પ્રેમના નામે સંબંધોમાં સોદાબાજી કરનારા અનેક છે અને એ જાણવા છતાં ખુલ્લી આંખે છેતરાનારા કે પરવશતા અનુભવનારા તો એથી’ય વધારે છે!

Tari ane mari vaat

‘એ તમારી નબળાઈઓને જાણે છે, આ જ નબળાઈઓનો એ તમારી સામે કે તમારી ઉપર કાબુ ધરાવવા ઉપયોગ કરે છે, આ ઉપયોગ થકી એ પોતાના લાભમાં તમારી લાગણીઓ કે વિચારોને મચડે છે અને એકવાર આમ કરવામાં સફળ થયા પછી અવાર-નવાર વિવિધ રીતે એ તમારી ઉપર ઈચ્છિત કાબુ ધરાવે છે’ – તમને થશે કે સવાર સવારમાં મેં કોની વાત માંડી છે?! કોઈ વાઈરસ-બેક્ટેરિયા કે સોફ્ટવેર-માલવેરની વાત છે?!! ના, – ના તો કોઈ માઈક્રોઓર્ગેનીઝ્મની હું વાત કરું છું કે ના કોઈ ટેકનોલોજીની, હું તેના કરતા પણ આપણી રોજીંદી જીંદગીમાં પળે પળે આપણા પર વધુ અસર કરતા એવા માણસો અને તેમના અભિગમની વાત કરું છું. હું આપણી સાથેના રોજીંદા વ્યવહારમાં ચાલાકીથી પોતાની તરફેણમાં કે લાભમાં કામ પાર પાડતી વ્યક્તિઓ (મેનીપ્યુલેટર્સ) અને આપણી લાગણીઓ-વિચારોને કોઈ અંગત ફાયદાની તરફેણમાં મચડવા માટે અપનાવાતા અભિગમ (મેનીપ્યુલેટીવ ટેક્ટીક્સ)ની વાત કરું છું. સંબંધોમાં પરસ્પર ફાયદા કે પછી એકબીજાને કરાતી મદદને અને આ વાતને કંઈ લેવાદેવા નથી, આ વાત તો એકના ફાયદાની અને બીજાના શોષણની છે. મોટાભાગના કિસ્સાઓમાં તો આ લખાય છે કે વંચાય છે તેટલી ખુલ્લી અને સરળ આ વાત નથી, વ્યક્તિ તેના પ્રત્યે સતર્ક કે જાગ્રત ના થાય ત્યાં સુધી તો જાણબહાર ભજવાતો આ ખેલ છે.

જાહેરાતો, જીવનમાં બદલાવ લાવતી વર્ક્શોપોના ફ્રી લેકચરો, નેતાઓના ભાષણો વગેરેમાં આવી ચાલાકીઓ ભરપુર હોય તે સમજી શકાય એમ છે કારણ કે તમને મેનીપ્યુલેટ કરીને જ તેમની દુકાનો ચાલતી હોય છે. વાસ્તવિકતા અને તમારી લાગણીઓને આ લોકો પોતાના ફાયદા માટે મચડીને પોતાનો ધંધો કરે છે. પરંતુ, પ્રશ્ન એ થાય છે કે અંગત અને અંતરંગ સંબંધોમાં કોઈ એકબીજા સાથે આવું કેમ કરે?! આવી માનસિકતાના મૂળ જટિલ અને ઊંડા હોય છે. ક્યાંક કૌટુંબિક પ્રભાવ હોય, ક્યાંક વ્યક્તિત્વ જ એવું હોય અથવા ક્યાંક શોષણ કરતા કરતા ચાલાકી મગજમાં બેસી જાય. એક જ વાતમાં કહું તો, સંબંધોમાં જે પોતાની જરૂરિયાતો કે અપેક્ષાઓ મક્કમતા કે દ્રઢતાથી નથી જણાવી શકતા તે લોકો ચાલાકીનો સહારો લે છે. પોતાની ઈચ્છાઓ કે જરૂરિયાતોને પોષવા તે સીધેસીધું કહેવાને બદલે આડકતરી અભિવ્યક્તિનો સહારો લે છે. ઘણીવાર એમને એ ખબર પણ હોય છે કે એમની જરૂરિયાત એટલી સ્વકેન્દ્રી છે કે સીધેસીધું કહેવાથી નહીં સંતોષાય એટલે એ મેનીપ્યુલેશનનો ચાલાકીભર્યો અભિગમ અપનાવતા હોય છે. લઘુતાગ્રંથી અને લાગણીઓની અસલામતીથી પીડાતી વ્યક્તિઓ મક્કમતાથી રજૂઆત કરતા ડરતી હોય છે, માટે તે ઘુમાઈ-ફીરાઈને ચાલાકીપૂર્વક રજૂઆત કરતી હોય છે. કારણો ગમે તે હોય પણ આપણે જયારે આવી ચાલાકીઓનો ભોગ બનીએ છીએ ત્યારે જાણ્યે-અજાણ્યે મનોમન રીબાઈએ છીએ અને ક્યારેક આક્રોશ કે ઉચાટ પણ અનુભવીએ છીએ. પોતાના કે પારકા, કોઈએ પણ પાથરેલી ચાલાકીની આવી જાળમાં ના ફસાવું હોય કે લાગણીઓની પરવશતાના ચક્કરમાં ના પડવું હોય તો સૌ પહેલા એ જાણવું પડશે કે આવી વ્યક્તિઓ વિચારો-લાગણીઓને મચડવાના કે નબળાઈઓનું શોષણ કરવા કેવા રસ્તા અપનાવતી હોય છે.

વ્યવહારમાં ચાલાકીથી પોતાની તરફેણમાં કે લાભમાં કામ પાર પાડતી વ્યક્તિઓ (મેનીપ્યુલેટર્સ)ના ભાથામાં અનેક તીર હોય છે. આ માટે તે તમારામાં ગુનો કર્યાની લાગણીઓ (ગીલ્ટ) ઉભી કરે, સાચી-ખોટી ફરિયાદો કરે, તુલનાઓ કરે, જુઠ્ઠું બોલે, બોલેલું ફરી જાય, બહાના બતાવે, અજાણ્યા બની જાય, નિર્દોષ બની જાય, પ્રલોભનો આપે, દોષ કાઢે, ધારણાઓ બાંધી લે, મનથી રમતો રમે, ઉડાઉ જવાબો આપે, ખોટી લાગણીઓ બતાવે, ઈમોશનલ બ્લેકમેલ કરે, સગવડતાપૂર્વક ભૂલી જાય, જવાબદારીમાંથી છટકી જાય, પીઠ પાછળ બોલે કે પ્રવૃત્તિઓ કરે, સહાનુભુતિ બતાવે, મસ્કાબાજી કરે, માફીઓ માંગે, બિચારા બની જાય, તરફેણ કરે, ભેટ-સોગાદો આપે, વચનો ના પાળે, બીમારી આગળ ધરે વગેરે અનેક યુક્તિ કે આવડત દ્વારા એ સામેવાળાને પોતાની ઈચ્છા મુજબ નચાવતા હોય છે. એવું નથી કે આ પ્રકારના અભિગમ સામાન્ય વ્યવહારમાં જોવા ના મળે પરંતુ આ આખી’ય વાતમાં અભિગમ કરતા વધુ મહત્વનો તેની પાછળનો ઈરાદો છે.

spread a thought

તમે ઈચ્છતા હોવ કે સંબંધોમાં તમારે આ પ્રકારના શોષણથી બચવું છે તો તમારે તમારી સાથે થઇ રહેલા વ્યવહારો પરત્વે હંમેશા જાગૃત રહેવું જોઈએ, જરૂર જણાય એવા કિસ્સાઓમાં આ વ્યવહારોનું એનાલીસીસ પણ કરવું જોઈએ અને ખબર પડે કે કોઈ તમને પોતાની અંગત જરૂરિયાતો માટે મચડી રહ્યું છે તો સભાનતાપૂર્વક તેના વ્યવહારો ચકાસવા જોઈએ. આમ કરતા તમને સમજાશે કે એ તમને મેનીપ્યુલેટ કરવા કઈ ચાલાકીઓ કરે છે. જરૂરી નથી કે તે આ માટે એક જ પ્રકારની રીત અપનાવ્યા કરે, મૂળ સવાલ વૃત્તિનો છે, બાકી રસ્તાઓ તો બદલાતા રહેતા હોય છે. તમે પોતાની લાગણીઓ ઉપર યોગ્ય કાબુ રાખી શકો અને તટસ્થતાથી અન્યના પોતાની સાથેના વ્યવહારો અંગે ચિંતન કરી શકો તો આવી વ્યક્તિઓને કે વ્યવહારોને ઓળખવા મુશ્કેલ નથી. આપણી અંતરસૂઝ (ગટ ફીલિંગ) મોટાભાગના કિસ્સાઓમાં આપણને આ બાબતનો અણસાર આપી દઈ શકે તેમ હોય છે પરંતુ લાગણીવશ કે સામેવાળાની ચતુરાઈવશ આપણે તેને અવગણવાનું વલણ ધરાવીએ છીએ! એમાં’ય ખાસ કરીને પ્રેમના નામે સંબંધોમાં સોદાબાજી કરનારા અનેક છે અને એ જાણવા છતાં ખુલ્લી આંખે છેતરાનારા કે પરવશતા અનુભવનારા તો એથી’ય વધારે છે.

સીધેસીધું કહું તો, વ્યક્તિ કે તેનો વ્યવહાર ગમે તેટલો ચાલાકીભર્યો હોય, તમારી પરવશતા દુર કરવી તમારા હાથમાં છે. કશું’ય ના સમજાતું હોય તો પણ એટલું તો સમજાયને કે જે તે વ્યક્તિ સાથેના વ્યવહારમાં તમે સહજતા અનુભવો છો કે નહીં?! જો તમે કોઈ સંબંધમાં વધુ પડતું દબાણ, દમન કે બંધન અનુભવતા હોવ તો તમારે તેને લાગણીવશતા કે પરવશતા બાજુ પર મુકીને બુદ્ધિપૂર્વક મૂળમાંથી ચકાસવો પડશે. આ ચકાસણીને જો તમારી લાગણીઓ નહીં અભડાવે તો તમારી અંતરસુઝ જ તમને મદદ કરવા અને માર્ગદર્શન પૂરું પાડવા સક્ષમ હોય છે.

પૂર્ણવિરામ: જયારે સંબંધમાં ‘જો તું મને પ્રેમ કરતો/કરતી હોઈશ તો…’ એવો સંવાદ આવે ત્યારે નક્કી સમજવું કે લાગણીઓના મુદ્દે તમારું શોષણ થઇ રહ્યું છે. પ્રેમ સાબિત કરવાની વાત નથી, વિના સાબિતીએ  અનુભવવાની લાગણી છે.

5 Comments Add yours

 1. Vipul M Javia says:

  Should male go out for affair or sexual need ?
  Don’t you think nature of ladies got change and with that definition of marriage and family also got change.
  What is Indian marriage ? Is it a pack of family, social, personal responsibility or to opt some and to deny some after marriage.
  Who will care for parents, if family is reduced to husband wife and kid’s?
  Is ladies nature of double standard ? Approach to her relative and husband relative is same in all cases?
  Where male will go, if home becomes demanding one way?
  Should sex be part of right in marriage or friendship?
  In foreign ladies are independent and sane we are following. But senior citizen are protected from pension and insurance. I feel in India we are empowering ladies but don’t you think that is misused And parents suffer.
  Even if parents nature is not okay or Morden does it mean to live separate ?
  Who will take care if Indian male ?
  For ladies easy to go in court and make life miserable for other members

  1. Too many questions, each require separate article. Will try to write on each of them when time permits 🙂

 2. MILI JOSHI says:

  I faced this situation as a victim. i suffered that person for eight years but when i realized the main mentality exactly you mention on this blog i decided to be apart of that person. Yes it requires lots of guts to do like that. Specially for a women with a 8 years old child.

 3. wow bahu sari rite samjavyu sir tame.. maja avi gai vanchavani… tamara lekh hu newspaper ma regular vanchu chhu…

 4. Yes sir yes in this article’s each word are true for me…I am also a victim of same situation in my life….but now I can understand what’s reality behind this…..
  thanks a lot Sir……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s