RSS

કાયદાનો ડંડો બતાવી કોઈપણ લગ્નજીવનને સુખી અને સુમેળભર્યું ન બનાવી શકાય, પરંતુ કંકાસભર્યા લગ્નજીવનનો બદલો ચોક્કસ લઈ શકાય.

10 May

ghar ni bahar framed

કેટલાક સમય પહેલા ‘ટાઈમ’ મેગેઝીન માટે કામ કરતા પાકિસ્તાનના જાણીતા પત્રકાર ગુલામ હુસેને એક ઈન્ટરવ્યુમાં ચોંકાવનારી રજુઆત કરી હતી કે, ‘‘દાઉદ એની પત્નીથી ગભરાય છે.’’ દુનિયાભરના અને ખાસ કરીને આપણાં દેશના માઘ્યમોએ મોટા મથાળા હેઠળ આ સમાચાર છાપી માર્યા’તા ! જાણે ભારતની જનતાને ‘હાશ’ થશે કે ચાલો આપણા દેશના સામાન્ય માણસો અને વગદારો વચ્ચે કોઈપણ ભેદભાવ રાખ્યા વગર બંનેને એકસરખા ફફડાવતો ડોન એની ‘બૈરી’થી તો ડરે છે.

આજના જમાનામાં સારા પત્રકાર બનવા માટે ‘કાગનો વાઘ’ કરતા આવડવું અનિવાર્ય છે અને આ પત્રકારે એમ જ કર્યું. દાઉદ એની પત્નીથી ગભરાય છે એવું એમને શેના પરથી લાગ્યું એ જાણશો તો તમે પણ આ વાતથી સંમત થશો. દાઉદ એકવાર ઈસ્લામાબાદમાં છોકરીઓ સાથે રંગરેલીયા મનાવતો હતો. ત્યાં ખબર આવી કે તેની પત્ની ઈસ્લામાબાદના એરપોર્ટ પર આવી પહોંચી છે. બસ, ફટાફટ પાર્ટી સંકેલાઈ ગઈ અને છોકરીઓ સગેવગે કરી દેવામાં આવી. અને બસ આ પત્રકારભાઈ એ તારણ છાપી દીધું! બોલો, હવે આ કોઈ પત્નીથી ડરતા હોવાનું પ્રમાણ છે !? દાઉદની જગ્યાએ દુનિયાનો કોઈપણ પુરૂષ હોત તો પણ મોટાભાગના કિસ્સાઓમાં તો આવું જ થાય ને ?! એનો પતિ પત્ની આવી પહોંચે ત્યાં સુધી રંગરેલિયા ચાલુ રાખે કે જેથી તેની પત્નીને પણ ખબર પડે કે મારો પતિ શું ‘ચીજ’ છે?!

સાવ સાચી વાત તો એ છે કે આવી રંગરેલીયા મનાવતા પતિદેવો તેમની પત્નીથી નથી ડરતાં હોતા પણ એના આવવાથી થનારી ‘બબાલ’થી ડરતાં હોય છે. પત્ની આવીને પતિ સાથે ઝઘડો કરે તો તો પહોંચી વળાય પણ તે પેલી છોકરીઓને ઝૂડી નાખે કે ખરી-ખોટી સુનાવવાનું ચાલુ કરે તો પરિસ્થિતિ પર કાબૂ કેવી રીતે મેળવવો તે એને વઘુ ડરાવે છે. આવા પુરૂષો જાહેરમાં પત્નીથી ડરતા હોય તેવું બતાવે પણ બાકી મનમાં તો એક, બે ને સાડા ત્રણ…(અને એટલે જ તો આવી બિન્ધાસ્ત રંગરેલિયા મનાવતાં હોય) અને જે થોડો ઘણો પણ ડર હોય છે તે ‘‘બબાલ’’નો અને ‘બબાલ’ થઈ જાય તો પછી પેલી બધીઓને ફરી પાછી કેવી રીતે મનાવવી એનો !

એવું નથી કે બધાને ‘પત્ની એક, બે ને સાડાત્રણ..’ પોષાય એવું છે. પત્નીથી ડરતો એક ચોક્કસ પતિવર્ગ પણ છે. એના માટે તો આવી ‘લફરાબાજી’નું સ્વપ્ન પણ દુર્લભ છે.

સહાનુભૂતિ અને કાયદાનો સહારો લઈને પતિઓને દાબમાં રાખી હંફાવતી, માથાભારે કહી શકાય તેવી પત્નીઓથી પીડિત આવા પતિઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે તેવું સત્તાવાર આંકડાઓ કહે છે. ‘અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધ સંઘ’ મુજબ આ સંખ્યા પચ્ચીસ હજાર સુધી પહોંચી ગઈ છે. આ તો જાહેરમાં આવનારાઓ છે પણ અંદરખાને તો આ સંખ્યા કેટલી હશે તેનું અનુમાન જ કરવું પડે. આત્મહત્યાની ધમકીઓ, દહેજ, ખાધા-ખોરાકી અને અઘૂરામાં પૂરૂ હવે ઘરેલું-મારઝૂડ વગેરે મુદ્દાઓનો કાયદાકીય સહારો લઈને પતિઓને સતત તલવારની ધાર પર રાખતો એક સ્ત્રીવર્ગ છે. આવી સ્ત્રીઓ માટે પતિ એક, બે ને સાડાત્રણ…

કોઈપણ કાયદાનો આશય હંમેશાં સારો જ હોય છે પરંતુ કમનસીબે વ્યવહારમાં તેનો દુરૂપયોગ વઘુ થતો જોવા મળે છે. સ્ત્રીઓના રક્ષણ માટેના દહેજ કે ઘરેલુ મારઝૂડ જેવા કાયદાઓ જે સ્ત્રીઓને પોતાના લગ્નજીવનને બચાવવું છે તેમની મદદે નથી આવી શકતા પરંતુ જે સ્ત્રીઓને પોતાના પતિઓને ‘ફીટ’ કરી દેવા છે તેમની મદદે આવે છે ! સાવ સીધી વાત છે કાયદાનો ડંડો બતાવી કોઈપણ લગ્નજીવનને સુખી અને સુમેળભર્યું ન બનાવી શકાય, પરંતુ કંકાસભર્યા લગ્નજીવનનો બદલો ચોક્કસ લઈ શકાય. પતિ સામે ઘરેલું મારઝૂડની ફરિયાદ કર્યા બાદ આનંદ અને સલામતીથી એની સાથે પાછા રહી શકાય ?! એ જ રીતે બીજી સ્ત્રીઓ સાથે રંગે હાથ પકડાયા પછી લગ્નજીવન એટલી જ સરળતાથી ચાલે ?! અને જે આ સંજોગોમાં સાથે રહેતા હોય છે તેમની માનસિક અવસ્થા કેવી હોય તે કલ્પનાનો વિષય છે….

પૂર્ણવિરામ:

ઘરની અંદર સ્ત્રી અને ઘરની બહાર પુરૂષનું ચલણ હોય તેવું સ્વીકારતા અને અપનાવતા જીવનસાથીઓનું લગ્નજીવન મહદઅંશે ઘર્ષણરહિત હોય છે.

Advertisements
 

Tags: , , , , ,

6 responses to “કાયદાનો ડંડો બતાવી કોઈપણ લગ્નજીવનને સુખી અને સુમેળભર્યું ન બનાવી શકાય, પરંતુ કંકાસભર્યા લગ્નજીવનનો બદલો ચોક્કસ લઈ શકાય.

 1. Brijesh B. Mehta

  May 11, 2013 at 3:07 pm

  Reblogged this on Revolution.

   
 2. bhavisha shah

  May 14, 2013 at 10:54 am

  તમારી વાત સાચી છે આવા લફરાબાજ પતિઓ પત્નીથી નહિ પણ લફરાની જાણ બાદ થનારી બબાલથી ડરતા હોય છે .ખરેખર પત્નીથી ડરતો પુરુષ લગ્નેત્તર સંબંધ બાંધવાનું તો દુર વિચારે પણ નહિ.અને રહી વાત કાયદાની તો જયારે લગ્નજીવનને કાયદાની તલવાર પર ચલાવવામાં આવે ત્યારે તેવા સંબંધમાં બંને પાત્રો સતત તણાવ,ચિંતા ,સમાજ અને કુટુંબથી ઉપેક્ષા સિવાય કઈ પામતા નથી.ઘણીવાર ફક્ત બદલો લેવા માટે ઘણા દંપતીઓ ‘હું તો મરું પણ તને ય રાંડ કરું’વાળી નીતિ અપનાવે છે.સંબંધમાં કઈ જ બચ્યું ના હોય પણ ના સાથે રહે કે ના ડિવોર્સ આપે.આવી પરિસ્થિતિમાં સામેના પાત્ર સાથે બદલો લેવા જવામાં પોતાના જીવનના અમુલ્ય વર્ષો ક્યારેય ભરી ન શકાય તેવા ખાલીપા ,એકલતા અને ના કેહવાય -ના સેહવાય વાળી પરિસ્થિતિમાં ગુજારી નાખે છે મારા મતે આવા પાત્રોને ખરેખર મનોવૈગ્ન્યાનીક સારવાર ની જરૂર હોય છે.મારી વાત બરાબર છે ને !@DrHansal Bhachech

   
 3. Mrs. Usha K. Dixit

  May 14, 2013 at 1:01 pm

  True!! Agreed Sir!!

   
 4. alplimadiwala

  November 15, 2014 at 12:23 pm

  હંસલ ભાઇ, આજે કાયદા કાનુન સ્ત્રી ઓ ની તર્ફેણ મા થઈ ગયા હોય તેવુ નથી લાગતુ ? શુ તમને નથી લાગતુ કે એક જ પ્રકાર ના ગુનાઓ મા પણ અલગ અલગ પ્રકાર નુ વલણ થઈ ગયુ હોય. દાખલા તરીકે એક સ્ત્રી અને પુરુષ પરસ્સંપર સબંધ મા જોડાય ને જ્યારે સ્ત્રીને લાગે કે હવે આ સંબંધ જોખમી થઈ રહ્યો છે કે એ પકડાઈ જાય ત્યારે સંપુર્ણ દોશ પુરુષ પર નાખી દેવામા આવે છે એમ કહી ને કે આણે મારી સાથે બળજબરી કરી કે મને ભોળવવામા આવી છે. ષુ તેને ખબર નથી હોતી કે આનો અંત કેવો આવશે?

   
 5. alplimadiwala

  November 15, 2014 at 12:23 pm

  તમારો અભિપ્રાય આપશો.

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: