માનસિક શાંતિ બાબા-ફકીરોની કરામતોથી નથી મળતી, તમારી અંગત સમજમાંથી જન્મે છે.

spread a thought Manas

માનસિક શાંતિ વિશે આપણે વાતો કરી રહ્યા છીએ. ચાલો આજે પર્વતને લગતી એક બોધકથાથી લેખની શરૂઆત કરીએ. એકવાર એક પિતા અને તેનો પુત્ર એક હીલ સ્ટેશન પર પર્વતના વિવિધ ‘પોઇન્ટ’ ખૂંદી રહ્યા હતા. ફરતા ફરતા પુત્ર રસ્તામાં પથરા વીણવા બેઠો અને પિતા થોડેક આગળ નીકળી ગયા. પુત્રએ આગળ નિકળી ગયેલા પિતાને ગભરાટમાં આવી ઉભા રહેવા માટે બૂમ મારી. પરંતુ તેની સાથે જ આઠવર્ષના પુત્રના આશ્ચર્યનો પાર ન રહ્યો ! એણે જેવી બૂમ પાડી એવી જ બૂમ એને સામેના પર્વતોમાંથી આવતી સંભળાઈ !! તેણે ફરી બૂમ પાડી ‘તમે કોણ છો ?!’ સામેથી અવાજ આવ્યો ‘તમે કોણ છો?’ આ તો વિચિત્ર વાત છે! એણે ફરી ફરીને બુમો પાડી અને દર વખતે તેના જ શબ્દો પાછા આવ્યા. પુત્રને થયું કે કોઇ મારા ચાળા પાડે છે ?! એણે ગુસ્સામાં આવીને બૂમ પાડી ‘તમે બહુ ખરાબ છો’ સામેથી પણ બૂમ પડી ‘તમે બહુ ખરાબ છો’ હવે પુત્ર મુંઝાયો. આ બધો ખેલ શાંતિથી જોઈ રહેલા પિતાને તેણે અકળાઈને પૂછ્યું કે આ શું થઇ રહ્યું છે ? પિતા તો ક્યારના’ય પુત્રની આ રમત, આ મુંઝવણ જોઈ જ રહ્યા હતા, તેમના ચહેરા ઉપર એક આછું હાસ્ય ફરક્યું અને તેમણે પુત્રને કહ્યું “જો બેટા ફરી તું ઘ્યાન આપ. એમ કહી એમણે બૂમ પાડી ‘તું સુંદર બાળક છે’ ‘તું હોંશિયાર છે’ ‘તું વિજેતા છે’ અને દરેક  વખતે એ જ  વાક્યો પાછા ફર્યા !! બાળકને હજી પણ કંઈ સમજણ ન પડી અને એના ચહેરાં પર આશ્ચર્ય છવાઈ રહ્યું. પિતાએ એને સમજાવવા માંડ્યું કે લોકો આ ઘટનાને ‘પડઘો’ કહે છે પરંતુ વાસ્તવમાં હું આ ઘટનાને જીવન કહું છું. જીવનમાં આપણે જે કાંઈ કહીએ છીએ, કરીએ છીએ બસ, જીવન એનું એ જ આપણને પાછું આપે છે !!

પિતાની વાત ખૂબ જ માર્મિક છે. આપણું જીવન એ આપણાં જ વિચારો, વ્યવહાર,વર્તન અને કાર્યોનું પ્રતિબિંબ છે. પડઘો છે. આપણા વિચારો જ આપણા વ્યવહાર અને વર્તનનું કારણ બને છે અને સરવાળે કાર્યોમાં પરિણમે છે અને એ જ બધા થકી આપણું જીવન બને છે ! જો તમે ઇચ્છતા હોવ કે લોકો તમને ચાહે તો પહેલાં તમે પોતે તમારી જાતને ચાહો, લોકોને ચાહો અને લોકો માટે તમારા હૃદયમાં પ્રેમ ઉત્પન્ન કરો. તમે ઇચ્છતા હોવ કે તમારી હાથ નીચેના કર્મચારીઓ તેમનું કામ જવાબદારીપૂર્વક કરે તો પહેલાં તમે પોતે એમની સાથે જવાબદારીપૂર્વક વર્તવાનું શરૂ કરો. તમે ઈચ્છતા હોવ કે તમારા બાળકમાં અમુક ગુણ-અમુક આદત વિકસે તો પહેલા એ ગુણો-આદતો તમારામાં વિકસાવો. બાળકોને ટીવી અને મોબાઈલ વિષે ભાષણો આપો અને તમે તેના પર લટકેલા રહો તે ના જ ચાલે. જીવનનું આ સત્ય તમને તમામ ક્ષેત્રોમાં જોવા મળશે. કોઈને રોવડાવી તમે હસી ન શકો. કોઈને દુઃખી કરીને તમે સુખી ન થઇ શકો. કોઇને ધિક્કારીને તમે પ્રેમ ન પામી શકો. કોઈને નાના બનાવીને તમે મોટા ન થઇ શકો કે પછી અન્ય વ્યક્તિઓના જીવનમાં અશાંતિ ઉભી કરીને તમે ક્યારે’ય માનસિક શાંતિ ના મેળવી શકો. ઘણાં ઉદાહરણો આપી શકાય એમ છે. તમને કદાચ એમ થશે કે લોકોને રોવડાવી, નવડાવી કે છેતરીને હસનારા કે એશ કરનારા ઘણાં છે પરંતુ, એક મનોચિકિત્સક તરીકે તમને ચોક્કસ કહું છું કે આ વ્યક્તિઓ અંદરથી તૂટી ગયેલા, હારી ગયેલા, ગુનાહિત લાગણીઓથી ભરેલાં અને પોતાની જાતને ધિક્કારનારા હોય છે ! આ પૈકી ઘણા તો અનિદ્રા, હતાશા અને અજંપો જેવી અસહ્ય માનસિક તકલીફોથી પણ પીડાતા હોય છે. અલબત્ત, ગુનાખોર માનસ ધરાવતી વ્યક્તિઓની વાત જુદી છે પરંતુ તેની સંખ્યા બહુ ઝાઝી નથી.

સો વાતની એક વાત તમે જીવનમાંથી જે મેળવવા માંગતા હોવ તે તમે જીવનમાં અન્યને અપનાવવાની કોશિશ કરો. અને આ ત્યારે જ થઇ શકે કે જ્યારે તમે સારા વિચારો કરો અને બીજા વિશે સારું વિચારો. સારા વિચારો કેવી રીતે કરવા ?! લાખેણો પ્રશ્ન !! સારા વિચારો કરવા મનને સારા વિચારો આપો. સતત મનને હકારાત્મક સ્વસૂચનો આપતા રહો. ખાસ કરીને જ્યારે તમે તમારી જાત સાથે એકલા હોવ ત્યારે તમારા મન સાથે હકારાત્મક સ્વરમાં વાત કરો. તમારી સુષુપ્ત શક્તિઓને ઓળખો, તેને થાબડો અને એને બહાર લાવવાની કોશિશમાં સતત લાગેલા રહો. હકારાત્મક વિચારસરણી ધરાવતી વ્યક્તિઓ સાથે સંબંધો કેળવો.ખાલી ખાલી પંચાત પૂરતા લોકોના પ્રશ્નોમાં ઊંડા ના ઉતરો સિવાય કે તમે એને મદદ કરી શકવાના હોવ.

યાદ રાખો, જીવન એ કાંઈ આકસ્મિક રીતે ઘટેલી ઘટના નથી પરંતુ એ તમારા પોતાના અસ્તિત્વનું પ્રતિબિંબ છે ! તમારું અસ્તિત્વ એ તમારા પોતાના કાર્યો, વિચારો, વર્તન અને વ્યવહારનો પડઘો છે !! માનસિક શાંતિ બાબા-ફકીરોની કરામતોથી નથી મળતી, તમારી અંગત સમજમાંથી જન્મે છે. આ સમજ વ્યક્તિએ જાતે કેળવવાની છે. શાંતિ એ તમારો કુદરતી સ્વભાવ છે, જરૂર માત્ર આ વાતને સ્પષ્ટતાથી સમજી લેવાની છે.

Instagramt

happyminds_logo1

4 Comments Add yours

 1. Nilesh Bhatt says:

  What Great Massage, Y R Great Sir

 2. Jayesh Pandya says:

  Nice Analysis Hansalbhai…Jay Ho.

 3. barad pravin says:

  sir jaaja loko aeva che je koy pn vaat sambhadava k samjava taiyar j nthi
  bas baava saadhu hoy aetle ae bhagvan pasi game teva hoy saadhu baava
  me maari aankhe joyela che jaaja baava k je daaru pita hoy ane aene loko rupiya aapata hoy
  ane manshik bimaari ma to loko aetlo vishvas kare che k aeni kalpana pn naa thay sake
  atyar na loko to manava taiyaar nathi pn have pasi na loko saari vaato samajata thaay aevi aasha che

 4. ગોવીન્દ મારુ says:

  મારા ‘અભીવ્યક્તી’ બ્લૉગ http://govindmaru.com/ રૅશનલ જોડણી એક જ ‘ઈ’ અને ‘ઉ’માં આપનો આ લેખ પ્રગટ કરવાની અનુમતી આપવા વીનન્તી છે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s