વિશ્વ માતૃભાષા દિવસ – માતૃભાષા અને તેના રખેવાળોને વંદન…

 

વાત 2004ની છે. હું ‘વર્લ્ડ સાઈકિયાટ્રી એસોશિએશન’ના વાર્ષિક અધિવેશનમાં સાઉથ કોરિયા ગયો હતો. સિઓલમાં અધિવેશન હતું અને સ્વાભાવિક રીતે જ એમાં અંગ્રેજી ભાષામાં પ્રવચનો હોય. પણ, એ અધિવેશનમાં બે કોરિયન મનોચિકિત્સકોએ કોરિયન ભાષામાં અને એક જાપાનીઝ મનોચિકિત્સકે એમની માતૃભાષામાં ભાષણ આપ્યું.સમગ્ર વિશ્વમાંથી આવેલા મારા જેવા મનોચિકિત્સકોએ હેડફોન લગાવીને ભાષાંતર સાંભળ્યું!! સવાલ-જવાબ પણ તેમને દુભાષિયાઓની મદદથી તેમની ભાષામાં જ કર્યા, અંગ્રેજી આવડતું હોવા છતાં !

ત્યારથી મનમાં એક ઈચ્છા છે કે એક દિવસ વિદેશીઓની સામે મારે પણ ગુજરાતીમાં ભાષણ આપવું છે, એ બધા ભલે કાન પર લગાવીને ભાષાંતર સાંભળે. પરંતુ, મને નથી લાગતું કે આપણા કોઈ આયોજકો મને આવું કરવા દેશે કારણ કે આપણે  તો બે ગુજરાતીઓ મળે ત્યારે પણ અંગ્રેજીમાં વાતો કરનારી પ્રજા છીએ !!!

માતૃભાષા અને તેના રખેવાળોને વંદન…

3 Comments Add yours

  1. ગોવીન્દ મારુ says:

    માતૃભાષા દીવસની દીલી શુભેચ્છાઓ અને અભીનન્દન…….

  2. Krishnakumar says:

    આપની વાત સાચી છે ડૉ. સાહેબ પણ દુઃખ તો ત્યારે થાય છે જ્યારે આપણા જ લોકો આપણી ભાષા બોલવામાં સંકોચ અનુભવે છે અને અંગ્રેજી ભાષાને ઉંચી સમજે છે.

  3. Mn Babariya says:

    Dear sir
    Regarding your wish I have sent another letter.

    Mahendrabhai.Babariya

    On 21 Feb 2017 11:54 a.m., “Dr.Hansal Bhachech’s Blog” wrote:

    > Dr.Hansal Bhachech posted: ” વાત 2004ની છે. હું ‘વર્લ્ડ સાઈકિયાટ્રી
    > એસોશિએશન’ના વાર્ષિક અધિવેશનમાં સાઉથ કોરિયા ગયો હતો. સિઓલમાં અધિવેશન હતું
    > અને સ્વાભાવિક રીતે જ એમાં અંગ્રેજી ભાષામાં પ્રવચનો હોય. પણ, એ અધિવેશનમાં બે
    > કોરિયન મનોચિકિત્સકોએ કોરિયન ભાષામાં અને એક જાપાનીઝ મનોચિકિત”
    >

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s