RSS

જાડી બુદ્ધિના બેજવાબદાર લોકોને કારણે દેશના એકસો ચાલીસ કરોડ લોકો ખતરામાં અને અર્થવ્યવસ્થા દેવાળું ફૂંકશે તે નફામાં!!

09 Apr

img_6335

હમણાં ક્લિનિકમાં એક બેને મારી ઉપર સીધી ઉધરસ ખાધી. ‘અરે બેન! હાથ તો આડો રાખો!! છેલ્લા બે મહિનાથી રેડિયોવાળા બોલી બોલીને અને છાપાવાળાઓ આખા પાનાની જાહેરાતો આપીને થાકી ગયા છે કે ઉધરસ ખાતી વખતે રૂમાલ કે આડો હાથ રાખો

કંઈ નહીં થાય, સાહેબ ચિંતા ના કરોહજી હું મારુ વાક્ય પૂરું કરું તે પહેલા અને મારી અકળામણની જરાય દરકાર કર્યા વગર, પોતાની છાતીએ બાંધેલું માદળિયું બતાવતા બેન બોલ્યા કપૂરલવિંગનું માદળિયું છે ને! કોરોનાફોરોનાના વાયરસ તો આજુબાજુ ફરકે તો પણ ઉડી જાય!! તમે પણ આજે ઘેર જઈને, ગળામાં પહેરી લે જો’ 

હવે આમને શું કહેવું?! કહેવાનો કંઈ અર્થ પણ ખરો?! હું તો સૅનેટાઇઝરથી હાથ ઘસતો રહી ગયો, બોલો!!

**********

આજે સવારે હું દૂધ લેવા, મારી આગળવાળા ભાઈથી લગભગ સાત ફૂટનું અંતર જાળવીને લાઈનમાં ઉભો હતો. ત્યાં મારી પાછળ એક જણ લગભગ મારા ખભા ઉપર ચઢવાનું બાકી હોય એમ આવીને ઉભો. એને કઇંપણ કહેવાને બદલે હું ત્યાંથી ખસીને પાછળ સલામત અંતરે ઉભો રહ્યો. ભાઈએ તો મારી હલચલની નોંધ પણ ના લીધી અને થોડીવાર પછી ગળું સાફ કરતા હોય તેમ ખોંખારો ખાઈને થૂંક્યા. હવે મારાથી ના રહેવાયું, મેં રીતસરની બૂમ જેવું પાડ્યું ભાઈ શું કરો છો?! ગમે ત્યાં આવી રીતે થૂંકાય?! રોગચાળો ચાલે છે એની કંઈ ખબર છે?! અને આમ પણ જાહેરમાં થૂંકવું ગુનો છે તેની ખબર છે?’

ભાઈ મારી તરફ ફર્યા અને જાણે કશું બન્યું ના હોય તેમ મને કહ્યુંતમે માનો છો એવું થૂંક નથી, ચોખ્ખું થૂંક છે, હું મસાલા ખાતો નથી કે મને શરદીઉધરસ નથી, તો સવારે મને બેચાર વાર ગળું સાફ કરવાની ટેવ છે

હવે વિચારો, આવા બેજવાબદાર બુદ્ધિના બળદીયાઓને શું કહેવું?! તમે સમસમીને રહી જાવ કે માથું કુટો, બીપી તમારું વધવાનું બાકી આવા લોકો રસ્તાના દરેક ખૂણે કદાચ રખડતા હશે!

************ 

ચાલો આજની એક બીજી ઘટના કહું. હું સવારે ઇમર્જન્સી જોવા હોસ્પિટલ જતો હતો ત્યારે મને પોલીસે રોક્યો. હું મારુ કાર્ડ બતાવતો હતો ત્યારે બાજુના એક પોલીસ અને છોકરી વચ્ચેની વાતચીત મારા કાન પર પડી. પેલી છોકરી પોલીસને ધમકી આપતી હતી કે મારે પર્સનલ કારણથી જવું પડે એવું છે, જો તમે મને નહીં જવા દો અને હું મારી જાતને કંઈ કરી બેસીશ તો જવાબદારી તમારી રહેશે! હું તો પાછો નીકળી ગયો પણ છોકરી ત્યાં માથાકૂટ કરતી રહી!

************

હું તો હંમેશા કહેતો આવ્યો છું કે આપણે નાગરિક તરીકે એકદમ બેજવાબદાર પ્રજા છીએ. આપણા લીધે બીજાને શું તકલીફ પડશે એવું સ્વપ્નમાં પણ વિચારવાની આપણને આદત નથી. મારી સાથે બનેલી ત્રણે ઘટનાઓ તેનું તાજું ઉદાહરણ છે. બાકી ઘટનાઓ તો તમે સમાચારોમાં વાંચતા અને જોતા રહો છો. રોજે રોજ ટોળાઓના ફોટા અને કોરોના ફેલાતો રોકવાના પગલાંઓનો સરેઆમ ભંગ કરતા લોકોથી સમાચાર માધ્યમો ઉભરાતા રહે છે. તદ્દન બેજવાબદારીપૂર્વક વર્તતા લોકોને કારણે સાત દિવસનું લોકડાઉન એકવીસ દિવસનું કરવું પડ્યું અને હવે કદાચ એને પણ આગળ લંબાવવું પડે તો નવાઈ નહીં. અહીં તો હાથના કર્યા હૈયે નહીં, દેશને વાગ્યા છે!

પ્રજાને એમની બેજવાબદારી કેટલી ભારે પડી હવે ખબર પડશે. લોકડાઉનનું પહેલું અઠવાડિયું તો મજાકમજાકમાં નીકળી ગયું. નાનામોટા બધાને જીવનની ઘરેડમાંથી એક બ્રેક જોઈતો હતો, જે કદાચ મળતો નહતો કે લેવાની હિંમત નહતી ચાલતી! અઠવાડિયામાં બ્રેક મળી ગયો. લોકોએ આરામ કર્યો, બેક ટુ બેક ફિલ્મોસિરિયલો જોઈ લીધી, મનેકમને ઘરકામ કર્યું, મોબાઈલ ઉપર લટકી રહ્યા વગેરે. પણ, હવે ધીમે ધીમે બધી બાબતોનો કંટાળો શરુ થવા માંડશે કારણ કે મગજ તો એકની એક પ્રવૃત્તિઓથી મોડુંવહેલું કંટાળી જતું હોય છે. અને, અહીં તો માત્ર એકની એક પ્રવૃત્તિ નથી, એકનું એક વાતાવરણ અને એકના એક માણસો પણ છે. ઉપરાંત હવે ધંધા, કમાણી, નોકરીની બઢતીસલામતી, અનાજપાણી વગેરેની ચિંતા જેમ દિવસો જશે તેમ મોટી થતી જશે. આવું બધું વિચારીને જવાબદારીપૂર્વક વર્તવાની વાત માય ફૂટ, અહીં તો ગરમી વધશે ત્યારે કોરોનાના બાર વાગી જશે એવું માનીને આખો દેશ આંખો મીંચીને બેઠો હોય એવું વાતાવરણ છે. ઈશ્વર આપણી મનોકામના પુરી કરે, બાકી તો આપણે એમ પણ એના ભરોસે છીએ ને?!

મોબાઈલને પોતાની બુદ્ધિ વેચીને બેઠેલાઓનો એક વર્ગ તો ફાલતુ ફોરવર્ડ કરવામાં વ્યસ્ત છે, એમને મન તો સમાજ સેવા છે. સતત નકારાત્મક, ચિંતાઉચાટ કરાવે, મનમાં આક્રોશઆઘાત જન્માવે તેવા મેસેજો જાણેઅજાણે ફોરવર્ડ કરતા રહેવાની પ્રવૃત્તિ સરવાળે લોકમાનસને કેટલું હતાશ અને નકારાત્મક કરશે તો આવનારો સમય કહેશે. કેટલાક વળી આખો દાડો મોટિવેશનનો ઓવરડોઝ લઈને પડ્યા રહે છે અને વચ્ચે વચ્ચે બીજાને પણ પીવડાવતા રહે છે. એમાંથી કેટલા પોતાનું જીવન પરિવર્તિત કરી શકશે તે રામ જાણે! જે રીતે સોશિયલ મીડિયા અને યુટ્યુબ ઉપર મોટિવેશનલ સ્પીકરોનો રાફડો ફાટ્યો છે જોતા તો એવું લાગે છે કે એકાદ દસકા પછી મોટિવેશન લેનારા કરતા આપનારાઓની સંખ્યા વધી જાય તો નવાઈ નહીં  🙂

ઈશ્વરકૃપાથી મળેલી બુદ્ધિનો સદુપયોગ કરવા માંગતા હોવ તો કદાચ એના માટે ઉત્તમ સમય છે, એનો ઉપયોગ કરો અને ના કરવાના કામોથી દૂર રહો. માત્ર તમારા માટે નહીં દેશ અને તમારા જેવા દેશના કરોડો નાગરિકો માટે ઘરમાં રહો. લોકડાઉનના નિયમોનું કડક પાલન કરોપોતાના જીવના જોખમે તમારી રોજિંદી જરૂરિયાતો ટકી રહે તે માટે કામ કરતા રહેતા કર્મચારીઓ પ્રત્યે આદરભાવ રાખો. ડોક્ટરો અને આરોગ્યક્ષેત્રના કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર કરતા પહેલા એટલું જરૂર વિચારજો કે હાલના સંજોગોમાં વ્યક્તિઓ છે જે તમારી કે તમારા સગાવ્હાલાની અને યમરાજની વચ્ચે દીવાલ બનાવીને ઉભા છે. ,બાકી, જો તમે જાડી બુદ્ધિના હશો તો સાવ સીધી બાબતો પણ તમને નહીં સમજાય, ઈશ્વર તમારાથી માનવજાતને બચાવે

પૂર્ણવિરામ: હાલના સમયમાં વ્યક્તિ ઘરે રહે એ મહત્વનું છે, પરંતુ તે ઘરે રહીને શું કરે છે એ વધુ મહત્વનું છે!

 

 

 

Tags: , , , , , , , , ,

5 responses to “જાડી બુદ્ધિના બેજવાબદાર લોકોને કારણે દેશના એકસો ચાલીસ કરોડ લોકો ખતરામાં અને અર્થવ્યવસ્થા દેવાળું ફૂંકશે તે નફામાં!!

 1. deepa sheth

  April 9, 2020 at 4:07 pm

  true sir.india is flowing with badadiya!!! I had experienced 2nd experience on 21st march!!

   
 2. Brijesh B. Mehta

  April 9, 2020 at 5:22 pm

  Reblogged this on Revolution.

   
 3. મુકેશ જ

  April 10, 2020 at 8:48 am

  ખરેખર આજ પરિસ્થિતિ છે .

   
 4. Jitendra Patel

  April 11, 2020 at 8:22 am

  દેશ મા બીસ ટકા મંદબુદ્ધિ ના છે

   
 5. RKD GrouP

  April 18, 2020 at 3:22 pm

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: