એકબાજુ ટીવી ચાલુ હોય, બીજીબાજુ લેપટોપ, કાનમાં સંગીત, હાથમાં ચોપડી અને વચ્ચે વચ્ચે મોબાઈલમાં ચેટ ! એકસાથે બધી જગ્યાએ ધ્યાન રાખવાની લ્હાયમાં કશે’ય ધ્યાન નહી !!

spread a thought Manas

જે ઘણી વ્યક્તિઓ એવી છે કે જેને જીવનમાં ઘણું બધું કરવું છે પણ તેમની પાસે સમય નથી અને બીજી બાજુ એવી વ્યક્તિઓ પણ છે કે જેની પાસે સમય જ સમય છે, સમય ક્યાં પસાર કરવો તે તેમની મુખ્ય સમસ્યા છે. આમ જોવા જઈએ તો આ બંને પ્રકારની વ્યક્તિઓએ તેમના સમયનું યોગ્ય આયોજન કરવું પડે એમ હોય છે. પહેલાં પ્રકારની વ્યક્તિઓએ સમય મેળવવા માટે અને બીજા પ્રકારની વ્યક્તિઓએ તેમનો સમય સારી રીતે પસાર થાય તે માટે તેમના સમયનું યોગ્ય આયોજન કરવું પડે.

જે વ્યક્તિઓ પાસે સમય નથી હોતો અને સાથે સાથે તેનું યોગ્ય આયોજન પણ નથી હોતું તેવી વ્યક્તિઓ જાણે-અજાણે એક સાથે, એક સમયમાં, એક કરતાં વધારે કામ કરવાની ટેવ ધરાવતી હોય છે જેને આપણે ‘મલ્ટી-ટાસ્કિંગ’ તરીકે ઓળખીએ છીએ. જે વ્યક્તિઓ પાસે સમયની મારામારી છે કે સમયના યોગ્ય આયોજનનો અભાવ છે તે વ્યક્તિઓ ‘મલ્ટી-ટાસ્કિંગ’ કરે તે કદાચ સમજી શકાય એવું છે પરંતુ આજકાલના કિશોરો અને યુવાનોને તો આની ટેવ જ પડી ગઈ છે ! એકબાજુ ટીવી ચાલુ હોય, બીજીબાજુ લેપટોપ, કાનમાં સંગીત, હાથમાં ચોપડી અને વચ્ચે વચ્ચે મોબાઈલમાં ચેટ ! એકસાથે બધી જગ્યાએ ધ્યાન રાખવાની લ્હાયમાં કશે’ય ધ્યાન નહી !! વાસ્તવમાં આપણે ‘મલ્ટી-ટાસ્કિંગ’ માટે માનસિક રીતે પ્રોગ્રામ થયેલા નથી. આપણું મગજ એક સમયે એક જ કામને સો ટકા ન્યાય આપી શકે તેમ હોય છે. અલબત્ત એનો મતલબ એવો નથી કે એક સાથે આપણે એક કરતાં વધારે કામ ના કરી શકીએ પરંતુ એમ કરતાં આપણું ધ્યાન પણ વહેંચાઈ જાય છે. દા.ત. વાહન હંકારતા હંકારતા આપણે ફોન પર વાત ચોક્કસ કરી શકીએ પણ આપણી સતર્કતાના ભોગે ! મગજ એકસાથે જયારે ઘણી બધી જગ્યાએ અટવાયેલું હોય ત્યારે તણાવ અનુભવતું હોય છે અને આ તણાવની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પડતી હોય છે.

ઘણી વ્યક્તિઓ એવું માનતી હોય છે કે મલ્ટી-ટાસ્કિંગથી તમારી ઉત્પાદકતા વધતી હોય છે. કંઇક અંશે આ માન્યતા સાચી છે પરંતુ સાથે સાથે તણાવ પણ વધતો હોય છે અને તણાવ સંબંધી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ ! આ ઉપરાંત મલ્ટી-ટાસ્કિંગને લીધે તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વહેંચાઈ જાય છે જેની સરવાળે અસર તમારી યાદશક્તિ પર વર્તાય છે. જે તે પ્રવૃતિમાં તમારું સો ટકા ધ્યાન ના રહેવાથી એ બાબત પુરેપુરી અસરકારક રીતે યાદ પણ નથી રહેતી.

જો તમારે મલ્ટી-ટાસ્કિંગ અટકાવવું હોય તો કેટલીક બાબતોનું આયોજન કરવું જરૂરી બની જાય છે.

 • દરરોજ સવારે તમારે દિવસ દરમ્યાન કરવાના કામોનું લીસ્ટ બનાવો. તેને તમારી પ્રાથમિકતા પ્રમાણે ગોઠવો અને એક પછી એક કામ હાથમાં લેતા જાવ. સમયનો અભાવ ઉભો થાય તો ઓછી પ્રાથમિકતાવાળા કામ બીજા દિવસ માટે મુલતવી રાખો.
 • અગત્યના કામો હંમેશા દિવસના શરૂઆતના ભાગમાં જ પતાવવાના રાખો જેથી તેને પતાવવા દિવસના અંત સુધી દોડાદોડ ના કરવી પડે.
 • તમે જો કોમ્પ્યુટર પર કામ કરતાં હોવ તો તમારા કામ સિવાયની બીજી વિન્ડોઝ બંધ રાખો. મેઈલ, ચેટિંગ, નેટવર્કિંગ વગેરેથી દૂર રહો. એમ નહી કે કામ કરતાં જવાનું અને સાથે સાથે સોશિઅલ નેટવર્કિંગ પણ ચાલુ !
 • જયારે પણ તમારું ધ્યાન જાય કે તમે એકસાથે એક કરતાં વધારે પ્રવૃતિમાં વ્યસ્ત છો ત્યારે પ્રાથમિકતા સિવાયની પ્રવૃતિઓ બંધ કરો.
 • કામની વચ્ચે હળવાશ માટેનો અલાયદો સમય કાઢતા રહો જેથી કંટાળો અને તણાવથી શક્ય તેટલું દૂર રહી શકાય

ઘણી વ્યક્તિઓ દલીલ કરશે કે આજના જમાનામાં મલ્ટી-ટાસ્કિંગ વગર કામમાં પહોંચી વળવું શક્ય નથી. પણ, આપણે એ ભૂલવું ના જોઈએ કે આપણે જ ઉભી કરેલી આ આદત છે. આપણે ચોવીસ કલાકમાં અઠયાવીસ કલાક જીવવું છે અને બાકી હતી એ કસર આધુનીકરણ, કોર્પોરેટ કલ્ચર, દેખાદેખી, ઉપભોક્તાવાદ વગેરેએ પુરી કરી નાખી છે. મલ્ટી-ટાસ્કિંગને આજના સમયની અનિવાર્ય જરૂરીયાત ગણીએ તો પણ સમયના યોગ્ય આયોજનથી તેને શક્ય તેટલું ઘટાડી શકાય અને તણાવથી દૂર રહી શકાય. જે યુવાનો આદતવશ મલ્ટી-ટાસ્કિંગ કરતાં હોય તેમણે પણ આ બાબત પ્રત્યે સભાન થઇ પોતાની આદત બદલવી જોઈએ જેથી તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ વધે.

Instagramt

6 Comments Add yours

 1. Akash Shah says:

  right sir, but some times we are multi-tasking from thoughts not from activity or work. so at that moment what we should have to do?

  1. Try meditation and concentration exercises

 2. Rajeshpalsingh says:

  How do you manage multi tasking ? ie patient ,blogs, mails,lectures ,social networking
  Also pls illustrate some concentration exercises

 3. Ritesh says:

  Sir
  Please write about OCD

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s