RSS

‘સ્ત્રીના હૃદયમાં દરેક તબક્કે એક “માં” જીવે છે,પણ પુરુષના હૃદયમાં દરેક તબક્કે એક “બાપ” નથી જીવતો’

12 May

 

આમ તો ‘માં’નું મહત્વ ૨૪ x ૩૬૫ x આખું જીવન હોય છે, પણ ‘મધર્સ ડે’ના પાશ્ચાત્ય પવનને સપ્રેમ….

Mother

‘સ્ત્રીના હૃદયમાં દરેક તબક્કે એક “માં” જીવે છે

પણ પુરુષના હૃદયમાં દરેક તબક્કે એક “બાપ” નથી જીવતો’

મનોચિકિત્સક અને લેખક તરીકે હું સ્ત્રી-પુરુષના સંબંધો વિશે સતત ઊંડાણપૂર્વક લખતો રહ્યો છું. આ સંબંધો અખૂટ પ્રશ્નોની ખાણ જેવા છે, સમસ્યાઓ-પ્રશ્નો ઉદભવતા જ રહે છે. સ્ત્રી અને પુરુષના માનસમાં રહેલા મૂળભૂત લાક્ષણિક ભેદભાવો આ પાછળનું પાયાનું કારણ છે. આ ભેદભાવોની લાંબીલચક યાદી બનાવી શકાય તેમ છે, અત્યારે એ ચર્ચા અસ્થાને છે પરંતુ, સ્ત્રી અને પુરુષના માનસમાં રહેલા આ ભેદભાવો પૈકી એક અત્યંત મહત્વના ભેદને આગળ ધરીને વિષય પ્રવેશ કરવો છે. ‘સ્ત્રીના હૃદયમાં દરેક તબક્કે એક “માં” જીવે છે પણ પુરુષના હૃદયમાં દરેક તબક્કે એક “બાપ” નથી જીવતો’ ! નાનકડા હાથથી ઢીંગલી રમતી બાળકીથી શરુ કરીને ધ્રુજતા હાથોથી આશીર્વાદ આપતી વૃધ્ધાના હૈયામાં એક ‘માં’ સતત જીવે છે. સ્ત્રીએ સંતાનને જન્મ આપ્યો હોય કે ના આપ્યો હોય તેના હૃદયમાં એક ‘માં’ અચૂક જીવતી હોય છે. આ ‘માં’ સ્ત્રીની અસ્તિત્વસંગીની છે, પળપળ અનેકવિધ રીતે તે વ્યક્ત થતી રહે છે અને સ્ત્રીને સ્ત્રી હોવાનો અહેસાસ કરાવતી રહે છે. ‘માં’- સ્ત્રીના અસ્તિત્વને સર્વોપરી બનાવતી આ લાગણી, આ વિચાર, આ પરિકલ્પના… શું છે આ ‘માં’ ?!! સ્ત્રીના માનસનો એક અદભૂત હિસ્સો છે આ ‘માં’. હૃદયની જેમ સ્ત્રીના માનસમાં ‘માં’ સતત ધબકતી રહે છે. સ્ત્રીના મનનો આ ધબકાર અવિરત લાગણીઓનો ધોધ જીવનપર્યંત વહેવડાવે છે જેને મનોવિજ્ઞાન ‘માતૃત્વ’ કહે છે. પુરુષોમાં આ પ્રકારનો ધબકાર કે તેના થકી વહેતા લાગણીઓના ધોધનું અસ્તિત્વ નથી અને માટે જ ‘પિતૃત્વ’ જેવો કોઈ શબ્દ શબ્દકોશમાં નથી !

હું દ્રઢપણે માનું છું કે આ જગતમાં જો કોઈ સાવ સાચો પ્રેમ કરતું હોય તો તે માત્ર ‘માં’ છે. ‘માં’ તેના સંતાનને કોઈપણ પ્રકારની અપેક્ષા વગર ચાહે છે, બાકી બધા જ પ્રેમમાં અપેક્ષાઓ અધ્યાહાર રહે છે અને સંબંધોના વિવિધ તબક્કે આ અપેક્ષાઓ સપાટી ઉપર આવતી રહે છે. બીજા શબ્દોમાં કહું તો કોઈ મને એમ પૂછે કે સાચો પ્રેમ કોને કહેવાય તો હું કહું કોઈપણ ‘માં’ પોતાના સંતાનને જે કરતી હોય છે તે જ માત્ર સાચો પ્રેમ છે બાકી બધી સમય આવે છતી થઇ જતી વ્યવહારિક ગણતરીઓ છે. તમે ગમે તે ઉંમરના થઇ ગયા હોવ તેમ છતાં સાચા દિલથી એ તમારી રાહ જોતી હોય છે, તમારા હાવભાવને તે માઈક્રોસ્કોપની જેમ વાંચતી હોય છે, તમારી બેચેની પોતે પણ એટલી તીવ્રતાથી અનુભવતી હોય છે, તમારી પ્રગતિ માટે તે સતત પ્રાર્થના કરતી હોય છે, તમારી માંદગીમાં માથે સ્પર્શતી એની હથેળીઓ  સારવાર કરતાં વધુ અસરકારક લાગતી હોય છે…

‘માં’ની કુખે જન્મ લેનાર દરેક સંતાનના મન-હૃદયમાં એક ખૂણે તેની ‘માં’ હંમેશા જીવતી રહે છે. માતાના માનસમાં ધબકતી ‘માં’ અને આપણામાં જીવતી ‘માં’ વચ્ચે લાગણીનો એક અતુટ સેતુ જીવનના દરેક તબક્કે રચાયેલો રહે છે. અને માટે જ જીવનપર્યંત આપણને ‘માં’ સાથે જેટલી લાગણીઓના ચઢાવ-ઉતાર અનુભવાય છે તેટલા કદાચ કોઈપણ વ્યક્તિ સાથે નથી અનુભવાતા. ‘માં’નો સ્નેહ આપણને પલાળે છે, તેની સંભાળ હુંફ આપે છે, તેની ચિંતાઓ ઉચાટ કરાવે છે અને તેની પુછપરછ અકળાવે છે. તેની સાથે ગમે ત્યારે ઝગડી પડીએ અને ગમે ત્યારે વહાલમાં તણાઈ જઈએ, આપણા દરેક ‘મૂડ સ્વીન્ગ્સ’ સાથે ‘માં’ વણાયેલી રહે છે. ‘માં’ સાથે હોય કે ના હોય, હયાત હોય કે ના હોય પણ તે ક્યારેય આપણા માનસપટ પરથી વિસ્મૃત નથી થતી.

આપણા અસ્તિત્વના અંશ સમી આ ‘માં’ને જો આપણે ના સાચવી શકીએ તો આ જગતનો ફેરો ફોગટ ગયો સમજજો. એની જેમ સાવ નિશ્વાર્થ એને ના ચાહી શકો તો કંઈ નહિ, તમારા સ્વાર્થને સાધ્યા બાદ પણ એને ચાહો તે એને મન ઘણું છે. તેની સાથેની દરેક ક્ષણોને એ વાગોળતી રહે છે અને કદાચ ઈશ્વરની ભક્તિ પછી એના ઘડપણનો બીજો અગત્યનો સહારો તમે એને આપેલી આ ક્ષણોનો છે. તમારા જીવનમાંથી એનું અસ્તિત્વ આટોપાય એ પહેલા તમારા જીવનના ઘડતર માટે તેનો નિખાલસતાથી આભાર માનવાની ક્ષણોને જીવનનો સૌથી મોટો સંતોષ માનજો. આમ તો જીવનમાં આપણને સદાય માટે છોડીને ગયેલી વ્યક્તિઓ પ્રસંગોપાત યાદ આવતી રહે છે પણ ‘માં’ એકવાર છૂટી તો ક્યારેય ભુલાતી નથી. પણ, તેની સાથે આપણી પાછા ફરવાની રાહ જોતી આંખો અદ્રશ્ય થઇ જાય છે….

મારી સાથે કામ કરતી સાયકોલોજીસ્ટ આટલું વાંચીને મને પૂછે છે “સર, તમને નથી લાગતું છેલ્લા ફકરામાં ઉદાસ થઇ જવાય તેવી વાત કરી ?” કદાચ તેના માનસમાં બેઠેલી ‘માં’ સળવળી ઉઠી !

“એકઝેટલી આજ વાત મારે વાચકોના મનમાં ઉભી કરવી છે.  ‘માં’ના મહત્વ વિશે ઘણાં લોકોએ લખ્યું હશે પરંતુ એવું કોણ હશે કે જેને ‘માં’નું મહત્વ નહિ હોય ?! મારે તો વાચકોને ‘માં’ પોતાના હૃદયમાં અનુભવાય તેવી વાત લખવી’તી” મેં એના પ્રશ્નનો જવાબ આપ્યો પણ તે તો એ પહેલા જ જાણે તેની ‘માં’ સાથે વિચારોમાં ખોવાઈ ગઈ હતી.

Advertisements
 

Tags: , , , , , , ,

9 responses to “‘સ્ત્રીના હૃદયમાં દરેક તબક્કે એક “માં” જીવે છે,પણ પુરુષના હૃદયમાં દરેક તબક્કે એક “બાપ” નથી જીવતો’

 1. Dr Rakesh Patel

  May 12, 2013 at 11:31 am

  Excellent sir…..

   
 2. shailaja. thakkar

  May 12, 2013 at 6:04 pm

  Very intensive & touching article

   
 3. ખજિત

  May 12, 2013 at 7:26 pm

  છેલ્લા ફકરા વખતે ઉદાસ થઇ જવા વાળી વાત તો સાચી છે જ, પણ પહેલેથી શરુ કરીને ઇતિ સુધી બધુજ લખાણ આંખ ભીની કરે એવુ છે. સરસ લેખ.

   
 4. Fazal Vahora

  May 16, 2013 at 3:20 pm

  Good article

   
 5. sohang

  May 26, 2013 at 4:17 pm

  શું માતા જેવો સાવ સાચો પ્રેમ કોઈ પિતા તેના સંતાનને કરી શકે? ( “બાપ” જેવો નહિ)

   
  • Dr.Hansal Bhachech

   May 26, 2013 at 6:19 pm

   No, mother have maternal instinct and that is natural. Father does not have that.

    
   • sohang

    June 20, 2013 at 2:26 am

    Thanks Sir.

     
 6. Swati Suthar

  May 14, 2017 at 2:01 pm

  ‘માં’ એકવાર છૂટી તો ક્યારેય ભુલાતી નથી. પણ, તેની સાથે આપણી પાછા ફરવાની રાહ જોતી આંખો અદ્રશ્ય થઇ જાય છે….
  this writing made me Cry ! NI:shabd !

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: