માનસિક અશાંતિ અનુભવતી દરેક વ્યક્તિઓએ પોતાના મનમાં દબાઈ રહેલી અને યોગ્ય રીતે વ્યક્ત ના થઇ શકેલી લાગણીઓ તપાસવી જોઈએ…

spread a thought Manas

લાગણીઓનું સંતુલન અને તેની યોગ્ય અભિવ્યક્તિ કોઈપણ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય માટે ખુબ અગત્યની બાબત છે. ઘણી વ્યક્તિઓ યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં પોતાની નકારાત્મક લાગણીઓ વ્યક્ત નથી કરી શકતી.આનું પરિણામ એ આવે છે કે વ્યક્તિ મનોમન આક્રોશ કે અફસોસ અનુભવતી રહે છે. આક્રોશ એ વાતનો કે લાગણીઓ વ્યક્ત નથી થઇ શકતી અને અફસોસ એ વાતનો કે તે જાણવા છતાં પોતાના આક્રોશને ખાળી નથી શકતી. સમયની સાથે આક્રોશ અને અફસોસ બંને વધતા જાય છે, માનસિક શાંતિ હણાતી જાય છે. સરવાળે પરિણામ એ આવે છે કે તેની અસર વ્યક્તિના મૂડ, વર્તન અને વ્યવહારમાં દેખાવા માંડે છે. રાત્રે સરખી-સારી ઊંઘ ના આવવી, ચિત્ર-વિચિત્ર સ્વપ્નાઓ આવવા, વગર કારણે મન ઉશ્કેરાટમાં રહેવું, નાની નાની બાબતોમાં ઝગડા થઇ જવા, સતત ઉચાટમાં રહેવું, અન્યને કે પોતાની જાતને કોઈને કોઈ બાબતે દોષ દેતા રહેવું વગેરે આ અસરોના ઉદાહરણરૂપે ગણાવી શકાય.

હવે પ્રશ્ન એ પણ થાય કે આ તો નકારાત્મક લાગણીઓ વ્યક્ત ના થઇ શકે એની વાત કરી પણ હકારાત્મક લાગણીઓ વ્યક્ત ના થઇ શકે તો શું થાય?!! હકારાત્મક લાગણીઓ મનને પોઝીટીવીટી તરફ લઇ જાય છે પણ એમાંય અપવાદ હોઈ શકે છે. સામાન્ય રીતે વ્યક્તિઓ પોતાની હકારાત્મક લાગણીઓ વ્યક્ત કરી દેતી હોય છે પરંતુ જે વ્યક્તિઓ સ્વભાવથી ઈર્ષાળુ કે અદેખી હોય છે તેને કોઈના પરત્વે સારી ભાવના થઇ હોય તો પણ મનોમન ઈર્ષ્યા અનુભવે છે. દા.ત. કોઈ સંબંધીએ ક્યાંક સફળતા મેળવી અને એમના મનમાં હકારાત્મક લાગણી થઇ કે તેની આ ઉપલબ્ધી પ્રશંશાને પાત્ર છે, હવે જો વ્યક્તિને તેની ઈર્ષ્યા કે અદેખાઈ નહિ આવે તો પોતાની હકારાત્મક લાગણીઓથી પ્રેરાઈને તે વ્યક્તિને અભિનંદન આપશે- ખુશી અનુભવશે. પરંતુ જો તેને કોઈપણ કારણસર અદેખાઈ આવશે તો ક્યાંક એ લાગણીઓ વ્યક્ત જ નહિ કરે અથવા એની ઉપલબ્ધી કેમ પ્રશંશા યોગ્ય નથી તેનું લોજીક ઉભું કરીને મનોમન પીડાશે. ખરેખર તો આવા કિસ્સામાં હકારાત્મક લાગણીઓનું નકારાત્મકતામાં રૂપાંતર થઇ જશે અને તેની સફળતાને લઈને વ્યક્તિ ના-જોઈતું ‘ફ્રષ્ટ્રેશન’ અનુભવશે.

માનસિક અશાંતિ અનુભવતી દરેક વ્યક્તિઓએ પોતાના મનમાં દબાઈ રહેલી અને યોગ્ય રીતે વ્યક્ત ના થઇ શકેલી લાગણીઓ તપાસવી જોઈએ. આ માટે જાત સાથે પ્રામાણિકતા દાખવીને ચિંતન કરવું પડશે. ઘણા સગા-સંબંધીઓ આવી વ્યક્તિને મનમાં શું છે તે કહેવા માટે દબાણ કરતી હોય છે, ક્યારેક મનોચિકિત્સક પાસે પણ એવો આગ્રહ રાખતા હોય છે કે ‘સાહેબ એના મનમાં શું છે તે કઢાવો’. સાવ સાચી વાત તો એ છે કે આવી લાગણીઓ કઢાવે નથી નીકળતી, એ તો વ્યક્તિ પોતે આત્મમંથન કરે અને તેને સાચા અર્થમાં સ્વીકારીને પોતાની જાતને મદદ કરવાનું નક્કી કરે તો જ નીકળે. બાકી, સગાઓની કે અન્યની સતત પૂછપરછથી લાગણીઓ ઓછી અને સોદાબાજી વધુ બહાર આવે. દા.ત. મને ફલાણી વ્યક્તિથી કે પ્રસંગથી ખોટું લાગ્યું છે એમ કહીને વ્યક્તિ પોતાની નકારાત્મક લાગણીઓથી છુટકારો મેળવવાને બદલે એક પ્રકારનો બદલો ઈચ્છતી હોય છે, બાકી કડવાશ અને નકારાત્મકતા તો અકબંધ જ રહે છે !!

જો તમારા મનમાં કોઈ વ્યક્તિ, ઘટના કે પોતાની જાત પરત્વેની નકારાત્મક લાગણીઓ દબાઈને પડી રહેલી હોય અને તેના કારણે તમે વ્યગ્રતા, આક્રોશ, ઉચાટ કે હતાશા અનુભવતા હોવ તો તમારી જાતને આ લાગણીઓથી મુક્ત કરવા મદદ કરવી જોઈએ. આ માટેનો સૌથી સરળ પણ વ્યવહારમાં મુકવો સૌથી અઘરો રસ્તો છે ‘માફ કરી દેવાનો’! જે તે વ્યક્તિઓ કે ઘટનાઓને માફ કરી દો. ‘લે બધો વાંક એમનો, હું ક્યાંય ખોટ ના હોઉં અને તો’ય મારે માફ કરવાનું?!!’ માફ એટલા માટે નથી કરવાનું એ વ્યક્તિઓનો વ્યવહાર યોગ્ય હતો, એ સાચા હતા કે તમારો વ્યવહાર ખોટો હતો, માફ એટલા માટે કરવાનું છે કે તમને માનસિક શાંતિ મળે. એ માફીપાત્ર હોય કે ના હોય પરંતુ તમે પોતે શાંતિ મેળવવાના હકદાર છો એમ વિચારીને જતું કરવું.આ જતું કરવું એટલે મૂરખ બનવું એવું નહિ પણ જે બાબતે અને જે વ્યક્તિ તરફ જતું કર્યું છે તેમાં મળેલી શીખને યાદ રાખવી. તમારા ભવિષ્યના વ્યવહારો એ શીખના આધારે કરવા પણ એકવાર તો એ નકારાત્મકતામાંથી નીકળી જવું. અઘરું છે પણ અશક્ય નથી. ઘણા કિસ્સાઓમાં આપણે આપણી જાતને પણ માફ કરવી પડે, ખાસ કરીને આપણને આપણી ભૂલો નડી હોય અથવા આપણા વધુ પડતા વિશ્વાસ, પ્રેમ કે લાગણીઓના કારણે દગો થયો હોય તેવા કિસ્સાઓમાં ! મહત્વનું તો એ જ છે કે એમાંથી જે શીખ્યા એ યાદ રાખવું અને ફરી એ જ કારણોસર જાતને નફરત કરવી પડે એવું કશું’ય ના કરવું.  એક ભૂલ કોઈપણ માણસ કરી શકે, એની એ જ ભૂલ ગાફેલ વ્યક્તિ ફરી કરી શકે પણ એ જ ભૂલોની પરંપરા તો મુર્ખાઓ જ જાળવી શકે, એ પછી બુદ્ધિથી મૂરખ હોય કે લાગણીથી મૂરખ હોય!!

Instagramt

11 Comments Add yours

 1. વાહ સર ખુબ સરસ મજા આવી ગઈ વાંચીને …. માફ કરી દેવાની વાત ખુબ અઘરી છે પણ સચોટ છે. મે કરેલું છે આ. કદાચ બધાના જીવનમાં કઈક ખરાબ બનતું જ હોય છે પણ એને ભુલવું એને માફ કરવું એ અઘરુ છે પણ આ કરવું જોઇએ એ સાવ સાચું છે તો શાંતી મળે… આભાર હુ શેર કરીશ આ લેખ……

  1. Thank you so much for sharing and be a part of Spread a thought make a difference initiative

 2. Absolute true! Very beautiful article.
  I would like to share an inspiring quote which I read somewhere-
  Be confident. Too many days are wasted comparing ourselves to others and wishing to be something we aren’t. Everybody has their own strengths and weaknesses, and it’s only when you accept everything you are, and aren’t, that you will truly succeed.

 3. Nice!!!very true Sir!!! I do one musical exercise to overcome anger when I am upset!! There’s rhythmic exercise in music which can be done on any percussion or by clap! So being musician and music teacher I do that exercise.Infact I have to do. Although I always perform by clap and I feel so positive by doing that exercise.

 4. .pankaj says:

  Vry true &awesome sir…..tenx

 5. Very true sir it needs to meditate and search the cause on our on.EGO is the root cause. Vipasana
  is the solution.

 6. hardikoza says:

  Wonderful Article,Sir

 7. Swati Suthar says:

  samadhan nabala loko j ichhata hoy chhe ! je koi pan rite nirabal hoy shake.hu am manu chhu.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s