. આ સંજોગોમાં કોઈપણ ક્વોલિફાઈડ ડૉક્ટરને દર્દી પકડી રાખવાની જરૂર નથી હોતી. હંમેશા યાદ રાખજો કે તમારી બીમારી સાથે તમે એકલા નહીં, તમારા કુટુંબીઓ અને સારવાર કરનાર ડૉક્ટર પણ લડી રહ્યો છે. ડૉક્ટર તમને બનતી મદદ કરવાની કોશિશ કરતા હોય ત્યારે તમારી નકારાત્મકતા, બીમારી સાથે સંકળાયેલું ફ્રસ્ટ્રેશન કે બીજી સમસ્યાઓનો આક્રોશ એમની પર ના ઠાલવો કારણ કે સારવાર દરમ્યાનની કોઈપણ નેગેટિવિટી માત્ર અને માત્ર દર્દીને નુકસાનકર્તા હોય છે. 

પૂર્ણવિરામ:

દરેક ડોક્ટર સમય, આવડત અને અનુભવને આધારે પોતાની ફી લેતા હોય છે, એ વધુ છે કે ઓછી તે આપણે નક્કી નથી કરવાનું, એ આપણને પોષાય છે કે નહીં તે આપણે જોવાનું હોય છે !

 

Tags: , , , , , ,

Work, net connectivity woes stoke Amdavadis’ ire – my inputs in Sunday Times…

Working from home and managing workloads with erratic hours, and that too often on their weekly offs, appear to be weighing down hard on the tempers and stress-levels of people in Ahmedabad. A nationwide study conducted by Tata Salt Lite indicates that troubles related to work and internet connectivity are among top reasons that add to the stress-levels of Amdavadis, making them lose their temper.
The study was conducted across some 10 Indian cities with a sample size of 200 persons for each.
“Some 49% of the respondents admitted that they would feel extremely angry, make errors or even argue with their boss if they were assigned work on their holidays or if they were asked to work longer on Fridays for some urgent work,” the survey reported.
“Digital screen time due to forced work from home and online education has gone up sharply and impacting mental and physical health,” claims the survey.
Ahmedabad-based mental health experts have also been repeatedly getting patients who report aggressive behaviour or anxiety or even issues such as panic and insomnia triggered by work stress.
“Defining working hours for oneself and sticking by a regular work routine is extremely important. People often end up overworking or working on weekly offs, and in the current times when companies are laying off employees. The insecurity triggers aggressive behaviour, or even anxiety and stress, causing insomnia and in turn affecting one’s performance,” said Dr Hansal Bhachech, consultant psychiatrist.

“While the onus is on the individual to maintain basic work ethic and timeliness, even companies must encourage their employees to not overwork and deliver work within specified working hours,” he further went on to say.
The survey further revealed that three out of five i.e. 59% respondents lost tempers or got upset if their internet connection abruptly stopped working.
“Lots of people have insecurities about their jobs and their performances. Being forced to work from home, the work and performance depends on internet connectivity and when it gets poor, many people feel guilty or have the fear of being judged for being a poor performer. This only adds to their stress levels,” said Dr Nimrat Singh, a psychologist based in Ahmedabad.

Link of the original article https://m.timesofindia.com/city/ahmedabad/work-net-connectivity-woes-stoke-amdavadis-ire/articleshow/78210991.cms

 
Leave a comment

Posted by on September 21, 2020 in Interviews

 

Tags: , , , , , , , , , , , , ,

Upgrade to your Post Covid Version Talk Series…


Launch Your Post-Covid version

Post-Covid world will not be same, new normal is being shaped subtly. To accommodate these changes in our daily life, we need to change ourselves and the result will be our ‘Post-Covid version’! We need to change, transform and launch ourselves with different understanding.
Come and design your new version with Dr.Hansal Bhachech, psychiatrist and author- Launch Your Post-Covid version, series of interactive sessions

In ever changing world, Time has brought a major upgrade for us. We need to update to our post Covid version, Version with ‘New Normals’

Our NEW concern Mental Health

Our NEW frontline defence Psychological Immunity

Our NEW powerful weapon Art Of Breathing

Our NEW state of mind Mindfulness

Our New way of dealing with the world Life Behind Screens

Launch Your Post Covid Version with Dr.Hansal Bhachech, Psychiatrist and Author

Series of interactive web sessions

Please go to fb page linked here

 
Leave a comment

Posted by on September 13, 2020 in Interviews

 

Tags: , , , , , , ,

કોવીડ પછી આપણે વધુ ઘડાઈ જવાના અને આપણું અપગ્રેડેડ વર્ઝન લોન્ચ થવાનું!

કોવીડ, વાઇરસ, ઇમ્યુનીટી વગેરેની બહુ વાતો થઇ ગઈ, આજે કોવીડ પહેલાના એક સમયની વાત કરીએ. મને લાગે છે કે આજના સમયમાં આ વાત ઉપયોગી થશે અને કોરોનાના તબક્કા પછી કોણ કેટલી ઝડપે મુવ-ઓન થશે તે તમને સમજાવી દેશે! હું ક્લબમાં એક મિત્ર સાથે ગપ્પા મારી રહ્યો હતો. અમારી વાતો ચાલી રહી હતી અને મિત્રએ દૂરથી આવી રહેલી એક બીજી વ્યક્તિ તરફ હાથ ઊંચો કર્યો. મેં પાછળ વળીને જોયું તો એ વ્યક્તિ અમારી તરફ જ આવી રહી હતી. મારા મિત્રએ થોડે દૂર પડેલી ખુરશી ખેંચીને એમને બેસવાની વ્યવસ્થા કરી અને એ અમારી સાથે જોડાયા. એ બે વચ્ચેની થોડી ઔપચારિક વાતો પછી મારા મિત્રએ એમને મારી ઓળખાણ કરાવી.

‘ઓહો! તમે મનોચિકિત્સક છો અને લેખક પણ છો?!’ એમનું આશ્ચર્ય મારા મનોચિકિત્સક કે લેખક હોવા અંગે નહીં હોય પણ બે’યના સમન્વય અંગેનું હશે એવું હું વિચારતો હતો ત્યાં એમણે કહ્યું ‘પણ મને ક્યારે’ય તમારી પ્રોફેશનલ મદદની જરૂર નહીં પડે કારણ કે હું ક્યારે’ય કોઈ વાતની ચિંતા કરતો જ નથી અને આજ દિન સુધી મારા જીવનમાં કોઈ દુઃખ આવ્યું જ નથી’ અને હસતા હસતા મારા મિત્ર તરફ ઈશારો કરતા બોલ્યા ‘પૂછો આને કે હું સતત હસતો હોઉં છું કે નહીં?!’

મેં અમારી દૂર દેખાતા લીમડાના વિશાળ ઝાડ તરફ ઈશારો કરતા એમને પૂછ્યું ‘તમને શું લાગે છે, પેલો લીમડો આટલો વિશાળ કઈ રીતે થયો હશે?! જો એની વિશાળતા પાછળનું કારણ સમજી શકશો તો નક્કી એ પણ સમજી શકશો કે વિકટ સંજોગોમાં તમને મારી જરૂર પડશે કે નહીં’

મારા પ્રશ્ન પછી એમના ચહેરા ઉપરના ભાવ મઝાના હતા, આ મનોચિકિત્સકો આવા અસંગત લાગે તેવા પ્રશ્નો કેમ પૂછતાં હશે?! સતત હસતા રહેવાની વાત ભૂલીને એ એકદમ સીરીયસ થઇ ગયા ‘મારી આ પોઝિટિવીટી અને લીમડાનું તમે શું કનેક્શન લાવ્યા તે ખબર ના પડી!’ અને, પછી જે અમારી વાતો થઇ તેનો મર્મ…

ચિંતા-મુક્ત રહેવાની કે સતત પોઝિટિવ રહેવાની ઈચ્છા સહજ કુદરતી છે અને તે સૌ કોઈને હોઈ શકે. કોણ એવું હોય કે જે ચિંતાગ્રસ્ત જીવન કે નકારાત્મકતા ઝંખતું હોય?! સુખ કે હકારાત્મકતા સતત ભજવાતો ખેલ નથી, સમય-સંજોગોની સાથે સઘળું ફરતું રહે છે, ઉપર-નીચે થતું રહે છે. તેમ છતાં’ય માની લો કે તમે સતત પોઝિટિવ રહેતા હોવ કે તમારા જીવનમાં કોઈ નકારાત્મકતા જ ના હોય, સુખ જ સુખ હોય તો એક વ્યક્તિ તરીકે તમે વિકસી શકો ખરા?! ના કરે નારાયણ ને, પછી ધારોકે જીવનમાં અચાનક દુઃખ કે નકારાત્મકતા આવી પડે તો ટકી શકો ખરા?! વિશાળ લીમડાનું ઉદાહરણ આપવા પાછળનું મારુ તાત્પર્ય એ હતું કે એની વિશાળતા પાછળ એના ઊંડા મૂળ અને નાના-મોટા વાવાઝોડાં સામે ટકી રહેવાની એની ક્ષમતા કારણભૂત છે. કષ્ટ, દુઃખ, પ્રતિકૂળતા કે નકારાત્મક સંજોગોમાં માણસ જેટલો ઘડાય છે તેટલો સુખ, સગવડો કે હકારાત્મકતામાં નથી ઘડાતો. ખરેખર તો વિકટ પરિસ્થિતિઓમાં જ માણસના મૂળિયાં ઊંડા ઉતરે છે અને તે સમય-સંજોગોની થપાટ સામે ટકી રહે છે. માણસ હોય કે ઝાડ, મૂળિયાં ઊંડા ના હોયને તો ગમે ત્યારે ઉખડી જાય! સતત સુખ,સગવડો કે અનુકૂળતામાં રહેતો માણસ તો બે ઇંચ વરસાદમાં’ય આઘો-પાછો થઇ જાય છે. તમે સતત હકારાત્મક રહીને જીવનના દરેક તબક્કે અડગ ના રહી શકો, તમારી આંતરિક ક્ષમતાઓના વિકાસ માટે નકારાત્મકતાનો સામનો કે અનુભવ કરવો પણ એટલો જ જરૂરી છે. જીવનની તડકી-છાંયડી જોઈને બેઠેલાઓ એટલી ઝડપથી માનસિક સંતુલન નથી ગુમાવતા. સાધન-સંપન્ન વ્યક્તિઓ જેટલી ઝડપથી હતાશા અનુભવે છે તેટલી ઝડપથી અભાવોની વચ્ચે જીવતી વ્યક્તિઓ હતાશા નથી અનુભવતી. વાસ્તવમાં તો અભાવને કારણે તેમની ઈચ્છાઓ વધુ પ્રબળ થાય છે અને પ્રેરણાનું રૂપ લે છે. જીવનના નાના-મોટા પડકારોનો સામનો કરવાથી તમારી અનુકૂલન શક્તિ અને સ્થિતિસ્થાપકતા વધે છે, તમે વળી શકો છો પણ બટકી નથી જતા, એક વ્યક્તિ તરીકે તમે વિશાળતા પામી શકો છો. વાતનો અર્થ એ નથી કે હકારાત્મક અભિગમ મહત્વનો નથી પરંતુ માત્ર એના થકી વ્યક્તિ તરીકે તમે પૂર્ણ વિકસિત નથી થતા. 

વાત રહી ચિંતા-મુક્ત રહેવાની, તો પોતાના જીવનમાં ચિંતા-મુક્ત રહેવું અને વાસ્તવમાં જીવન ચિંતા-મુક્ત હોવું એ બંને અલગ વાત છે. જીવન ચિંતા-મુક્ત હોવામાં માત્ર તમારો અભિગમ જ નહીં, તમારા સમય-સંજોગો પણ બહુ મોટો ભાગ ભજવે છે! ઘણી વ્યક્તિઓ એવું કહેતી ફરતી હોય છે કે હું ચિંતા કરતો નથી પરંતુ વાસ્તવમાં ચિંતા કરવાની નથી હોતી તે અમુક સમય-સંજોગોમાં આપમેળે થતી હોય છે. ચિંતા કરે થતી હોય તો કોણ કરે?! શા માટે કરે?! ‘હું ચિંતા કરતો નથી’ એવું કહીને ગમે તે સંજોગોમાં પોતે હળવા જ રહે છે એવી છબી ઉભી કરી શકાય પરંતુ જયારે આ લોકોના જીવનમાં ખરેખર ચિંતા કરવી પડે તેવી કોઈ ઘટના ઘટે તો અન્ય લોકો કરતા આ વ્યક્તિઓ ઝડપથી ભાંગી પડે છે! ખરેખર તો ચિંતા થવી કે ના થવી એ મહત્વનું નથી, તમે વિકટ પરિસ્થિતિઓમાં કેટલી આંતરિક મજબૂતાઈ અને સંતુલિત લાગણીઓ રાખી શકો છો એ મહત્વનું છે. આપણી આ વાતમાંથી અસામાન્ય ચિંતા કે એન્ગઝાઈટી રોગોથી પીડાતો એક વર્ગ અપવાદરૂપે બાકાત રાખવો પડે એમ છે કારણ કે એમની એ પરિસ્થિતિ પાછળ ઘણા અસાધારણ અને અંગત પરિબળો ભાગ ભજવતા હોય છે.

પૂર્ણવિરામ: 

જીવનમાં દુઃખ જોયું જ ના હોય કે કશી’ય બાબતની ચિંતા જ ના થઇ હોય તો તમે બટકણા રહી જાવ છો, સામાન્ય ધક્કે પણ બટકી શકો. પરંતુ પડકારો, વિપદાઓ કે મુશ્કેલીઓમાં ચિંતાઓ કે નકારાત્મકતાઓનો સામનો કરતા કરતા તમે આંતરિક મજબૂતાઈ પામો છો.

 

Tags: , , , , , , , , , , , , , , , , ,