સવારમાં સ્ત્રીઓનો મૂડ પુરુષોની સરખામણીએ વધુ ખરાબ હોય છે !

Cover

સ્ત્રીઓને મઝા ન આવે એવી એક વાત કહું ?! મોટાભાગના પુરૂષો માને છે કે સ્ત્રીઓને સવારના વતાવવી નહીં. સવારના સમયમાં મોટાભાગની સ્ત્રીઓનો મૂડ આખા દિવસની સરખામણીએ સારો નથી હોતો અને પુરૂષોની સરખામણીએ પણ સારો નથી હોતો.

લો, આમાં સ્ત્રીઓને મઝા ન આવે તેવી શું વાત છે ?! – છે, જેમ જેમ એનાં કારણો તપાસતા જઈશું ને તેમ-તેમ ખબર પડશે. પરંતુ, પહેલા આ હકિકતને આધાર આપતા એક મનોવૈજ્ઞાનિક સર્વેક્ષણની વાત કરીએ. બ્રિટનની સ્લીપ કાઉન્સીલ દ્વારા લગભગ બે હજાર વ્યક્તિઓનું સર્વેક્ષણ કર્યા બાદના તારણો આ બાબતને આધારભૂત પ્રમાણ પુરૂ પાડે તેવા છે. આ તારણો એવું કહે છે કે સવારના સમયમાં દર સાતે એક જ સ્ત્રી સારા મૂડમાં હોય છે. જ્યારે તેની સરખામણીમાં દર સાતે ચાર પુરૂષો સારા મૂડમાં હોય છે. આ સ્ત્રીઓનો ‘મૂડ નોર્મલ’ થતા લગભગ ચાર કલાક જેવો સમય લાગતો હોય છે.

આ તો ઠીક છે કે સર્વેક્ષણે આવું તારણ કાઢ્યું બાકી મોટાભાગનાઓને તો થશે કે આમાં નવું કંઈ નથી. આ લેખ વાંચશે પછી તે તરત સંમત થશે કે સાચી વાત છે, સવારના સ્ત્રીઓ જોઈએ તેટલી તાજગીમાં નથી હોતી. કોફી-ચા પીએ પછી ધીરે ધીરે મૂડની શરૂઆત થાય અને ત્રણ-ચાર કલાકે ગાડી પાટા પર આવે. માટે જ મોટાભાગની સ્ત્રીઓને મન સવારની ચા-કોફીનું ઘણું મહત્ત્વ હોય છે, ભલે ને પછી એ રોજીંદી સવાર હોય કે વેકેશનની. ઘણી સ્ત્રીઓની તો સવાર સાડા પાંચે થાય પણ નાહવાનો ‘મૂડ’ દસ વાગે આવે. સ્ત્રીઓનો મૂડ આખા દિવસની સરખામણીએ સવારે સારો નથી હોતો તેનું એક આડકતરૂ પ્રમાણ આપું ? સવારે રસોડામાં જેટલા વાસણો ખખડતા કે પડતાં હોય છે તેટલા સાંજે નથી ખખડતા કે પડતા ! સવારે કામની ધડાધડ હોય છે તેવું કારણ ચોક્કસ આપી શકાય પણ જ્યારે ધડાધડ ન હોય (દા.ત. રવિવાર કે રજાના દિવસે) ત્યારે પણ આ બાબત તો જોવા મળશે. અવલોકન કરી જોજો…

શા માટે સવારના સમયમાં પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓનો મૂડ ખરાબ હોય છે ?! સાવ સીધો જવાબ છે… સ્ત્રીઓને સવારના પહોરમાં ઉઠાવવી પડતી જવાબદારીઓ. પુરૂષો સવારના પહોરમાં ઉઠીને તૈયાર ચાની ચૂસકીઓ સાથે છાપા ફંફોળે છે કે ફોન પર વાતો કરે છે. જ્યારે સ્ત્રીઓને શ્વાસ લેવાની ફુરસદ નથી હોતી. (સવારના સ્ત્રીઓને કરવા પડતા કામો જો ગણાવવા બેસીશ તો આખો લેખ એમાં જ પૂરો થઈ જાય તેમ છે.) સ્વાભાવિક છે ‘બોરિંગ’ અને ‘થેન્કલેસ’ દિનચર્યા સાથે ઉઠતી સ્ત્રી કેવી રીતે મૂડમાં હોઈ શકે ? વેકેશન પર જતી સ્ત્રીઓ માટે સૌથી આનંદદાયક વાત સવારની આ ધમાચકડીમાંથી મળતી મુક્તિ હોય છે.

આ ઉપરાંત ખરાબ મૂડનું બીજું કારણ અપૂરતી ઉંઘ અથવા ઊંઘની સમસ્યા છે. ઘણી સ્ત્રીઓની ઉંઘ જ પૂરી નથી થતી હોતી. રાત્રે મોડે સુધી જાગવું પડે તો’ય સવારે તો ઉઠવાનો સમય નક્કી જ હોય. પુરૂષોની સરખામણીએ સ્ત્રીઓને અનિંદ્રા જેવી ઊંઘની સમસ્યાઓ પણ વઘુ પ્રમાણમાં સતાવતી હોય છે. સ્વાભાવિક છે અપૂરતો આરામ લઈને ઉઠેલી વ્યક્તિ જવાબદારીઓની ઘરેડમાં જોડાય અને એ’ય તાજગી સાથે – અપેક્ષા જરા વધારે પડતી નથી ?!

આ ઉપરાંત ગૃહિણીઓને દરેક સવાર પોતે બહાર કામ નથી કરતી તેની આડકતરી યાદ તેના સુષુપ્ત મનમાં કરાવે છે, તો બહાર કામ કરતી સ્ત્રીઓને રીતસર દોડાવે છે, બાળકોને મુકીને જવામાં ગીલ્ટ પણ ક્યારેક સતાવે છે… વગેરે પરિબળો પણ પોતાનો વત્તો-ઓછો ભાગ ભજવે છે.

‘એક તો સવારના કામમાં કશી’ય મદદ કરવી નહીં પછી પાછું કહેવું કે સ્ત્રીઓ સવારના મૂડમાં નથી હોતી’ સ્વાભાવિક છે કોઈપણ સ્ત્રીને મજા આવે એવી આ વાત નથી. આનો ઉપાય શું ?! ઉપાય એટલો જ કે એને ઘરકામમાં મદદ ન કરો તો કંઈ નહીં, સવારના એનું કામ ન વધારો (છાપા ગમે તેમ ફેંકીને), ઓર્ડરો ન છોડો, સલાહ-સૂચનો ના આપો (એ આપવા આખો દિવસ પડ્યો છે – સવારે તો નહીં જ) અને બહાર વેકેશન પર ગયા હોવ તો એને એની રીતે સવાર માણવા દો. ફટાફટ ઉઠીને ‘સાઈટ સીઈંગ’ માટે તૈયાર ના થઈ જાવ. (સાલુ, આ તો ટૂર ઓપરેટરે વિચારવું જોઈએ !) સ્ત્રીને સવારના ત્વરિત મૂડમાં લાવવાની એક અસરકારક ટીપ આપું? એના કરતા પહેલા ઉઠીને ચા બનાવીને પછી એને ઉઠાડો. મને ખબર છે પુરુષો આ ટીપ બદલ મને કેટલી જોખશે એટલે બીજી ટીપ નહિ આપું. ચાલો, હવે આ છાપું વ્યવસ્થિત ગોઠવીને નાહવા જાવ એટલે એને બીજા કામની સૂઝ પડે…!(ના પાડવા છતાં’ય બીજી ટીપ આપી દીધી !!)

પૂર્ણવિરામ: બે દિવસના નવજાત બાળક અંગે માતાનો અભિપ્રાય- બિલકુલ એના પપ્પા પર ગયો છે હું જયારે એની સાથે વાતો કરું છું ત્યારે એ ઉંઘી જ જાય છે !

6 Comments Add yours

 1. Mihir Rao says:

  True.

 2. Darshan says:

  Good one…Sir actually many husbands are unaware of this..

 3. mittal says:

  Absolutely right, sir

 4. Gunjan says:

  True Sir.. But I have faced consequences at mom’s side. Once I made tea and unfortunately it was awesome. So every time I am asked to prepare tea. For not only the family but also the guests. Haha.. “Dharam karta dhaad padi”..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s