Recently you must have seen loads of selfie uploaded by celebrities. As such this has become a trend leaving common person thinking that why celebrities are into this?
Most of celebrities are self-centered and obsessed with their looks. Those, who don’t know them personally, admire them hugely. However, those who know them closely, have no admiration or deep bond with them because of their self-centeredness and narcissistic attitude. As a result, most of them are lonely and fragile within. They constantly need attention and approval, which comes in abundance from their fans, never from their close ones. Knowing the fact, they would never miss the chance to seek an attention and for that they will like to remain in news-media. Uploading selfie is one of the surest ways to seek an attention and approval by their looks.
મુંબઈવાળાઓએ મતદાન જોઈએ એવું ના કર્યું પણ સેલીબ્રીટીઓએ તેમના ‘સેલ્ફી’ દે ઠોકમ-ઠોક અપલોડ કર્યા! આજકાલનો આ નવો ટ્રેન્ડ છે, સામાન્ય માણસો કરે તે સમજી શકાય પણ સેલીબ્રીટીઓએ આવું કરવાની શી જરૂર?!
મોટાભાગના સેલીબ્રીટીઓ સ્વકેન્દ્રી હોય છે અને તેમને પોતાનાદેખાવનું વળગણ હોય છે. જે લોકો તેમને અંગત રીતે ઓળખતા નથી તે (ફેન્સ) તેમનાથી અત્યંત પ્રભાવિત હોય છે પરંતુ તેમને નજદીકથી ઓળખનારાઓને તેમની સ્વકેન્દ્રીયતા અને જાત પ્રત્યેનું વધુ પડતું વળગણ ખૂંચતું હોય છે. પરિણામે, મોટાભાગની સેલીબ્રીટીઓના અંગત સંબંધો છીછરા હોય છે, અંદરથી તેઓ એકલતા અનુભવતા હોય છે અને બહુ જલદી ભાંગી પાડનારા હોય છે. તેમને સતત લોકો તરફથી ધ્યાન મળતું રહે અને લોકોની પસંદગીમાં રહે તેવું તે હંમેશા ઈચ્છતા રહે છે. તેમની નજદીકની વ્યક્તિઓ નહીં પણ તેમના ફેન્સ તેમની આ વૃત્તિઓ પોષતા રહે છે. આ વાતથી વાકેફ સેલીબ્રીટીઓ ન્યુઝ-મીડિયા દ્વારા લોકોનું ધ્યાન ખેંચવા હંમેશા તત્પર રહેતા હોય છે. ધ્યાન ખેંચવા અને પોતાના દેખાવ પ્રત્યેનું વળગણ પોષવા ‘સેલ્ફી’ અપલોડ કરવા જેવા અસરકારક રસ્તાઓ બહુ ઓછા છે.
Reblogged this on Revolution.