લગ્નને લગતા કાર્યક્રમોમાં એક પ્રયોગાત્મક પહેલ… શિખામણ નહીં… સંબંધની સંગીતમય સમજણ…

તમે અનેક લગ્નોમાં ગયા હશો પણ શરત મારીને કહું છું કે ક્યારે’ય તમે કોઈ મનોચિકિત્સકને સંગીત સંધ્યાના સ્ટેજ ઉપર સુખી સહજીવનની ટીપ્સ આપતા નહીં જોયા હોય! પચ્ચીસ વર્ષની કારકિર્દીમાં મેં પણ દેશ-વિદેશમાં હજાર ઉપર લેકચરો આપ્યા છે, વર્ક્શોપો કરી છે પરંતુ સૌ પ્રથમ વાર લગ્નના પ્રસંગમાં આ રીતે બોલવાનું મેં સ્વીકાર્યું. શરૂઆતમાં થોડો ખચકાટ હતો કે સંગીત સંધ્યામાં કોઈ આવું સાંભળવાના મૂડમાં શા માટે હોય અને શા માટે હોવું પણ જોઈએ?! પરંતુ પછી વિચાર્યું કે લગ્નમાં ભેટ તરીકે અપાતા પુસ્તકોમાં મારા લખેલા પુસ્તકો સૌથી વધારે અપાય છે તો આ પણ એક અખતરો કરવા જેવો ખરો, કદાચ કોઈ યુગલને, જુવાનીયાઓને  કંઈ ઉપયોગી થઇ પણ પડે. બસ પહોંચી ગયો… શું શું વાતો થઇ તે ‘તારી અને મારી વાત’ના આવનારા હપ્તાઓમાં થતી રહેશે, પરંતુ હાલ પુરતો વાંચો આ પ્રસંગનો અહેવાલ ચિત્રલેખામાં,હિરેન મેહતાની કલમે…

પ્રશંશનીય વાત તો એ રહી કે આવી અદભુત પહેલની સફળતા બાદ, યજમાને દરેક મહેમાનને ‘રીટર્ન ગીફ્ટ’ તરીકે જેને જે ભાષામાં જોઈએ તે ભાષામાં (ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી) મારા લખેલા સંબંધોને મજબુત બનાવતી શ્રેણી(Relationship Builder Series)ના પુસ્તકો ભેટ આપ્યા…

 

Chitralekha 13.2.15

3 Comments Add yours

  1. nilbond2003 says:

    Great sir, this is the new beginning

  2. rajesh modi says:

    useful to newly married couple and also to others who are attending ceremony

  3. ગોવીન્દ મારુ says:

    પ્રેરણાદાયી અને અતુલ્ય પહેલ…. ધન્યવાદ…

Leave a comment