આ નિર્દેશિત ધ્યાન (Guided Meditation) ડૉ. હંસલ ભચેચ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તેનો મૂળ હેતુ તમારા શરીરના કોષોને મજબૂત કરવાનો છે. તમારા શરીરની જીવરાસાયણિક ક્રિયાઓ અને અંતઃસ્રાવોને સંતુલનમાં લાવવાનો છે. આ ઓડિયોનો નિયમિત ઉપયોગ તમારી રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્તી મજબૂત બનાવી શકે છે.
કોષ એ કોઈપણ જીવસૃષ્ટિનો મૂળભૂત હિસ્સો છે, તેના થકી દરેક જીવનું બંધારણ ઘડાય છે અને સંચાલન થાય છે. શરીરના તમામ કોષ પોતાની આગવી અને સ્વતંત્ર ચેતના ધરાવે છે. દરેક પાસે પોતાનું અલાયદું મન છે જે તેને વૈશ્વિક ચેતના સાથે જોડે છે. ચેતનાનું આ જોડાણ આપણા કોષોને કુદરતી હીલિંગ એનર્જી આપે છે જેના થકી આપણા કોષો આપમેળે સાજા અને તંદુરસ્ત રહી શકતા હોય છે. કમનસીબે, આપણામાંના મોટાભાગના લોકોનું આ જોડાણ નિષ્ક્રિય હોય છે અને તેથી, આપણા કોષો આ કુદરતી હીલિંગ પાવરથી વંચિત રહેતા હોય છે. ખરેખર તો આ કુદરતી શક્તિનો લાભ મળે અને મજબૂત રોગપ્રતિકારક શક્તિ કેળવાય તે માટે આપણો દરેક કોષ આ વૈશ્વિક ચેતનાના સ્ત્રોત સમા પરમ તત્વ સાથે જોડાય એ ખુબ જરૂરી છે. આ માટે આપણે આ બાબતમાં આપણી માન્યતા મજબૂત કરવી પડશે અને તેની સાથે જોડાણ અનુભવવું પડશે. આ ગાઇડેડ મેડિટેશનની નિયમિત પ્રેક્ટિસ તમને આ જોડાણ સાધવામાં મદદરૂપ થશે. હું ઈચ્છું છું કે તમે તમારા કોષોને આ વૈશ્વિક ચેતના સાથે જોડવા માટેનો એક મજબૂત સંકલ્પ કરો અને આ ગાઇડેડ મેડિટેશનની રોજિંદી પ્રેક્ટિસ કરો. તમારા કોષોને હીલિંગ એનર્જી પ્રાપ્ત થશે. જેના થકી તમારા કોષો તંદુરસ્ત બની શકે, તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થઇ શકે અને તમારી જૈવિક ક્રિયાઓ સંતુલિત રહી શકે. આ બધી જ બાબતો તમારા આંતરિક સૈન્યને મજબૂત રાખવા જરૂરી છે, જે તમને તમામ પ્રકારના ચેપથી બચાવે છે, પછી એ બેક્ટેરિયાનો ચેપ હોય કે વાઇરસ, ફંગસ કે કોઈપણ બીજા સૂક્ષ્મ જીવોનો ચેપ હોય. તો ચાલો રોજિંદો મહાવરો આજથી જ અમલમાં મુકો… તમે આ કોન્સેપટ સાથે સંમત થતા હોવ તો આ મેડિટેશનને શેર જરૂર કરશો.
The cell is the basic structural, functional and biological unit of all living beings. Every cell of our body is individually and independently intelligent. It has its own mind and that is connected to universal mind and supreme intelligence. It is this connection which provides us natural healing energy and power to our cells to heal on their own. Sadly, most of us has this connection dormant and we remain deprived of natural healing. In fact, to have natural healing advantage and super strong immunity it is very essential that each cell of our body should stay connected to this source. For this, we need to create a belief in this and feel connected to the source. Regular practice of this guided meditation will serve this purpose. I want you to create the intention (Sankalp) in the background of this belief and start practicing this guided meditation. This will help you to establish connection to your higher source and draw healing energy to your cells. Practicing this on regular basis will ensure better cellular health, strong immunity, biological and hormonal balance. Collectively all these would form an internal army which will protect you from all kind of infections, may it be Viral, Bacterial, Fungal or any other microbes. If you agree to the concept and feel the worth, please share…