RSS

ક્યારે’ય વિચાર્યું છે કે તમારા બેડરૂમમાં તમારા સિવાય બીજા કેટલા જણા રહે છે?!

11 Oct

‘આ અમારો માસ્ટર બેડરૂમ’ પોતાના નવા ઘરને બતાવતા મિત્રએ મને કહ્યું.

આખા ઘરમાં સૌથી સુંદર રીતે સજાવેલો રૂમ મેં રસપૂર્વક જોતા જોતા એને પૂછ્યું ‘આ રૂમમાં કેટલા જણા રહેવાના?!’

સ્વાભાવિક રીતે જ એ મારા આ વિચિત્ર લગતા પ્રશ્નથી થોડો ડઘાઈ ગયો હશે અને એટલે જ ધીરેથી ગંભીરતાપૂર્વક કહ્યું ‘અમે બે જ, બાળકોના અલગ બેડરૂમ તો તને બતાવ્યા અને ગેસ્ટ રૂમ પણ…’

મેં અડધેથી જ અટકાવતા પૂછ્યું ‘રીઅલી?!’

‘શું મજાક કરે છે યાર?’ તેની વાતમાં અણગમાએ થોડું ડોકું કાઢ્યું.

હવે ગંભીર થવાનો મારો વારો હતો, ‘ના દોસ્ત મજાક નથી કરતો, બધા જ લોકો માસ્ટર બેડરૂમ યુગલ માટે જ બનાવતા હોય છે પરંતુ કમનસીબે એમાં રહેતા ઘણા લોકો હોય છે. આ લોકો દેખાતા નથી પરંતુ તમારા ફોન, ટેબ્લેટ, લેપટોપ, ટીવી વગેરેમાં રહેતા હોય છે અને પથારીમાં પણ તમારી સાથે હોય છે. બેડરૂમના બેડ પર પણ એક લેપટોપ ઉપર હોય તો બીજું સ્માર્ટ ફોન ઉપર, દેખીતા બે જણા અને સદેહે ના દેખાય પણ સ્ક્રીનપર દેખાતા કે મનમાં બેઠેલા અનેક જણા!! આ વાત છેડવા પાછળનો મારો આશય એટલો જ છે કે તારું આ સુંદર ઘર અને સૌથી સરસ સજાવેલો બેડરૂમ જોઈને તને એક વૈચારિક ભેટ આપવાની ઈચ્છા થઇ કે અહીં તમે બે જ રહેજો અને બાકી બધાને ડ્રોઈંગરૂમમાં કે ગેસ્ટરૂમમાં જ રાખજો’

*******

આ નાનકડી વાતમાં જ મારો ઈશારો કળી ગયા હોવ તો ઠીક, નહીંતર આ જ વાત બીજી રીતે કહું. ડેનીઅલ ક્રેગ, પડદા પર જેમ્સ બોન્ડનું પાત્ર ભજવતા અભિનેતાએ પોતાના અંગત જીવનમાં એક સંકલ્પ કર્યો છે. તેણે પત્ની રાચેલ સાથેનું દામ્પત્યજીવન સુખી બનાવવા તેના બેડરૂમમાં કોઈપણ ટેકનોલોજી ગેજેટ્સને પ્રવેશ નહીં આપવાનો સંકલ્પ કર્યો છે. પોતાની ફિલ્મોમાં ૨૪x૭ અધતન ગેજેટ્સ સાથે રહેતા આ કલાકારનો આ નિર્ણય અનુસરવા જેવો છે. પરંતુ મને ખબર છે કે પોતાના જીવનમાં આવી સેલીબ્રીટીઓની સ્ટાઈલ, કપડા, એસેસરીઝ વગેરેની પોતાના મહેનતે કમાયેલા ગજવા લુંટાવીને નકલ કરનારાઓ પણ આવી ઉમદા બાબતો ઉપર ધ્યાન સુદ્ધાં નહિ આપે. પાછા કેટલાક તો ડાહ્યા પણ થશે કે આ તેમની અંગત બાબત છે, એમને યોગ્ય લાગે તે એ કરે. તો પછી કઈ ઘડિયાળ પહેરવી અને કયું શેમ્પુ વાપરવું એ પણ એમની અંગત બાબત છે, તેમાં કેમ એ બ્રાંડ પાછળ ઘેલા થઈએ છીએ?! જવા દો, આવા પ્રશ્નો પૂછવા પણ લોકોને ગાંડપણ લાગી શકે તે હદના આપણે સૌ ચાલાકીભર્યા માર્કેટિંગના ગુલામ છીએ.

મોટાભાગના યુગલોને આવો સંકલ્પ પચે એવો નથી કારણ કે બેડરૂમમાં માત્ર પોતે બે જ હોય તો ગભરામણ થઇ જાય એવું હોય છે! મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ, ટીવી વગર બેડરૂમમાં કરવાનું શું?!! આપણી તો કમનસીબી એ છે કે એકબીજા સાથેની અતિ-અંગત કહી શકાય તેવી જાતીય-પ્રવૃતીઓ પણ મોટાભાગના યુગલો યંત્રવત પતાવતા હોય છે. આ સંજોગોમાં રોમેન્ટિક અને એકબીજાની નજદીકી(ઈન્ટીમસી)વધારે તેવી વાતો કે પ્રવૃત્તિઓ વિષે વિચારવા બેસીએ તો તો મગજમાં થોટ બ્લોક થઇ જાય.

spread a thought

મારી વાત માત્ર બેડરૂમ પુરતી જ નથી ડાઈનીંગ ટેબલ, રેસ્ટોરન્ટ, મુવી લોન્જ વગેરે જેવી અનેક જગ્યાઓની છે જ્યાં આપણે એકબીજાનો કે આપણા અંગત વ્યક્તિઓનો સાથ માણવાનો હોય છે. ડાઈનીંગ ટેબલની ખુરશી પર જમવા માટે બધા સભ્યો જોડે ગોઠવાયેલા હોય પણ જમતા પોતાના મોબાઈલ સાથે હોય! રેસ્ટોરન્ટમાં બેઠેલા મિત્રો પણ એકબીજા સાથેનો સહવાસ માણવાને બદલે થોડી થોડી વારે મોબાઈલમાં ડોકિયા કરે જવાના! આપણી પાસે તો છટકબારી પણ છે કે હું ના કરું તો પણ બધા તો કરતા જ હોય છે એટલે પછી ના છૂટકે હું પણ જોઈ લઉં છું. સ્વીકારી શકીએ તો સાવ સાચી વાત તો એ છે કે બધાને આવી ટેવ છે એટલે આપણે કોઈ વિચારતા નથી, બાકી આવી ચેષ્ટાઓ જે ખરેખર તમારી સાથે બેઠું છે તેનું અપમાન છે. મેં ગયા સપ્તાહે જ આ કોલમમાં લખ્યું હતું કે આ બધી વાતો તો અવિરત ચાલે એવી છે પરંતુ ઈશારામાં કળવા જેવી બાબત એ છે કે ટેકનોલોજી કે ગેજેટ્સનો વિવેકપૂર્ણ ઉપયોગ બાળકને શીખવવા કરતા પોતાની જાતને શીખવવો જરૂરી છે. લોકો શું કરે છે તે અવગણીને તમે જો તમારા અંગત નિયમો બનાવશો અને કોઈ ના અનુસરે તેમ છતાં પોતે તેને અનુસરશો તો મોડાવહેલા તમારા બાળકો તેને જાણે-અજાણે ફોલો કરશે તે નક્કી વાત છે.

ચાલો આ સંદર્ભમાં એક મઝાનો પ્રયોગ સુઝાડું. હવેથી તમે બહાર હોટલમાં જમવા જાવ ત્યારે નક્કી કરજો કે એકવાર ટેબલ પર બેઠા પછી જે પહેલા પોતાના મોબાઈલમાં જુએ તેણે પનીશમેન્ટ લેવાની, દા.ત. એ દિવસનું બીલ એને ચૂકવવાનું, બધાને એક લીટર પેટ્રોલના પૈસા આપવાના વગેરે(જે તમારું ફળદ્રુપ ભેજું વિચારી શકે તે..) આમ તો જ્યાં તમારી વિવેકબુદ્ધિ એમ કહે કે અહીં ગેજેટ્સને બાજુ ઉપર મુકવા જેવા છે એવી દરેક પરિસ્થિતિઓમાં આવા પ્રયોગ તમે કરી શકો. બેડરુમમાં તો એકબીજાને રોમેન્ટિક શિક્ષાઓ કરવાનો મઝાનો મોકો મળી શકે તેમ છે, જો આ વાત ગળે ઉતરતી હોય તો! કંઈ નહીં કરોને ખાલી ગેજેટ્સ પથારીમાં કે સાઈડમાં રાખીને સુવા કરતા એટલા અંતરે રાખી શકો કે તેના સુધી પહોંચવા માટે હાથ લંબાવાને બદલે ઉભા થવું પડે તો પણ ઘણું છે. જો તમારી બેડરૂમ લાઈફ બોરિંગ કે યંત્રવત થઇ ગઈ હોય તો આ પ્રયોગ થોડા મહિના કરો અને પછી જુઓ, તમારી વચ્ચે કનેક્શન જીવંત હશે તો સહજીવનમાં નવી ઉત્તેજના વ્યાપી જશે તે નક્કી.

પૂર્ણવિરામ: હવે તો નેટવર્ક કે વાઈફાઈ ઉપલબ્ધ ના હોય એવા સ્થળોએ લોકો હનીમુન માટે જતા પણ અચકાય છે!!

Books written by Dr.Hansal Bhachech

Cover

Advertisements
 

Tags: , , , , , , ,

5 responses to “ક્યારે’ય વિચાર્યું છે કે તમારા બેડરૂમમાં તમારા સિવાય બીજા કેટલા જણા રહે છે?!

 1. અંતરના આંગણેથી...

  October 11, 2014 at 1:45 pm

  Reblogged this on TanvayShah and commented:
  સહી બાત હૈ..!

   
 2. Minanshu Desai

  October 11, 2014 at 9:37 pm

  True sir, i am reading this article sleeping on Bad. I have shifted laptop / mobile / i pad from badroom after reading this. Thank you sir.

   
 3. nilbond2003

  October 13, 2014 at 11:42 am

  When I discussed about this article with my family, at that time my daughter told me that daddy you are also engaged in your reading. Sir, what should I do the reading is my hobby. Should I plan for reading time?

   
  • Dr.Hansal Bhachech

   October 13, 2014 at 1:49 pm

   Reading is healthy habit. every members of the family should read and discuss what they are reading 🙂

    
 4. Lata Motvani

  October 13, 2014 at 12:36 pm

  Actually This is happending almost in life.

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: