RSS

ટીનેજર્સને તમારી વાતો કરતાં તમારી એમના પરત્વેની લાગણીઓ, સંવેદનશીલતા અને વિચારધારામાં વધુ રસ હોય છે.

19 Dec

આપણે વાત કરતાં હતાં ટીનેજર્સ સાથે ગતિશીલ અર્થાત ‘ડાયનેમિક’ સંબંધોની. આ ગતિશીલ સંબંધ એટલે ક્રિયા(એક્શન) અને પ્રતિક્રિયા(રીએક્શન) થકી સર્જાતી આંતરક્રિયાઓથી(ઈન્ટરેક્શનસ્) સજ્જ સંબંધ. આ આંતરક્રિયાઓ હકારાત્મક રહે તે કોઈપણ સંબંધની તંદુરસ્તી માટે અત્યંત જરૂરી છે. કમનસીબે મોટાભાગના મા-બાપો અને તેમના ટીનેજર્સ વચ્ચેના સંબંધોમા આંતરક્રિયાઓ વન-વે ટ્રાફિક જેવી હોય છે, જેમાં ક્યાંક તો ટીનેજર્સ પ્રતિક્રિયાઓ આપતા જ નથી અથવા ક્યાંક તેમને પ્રતિક્રિયા આપવાની છૂટ જ નથી. આવા સંજોગોમાં હકારાત્મક આંતરક્રિયાઓની અપેક્ષા રાખવી વ્યર્થ છે. આ માટે ક્રિયા-પ્રતિક્રિયાઓથી ભરપૂર ટુ-વે ટ્રાફિક જેવી આંતરક્રિયાઓ અનિવાર્ય છે. જરૂરી નથી કે આ આંતરક્રિયાઓ ‘ગુડી-ગુડી’ જ હોય, તેમાં ઘર્ષણ અને મતભેદને પણ સ્થાન છે, અગત્યતા ટુ-વે ની છે. ટીનેજર્સ સાથે તંદુરસ્ત સંબંધો જાળવવા તેમની સાથે અસરકારક સંવાદ (ઇફેક્ટીવ કોમ્યુનીકેશન) સાધવાની મેં જે વાત કરી હતી તેના પાયામાં આ ટુ-વે આંતરક્રિયાઓ રહેલી છે. પરંતુ, આ તબક્કે અસરકારક સંવાદ કોને કહેવાય તેની સમજણ અગત્યની બની જાય છે.
અસરકારક સંવાદ અને સામાન્ય વાતચીતમાં ફરક છે. સામાન્ય વાતચીતમાં આપણે માત્ર વાર્તાલાપ કરતાં હોઈએ છીએ જેમાં સામેવાળી વ્યક્તિ શું કહે છે અને આપણે શું કહેવાનું છે એટલું જ વિચારતા હોઈએ છીએ. જ્યારે અસરકારક સંવાદમાં વાતચીત ઉપરાંત તેની પાછળ રહેલી લાગણીઓ, વ્યક્તિના હાવભાવ, વિચારસરણી, વૈચારિક ક્ષમતા વગેરે ઘણી બાબતો અંગે ધ્યાનપૂર્વક વિચારતા અને તેનું અર્થઘટન કરતાં હોઈએ છીએ. આ દ્રષ્ટિએ જોઈએ તો મોટાભાગે તો આપણે સામાન્ય વાતચીત જ કરતાં હોઈએ છીએ. જ્યાં સુધી સામેવાળી વ્યક્તિ તીવ્ર પ્રતિક્રિયા ના આપે કે પોતાની લાગણીઓને શબ્દોમાં ના મૂકે ત્યાં સુધી આપણે ભાગ્યે જ એમની લાગણીઓ વિશે ગંભીરતાપૂર્વક વિચારતા હોઈએ છીએ. આ ઉપરાંત સામેની વ્યક્તિના હાવભાવ વાંચવાની કે તેનું અર્થઘટન કરવાની આપણને ટેવ જ નથી, કદાચ આવડત પણ નથી અને એટલે જ વ્યક્તિઓની ‘બોડી લેન્ગ્વેજ’ કે હાવભાવ સમજવાનું શીખવાડતા નિષ્ણાતો ફૂટી નીકળે છે ! સામેવાળી વ્યક્તિની વિચારસરણી, વૈચારિક ક્ષમતા કે વૈચારિક યોગ્યતા વિશે તો કદાચ આપણે ભાગ્યે જ વિચારતા હોઈએ છીએ,માત્ર તેની વાતોમાં જ ધ્યાન આપતા હોઈએ છીએ. માટે જ; આપણે ત્યાં કોઈપણ વિષયમાં કોઈપણ વ્યક્તિ વાણી-સ્વાતંત્ર્યના નામે કંઈપણ અભિપ્રાય આપી જાય છે અને મોટાભાગના તેની યોગ્યતા વિશે વિચાર્યા વગર વાતોમાં જોતરાઈ જાય છે. પરંતુ જે વ્યક્તિઓ આ બાબતો પરત્વે સંવેદનશીલ હોય છે તેમની કુશળતા વ્યવહારમાં અલગ તરી આવે છે.
મોટાભાગના સંબંધો સામાન્ય વાતચીત દ્વારા ચાલતા હોય છે પરંતુ જીવનના અંતરંગ સંબંધોને મજબુતાઈ આપવી હોય તો તમારી આંતરક્રિયાઓનું સ્તર સામાન્ય વાતચીતથી ઉપર ઉઠાવીને અસરકારક સંવાદના ક્ષેત્રમાં લાવવું અત્યંત જરૂરી બની જાય છે. ટીનેજર્સ સાથેના વ્યવહારમાં તો આ બાબત ખુબ મહત્વની છે કારણકે એમને તમારી વાતો કરતાં તમારી એમના પરત્વેની લાગણીઓ, સંવેદનશીલતા અને વિચારધારામાં વધુ રસ હોય છે. એમનો તમારા પ્રત્યેનો વ્યવહાર માત્ર તમારી વાતો ઉપર આધારિત નથી પરંતુ તમે એમના પ્રત્યે કેવી લાગણીઓ ધરાવો છો, તમે એમના પ્રશ્નો કે મુંઝવણ પ્રત્યે કેટલાં સંવેદનશીલ છો, તમે એમના પ્રત્યે અને એમના વિચારો પ્રત્યે શું અભિપ્રાય ધરાવો છો વગેરે બાબતો પર આધારિત હોય છે. આ સંજોગોમાં તમારા માટે માત્ર વાતચીત નહી પણ એમની સાથે અસરકારક એવો સંવાદ સાધવો જરૂરી બની જાય છે. જ્યારે પણ એમની સાથે તમે કંઈપણ વાત કરતાં હોવ ત્યારે એ શું લાગણીઓ અનુભવતા હશે, એમના હાવભાવ શું કહે છે, એમની વિચારધારા કઈ તરફ છે વગેરે બાબતોનો ખ્યાલ રાખવો પડશે. ઘણી વ્યક્તિઓ એવી દલીલ કરશે કે મોટાભાગના ટીનેજર્સ અમારી તો શું કોઈની’ય લાગણીઓનું ધ્યાન રાખતા નથી એ સંજોગોમાં તમારી આ વાત સાથે કેવીરીતે સંમત થવું?! વાત સાચી છે, ટીનેજર્સની આ ઉંમર સ્વછંદતાની છે, એમને પોતાના સિવાય જો કોઈની પડી હોય તો તે છે એમના મિત્રો ! સ્વાભાવિક રીતે જ આ સંજોગોમાં એમને અન્ય લોકોની લાગણીઓની કદર જોઈએ તેટલી નથી હોતી પરંતુ ઉંમરનો આ પડાવ પાર થતાં જ આ મુદ્દે એ પરિપક્વ થઇ જતા હોય છે. યાદ રાખવું ઘટે કે ટીનેજર્સ સાથેનો તમારો આ વ્યવહાર બિનશરતી છે, તમે તમારી પરિપક્વતા નહી છોડો તો એમના આ નાજુક તબક્કામાં તમે એમની સાથે એક મજબૂત બોન્ડ ઉભો કરી શકશો અને તેના ફળ કદાચ તમને આખી જિંદગી મળતા રહે.
અસરકારક સંવાદ સાધવાની તમારી આવડત ટીનેજર્સના મનમાં એવી ભાવના સર્જી શકે છે કે તમે એમને સમજો છો, તમારે મન એમની લાગણીઓ અને વિચારોની કદર છે. સમય આવે એ એવું માનતા થાય છે કે એ જેવા છે તેવા સ્વીકારીને તમે એમની સાથે વ્યવહાર કરો છો. તેમના વ્યક્તિત્વના સ્વસ્થ વિકાસ અને આત્મવિશ્વાસની મજબુતાઈ માટે આ એક ખુબ અગત્યનો અહેસાસ છે.

પૂર્ણવિરામ
એક વાક્ય બોલાય ત્યારે ચાર વાક્ય સાંભળવાની આવડત તમને વ્યવહારમાં કુશળ બનાવે છે.

indian faces char vakya low final

Advertisements
 

Tags: , , , ,

2 responses to “ટીનેજર્સને તમારી વાતો કરતાં તમારી એમના પરત્વેની લાગણીઓ, સંવેદનશીલતા અને વિચારધારામાં વધુ રસ હોય છે.

 1. dharmendra

  January 5, 2013 at 1:03 pm

  હવે સમય આવી ગયો છે માં બાપે જાગૃત થવાનો. ..

   
 2. pushpa1959

  August 31, 2013 at 8:00 pm

  100 teacher is equal one mother, balkone shambhlo, smjo, premthi svikar kro, jevu tme krsho enu teo anukarn karshe, etle khud perfect thasho to teo 100% tmara shresht balko banshe.

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

 
%d bloggers like this: