RSS

દરેક બાબતની કિંમત કો’કને કો’ક રીતે ચૂકવવી જ પડતી હોય છે, જો આટલું ડહાપણ ના હોય તો ભગવાન તમારું ભલું કરે….

01 Dec

Tarun

દરેક બાબતની કિંમત કો’કને કો’ક રીતે ચૂકવવી જ પડતી હોય છે

એક સામાન્ય માનવી તરીકે આપણે સ્વીકારવું પડશે કે જયારે પણ આપણે બીજાને કોઈપણ પ્રકારની મદદ કરીએ ત્યારે આપણને બદલાની અપેક્ષા હોય છે જ. આ અપેક્ષાઓ સામાન્ય આભાર, કદર કે ઋણાનુભાવથી શરુ કરીને જરૂર પડે ત્યારે એમની આપણને મદદ, પૈસા(દા.ત. લાંચ), ભેટ-સોગાદ વગેરે કંઈપણ હોઈ શકે છે. આ અપેક્ષાઓ આપણા વ્યક્તિત્વ, સંબંધ, મદદનો પ્રકાર, આપણા સંસ્કાર અને મૂળ, સિધ્ધાંતો વગેરે ઘણી બધી બાબતો ઉપર નિર્ભર હોય છે. ક્યારેક આ અપેક્ષાઓ ખુલ્લી જ હોય છે અને ક્યારેક મનમાં દબાયેલી. મનમાં દબાયેલી અપેક્ષાઓ સમય સંજોગો પ્રમાણે વ્યક્ત થાય પણ ખરી અને ના પણ થાય. પરંતુ, સ્વીકારીએ કે ના સ્વીકારીએ અપેક્ષાઓ ના સંતોષાય અથવા યોગ્ય બદલો ના મળે તો આપણી મદદ ચાલુ રહે તેની શક્યતાઓ ઘટતી જાય છે. ઘણી વ્યક્તિઓ દંભી હોય છે અને તેમને જીવનની આવી નગ્ન વાસ્તવિકતાઓ સ્વીકારવામાં પોતાનો અહમ કે દંભ આડે આવે છે એવા વ્યક્તિઓને આ વાત ખટકશે. આ સિવાય કેટલાક અપવાદો પણ હશે પરંતુ લગભગ નગણ્ય કહી શકાય તેવા. જો આટલી હકીકત પ્રામાણિકતાથી સ્વીકારી શકતા હોવ તો જ આગળની વાત ગળે ઉતરશે.

જયારે કોઈપણ પુરુષ સ્ત્રીને તેની લાયકાત કે ક્ષમતા ના હોય તેવી મહેરબાની કરે (દા.ત. મદદ કરે, હોદ્દો આપે, પગાર આપે, સત્તા આપે, ભેટ-સોગાદો આપે, મહત્વ આપે વગેરે) ત્યારે તેના મનમાં બદલાની અપેક્ષાઓ પૈકી શારીરિક ઉપભોગની અપેક્ષાઓ મોખરે હોય છે ! આ અપેક્ષાઓ કેટલી તીવ્ર હશે અને ક્યારે-કેવી રીતે વ્યક્ત થશે તેનો આધાર પુરુષના વ્યક્તિત્વ, પુરુષની સત્તા, પુરુષે કરેલી મહેરબાની, સ્ત્રીનું વ્યક્તિત્વ, સ્ત્રીની લાયકાત, સ્ત્રીની જરૂરીયાત, સ્ત્રીનું વર્તન વગેરે અનેક પરિબળો ઉપર આધારિત છે. વ્યવહારિક જીવનનું આ મસમોટું સત્ય છે અને દરેક પુખ્ત સ્ત્રીએ તેને બરાબર સમજવું પડશે. દરેક માતાએ પણ તેની ઘરનો ઉંબરો ઓળંગતી દીકરીને પણ સમજાવવું પડશે કે ક્યાં, ક્યારે અને કોનાથી સતર્ક રહેવાનું છે.

ઘણી સ્ત્રીઓ આ આખી’ય વાત સમજતી હોય છે પરંતુ તેમ છતાં’ય બધા લાભ લેતી હોય છે, અમુક હદ સુધી જરૂરિયાત મુજબ છૂટછાટો પણ લેતી હોય છે અને પછી ક્યારેક મુરાદો બર ના આવતા હોહા મચાવતી હોય છે. સાવ સીધી વાત છે જો તમે ઈચ્છતા હોવ કે તમારું જાતીય શોષણ ના થાય તો તમારી લાયકાત કરતા વધુ મળતી સત્તા, સવલતો, ભેટ-સોગાદો પદ વગેરે મેળવતા પહેલા વિચારો. તમારી જાતને પૂછો ‘શું હું આ માટે યોગ્યતા ધરાવું છું?!’ અને તેનો તમારી જાતને પ્રામાણિકતાપૂર્વક જવાબ આપો. જો જવાબ ‘ના’ હોય તો એનો અસ્વીકાર કરો અથવા જાતીય હરકતો-સતામણી માટે તૈયાર રહો!! આઈ એમ એફ ના એમડી ડોમીનીક સ્ટ્રોસ હોય કે પછી હોલીવુડનો બ્રાડ પીટ હોય, બોલીવુડનો શાઈની આહુજા હોય કે પછી શક્તિ કપૂર હોય, કે સાવ તાજેતરનો તરુણ તેજપાલ હોય; બધાની આ કહાની છે! આ બધા આપણી વચ્ચે જ છે, તેમણે જે કર્યું તે યોગ્ય નથી પરંતુ સાથે સાથે એ પણ વિચારવું પડશે કે આ કોઈ લેવડ-દેવડનો ભાગ નથી ને કે જેમાં યોગ્યતાથી વિશેષ સ્ત્રીએ મેળવ્યું હોય અને પછી બદલાની અપેક્ષાએ…. !!

શક્ય છે મારી વાતો વાંચવામાં કડવી લાગે પણ મનોમન દરેક સ્ત્રી-પુરુષ સમજે જ છે કે વ્યવહારનું આ કડવું સત્ય છે. દરેક બાબતની કિંમત કો’કને કો’ક રીતે ચૂકવવી પડતી હોય છે, જો આટલું ડહાપણ ના હોય તો ભગવાન તમારું ભલું કરે….

Advertisements
 

Tags: , ,

14 responses to “દરેક બાબતની કિંમત કો’કને કો’ક રીતે ચૂકવવી જ પડતી હોય છે, જો આટલું ડહાપણ ના હોય તો ભગવાન તમારું ભલું કરે….

 1. dr jyoti hathi

  December 1, 2013 at 10:34 am

  Your vision is very broad and crystal clear as you mentioned about even the exceptions..and dual personalities.

   
 2. Jignesh Shelat

  December 1, 2013 at 11:54 am

  Thank you sir for this Blog…. I think you have expose the route cause of the problem….. But even the woman is capable and deserve the job base on her skills still they are victim of same fate.. I think the answer is ” Woman has to protect themselves”……

   
  • Dr.Hansal Bhachech

   December 1, 2013 at 1:18 pm

   True
   Moreover, they should be always cautious about undeserving favors coming to them.

    
   • d

    December 3, 2013 at 6:11 am

    women try to tkae adavntage of man in any relation any position
    even wife wants too much/more money from husband
    any women get job.
    position initially with influnce and later some can prove her ability otherwise every women gets more then her ability-and women has harresemnt in every job ,but caus eof moeny amtter-she has totolerate it-what tejpal has done is not acceptable
    if she was willing then thos matter was not on media,paer,court
    nooone can impse excpet women’s wish waht is right and worng -socitey willdecide it
    but both pary are agree-then it was ok

     
  • Dr.Hansal Bhachech

   December 1, 2013 at 1:21 pm

   Suppose in Tejpal’s case, job itself was offered on his kindness and Tejpal was always helping her, in fact in victim’s words ‘he was always just phone call away’.

    
 3. Vijay Prajapati

  December 1, 2013 at 6:56 pm

  Jivan ma aa vat utarva jevi 6,,,i accepted this blog sir,,,thank u very,much

   
 4. Bhupendrasinh Raol

  December 1, 2013 at 9:11 pm

  સવાલ એ છે કે મળતા લાભ ગુમાવીને તેજપાલ સામે શું કામ પડી? ડૉ ભચેચ ને શક છે કે પેલી છોકરી તેજપાલ પાસેથી લાભ મેળવતી હશે. એક ફોન કોલ જ દુર હતી. છોકરી સમજતી હોય કે ફ્રેન્ડનો બાપ મારા બાપ જેવો જ ગણાય. અને તેજપાલ એક ફોન કોલ જેટલી જ દુર ભવિષ્યની યોજનારૂપે પણ રાખતો હોય.

   
  • Dr.Hansal Bhachech

   December 2, 2013 at 12:35 pm

   સૌથી પહેલી વાત એ છે કે હું કોઈપણ રીતે તરુણ તેજપાલ કે બીજાઓનું સમર્થન નથી કરતો. બીજું, હું એવું પણ નથી કહેતો કે છોકરી લાભ મેળવતી હશે. સાવ સાચું કહું તો તેજ્પાલનો પ્રસંગ તો એક નિમિત્ત છે આ વિષયની ચર્ચા કરવાનો. મારો હેતુ સ્ત્રીઓને પુરુષની એક વૃત્તિ તરફ જાગૃત કરવાનો અને જયારે તેમના જીવનમાં આવું બનતું હોય તો સતર્ક રહેવાની સલાહ આપવાનો છે.

    
 5. shabana

  December 2, 2013 at 10:40 am

  fact of life

   
 6. Phalguni

  December 2, 2013 at 11:44 am

  So True Hansalbhai, You nailed it so well!.

   
 7. Dr. Dushyant Bhatt

  December 2, 2013 at 5:53 pm

  every professional women at some point of their carrier has this kind of experiences. In indian scenario most of them are not noticed. May be it is Tejpal, who has created so many controversies him self, got in to it. You rightly said we do not advocate his actions but at the same time it is some kind of give and take policy in corporate culture….

   
 8. zakal

  December 2, 2013 at 7:50 pm

  ડૉ.સાહેબ, તમારી વાત મારી સાથે ભણતી છોકરીઓ ખૂબ જ સારી રીતે સમજતી હતી, હું ચોકલેટ ડે ના દિવસે એક ડઝન Dairy Milk ચોકલેટ લઇને ફરતો તેમ છતાં એકપણ છોકરી ચોકલેટ લેતી ન હતી
  હવેની છોકરીઓને ચોકલેટ લેવી છે પણ દોસ્તી નથી રાખવી
  – ઝાકળ

   
 9. Hardik v shah

  December 4, 2013 at 9:25 am

  Sir you are absolutely right but wehave to understand that whether it was girls influence for undue favour or it was offer from male.

  In any case both are in fault and larger loss is to the society.
  Specially in an organization were more educated people are working who knows there right it is difficult to exploit anyone without consent
  Actually if there is consent then there is no exploitation or harrasement.

   
 10. Nikhilgiri goswami

  December 27, 2013 at 5:31 pm

  સત્ય કહ્યું આપે કારણકે આ વૃતિ કુદરતી રીતે વિકસે છે અને ભેટ સોગાદો કે અન્ય કૃપા મેળવવા થી સામે પક્ષે સ્વામિત્વ નો ભાવ જાગે છે …. 🙂

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: