RSS

સુખી સહજીવન અને કુટુંબ માટે વ્યવહારથી અપેક્ષાઓ સુધીનું બધું જ સાચવી લેતી સ્ત્રીઓનું સ્થાન હવે પોતાનું પહેલા સાચવવા જાત સાથે અને અન્ય સાથે સંઘર્ષ કરતી સ્ત્રીઓ લઇ રહી છે.

01 Apr

Tari ane mari vaat

લગ્ન-વિધિમાં સહજીવનની સોનેરી કલ્પનાઓ કરવાને બદલે કોઈ દુલ્હન વરરાજાને ગણિતના ઉખાણા પૂછે?!! લગ્નની ચોરીમાં કોઈ કન્યા વરને પંદર વત્તા છ કેટલા થાય તેવો પ્રશ્ન પૂછે?! ના પૂછે, કન્યા શિક્ષિકા હોય તો પણ ના પૂછે! પણ, કાનપુરના રસુલાબાદ ગામમાં થઇ રહેલી એક લગ્ન-વિધિમાં દુલ્હને તેના ભાવિ પતિને આ સરવાળો પૂછ્યો. વરરાજા તત-ફત થઇ ગયા, જવાબ આપ્યો ‘સત્તર’. કન્યા તો રથયાત્રાની ભીડમાં ગાય ભડકે એમ ભડકી અને સગા-વ્હાલાઓની ભરી ભીડમાં લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો. ભણતર અંગેનું જુઠ્ઠાણું તેણે પકડી પાડ્યું અને ઓન ધ સ્પોટ નિર્ણય લઇ લીધો…

બિહારના ગોપાલગંજમાં રહેતા યુવકને તો દુલ્હને આવું કોઈ ઉખાણું પૂછવાની પણ મહેનત ના કરી. લગ્ન પહેલા એકબીજાને નહીં જોવાની સામાજિક રસમ પ્રમાણે લગ્ન માટે તૈયાર થયેલી આ દુલ્હને વરરાજાનો દેખાવ અને કદ ધારણા પ્રમાણેના ન હોવાથી લગ્ન કરવાની સાફ ના પાડી દીધી. વડીલોની સમજાવટને કાનના રસ્તે મગજમાં ઘુસાડવાની તસ્દી લીધા વગર જ ઓન ધ સ્પોટ નિર્ણય…

**********

આમ તો આ બંને ઘટનાઓ રમુજી લાગે એવી છે પરંતુ સાથે સાથે ખુબ માર્મિક છે. આ બંને ઘટનાઓ મેટ્રો કે મોટા શહેરની નથી પરંતુ આજે’ય પછાત ગણી શકાય એવા ગામોની છે. સંબંધો કે સહજીવનમાં યુવતીઓની પસંદગી, પ્રાથમિકતા, અપેક્ષાઓ વગરે બધું જ જબરદસ્ત રીતે બદલાઈ રહ્યું છે અને તે પણ મેટ્રોથી શરુ કરીને ગામડાઓ સુધી. લગ્ન અને જીવનસાથીના સંદર્ભમાં યુવતીઓનું વલણ ખાસ્સું સ્પષ્ટ, સ્વતંત્ર અને આપખુદ બની રહ્યું છે. સારું કે ખોટું તેની ચર્ચા આ બાબતે અભિપ્રાય આપવાની ખંજવાળ ઉપડતી હોય તેમના માથે છોડીએ અને આપણે આપણી વાત આ બદલાવે સ્ત્રી-પુરુષના સહજીવનના સમીકરણોમાં જે ઉથલ-પાથલ કરી છે તે પુરતી સીમિત રાખીએ.

જીવનસાથીની પસંદગી કે લગ્નને લગતી આ ઘટનાઓ તો ખાલી આપણી વાતનો ઉપાડ છે પરંતુ વાત સ્ત્રી-પુરુષના સંબંધ કે સહજીવનને સ્પર્શતી તમામ નાની-મોટી બાબતોને લાગુ પડતી છે. સંમત થાવ કે ન થાવ, પરંતુ હકીકત છે કે આપણી અગાઉની પેઢીઓના સંબંધો ઓછા સંઘર્ષમય હતા તેની પાછળના ઘણા બધા કારણો પૈકી એક મહત્વનું કારણ સ્ત્રીઓની જતું કરવાની કે અપેક્ષાઓ ઉપર વ્યવહારુ રોક લગાવવાની આવડત હતી. સુખી સહજીવન અને કુટુંબ માટે વ્યવહારથી અપેક્ષાઓ સુધીનું બધું જ સાચવી લેતી સ્ત્રીઓનું સ્થાન હવે પોતાનું પહેલા સાચવવા જાત સાથે અને અન્ય સાથે સંઘર્ષ કરતી સ્ત્રીઓ લઇ રહી છે. જાત સાથે સંઘર્ષ એટલે કરવો પડે છે કે સંબંધ કે કુટુંબને બાજુ ઉપર મુકીને માત્ર પોતાના વિષે જ વિચારવાનો સ્ત્રીઓનો કુદરતી સ્વભાવ નથી. સરવાળે કારકિર્દી, આત્મસન્માન, સમાનતા, અંગત અપેક્ષાઓ વગેરેનો ઝંડો લઈને દોડતી સ્ત્રીઓ લાગણીઓના મુદ્દે લંગડાય છે અને સંબંધમાં-સ્વભાવમાં બિનજરૂરી આક્રમક બનતી જાય છે. પહેલા પણ મેં લખ્યું’તુ અને આજે ફરી લખું છું કે આ જ કારણોસર સ્ત્રીઓનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. તણાવજન્ય રોગો જે ગઈકાલ સુધી માત્ર પુરુષોના દુશ્મન ગણાતા હતા તે આજે સ્ત્રીઓ સામે પણ મોં ફાડીને ઉભા છે.

લગ્ન અને જીવનસાથીની પસંદગીના સંદર્ભમાં જેટલી યુવતીઓ સ્પષ્ટ અને સ્વતંત્ર બની છે તેટલી જ લગ્ન-વિચ્છેદ કે છૂટાછેડાની બાબતમાં પણ બની છે. તાતા ઇન્સ્ટીટયુટ ઓફ સોશિયલ સાયન્સીસના એક અભ્યાસ મુજબ ફેમીલી કોર્ટમાં છૂટાછેડામાં પરિણમ્યા હોય તેવા સિત્તેર ટકા કેસ સ્ત્રી દ્વારા દાખલ કરવામાં આવેલા હતા. એમાં પંચ્યાસી ટકાથી પણ વધુ કેસમાં સ્ત્રીઓએ ફેરવિચારણા કરવાની’ય તસ્દી ના લીધી. આમાંથી ઘણી સ્ત્રીઓ તો આર્થિક રીતે પગભર પણ ન હતી, એટલે માત્ર આર્થિક જોરે આ સ્વતંત્રતા ઉભી થઇ છે તેમ ના કહી શકાય. વાતનો મતલબ સાફ છે કે સ્ત્રીઓ સહન કરીને  જેમ તેમ ખેંચવા કરતા છુટા પડી જવાની બાબતમાં સ્પષ્ટતા કેળવવા માંડી છે. સાથે સાથે એક આડ-વાત એ પણ કહું કે એક જમાનામાં દીકરીને સમજાઈને પાછી મોકલવા વત્તું-ઓછું દબાણ કરતા માં-બાપો પણ આજે તેના નિર્ણયને સમર્થન આપતા થયા છે.

spread a thought

આપણી આખી’ય વાતમાં સ્ત્રીઓની સંબંધોની બાબતમાં સ્પષ્ટતા નવી નથી, સ્ત્રીઓ દરેક સંબંધ અંગે પુરુષો કરતા ઘણી વધુ સ્પષ્ટતા કાયમથી ધરાવતી આવી છે. પરંતુ, નવી વાત છે તે સહન કરવાની માનસિક તૈયારીમાં આવેલો બદલાવ, નિર્ણય લેવાની સ્વતંત્રતા અને આક્રમકતાની છે. આ આક્રમકતા સ્ત્રીઓને સંબંધોમાં અધીરી, અસહિષ્ણુ અને અસલામત બનાવે છે. સરવાળે ગઈકાલ સુધી સ્ત્રીઓની પરિપક્વતા, સહિષ્ણુતા અને ધીરજ ઉપર ટકી રહેલા સંબંધો આજે ‘હેન્ડલ વિથ કેર’ જેવા ફ્રેજાઈલ થઈને રહી ગયા છે. આ વાંચી રહેલી સ્ત્રીઓને થશે કે પુરુષોને ઉદ્દેશીને કંઈ કહેવા જેવું જ નથી?! પરિપક્વતા, ધીરજ, સહિષ્ણુતા વગેરે જેવું બધું સ્ત્રીઓએ જ કરવાનું છે?! ના; સાવ એવું નથી. તાલી એક હાથે ના પડે, એક હાથે લાફા પડે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં જેટલો બદલાવ સ્ત્રીઓની પ્રાથમિકતા, અપેક્ષાઓ અને વલણમાં આવ્યો છે તેટલો પુરુષોમાં નથી આવ્યો. તેમ છતાં સાવ સાચી વાત તો એ છે કે સંબંધમાં અને સહજીવનમાં પુરુષો પહેલા કરતા વધુ મદદરૂપ અને સંવેદનશીલ બન્યા છે. પોતાના બાળકના હીંચકાની દોરી પણ ના ખેંચતો આપણી આગળની પેઢીનો પુરુષ આજે બાળોતિયા બદલાવતો થઇ ગયો છે. જયારે એ કંઈ ન હતો કરતો ત્યારે કોઈ અધીરાઈ-આક્રમકતા ન હતી તો આજે કેમ?! વિચારી શકે તેવી દરેક સ્ત્રીએ પાયામાંથી ચિંતન કરવા જેવો આ વિચાર છે. સહજીવનમાં જયારે પુરુષ બદલાઈ જ રહ્યો છે તો સ્ત્રીએ આક્રમક બનીને સંબંધોની મજબૂતાઈમાં ઘા કરવા જેવો નથી. પરંતુ અફસોસની વાત એ છે કે જયારે સામાજિક બદલાવ(સાચો કે ખોટો) આવતો હોય છે ત્યારે એકલ-દોકલ સમજવા છતાં પણ તેનાથી દુર નથી રહી શકતા !!

પૂર્ણવિરામ:

જુનવાણી સલાહ: ‘બેટા સુખે-દુ:ખે નિભાવી લે જે’

નવા જમાનાની સલાહ: ‘બેટા ના ફાવે તો આવી જજે, તારા માં-બાપ હજી બેઠા છે!’

 

 

 

Tags: , , , , ,

12 responses to “સુખી સહજીવન અને કુટુંબ માટે વ્યવહારથી અપેક્ષાઓ સુધીનું બધું જ સાચવી લેતી સ્ત્રીઓનું સ્થાન હવે પોતાનું પહેલા સાચવવા જાત સાથે અને અન્ય સાથે સંઘર્ષ કરતી સ્ત્રીઓ લઇ રહી છે.

 1. પ્રેમપરખંદા

  April 1, 2015 at 4:13 pm

  સાવ સાચી વાત કરી આપે… કારણો સ્પષ્ટ છે પણ કારણનું કારણ જાણીએ તો સ્ત્રિઓનો વાંક ના ગણી શકાય.. પરિવર્તન સંસારનો નિયમ.

   
 2. anjali

  April 1, 2015 at 5:16 pm

  I don’t think this change is bad.. now womens are more aware about their desires and needs. If her expectations are not satisfied.. she can leave that relationship. Its her choice.her decision..and I think now they are more responsible about result too..

   
  • પ્રેમપરખંદા

   April 1, 2015 at 6:35 pm

   પુરુષોની જેમ સ્ત્રિઓને પણ પોતાની આઝાદી પ્રિય હોય છે. પરંતું અતિ ને ગતિ નહી એ ન્યાયે આઝાદી નો સદઊપયોગ થાય છે એના કરતા એનો ગેરઊપયોગ વધારે થાય છે.

    
 3. સંવેદનાની સફર

  April 1, 2015 at 5:17 pm

  saras… સ્ત્રીની અપેક્ષાઓ વધારે હોય જ છે એ સાવ સાચું… ને આજની સ્ત્રી એની માટે લડે પણ છે એ પણ…
  આજના પુરુષો સ્ત્રીઓ ને ઘણે અંશે સમજી અને મદદ રુપ થાય છે એવી સ્ત્રી એ … પુરુષની કદર કરવી જ રહી…

   
  • પ્રેમપરખંદા

   April 1, 2015 at 6:32 pm

   સાચી વાત.. પણ પુરુષો સ્ત્રિઓમાં આવેલ આ પરિવર્તન ને ઝટ સ્વિકારી નથી શકતા. કારણ કે જમાનાઓથી જે પરંપરા ચાલી આવતી હોય એમા કંઈક ફેરફાર થાય અને એ પણ એવો ફેરફાર જેમા પુરુષોને પીછેહઠ કરવી પડે ત્યારે આ વાત પચાવતા વાર લાગે. પુરુષોને સ્ત્રિ અવલંબનની એવી આદત પડી છે કે એ છુટતા વાર લાગશે.

    
 4. prashantmht

  April 1, 2015 at 11:01 pm

  વાત સાચી છે. પેહલા કરતા સ્ત્રી ની સહનશીલતા ઘટી છે. ઍમનો વાંક પણ નથી, પરંતુ સ્ટિફ સ્વભાવ પણ હાનિકારક હોય છે. મે પણ હમણા ઘણા કિસ્સા જોયા ઍમા ઍક મા લગ્ન ના બીજાજ દિવસે છોકરી ઘરે પાછી આવી ગઈ. ઍમા લગ્ન ઍનિ સાથે થયા હતા કે જે છોકરો ઍનો મિત્ર હતો. બીજા કિસ્સા મા લગ્ન ના 6 મહિના માંજ છોકરી ઘરે આવી ગઈ, પિતા ઍ કહ્યું ના ફાવતુ હોજ઼ી તો આવી જા compromise કરવા ની કોઈ જરૂર નથી.

  હવે જિંદગી પોતાની છે જેને જેમ જીવવી હોય ઍમ જીવે. મારી છેલ્લિ કંપની મા બે ઉદાહરણ હતા ઍક છોકરી ની સૅલરી ૪૫૦૦૦ અને બીજીની ૬૦૦૦૦. પેહલી ઍ પતિ સાથે નોકરી બાબતે ઝગડો થતા છુટ્ટા-છેડા લઈ લીધા, બીજી ઍ નોકરી છોડી. આજે પેહલી છોકરી અજાણતા જ ક્યાંક ખોવાઈ જાય છે(વિચારોમા), જ્યારે બીજી આજે અમદાવાદમા છે ખુશ છે અને ૭૫૦૦૦ સૅલરી પર કામ કરે છે. ચલો બધા સાથે આવુ નથી થતુ. શક્ય છે કે નોકરી છોડ્યા પછી બીજી નોકરી જલ્દી નથી મડતી પણ છુટ્ટા-છેડા ઍ કંઈ છેલ્લો ઉપાય છે?

  છેલ્લે હમણા ની વાત દીપિકા પદુકોન નો વીડિયો. સ્વતંત્રતા અન સ્વચ્છંદતા વચ્ચે ફરક હોવો જોઈઍ. વીડિયો મા બધી વાત સાચી માત્ર ઍક વાત જે વાંધા જનક છે, જે આપ સૌ ને પણ ખબર જ હશે શારીરિક સંબંધ વિષે કહેલી વાત. કેટલાક પુરૂષો પણ રાખે છે. પણ બધાને જાહેર મા કેહ્તા નથી ફરતા કે ભાઈ હૂન તો લગ્નેત્તર સંબંધ રાખુ છુ મારી પસંદ.

   
 5. Kapil boricha

  April 3, 2015 at 1:50 pm

  Kharekhar mahila o ma jetali sahansakti
  Hoi che, tetali purso ma hoti nathi,
  Pan Aaj na Aa Aadhunik Yug ma Koi ne pan Sahan Karavu nathi,
  Jo thodi var mate pan Manavi Sahan kari le to Koi pan samsya tena jivan ma
  Aave j nahi,
  Pan te badhu tyare thai jyare Banne Ek bija ne prem karata hoi,
  Koi divas koi pan ma tena santan thi juda padava nu vichari sakse khara?
  Karan ke tene tena pratye prem che,
  Jo Aavo prem pati-patni ma hoi to te banne kyarey juda na j pade……

   
 6. Brijesh B. Mehta

  April 6, 2015 at 10:00 pm

  Reblogged this on Revolution and commented:
  Read comments on original article also!!!

   
 7. મૌલિક રામી

  May 8, 2015 at 12:34 pm

  very nice sir

   
 8. MARMIK VORA

  May 23, 2015 at 10:00 am

  rit sir der is a difference between expectation and reality ….1 should 1st understand himself and den try to judge others….

   
 9. bhanu jadav

  January 18, 2016 at 4:38 pm

  બહુ સમજોતા અને સહન ક્ર્યા પછી આવેલો બદલાવ છે આ..

   
  • Roop

   April 14, 2016 at 2:06 pm

   true..

    

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: