આપણા મોબાઈલ ફુલ્લી લોડેડ હોય છે, ફીચર્સથી નહીં પણ એપ્સથી! કામનું હોય કે ના હોય, મફતમાં છે તો નાખી દેવાનું. લગભગ એકસરખી યુટીલીટી હોય તો પણ મફતમાં છે ને?! નાખો ત્યારે – વોટ્સ એપ, વાઈબર, હાઈક, સ્નેપ ચેટ, ટેલીગ્રામ, વી ચેટ, એફ્બી મેસેન્જર, હેન્ગઆઉટ – ફુલ્લી લોડેડ ! મોબાઈલના આવા મફતિયા પ્લેટફોર્મ પર મફતિયા પબ્લીસીટી મળી જાય તો એ ઈશ્વરના આશીર્વાદ કહેવાય. ધંધાદારીઓ માટે તો આ વાત જેકપોટ લાગવા જેવી છે અને માટે જ એ રાત-દિવસ કંઈ ના કંઈ ગતકડાં કાઢતા રહે છે, એમાંનું કંઈપણ આ પ્લેટફોર્મ પર વાઈરલ થઇ જાય તો સાવ મફતની પબ્લીસીટી અને એ પણ સીધી મોબાઈલથી મગજમાં. એ જ પાછો એનો એડવર્ટાઈઝીંગ એજન્ટ હોય એમ બીજા પાંચ-પચ્ચીસને ધકેલે એ નફામાં. નાનો હોય કે મોટો, ધંધા અને બ્રાન્ડીંગના ચક્કરમાં દરેક આવી વાઈરલ થઇ જાય અને મફતિયા પબ્લીસીટી અપાવે તેવી તકની ફિરાકમાં છે. તાજેતરમાં જ આવો જેકપોટ ત્રેવીસ દેશોમાં પ્રકાશિત થતા અમેરિકન ફેશન-લાઈફ સ્ટાઈલ મેગેઝીન ‘વોગ’ને લાગી ગયો. આપણા દેશમાં મહિલા સશક્તિકરણની ખાલીખમ વાતોની વચ્ચે માત્ર એક સન્માનપૂર્વક નજર માટે તરસતી સ્ત્રીઓની લાગણીઓને મચડતું ‘એમ્પાવર’ નામનું વોગનું એક ગતકડું લગભગ છ મહિનાથી જાણે વાઈરલ થવાની રાહમાં હતું. તેની ‘સ્ટાર્ટ વીથ ધ બોયઝ’, ‘વુમન થ્રુ રણબીર કપૂરસ્ લેન્સ’, ‘ગોઇંગ હોમ’ જેવી શોર્ટ-ફિલ્મો જે કામ ના કરી શકી તે ‘માય ચીસ’ ઓહ સોરી ‘માય ચોઈસ’, નામની શોર્ટ-ફિલ્મે કરી નાખ્યું ! અવાજ બંધ કરીને જુઓ તો ‘ડવ’ સાબુની એડ જેવા લગતા આ વિડીયોમાં દીપિકા પાદુકોણ સ્ત્રીની મરજી વિષે એક પુરુષે લખેલી સ્ક્રીપ્ટ બોલે છે અને જાણે ‘ડવ’ ફેરનેસ ચેલેન્જ લીધી હોય તેવા ચહેરાઓ અને હાવભાવ બદલાતા જાય છે. સ્ત્રીઓની અંગત સ્વાર્થી પસંદગીઓ જેવી લાગતી આ ફિલ્મ ખરેખર પુરુષના સ્વાર્થી મગજની પેદાશ છે અને માટે જ સશક્તિકરણની વાતો પહેરવેશ, સેક્સ, રખડપટ્ટી, બિન્દાસ્તપણા વગેરે પુરતી જ રાખી છે. નો વન્ડર, સ્ક્રીપ્ટ પુરુષે લખી છે એટલે સમાનતા, સન્માન, રોજગાર, સલામતી, સહકાર, પરસ્પર જવાબદારી વગેરે વાતો તો ના જ હોય ને. વિડીયો જોઇને કુદતી બહેનોને સશક્તિકરણ એટલે શું એ સાચા અર્થમાં સમજાતું હશે તો જ આ વાત ખબર પડશે. બાકી, વિડીયોમાં દેખાતી દીપિકાને’ય એમાં શું બોલવું કે શું પહેરવું એની ચોઈસ નથી એ કડવી વાસ્તવિકતા છે.
સમજાય તો સમજવાની વાત એ છે કે જીવનમાં પસંદગી કે ચોઈસ પોતાની મરજી પ્રમાણે નહીં પણ ઉપલબ્ધ વિકલ્પોમાંથી કરવાની હોય છે. તમારી મરજી પાંચ સ્ત્રી સાથે લગ્ન કરવાની હોય, દિલ કો બહલાને કે લીયે યે ખયાલ અચ્છા હૈ પરંતુ કાયદો તમને આ વિકલ્પ નથી આપતો, એમાં માય ચોઈસ કહેવાય એવું નથી ! વિડીયોમાં દિપીકાબેન કહે છે કે હું ચાહું તો લગ્ન બહાર ‘સેક્સ’ કરું પણ બેન આ ચોઈસ ઉપલબ્ધ નથી, કાયદાની નજરમાં આ વ્યભિચાર છે અને સાબિત થાય તો જેલને પાત્ર છે. જે વાતો વિડીયોમાં માય ચોઈસ – માય ચોઈસ કરીને કરવામાં આવી છે તે જે વર્ગની મહિલાઓ માટે શક્ય છે તેને તો ઉપલબ્ધ જ છે પણ જેને માટે શક્ય નથી તે મહિલાઓ તેના વગર પણ ખુશ છે કારણ કે તેમની પ્રાથમિકતામાં વસ્ત્રો, સેક્સ, વ્યભિચાર, સ્વચ્છંદતા કે બિન્દાસ્તપણું નહીં પરંતુ સુખી લગ્નજીવન, સંતુષ્ટ માતૃત્વ, હુંફાળું કુટુંબ કે સમાજની નજરમાં સન્માન છે.
કમનસીબ બાબત એ પણ હશે કે આ વિડીયોને સપોર્ટ કરનારા બધા પુરુષો સ્ત્રી-સશક્તિકરણના સપોર્ટર નહીં હોય, એમાંના ઘણા તો સ્ત્રીની આવી બળવાખોરીનો પોતાના લાભમાં ઉપયોગ કરનારા પણ હોઈ શકે છે. સ્વતંત્રતા અને મરજી પ્રમાણે જીવવાની ભાવનાઓ ભડકાવી સ્ત્રી પાસે અંગત જાતીયઈચ્છાઓ પૂરી કરીને પલાયન થઇ જતો આ વર્ગ હોઈ શકે છે. મઝાની વાત એ છે કે ઘણા સર્જનાત્મક અને વિનોદી લોકો આવા બધા ગતકડાંની ઠેકડી ઉડાડતા કાઉન્ટર-ગતકડાં પણ વહેતા કરે છે. એમ્પાવરના ઓઠા હેઠળ સ્ત્રીની સ્વતંત્ર ઓછી સ્વચ્છંદી વધુ લાગે તેવી પસંદગીઓની સામે માય-ચોઈસના બે-ત્રણ મેલ-વર્ઝન પણ આવી ગયા છે, જેમાં પુરુષની વાહીઆત લાગે તેવી પસંદગીઓ છે. સાવ સાચી વાત તો એ છે કે સ્ત્રીને સશક્ત બનાવવાના નામે સદીઓથી ભેજાબાજો પોતાના રોટલા શેકી રહ્યા છે અને તે દિશામાં આ એક વધુ પ્રયાસ છે.
ત્રણેક અઠવાડિયા પહેલા જ આ કોલમમાં મેં લખ્યું’તુ કે સ્ત્રીઓએ નાહકના આક્રમક બનવાની જરૂર નથી. તેની આક્રમકતા પોતાની, કુટુંબની અને સમાજની સ્વસ્થતા માટે હાનીકારક છે. આ આખા વિડીયોમાં એક છૂપો આક્રોશ છે અને તે જાણે પુરુષને ઉદ્દેશીને કહેવાઈ છે પણ, સ્ત્રીને જેટલી અશક્ત અને પાંગળી સ્ત્રીઓએ કરી છે તેટલી કદાચ પુરુષોએ નથી કરી. પરંતુ પુરુષને છોડો, જે સ્ત્રીઓ આ વિડીયોની સપોર્ટર છે એમને એટલું જ પૂછો કે દીપિકા જે વાત કરે છે તેવી માનસિકતા કે અભિગમ ધરાવતી સ્ત્રી સાથે પોતાના પુત્ર કે ભાઈના લગ્ન કરશે?! હોંશિયારીમાં મોઢે કહેશે કે હા, કેમ નહીં?! પણ મનમાં વિચારશે કે આવી માથાની ફરેલને ઘરમાં થોડી લવાય?! આવી માનસિકતા ધરાવતી સ્ત્રીઓ સાથે પત્ની પોતાના પતિને છૂટથી બોલવા દેશે?! ના રે બાબા, પતિને લપટાવી દે તો? દીપિકાની વાતો સશક્ત કરે એવી ઓછી અને અસલામત કરે એવી વધારે છે. મારી તો સમજ સ્પષ્ટ છે જે વાણી, વર્તન, વ્યવહાર કે અભિગમથી સ્ત્રી (કે પુરુષ) સ્ત્રીની નજરમાં સન્માનીય બને એ સાચું સશક્તિકરણ બાકી બધું નર્યું દંભ અને ચાલાકી !!
પૂર્ણવિરામ:
દીપિકાના વિડીયો અંગે એક કીટલી પર સાંભળેલી વાત:
‘મેં તો દીપિકાનો વિડીયો ડાઉનલોડ કરીને રાખ્યો છે’
‘કેમ ભાભીને બતાવવા?!’
‘ના બે એના માટે નથી, આતો પેલીને કન્વીન્સ કરવા માટે કે દીપિકા પણ કહે છે આપણે જે કંઈ કરીએ છીએ એમાં કંઈ ખોટું નથી’
Reblogged this on Nayan Meckwan's Tech Blog | Internet Tools & web development tutorials & Tips | Celebrity news | Photoshoots | Codding | WordPress | Online Game | Script | Themes.
Bahuj etle bahuj sari rite analysis karyu chhe…hu kaik avoj drashtikon dharavu chhu..pan shabdo nohta malta..aaje vachi ne khub j saru lagyu…
biju pan ek bhoot upadyu chhe aaj ni praja ne..tame kadach eni tarfen ma pan ho…ladies should be free to wear whatever they wish…pan kyarey koi purush ne ashlil lage etli hade angpradarshan karta kapda peharta joyo chhe ? Kadach joyo hoi to pan ene ayogya j kehshe samaaj…pan ladies ek to eva kapda pehre ne pachhi expect kare ke loko kharab najre jove nahi….ae kevu ?
purush eva kapda na pahere karan ke e stri ne na game pan stri pahere karan ke purushne e game chhe :))
Mahila sashaktikaran etle vyabhichar ke swachhandata nahi…kharu mahila sashaktikaran to ene kehvai ke ghar na ke bahar na mahatva na nirnay leva ma emno pan abhipraay sarkhu vajan dharavto hoi , potaana maan na daayra ma rahi ne potani jindagi na tamaam nirnay pote lai shake ene j khari sashakt mahila kehvai…
wah sir prasnsniy… lekh .. stree j stree ni dushman Chhe e saachu pade
રરસ વાત…કરી છે.. સાથે વાસ્તવીકતા થી અવગત કરાવતો લેખ >>>