RSS

આપણે લગ્ન શા માટે કરીએ છીએ ?! આ પ્રશ્નના જવાબમાં નિબંધ લખાય, ટૂંકનોધ લખાય અને એક લીટી પણ લખાય !

21 May

Image

કેટલાક પ્રશ્નો જ એવા પેચીદા હોય છે કે એક તરફ તેના અનેક જવાબ આપી શકાય અને બીજી તરફ તેનો એક પણ જવાબ ના આપી શકાય ! આવા પ્રશ્નોની ચર્ચાના અંતે દરેક વ્યક્તિ ફિલસુફીએ ચઢી જતી હોય છે. આવો જ એક પ્રશ્ન છે આપણે લગ્ન શા માટે કરીએ છીએ ?! આ પ્રશ્નના જવાબમાં નિબંધ લખાય, ટૂંકનોધ લખાય અને એક લીટી પણ લખાય ! બીજી રીતે જોઈએ તો દરેક વ્યક્તિ પાસે લગ્ન કરવાના કેટલાક અંગત અને કેટલાક સર્વ-સામાન્ય કારણો હોઈ શકે છે, તો ક્યારેક ‘બસ; એક પણ નહિ’ ! મને મારી પત્ની અવાર નવાર પૂછતી હોય છે કે મે એની સાથે લગ્ન કેમ કર્યા ?! (પત્નીઓના અગણિત ફેવરીટ સવાલો પૈકીનો આ એક સવાલ છે) હું મોઢું દયામણું કરીને જવાબ આપું છું કે ભૂલ થઇ ગઈ ભઈસાબ, તુ તક આપે તો સુધારવા માંગું છું. એ મને વળતું પરખાવે છે કે તારે ભૂલ સુધારવાની નહિ, તારા વિચારોમાં સુધરવાની જરૂર છે. પછી શું જમાવટ થાય તે વાત મારી આત્મકથામાં કહીશ પણ અત્યારે આપણી વાત પર પાછા ફરીયે. લગ્ન આજે સહજીવનની એક વ્યવહારિક વ્યવસ્થાને સ્થાને પેચીદો પ્રશ્ન બનીને રહી ગયું છે. માધ્યમોની ભાષામાં કહીએ તો ભારતીય સમાજમાં છૂટાછેડાનું પ્રમાણ કુદકે ને ભૂસકે વધી રહ્યું છે અને તે પણ લગ્નજીવનના ટૂંકા ગાળામાં ! કેટલાક કિસ્સાઓમાં તો લગ્નના બીલો ચુકવાય કે લગ્ન માટે લીધેલી લોન ભરપાઈ થાય તે પહેલા તો યુગલો છુટા પડવાની વાત લઈને આવતા થઇ ગયા છે ! ફરી પાછી એ જ વાત આવે છે – આપવા હોય તો અનેક કારણો અને ના આપવા હોય તો એક જ કારણ ‘બસ; નહિ ફાવે’ ! એક મનોચિકિત્સક તરીકે મેં તારવ્યું છે કે જયારે લગ્નના નિર્ણયમાં અમુક કારણો મુખ્ય સ્થાને હોય ત્યારે લગ્નજીવનમાં મનમેળ ટકાવી રાખવો અઘરો બની જાય છે. આ કારણોને પ્રાધાન્ય આપીને ક્યારેય લગ્નનો નિર્ણય ના લેવાય નહીતર લગ્નજીવન ઉચાટભર્યું બની રહેવાની ખુબ મોટી શક્યતા છે. ચાલો જોઈએ આવા કારણો કયા છે ?!

કારણ નંબર એક છે – માત્ર પૈસા અને સુખ સગવડને પ્રાધાન્ય આપીને લગ્ન કરવા. એ અલગ વાત છે અને કદાચ નસીબની પણ વાત છે કે તમે જેને ચાહતા હોવ કે તમને જે વ્યક્તિ પસંદ પડે તે પૈસા-પાત્ર અને સાધન સંપન્ન હોય પરંતુ, તમારી પસંદગીના મૂળમાં આ મુદ્દો રાખીને લગ્ન માટે તૈયાર ના થવાય. લગ્નજીવનમાં લાગણીઓના પ્રશ્નો, અનુકુલનના પ્રશ્નો કે જીવનસાથીના સ્વભાવની ખામીઓ પૈસો સુલટાવી નથી શકતો. પૈસાપાત્ર જીવનસાથી મેળવવાનો નશો આખી જીંદગી નથી ટકતો. અંતે તો એકબીજાની લાગણી, હુંફ, પરિપક્વતા અને સમજણ સાથે જ જીવન વિતાવવાનું હોય છે. આપણે ત્યાં, ખાસ કરીને ‘એરેન્જડ મેરેજ’માં; ઘણીવાર પૈસાપાત્ર અને સાધન-સંપન્ન કુટુંબને ધ્યાનમાં રાખીને જ લગ્નનો નિર્ણય લેવાતો હોય તેવું બને છે તે સંજોગોમાં આ બાબત અગત્યની બની રહે છે.

તમારો જીવનસાથી તમારા માતા-પિતા કે કુટુંબને ગમે કે યોગ્ય લાગે તે ખુબ સારી વાત છે અને તે ઇચ્છનીય પણ છે પરંતુ, તે તમારી પસંદગીનું મુખ્ય કારણ ના હોઈ શકે ! ઘણાં કિસ્સાઓમાં લગ્નનો નિર્ણય લેવામાં ખચકાટ અનુભવતા યુવાનો સરવાળે માતા-પિતાને ગમે છે કે યોગ્ય લાગે છે તેના આધારે નિર્ણય લઇ લેતા હોય છે અને સમય જતા પોતાને નહિ ફાવે તેવો અહેસાસ તેમને ધીમે ધીમે થવા લાગે છે. આ સંજોગોમાં અંદર અસંતોષ સળવળવા માંડે છે અને પ્રશ્નોના બીજ રોપાય છે. દરેક વ્યક્તિના મનમાં જીવનસાથીની એક છબી હોય છે જેના આધારે તે પાત્રની યોગ્યતા મુલવતી હોય છે પરંતુ, એ જરૂરી નથી કે તમારી એ છબી અને તમારા સ્નેહીઓની એ છબી સરખી હોય, મેળ ખાતી હોય. તમારા લગ્ન-વિષયક નિર્ણયમાં તમારા ગમા-અણગમાને કેન્દ્રસ્થાને રાખો, નહિ કે તમારા સ્નેહીઓના ! અલબત્ત, તેમનો અભિપ્રાય ખુબ મહત્વનો છે, પણ પાત્ર ગમતું હોય ત્યારે – ના ગમતું હોય ત્યારે નહિ !

“પણ,મને તો આવું બધું ખબર જ નથી પડતી !” થોડો સમય આપો, તમારી જાત ને અને તમારા સંબંધને; આપોઆપ ખબર પડવા માંડશે

 

પૂર્ણવિરામ: સંબંધો બંધાવા કે તૂટવા પાછળ કોઈ ચોક્કસ કારણો ના પણ હોય પરંતુ, સંબંધો ટકવા પાછળ ચોક્કસ કારણો અચૂક હોય છે.

Advertisements
 

Tags: , , , , ,

17 responses to “આપણે લગ્ન શા માટે કરીએ છીએ ?! આ પ્રશ્નના જવાબમાં નિબંધ લખાય, ટૂંકનોધ લખાય અને એક લીટી પણ લખાય !

 1. shailaja. thakkar

  May 21, 2013 at 7:16 pm

  Sir, Would like to ask one question. Your wife think that you are compatible for her?

   
 2. yatin bhushan

  May 22, 2013 at 2:55 pm

  is there any criteria to check d compatible partner/ may b some criteria… over there…

   
 3. vijay

  May 22, 2013 at 6:30 pm

  What about “BAL LAGAN”???!

   
  • Dr.Hansal Bhachech

   May 22, 2013 at 6:55 pm

   Bal Lagna is not a marriage, it’s deal between family 🙂

    
   • vijay

    May 23, 2013 at 3:54 pm

    Thanx for reply.. (bal-lagna)…
    So what to do sir, if dulha doesn’t like dulhan in this case (after puberty)??!!!

     
   • Dr.Hansal Bhachech

    May 26, 2013 at 1:29 pm

    Pull on, as taking decision is not in their hand 😦

     
   • parth bhatt

    February 11, 2015 at 6:27 pm

    masterstrok,,,,,,,,,,,,,,,,

     
 4. Brijesh B. Mehta

  May 22, 2013 at 8:03 pm

  Reblogged this on Revolution.

   
 5. bhumi

  May 24, 2013 at 5:09 am

  hi
  when someone don’t feel like they should marry (n yes they know that they are sexually straight (& not lesbian/gay))? is there any possible reason behind that? and what could be the solution?

   
 6. Bhavisha

  October 8, 2014 at 5:56 pm

  Sir, I belongs to a rich family and mental condition of my in-laws is very typical and financial condition is also weak.. My husband loves me so much but we both are always in stress for money nd many more things. I don’t understand what should be done. Can you please guide?

   
 7. Dhvanit Dave

  October 16, 2014 at 3:44 am

  Excellent read. It so true.Thanks for writing.

   
 8. shruti

  October 21, 2014 at 11:50 am

  Sir, the article is worth sharing! Is there any english write-up available on the same, which can be shared with non-gujju’s?

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: