RSS

મોટાભાગના કિસ્સાઓમાં છોકરાઓ છોકરી પાછળ સૌથી વધારે ગાંડપણ જ્યાં સુધી છોકરી પોતાના પ્રેમનો એકરાર નથી કરતી ત્યાં સુધી જ કરતાં હોય છે !

07 Jan

હમણાં ‘કોકટેલ’ ફિલ્મનું ગીત ‘તુમ્હી હો બંધુ સખા તુમ્હી’ ૨૦૧૨ ના સૌથી લોકપ્રિય ગીત તરીકે જાહેર થયું. આ ગીત ઉપર જુલાઈ ૨૦૧૨મા લખેલો લેખ અહીં પોસ્ટ કરવાનું મન થયું. આપ સૌ મિત્રોને ગમશે……

TOIA_2013_1_7_23_150x150_p1

હમણાં જય વસાવડાએ સ્પેકટ્રોમીટરમાં માઈકલ જેકસનને શ્રદ્ધાંજલિ આપતા લેખમાં બળાપો કાઢ્યો કે વિશ્વ તેના ગીતો ઉપર ઝુમ્યું, નાચ્યું (હજી’ય એ સીલસીલો ચાલુ છે) પરંતુ તેના ગીતના શબ્દો, તેની પાછળની લાગણીઓ પર ખુબ જુજ લોકોએ ધ્યાન આપ્યું ! કમનસીબ, પણ સાવ સાચો બળાપો છે. ગીતો, ફિલ્મો, નાટકો વગેરેના સાચા સર્જકો તેના લેખકો, તેમના વિચારો અને તેની પાછળની લાગણીઓ છે પરંતુ તેમને સૌથી ઓછી ક્રેડીટ મળે છે. મોટાભાગના તો એમના વિશે સાવ અજાણ જ હોય છે! નામ તો છોડો આપણે તો  તેમના શબ્દો અને વિચારો પ્રત્યે એટલા સંવેદનશીલ પણ નથી હોતા. આ કવિઓ-લેખકો ઘણીવાર તો એમના શબ્દોમાં અદભૂત વાતો કરી જતા હોય છે અને એ માટે તે સાચી કદરના હકદાર છે. ચાલો મારી વાતના સમર્થનમાં ઉદાહરણ આપું.

હમણાં હમણાં ‘કોકટેલ’ ફિલ્મનું એક ગીત ‘તુમ્હી હો બંધુ’ ખુબ લોકપ્રિય થયું છે, એના શબ્દો પર ધ્યાન આપ્યું છે?! અદભૂત છે, ‘પ્રેમ’માં હોવાની અવસ્થાને શબ્દોમાં જે રીતે ઈર્શાદ કામીલે મૂકી છે તે કાબીલેદાદ છે.

यारा तेरे सदपे इश्क सीखा, मैं तो आई जग तज के इश्क सीखा

जब यार करे परवाह मेरी, मुज़े क्या परवाह ईस दुनिया की

जग मुजपे लगाये पाबन्दी, मैं हूँ ही नहीं ईस दुनिया की

तुम्ही दिन चढ़े, तुम्ही दिन ढले, तुम्ही हो बंधू सखा तुम्ही

दिल की तख्ती पर हूँ लिखती इश्का इश्का

जग क्या जाने दिलको मेरे इश्का किसका

लग यार गले ले सार मेरी, मुज़े क्या परवाह ईस दुनिया की

तु जीत मेरी जग हार मेरी, मैं हूँ ही नहीं ईस दुनिया की

बनके चाहत नजरो से खत लिखना लिखना

तु है जेसा मुजको वैसा दिखना दिखना

दे सबक सरूरों का साकी, मुज़े क्या परवाह ईस दुनिया की

तु पास मेरे जग पास मेरे, मैं हूँ ही नहीं ईस दुनिया की

છે ને પ્રેમની અવસ્થાની જબરદસ્ત અભિવ્યક્તિ? આપણો સાથી આપણી કાળજી લેતો હોય તો આપણે આખી’ય દુનિયાને અવગણવા તૈયાર છીએ. એને મનથી જીતી લેવાતો હોય તો આખી દુનિયા હારવા તૈયાર છીએ. બસ એ એક આલિંગન લઈને આપણી ખબર-અંતર પૂછે પછી દુનિયા આપણો હાલ પૂછે કે ના પૂછે કંઈ ફરક નથી પડતો. નજરમાત્રથી પ્રેમની તડપ વ્યક્ત કરતાં આપણે તો એકમેકમાં એકાકાર થવું છે, બસ એ આપણી પાસે છે તો જગત આપણી પાસે છે એવો અહેસાસ કરવો છે અને આ બધી બાબતો એની પાસેથી- એના પ્રેમમાંથી જ શીખવી છે. ઉઠતા-બેસતા એની યાદ છે, દરેક બાબતમાં એનો સાથ છે પછી આ દુનિયાથી આપણે પર છીએ. પ્રેમમાં પાગલપનની અવસ્થાની કેવી ગજબની રજૂઆત છે? (ખબર નથી ફિલ્મમાં એ કયા સંદર્ભમાં હશે?!) જીવનમાં એકવાર તો આ અવસ્થા આવવી જ જોઈએ, ભલે પછી એમાંથી ઉભા થતાં બેવડ વળી જાય અને ‘પ્રેમ-બેમ જેવું કંઈ નથી હોતું’ એવું જ્ઞાન લાધે અને જો નસીબદાર હશો, સાથી સમજદાર હશે તો આ ગાંડપણની અવસ્થા ગુજરી ગયા પછી પણ પ્રેમનું એક બંધન કાયમ ટકી રહેશે !

ચાલો બીજું એક ઉદાહરણ આપું. હમણાં રીલીઝ થયેલી ‘તેરી મેરી કહાની’ ફિલ્મમાં એક નાનકડો પણ સચોટ સંવાદ છે (કમનસીબે ગીતોના શબ્દોની જેમ સંવાદો અને તેની પાછળની અભિવ્યક્તિ ઉપર પણ મોટાભાગનાનું ધ્યાન નથી હોતું!). ફિલ્મનો નાયક એક છોકરીને પટાવતો પટાવતો સાઈકલ શીખવતો હોય છે એટલામાં નાયિકા આવે છે. નાયક પેલી છોકરીને પડતી મુકીને નાયિકા પાછળ લાગી જાય છે. નાયિકા એને પેલી છોકરી પાછળ જ જવાનું કહે છે ત્યારે નાયક કહે છે ‘વો દિલચસ્પ નહી હૈ’ અને નાયિકા જવાબ આપે છે ‘મેં દિલચસ્પ ઇસલિયે હું ક્યૂંકી મેં તુમ્હારી ચુનોતી હું’  એક જ વાક્યમાં કેટલી જબરદસ્ત વાત !! મોટાભાગના કિસ્સાઓમાં છોકરાઓ છોકરી પાછળ સૌથી વધારે ગાંડપણ જ્યાં સુધી છોકરી પોતાના પ્રેમનો એકરાર નથી કરતી ત્યાં સુધી જ કરતાં હોય છે કારણ કે ત્યાં સુધી એ છોકરીને પામવી એ એને મન સૌથી મોટી ચેલેન્જ હોય છે. છોકરીના સ્વીકાર સાથે જ ચેલેન્જ કે પડકાર પુરો થાય છે અને તેનું છોકરી પ્રત્યેનું  વલણ બદલાય છે ! એક સમયે દિલચસ્પ લાગતી છોકરી એને બોજ, નસ, માથાનો દુખાવો અને જાણે શું શું લાગવા માંડતી હોય છે ! જો તમારી સાથે આવું ના થયું હોય, તમારો સાથી તમારા એકરાર પછી તમને વધુ ચાહતો હોય, તમારી વધુ દરકાર કરતો હોય, તમારી પાછળનું એનું ગાંડપણ એ જ હોય અને એનો તમારા પ્રત્યેનો પ્રેમ વધુ ઊંડો બન્યો હોય તો માનજો એને મન તમે ચેલેન્જથી વિશેષ છો. આવી વ્યક્તિઓ તમારા અસ્તિત્વને, તમારા સહવાસને ચાહનારી છે. એમને બે હાથે તમારા દિલની નજીક પકડી રાખો !

આવા અસંખ્ય ઉદાહરણો આપી શકાય તેમ છે પરંતુ મારી વાત એટલી જ છે કે ક્યારેક ઉપરછલ્લી દ્રષ્ટિએ સાવ સામાન્ય લાગતી વાત ખરેખર ખુબ ઊંડાણ ધરાવતી હોય અને તે પણ ખાસ કરીને કોઈ વિચારક,લેખક કે કવિ દ્વારા કહેવાઈ હોય. સાગરમાંથી મોતી વીણવા જેવું આ કામ છે, મળશે; શરત માત્ર એટલી કે સભાન રહેવું !!

પૂર્ણવિરામ: રાઉડી રાઠોરનો એક માર્મિક ડાયલોગ હર ગલત આદમીકી રગો મેં ખુન કે સાથ ડર દોડતા હૈ !

Advertisements
 

Tags: , , , ,

6 responses to “મોટાભાગના કિસ્સાઓમાં છોકરાઓ છોકરી પાછળ સૌથી વધારે ગાંડપણ જ્યાં સુધી છોકરી પોતાના પ્રેમનો એકરાર નથી કરતી ત્યાં સુધી જ કરતાં હોય છે !

 1. jay vasavada JV

  January 8, 2013 at 1:54 am

  સરસ લેખ સાહેબ અને મારાં ઉલ્લેખથી હું ધન્ય થયો ! 🙂 આભાર.

   
 2. My Small Villa

  January 8, 2013 at 4:49 pm

  હંસલ સાહેબ, તમારી નવી બુક “અદભુત પ્રૅમની વિસ્મયકારક વાસ્તવિક્તાઓ” ક્યારે પબ્લિસ થવાની છે ?

   
 3. My Small Villa

  January 8, 2013 at 10:10 pm

  થેંક્યુ સર, અમે ખુબ આતુરતાથી રાહ જોઇ રહ્યા છીયે.

   
 4. hardiklovelyengg

  January 9, 2013 at 9:51 am

  વાહ સર દિલ કો છું લેને વાલી બાત બોલ દી….
  awesome…..

   
 5. pinakin_outlaw

  January 10, 2013 at 7:41 pm

  અધભુત લેખ…સાચી વાત છે..હવે લોકો લરીક્સ કરતા મ્યુસિક પાછળ વધારે પડ્યા છે..હીપ હોપ મ્યુસિક નું પણ કઈક એવુજ છે..લોકો બીટ યાદ રાખે પણ એના શબ્દો નહિ

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: