RSS

About newly released books….

10 Feb

અદભૂત પ્રેમની વિસ્મયકારક વાતો

પ્રેમની અદભૂત લાગણીઓ કરતાં તેની સાથે સંકળાએલી વાસ્તવિકતાઓ વધુ નવાઈ પમાડે તેવી છે. આ વિસ્મયકારક વાસ્તવિકતાઓ આપણા મનમાં અનેક પ્રશ્નો ઉત્ત્પન કરતી જાય છે. શા માટે સાત જન્મ સાથે જીવવાના વચન સાથે સહજીવન શરુ કરનારા યુગલો પહેલા જ જન્મમાં હાંફવા માંડે છે અને મનોમન આ ભવ મળ્યા પણ આવતા ભવે સામા પણ ના મળશો એવું વિચારતા જીવ્યે જતા હોય છે?! શા માટે એક હુંફાળો માળો બનાવવાના સ્વપ્ન સાથે જોડાતા યુગલો એક જ છતની નીચે પોતાની અલગ અલગ જિંદગી જીવતાં હોય છે?! શા માટે વિશ્વાસના રંગે દોરેલા સંબંધોના સુંદર ચિત્રમાં સાથીઓ સમયની સાથે છેતરપિંડીની પીંછી ફેરવતા હોય છે?! શા માટે અન્ય લોકોની પસંદ-નાપસંદ વિશે સતત જાગૃત રહેતા યુગલો એક-બીજાના ગમા-અણગમા પ્રત્યે આંખ આડા કાન કરતાં હોય છે?! શા માટે એકબીજાનો નાનકડો ઉહંકારો સાંભળીને ઉછળી પડતા પ્રેમીઓ વર્ષો બદલાતા એકબીજાની ચીસો પણ અવગણી જાય છે?! ક્યારેક જેને પોતાની જિંદગીથી પણ વધારે ચાહ્યાં હોય તેવા સાથીને શા માટે એસીડ છાંટવા જેવી ઝનુની અભિવ્યક્તિનો શિકાર બનવું પડે છે?! શા માટે ‘તાંકતે રહેતે તુઝકો સાંજ સવેરે’ જેવા ગીતો ગાતા ગાતા પ્રેમમાં પડીને ‘જોર કા ઝટકા હાય જોરોં સે લગા’ ગાવાનો વારો આવે છે?! પ્રશ્નો અગણિત છે, જવાબો પણ વિવિધ પરિબળો થકી અનેક છે. પરંતુ, બધી જ રજુઆતો અને તેના તારણના મૂળમાં પ્રેમની અદભૂત લાગણીઓ સાથે સંકળાયેલી કડવી વાસ્તવિકતાઓ છે. પ્રેમના અનંત આકાશમાં વિહરતા મોટાભાગના પ્રેમીઓ આ કડવી વાસ્તવિકતાઓથી અજાણ હોય છે અથવા પોતાના જીવનમાં એ શક્ય નથી એવાં ખોટા ભ્રમમાં રાચતા હોય છે. જયારે સમયની સાથે સંબંધ આગળ વધે છે અને જવાબદારીની કેડી પર યુગલ ડગલા ભરવા માંડે છે ત્યારે વાસ્તવિકતા મોઢું ફાડે છે અને પ્રેમના સાચા સ્વરૂપનું ભાન થવા માંડે છે.

‘પ્રેમ’ વિશેની તમારી ગેરમાન્યતાઓને ધરમૂળમાંથી દૂર કરતું અને તેની સાથે સંકળાયેલી વિસ્મયકારક વાસ્તવિકતાની વાતો કહેતું, ડૉ.હંસલ ભચેચની અફલાતુન કલમે લખાયેલું મેઘધનુષી પુસ્તક

————

પ્રેમ- તારો,મારો અને આપણો

‘ચાહવું’ કે ‘પ્રેમ કરવો’ એ એક ઘટના છે. ‘પ્રેમ’ માત્ર લાગણી નથી પણ લાગણીઓથી લથબથ અસ્તિત્વને તરબતર કરતી ઘટના છે. આ ઘટના સાથે ઘણી કડવી વાસ્તવિકતાઓ, ગમે કે ના ગમે, સ્વીકારો કે ના સ્વીકારો, પણ સંકળાયેલી રહે છે. બે વ્યક્તિઓ વચ્ચેના પ્રેમના ત્રણ પાસા છે મારો, તારો અને આપણો. આ ત્રણે’ય પાસા સાવ અલગ હોઈ શકે છે અને વ્યવહારમાં જોવા મળતો પ્રેમ આ ત્રણે’ય પાસાઓ વચ્ચે થતી આંતરક્રિયાની ઉપજ છે. મારો પ્રેમ તારા પ્રેમથી તદ્દન અલગ હોઈ શકે અને એ જયારે આપણો પ્રેમ બની જાય ત્યારે એ મારા અને તારા પ્રેમથી પણ અલગ હોઈ શકે !! છે ને ગૂંચવી નાખે તેવું ?! ‘પ્રેમ’નું તો એવું જ છે, ગમે ત્યારે ગૂંચવી નાખે અને ગમે ત્યારે બધું સરળ બનાવીને ઉકેલી નાખે….

પ્રેમ વિશેની તમારી સમજ સ્પષ્ટ, વધુ ઊંડી અને વ્યવહારુ બનાવતું ડૉ.હંસલ ભચેચની અફલાતુન કલમે લખાયેલું વધુ એક મેઘધનુષી પુસ્તક

————

નીચે આપેલી ‘બુક રીડીંગ ઇવેન્ટ’મા પધારવા સૌને ભાવભીનું આમંત્રણ છે.

PLEASE BE THERE

Image

Image

Image

Image

Image

Image

Image

Advertisements
 

Tags: , , ,

3 responses to “About newly released books….

 1. pradip

  February 10, 2013 at 12:09 pm

  Congrats Sir.please arrange such function at Mumbai

   
 2. નિર્મલ મણિયાર

  February 11, 2013 at 1:15 pm

  મારો અંગત અનુભવ : જયારે બીજાને ભૂલો સમજાવામાં જિંદગી વેડફવાને બદલે એને સમજવામાં અને પોતાની ભૂલ સુધારવાનું ચાલુ કરશું તો જિંદગી સ્વર્ગ બની જશે…!!

   
 3. Monica Bijlani

  February 11, 2013 at 2:28 pm

  congrats good going. Keep it up

  Monica

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

 
%d bloggers like this: